અમે ફોરેન શબ્દ ઉચ્ચારીએ એટલે વડીલો ગુસ્સાનો અવતાર ધારણ કરીને કહેતા, ‘ફોરેન શબ્દ ખોટો છે, ફોરિન કહો. સ્પેલિંગ શું છે તે જાણી લો. દરેક શબ્દનો યોગ્ય ઉચ્ચાર જ તમારે કરવો જોઈએ.’ ફોરેનનું ‘ફોરિન’ થઈ ગયું અને કઈ રીતે કોણ જાણે પણ વ્યવસાય નિમિત્તે તે શબ્દ આજન્મ ચોંટી ગયો. સમય બદલાયો, કાળ આગળ ગયો, અત્યાધુનિકતા અને સુખસુવિધાઓ હાથવેંતમાં આવી ગયાં અને ભારતીય પર્યટકો સપ્તખંડ પર સવારી કરવા લાગ્યા.
‘તેફોરેનમાં જઈ આવ્યો’ અથવા ‘તેણી ફોરેન રિટર્ન છે’ એ વાક્યનું 40-45 વર્ષ પૂર્વે જબરદસ્ત વજન હતું. રૂપિયા એટલે આપણા ભારતનું ચલણ તાળાબંધ હતું. એર ટિકિટો મોંઘી હતી, વિઝા એટલે શું? તે ક્યાંથી મળે છે? તે માટે શું કરવું પડે છે? આ માહિતી હોય તેઓ રુઆબ છાંટતા. વિદેશમાં જવાનું હોય તો તે માટે જોઈતું વિદેશી ચલણ કોઈ પણ પ્રવાસી ત્રણ વર્ષમાં ફક્ત પાંચસો યુએસ ડોલર એટલું જ લઈ શકતા. 1991માં તત્કાલીન નાણાં મંત્રી શ્રી મનમોહન સિંહે રૂપિયો ખુલ્લો કર્યો, ધીમે ધીમે અવકાશમાં વિમાનોની ભીડ દેખાવા લાગી, સ્પર્ધાને લીધે વિમાન ટિકિટોના દર પહોંચમાં આવવા લાગ્યા. ઈન્ટરનેટનો ઉપયોગ વધવા લાગ્યો, માહિતીનો સાગર માનવીના હાથોમાં આવ્યો, ડર ઓછો થયો અને બધા જ ઉદ્યોગોની જેમ પર્યટનને ગતિ મળી. હવે વિદેશ પર્યટન આસાન થઈ ગયું છે અથવા અમારા જેવી અનેક ઓનલાઈન-ઓફફલાઈન પર્યટન સંસ્થાઓએ તેમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ધીમે ધીમે બધું કઈ રીતે બદલાયું તે આ પેઢીએ જોયું છે. શું હતું અને શું છે તે ચિત્ર જ્યારે સ્મૃતિપટ પર યાદોના સ્વરૂપમાં સામે આવે ત્યારે નોસ્ટેલ્જિક થઈ જવાય છે અને તે સાથે આપણે કેટલા નસીબદાર છીએ તે જાણીને મન મહોરી ઊઠે છે. જુઓ ને, આજે દરેક પ્રવાસી વિદેશ પર્યટન કરતી વખતે એક વર્ષમાં (જાન્યુવારીથી ડિસેમ્બર) દસ હજાર યુએસ ડોલર્સ લઈ શકે છે. અનેક દેશોએ ભારતમાં વિઝા કોન્સ્યુલેટ શરૂ કરી છે અથવા ઓનલાઈન વિઝાની સુવિધા લાવવાથી તે પણ કામ મુશ્કેલ રહ્યું નથી. યુરોપ અમેરિકા માટે જેમ અમે સાત-આઠ મહિના પેેહલા બુકિંગ લઈએ છીએ તેમ અમુક સહેલગાહ જ્યાં ઓન અરાઈવ્હલ વિઝા છે ત્યાં સાત-આઠ કલાક પૂર્વે બુકિંગ લઈને પણ પર્યટકો વિદેશ પર્યટનનો આનંદ આસાનીથી મેળવી આપીએ છીએ. ફોરિન ટુર કરવી તે હવે અચંબાની વાત રહી નથી. અર્થાત તેનું આકર્ષણ પ્રચંડ છે અને તે દિવસે દિવસે વધી રહ્યું છે તે પણ વાસ્તવિકતા છે.
વિદેશી સહેલગાહોને ફોરિન ટુર્સ કહેવી? ઈન્ટરનેશનલ ટુર્સ કહેવી? એબ્રોડ ટુર્સ? કે વર્લ્ડ ટુર્સ? કહેવી તેના પર અમારા ત્યાં જબરદસ્ત ચર્ચા વાદવિવાદ થાય છે. જાહેરાતોમાં ઉપયોગ કરવામાં મને ‘ફોરિન ટુર્સ’ શબ્દ ગમે છે. આ શબ્દ સાથે નાળ જોડાઈ ગઈ છે એવું કહેવામાં વાંધો નથી. નવમા ધોરણ સુધીનું શિક્ષણ ગામમાં થયું. ગામ સમુદ્રકિનારા પર વસેલું છે અને તે સમયે એસટી બસની પણ સુવિધા નહીં હોવાથી થોડું દૂર હોવાથી અન્ય ગામોની તુલનામાં પ્રગતિની બાબતમાં થોડું પાછળ હતું અને તેથી ઉપરોધથી તેને ‘ફોરેન’ કહેવાતું હતું. એટલે કે, અમારા અથવા નજીકનાં ગામની છોકરીઓનાં લગ્ન જો અન્ય સુધારિત ગામના છોકરા સાથે નક્કી થાય તો ‘ક્યાંની છોકરી છે?’ એવું પૂછતાં, ‘ફોરેનની છોકરી’ એવું કહેવાતું અથવા ‘છોકરીને ફોરેનમાં આપી છે’ એવું છોકરો અમારે ત્યાંનો હોય ત્યારે કહેવાતું હતું. રેગિંગનો આ સૌમ્ય પ્રકાર જ હતો. અમે ફોરેન શબ્દ ઉચ્ચારીએ એટલે વડીલો ગુસ્સાનો અવતાર ધારણ કરીને કહેતા, ‘ફોરેન શબ્દ ખોટો છે, ફોરિન કહો. સ્પેલિંગ શું છે તે જાણી લો. દરેક શબ્દનો યોગ્ય ઉચ્ચાર જ તમારે કરવો જોઈએ.’ ફોરેનનું ‘ફોરિન’ થઈ ગયું અને કઈ રીતે કોણ જાણે પણ વ્યવસાય નિમિત્તે તે શબ્દ આજન્મ ચોંટી ગયો. હિંદી ભાષામાં આ શબ્દ ફોરેન તેથી જ ઉચ્ચારવામાં આવે છે. હિંદી પેપરની જાહેરાતોમાં ‘ફોરેન જાકે આયે હૈ?’ એવી લાઈન અમે ઉપયોગ કરી. આજે પણ ‘ફોરિન રિટર્ન’ શબ્દનું વજન છે જ. અગાઉ હમણાં કરીએ તેના કરતાં વધુ સંખ્યામાં નેપાળની સહેલગાહ કરાતી હતી, કારણ કે પાસપોર્ટ નહીં હોવા છતાં ભારતમાંથી અન્ય દેશમાં, એટલે કે, નેપાળમાં જઈ શકાતું, અનેક વિદેશી વસ્તુઓની ખરીદી ત્યાં કરી શકાતી અને પાછા આવ્યા પછી ‘અમે પણ છીએ ફોરિન રિટર્ન’ એવું ગર્વભેર કહી શકાતું.
સમય બદલાયો, કાળ આગળ ગયો, અત્યાધુનિકતા અને સુખસુવિધાઓ હાથવેંતમાં આવી ગયાં અને ભારતીય પર્યટકો સપ્તખંડ પર સવારી કરવા લાગ્યા. સાઉથ ઈસ્ટ એશિયા એટલે સિંગાપોર થાઈલેન્ડ મલેશિયા હોંગ કોંગમાં જવું તે ‘મુંબઈ જઈને આવું છું’ કહેવા જેટલું આસાન બની ગયું. ‘જીવનમાં એક વાર યુરોપ આંખો ભરીને જોવું જોઈએ’ એવી અમારી જાહેરાતોની લાઈનમાં ‘તમે કેટલું અને કયું યુરોપ જોઈ લીધું છે?’ આ રીતે ક્યારે બદલાઈ ગઈ તે અમને પણ સમજાયું નહીં, કારણ કે એક વાર યુરોપ જવાનું સપનું જોતા અમારા પર્યટકો આઠથી દસ વાર યુરોપ જઈ રહ્યા છે અને અમે પણ પર્યટકોની વધતી ઈચ્છાઓને પૂરી કરવાના ધ્યેય સાથે નેવુંથી વધુ એકલી યુરોપની જ ગ્રુપ ટુરના વિકલ્પ લાવીએ છીએ. આ બધું એટલું તેજ ગતિથી થઈ રહ્યું છે કે પૂછવું જ શું. વીણા વર્લ્ડનું જીવન છ વર્ષનું, તેમાં અનેક પર્યટકોએ દસથી બાર ટુર્સ વીણા વર્લ્ડ સંગાથે કરી છે એ જોઈને સંતોષ થાય છે પણ પર્યટકોનું પર્યટનનું વધતું આકર્ષણ ધ્યાનમાં લેતાં તે અનુસાર તૈયાર રહેવા માટે સંપૂર્ણ વીણા વર્લ્ડ તડામાર તૈયારી સાથે સુસજ્જ થઈ રહ્યું છે.
સુપરપીક સીઝન પૂરી થયા પછી અમે લાવેલી ‘પચ્ચીસ હજારમાં ભારત અને પચાસ હજારમાં જગત’ યોજના પર્યટકોએ વધાવી લીધી છે અને હજારો પર્યટકોએ છેલ્લા બે મહિનામાં ભારત જોવાનું અને વિદેશ પર્યટનનું-ફોરિન રિટર્ન બનવાનું સપનું સાકાર કર્યું છે. આગામી એટલે કે દિવાળી ક્રિસમસ સુપરપીક સીઝન શરૂ થવા સુધી તેમાંથી અમુક સહેલગાહ અમે કન્ટિન્યુ કરી છે, જેથી વધુ પર્યટકો આ વખતે પર્યટન સ્થળે પર્યટકોની ગિરદી નહીં હોય ત્યારે ઓછામાં ઓછા પૈસામાં સર્વસમાવિષ્ટ સહેલગાહનો વધુમાં વધુ આનંદ શાંતિથી લઈ શકશે. આટલું ઓછું હોય તેમ દરેકને ફોરિન રિટર્ન બનાવવાનું અમે લક્ષ્ય રાખીને, ‘ત્રીસ હજારમાં થાઈલેન્ડ’ લાવ્યા અને ‘પિસ્તાલીસ હજારમાં દુબઈ અબુધાબી’ લાવ્યા, જેથી ઘણા બધા પર્યટકો આ રોકબોટમ ટુર પ્રાઈસ ધરાવતી સહેલગાહનો લાભ લઈ શક્યા અને ફોરિન રિટર્ન બનવાનું તેમનું સપનું સાકાર કરી શકાયું. ત્રીસ હજારમાં થાઈલેન્ડની ઓગસ્ટ મહિનાની સહેલગાહમાં હવે બહુ ઓછી જગ્યા બાકી છે. થાઈલેન્ડમાં અમુક સમયગાળા માટે વિઝા ફ્રી છે, જેથી ફક્ત પાસપોર્ટ લો અને પધારો વીણા વર્લ્ડની તમારી નજીકની ઓફિસમાં અને નીકળો ફોરિન ટુર પર. ‘ચલો, બેગ ભરો, નિકલ પડો!’ એ અહીંં બધી રીતે લાગુ થાય છે.
વીણા વર્લ્ડની નિયમિત સહેલગાહ પણ છે જ. જોકે બધા માટે દેશવિદેશનું પર્યટન શક્ય બને તેથી સુપરપીક સીઝનને છોડતાં અમે કાયમ આવું કાંઈક લાવતા રહીશું. આ માટે જોકે તમારે વચ્ચે વચ્ચે વીણા વર્લ્ડની વેબસાઈટ પર વિઝિટ કરવાની આદત રાખવી જોઈએ અથવા વીણા વર્લ્ડની ટ્રાવેલ પ્લાનર લિંક મંગાવી લેવી જોઈએ. વેબસાઈટની નિયમિત વિઝિટ કરવાનું એક કારણ ‘ડીલ ઓફ દ ડે!’, દર મંગળવાર અને ગુરુવારે એક કોઈક નવી અથવા નિયમિત સહેલગાહ અહીં સૌથી ઓછી કિંમતમાં મળી શકે છે. ત્યાં ને ત્યાં જ તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો અથવા તમારી નજીકના વીણા વર્લ્ડ સેલ્સ પાર્ટનર્સના કાર્યાલયમાં અથવા બ્રાન્ચ ઓફિસમાં આવીને બધી માહિતી મેળવીને
બુકિંગ કરી શખો છો. ગયા મહિનામાં શરૂ કરવામાં આવેલી આ ‘ડીલ ઓફ દ ડે’નો 100થી વધુ પર્યટકોએ લાભ લીધો છે અને સૌથી ઓછી કિંમતમાં દેશની અથવા વિદેશની સહેલગાહ મેળવી છે. તમે પણ આ મંગળવાર-ગુરુવારની ‘ડીલ ઓફ દ ડે’ પર નજર રાખવાની આદત રાખો. ક્યારેય તમને જોઈતી સહેલગાહ ઓછા પૈસામાં મળી પણ શકે છે. હવે બધાને જ ખબર છે કે જો સહેલગાહ ઓછી કિંમતમાં હોય તો પણ તેની અસર સહેલગાહના આયોજન પર થતી નથી. દરેક સહેલગાહ વીણા વર્લ્ડ સ્ટાઈલથી નિયમિત મુજબ આયોજિત કરાય છે. પછી તે ત્રીસ હજારની થાઈલેન્ડ સહેલગાહ હોય કે પચ્ચીસ હજારની કેરળ. વીણા વર્લ્ડ સ્ટાન્ડર્ડ મેંનટેઈન કરે છે અને તેનો અનુભવ જુલાઈ ઓગસ્ટમાં જઈને આવેલા અનેક પર્યટકોએ લીધો છે.
એફોર્ડેબલ ટુરીઝમ માટે વીણા વર્લ્ડનો જન્મ થયો છે અને અમે સંતોષ છે કે છેલ્લાં છ વર્ષમાં સાડાચાર લાખ પર્યટકોએ વીણા વર્લ્ડની ભારતની અને વિદેશમાં સપ્તખંડની સહેલગાહનો પણ સંપૂર્ણ આનંદ લીધો છે. વીણા વર્લ્ડની ઓફિસીસમાંની ટીમ, ટુર મેનેજર્સ ટીમ, સેલ્સ પાર્ટનર્સ ટીમ મળીને 1500થી વધુ છે, જે તમારી સેવામાં સુસજ્જ છે. હાલમાં જ અમે મુંબઈ પુણે મળીને સાત સેલ્સ ઓફિસીસનો તેમાં ઉમેરો કર્યો છે. તમારી વધુ નજીક આવ્યા છીએ, જેથી બુકિંગ કરવા માટે-પૂછપરછ માટે તમને આસાની રહે. આ જ રીતે વધુ એક પરિવર્તન કર્યું છે, જેમાં વીણા વર્લ્ડની બધી ઓફિસીસનો સમય 10.00થી 7.00ને બદલે હવે 11.00થી 8.00 રાખ્યો છે. ઘણા બધા પર્યટકોનું કહેવું હતું કે ‘કામ પરથી ઘરે પાછા જતી વખતે તમારી ઓફિસની મુલાકાત લેવાની હોય તો તમારી ઓફિસ 7.00 વાગ્યે બંધ થઈ ગયેલી હોય છે.’ હવે અમે 11.00થી 8.00નો પ્રયોગ કર્યો છે. તેમાં વધુ એ વાત ધ્યાનમાં આવી કે તેના કારણે અમારા પર્યટકો અને વીણા વર્લ્ડ ટીમ પણ સવાર-સાંજની ગિરદીનો સમય ટાળી શકશે. જોેઈએ તેનો હવે કઈ રીતે ફાયદો થાય છે. તો પર્યટકો,ફોરિન રિટર્ન બનાવવાનું, દેશવિદેશનું પર્યટન વધુમાં વધુ સારું અને એફોર્ડેબલ બનાવવાનું બીડું અમે ઉપાડી લીધું છે. તમારે ફક્ત કહેવાનું, ‘ચલો, બેગ ભરો, નિકલ પડો!’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.