કોણ પણ વડીલોપાર્જિત સંપત્તિ સિવાય, કોઈ પણ ગોડફાધર સિવાય અથવા કોઈ પણ ચમત્કાર સિવાય એકાદ સંકલ્પનાને જોરે, તે સંકલ્પના પર પૂર્ણ વિશ્વાસ રાખીને, તેના પર અહોરાત્ર મહેનત લઈને વીસ-પચ્ચીસ વય વર્ષનાં યુવાનો-યુવતીઓએ રીતસર શૂન્યમાંથી શરૂઆત કરીને આકાશ આંબ્યું હોવાના અનેક દાખલા છેલ્લા ત્રણ-ચાર દાયકામાં આપણી સામે ઊભા કર્યા છે. માઈક્રોસોફ્ટ, એપ્પલ, ગૂગલ, ફેસબુક, અલીબાબા, ફ્લિપકાર્ટ, ઓયો જેવા અસંખ્ય સંસ્થાપકોએ આપણી સામે ‘આસપાસ ગમે તેવું હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય પણ આપણે જો સ્વયં પ્રેરિત હોઈએ તો ભવિષ્ય નિર્માણ કરી શકીએ’ એવી આશા જગાવી છે.
અમારો વ્યવસાય માણસોનો છે. ચોમેર માણસો જ માણસો. ‘માણસોએ માણસોની માણસો માટે’ કરેલી સુવિધાઓ એવું કશુંક તેને કહી શકાય. અર્થાત, વ્યાવસાયિક ભાષામાં તેને સેવા ક્ષેત્ર અથવા સર્વિસ ઈન્ડસ્ટ્રી કહેવાય છે. આ ક્ષેત્રની પહોંચ પ્રચંડ મોટી છે. દુનિયાને, દરેક દેશને, સમાજને અને માણસોને તેની જરૂર છે, જેથી સેચ્યુરેશનનો ડર નથી. જોકે જરૂર છે માણસોને જોરે વ્યવસાય મોટો કરવાની. થોડું આઈટી ઈન્ડસ્ટ્રી જેવું છે. દરેક નાના-મોટા વ્યવસાયની ઓટોમેશનની જરૂર વધી રહી છે, જેને લીધે તેમાં કુશળ માણસોની માગણી વધી રહી છે. આવા માણસો ઉપલબ્ધ હોવાથી વ્યવસાય વધી રહ્યા છે. આઈટી ઈન્ડસ્ટ્રી અને સર્વિસ ઈન્ડસ્ટ્રી આ બંનેમાં માણસો અગ્રસ્થાને હોવા છતાં ફરક એ છે કે આઈટીમાં પે-સ્કેલને અનન્ય સાધારણ મહત્ત્વ છે. પૈસો માણસોને અહીંથી ત્યાં ખસેડતો રહે છે, સંસ્થાઓને શહેરોની દેશોની સીમા પાર કરાવે છે. પર્યટન ક્ષેત્રમાં પણ માણસો શહેરોની દેશોની સીમા પાર કરે છે. તેમાં પૈસા મહત્ત્વના હોવા છતાં તેની પાછળ પૈસાની પાર પસંદગી અને સેવાભાવ હોય છે.
સાડાપાંચ વર્ષ પૂર્વે વીણા વર્લ્ડની ટીમ બનવાની શરૂઆત થઈ. પહેલાં ત્રણ વર્ષમાં આ ટીમે મળીને એક મજબૂત બ્રાન્ડ તૈયાર કરી. હવે સંસ્થા સ્ટાર્ટઅપમાંથી બહાર આવીને અડીખમ રીતે આગેકૂચ કરી રહી છે. ઈનમીન ત્રીસ-પાંત્રીસ જણથી શરૂ થયેલો વીણા વર્લ્ડ પરિવાર હવે કોર્પોરેટ ઓફિસ, સેલ્સ ઓફિસીસ, પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ મળીને બેથી અઢી હજાર માણસોનો થઈ ગયો છે. અમે બધા મળીને એક વર્ષમાં એક લાખથી વધુ પર્યટકોને દેશવિદેશની સહેલગાહ કરાવતાં હોઈએ છીએ. આ સહેલગાહ દ્વારા ભારતમાં અને વિદેશમાં હજારથી વધુ સ્થાનિક સંસ્થાઓ સાથે અને એસોસિયેટ્સ સાથે અમે જોડાઈએ છીએ. બધાં સ્થળે માણસો જ માણસો. આથી માણસોની કડી વ્યવસ્થિત જોડાયેલી હોય તે ક્યારેય નહીં તેટલું હવે મહત્ત્વપૂર્ણ બની ગયું છે. ઓર્ગેનાઈઝેશન હેડ તરીકે હું તે માટે જવાબદાર છું. વ્યવસાય વધી રહ્યો છે તેથી માણસો વધી રહ્યા છે અને માણસો વધી રહ્યા છે તેથી વ્યવસાય વધારવાનું શક્ય બની રહ્યું છે.
સંસ્થા સાથે સંસ્થા જોડે જોડાઈ ગયેલી દરેક વ્યક્તિનું ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી પણ આપણી જ હોય છે. વીણા વર્લ્ડ શૂન્યમાંથી ઊભું કર્યું માણસોએ, જેને લીધે ક્યારેય ‘વીણા વર્લ્ડમાં આવીને મેં ભૂલ કરી’ એવું કોઈને મહેસૂસ નહીં થાય તેનું ધ્યાન રાખવાનો મારો પ્રયાસ હોય છે. ફ્લેટ ઓર્ગેનાઈઝેશન સ્ટ્રક્ચર રાખવામાં અમે મોટે ભાગે સફળ થયાં છીએ એવું કહેવામાં કોઈ વાંધો નથી. કામની જવાબદારી માટે એક મેનેજરિયલ લેવલ, અધરવાઈઝ કોઈની પર ક્યાંય નિયંત્રણ નથી. ‘વર્તણૂક-બોલવામાં પારદર્શકતા, નો હિડન એજન્ડાઝ’ની સંસ્કૃતિ કેળવવા અને આત્મસાત કરવા માટે ટીમ સફળ થઈ છે. એટલે કે, કોર્પોરેટ ઓફિસમાં અથવા સેલ્સ ઓફિસીસમાં અમારી પાસે ક્યાંય બંધ કેબીન્સ નથી. કોણ શું કરે છે તે બધાની સામે હોય છે. બધાની જોડે રહો, બધાની સાથે હળીમળીને રહો અને આ કરતી વખતે એકાગ્રતાથી પોતાનાં કામો કરો, તેમાં કોઈ કસૂર નહીં થવા જોઈએ એ કેળવણી છે. રમતિયાળ માહોલ નિર્માણ કરતી વખતે કેઝયુઅલ એટિટ્યુડ અથવા ‘ચલતા હૈ’ની માનસિકતા નિર્માણ થઈ શકે છે તેનું ભાન દરેક હેડને હોવું જ જોઈએ. કામમાં બેદરકારી નહીં. સીધીસાદી-સરળ વાત છે, પર્યટક તેમના મહેનતના પૈસા ભરીને સહેલગાહમાં આવતા હોય છે, તેમને તેમના પૈસાનું પૂર્ણ વળતર સાથે અપેક્ષિત આનંદ આપણે આપી શકવાં જોઈએ. તે ફરજ કહેવાને બદલે પર્યટકોની તે શરત છે, જે અમને લાગુ છે. અવલંબિત વ્યવસાય હોવાથી ક્યારેક ક્યાંક કોઈક અડચણ આવી શકે છે, પરંતુ તેનો કેટલી ઝડપથી અને આત્મીયતાથી આપણે નિવેડો લાવી શકીએ તે મહત્ત્વનું છે. આ પૂર્વે અડચણો આવે જ નહીં તે માટે જેટલો વધુમાં વધુ બંદોબસ્ત પ્રિકોશનરી લાઈન પર કરી શકાય તે કરવાનું અને અડચણ આવે જ તો બધા સંબંધિતોએ આરોપ-પ્રત્યારોપ-દોષારોપ નહીં કરતાં પહેલા અડચણનો નિવેડો લાવવો, જે પછી અડચણ શા માટે આવી તેનો અભ્યાસ કરવો અને ભવિષ્યમાં આવી અડચણ ફરી નહીં આવે તે માટે નિયમ બનાવવાની આદત પડી ગઈ છે. ‘ક્લાસિક પ્રોબ્લેમ’ અમારી પાસે એક સ્વખુશીથી સ્વીકારેલો પ્રકાર છે. બધું જ વ્યવસ્થિત હોય છે, બધી રીતે વ્યવસ્થા સજ્જડ રાખેલી હોય છે અને ‘ન ભૂતો:’ એવી એકાદ અડચણ અચાનક સામે આવે તો તે અડચણનો તાત્કાલિક નિવેડો લાવીને અમે તેનું વર્ગીકરણ ‘ક્લાસિક કેસ સ્ટડીઝ’માં કરી નાખીએ છીએ. આ ક્ષેત્ર જ એટલું મસ્ત છે ને કે છેલ્લાં પાંત્રીસ વર્ષમાં ક્યારેય નિરાશ નાઉમેદ થવું પડ્યું નથી. પછી વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરવાનો હોય કે શૂન્ય બનીને નવેસરથી સંસ્થા બનાવવાની હોય. અને આ ફક્ત અમારા પ્રવર્તકોની બાબતમાં જ નહીં પણ સંસ્થાના મહત્ત્વના બધા જ માણસો પણ આ જ જીદથી-આશાથી-ધ્યેયથી પ્રેરિત થયેલા છે. હવે અમે બધાનું કામ છે કે સંસ્થા વધી રહી છે, નવી ટીમનો દર વર્ષે ઉમેરો થઈ રહ્યો છે, જે વીણા વર્લ્ડ સંસ્કૃતિમાં નવા છે તેમની અંદર આ બધી કેળવણી કરવાની. ખરેખર તો સંસ્કૃતિ બનવા માટે વર્ષ નહીં પણ દાયકાઓ નીકળી જાય છે અને નવા આવનારા તેમાં હળીમળી જવા માટે સમય વીતી શકે છે. વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરતી વખતે આપણા બધા પાસે સમય બહુ જ ઓછો છે. ચેલેન્જિંગ ટાઈમ્સ. જોકે તેમાં જ મજા છે, દેટ કીપ્સ અસ ગ્રોઈંગ! રોજ એટલું બધું બનતું હોય છે, એટલા પ્રોબ્લેમ્સ સોલ્વ કરવામાં આવે છે કે દિવસ પૂરો થતી વખતે એક પ્રકારનો સંતોષ થાય છે. આખી ટીમની હકારાત્મક માનસિકતા તેમાં એક મહત્ત્વનો ભાગ છે. નકાર ઘંટડી વગાડનારી, નિરાશાજનક માણસોની ટીમ ક્યારેય નિર્માણ નહીં થાય તે બાબતે અમારું એચ.આર. બહુ જ સતર્ક છે. મને એક સુવાક્ય યાદ આવે છે, ‘નકારાત્મક માનસિકતાના માણસો વચ્ચે રહેશો નહીં, તેમની પાસે દરેક સોલ્યુશનના પ્રોબ્લેમ હોય છે.’ પહેલી વાર વાંચ્યું ત્યારે તરત સમજાયું નહીં, બે-ત્રણ વાર વાંચવું પડ્યું ત્યારે તેનો અર્થ સમજાયો.
જનરલી ઓર્ગેનાઈઝેશનમાં નવેસરથી સહભાગી થતા માણસોમાં કોઈ આ ક્ષેત્ર ગમે તેથી આવે છે, કોઈ અનુભવ લેવા આવે છે, કોઈ માતા-પિતાના આગ્રહથી આવેલા હોય છે, કોઈ કરિયરના માર્ગમાં પહેલું પગથિયું તરીકે આવે છે, કોઈ ભવિષ્ય બનાવવાનું નક્કી કરીને અહીં આવે છે. કારણ અલગ અલગ હોય છે અને બરોબર પણ છે. હું તેનું ‘શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, લાઈફ ટર્મ’ એવું વર્ગીકરણ કરું છું. આ બધાની બાબતમાં હું એક મહત્ત્વની વાત એ કહેવા માગું છું કે તમે શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ, તમે અહીં એક વર્ષ હોય કે દસ વર્ષ કે લાઈફટાઈમ, તમારા જીવનને આકાર આપવો અને દિશા આપવાનું કામ અહીં કરવાનું, માનસિક રીતે મજબૂત બનાવવાનું કામ જો અહીં વીણા વર્લ્ડમાં થઈ શકે, જીવનને એક સારી શિસ્ત મળી શકે તો પણ ધન્ય થઈશું. આપણી આસપાસ, વૈશ્વિક પરિસ્થિતિ, રાજકારણ વગેરે બાબતો અનુકૂળ હોય તો સોનામાં સુગંધ, પણ નહીં હોય તો આપણી પ્રેરણા આપણે જ પોતે બનવું જોઈએ. કોઈ પણ વડીલોપાર્જિત સંપત્તિ સિવાય, કોઈ પણ ગોડફાધર સિવાય અથવા કોઈ પણ ચમત્કાર સિવાય એકાદ સંકલ્પનાને જોરે, તે સંકલ્પના પર પૂર્ણ વિશ્વાસ રાખીને, તેના પર અહોરાત્ર મહેનત લઈને વીસ-પચ્ચીસ વયવર્ષનાં યુવાનો-યુવતીઓએ રીતસર શૂન્યમાંથી શરૂઆત કરીને આકાશ આંબ્યું હોવાના અનેક દાખલા છેલ્લા ત્રણ-ચાર દાયકામાં આપણી સામે ઊભા કર્યા છે. માઈક્રોસોફ્ટ, એપ્પલ, ગૂગલ, ફેસબુક, અલીબાબા, ફ્લિપકાર્ટ, ઓયો જેવા અસંખ્ય સંસ્થાપકોએ આપણી સામે ‘આસપાસ ગમે તેવું હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય પણ આપણે જો સ્વયં પ્રેરિત હોઈએ તો ભવિષ્ય નિર્માણ કરી શકીએ’ એવી આશા જગાવી છે. અમે પણ વીણા વર્લ્ડના નાના રાજ્યમાં સ્વયં પ્રેરિતોની ફોજ ઊભી કરી રહ્યાં છીએ. એક વાર આ કામ થઈ જાય એટલે આગળનાં કામો આપોઆપ બનતા જાય છે. વીણા વર્લ્ડ સાથે શોર્ટ ટર્મ-લોંગ ટર્મ જોડાયેલી દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવી જોઈએ અને તેમની પાસેથી-અમારા બધા તરફથી અમારા અન્નદાતા પર્યટકોને મન:પૂર્વક સેવા અપાવી જોઈએ.
પોતે જ પોતાની પ્રેરણા બનવું તે આમ જોવા જઈએ તો આસાન કામ નથી. તે માટે લગાવ હોય તે મહત્ત્વનું છે. ઉપર આપવામાં આવેલાં અને તેમના જેવા હજારો પ્રેરણાસ્થાનો આજે આપણને દેશ-વિદેશમાં જોવા મળે છે. તેમની બધાની સ્ટોરીઝ આપણા મોબાઈલમાં બંદિસ્ત છે. તેઓ કોઈક એક ધ્યેયથી પ્રેરિત હતા. તેમને તે સિવાય કશું જ દેખાતું નહોતું. અનેક વાર તેમને તેમના તે માર્ગમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. થોડા સમય માટે પણ અમુકને નિરાશાએ પણ ઘેરી લીધા પરંતુ ફરીથી તેમની અંદરનું ઘેલાપણું અને સંકલ્પના પરનો તેમનો વિશ્વાસ ઊભરી આવ્યો હતો. ફરી કમર કસીને તેઓ કામે લાગ્યા હતા. આ માર્ગમાં ક્યારેક કુચેષ્ટાનો, નિંદાનો સામનો કરવો પડ્યો તો ક્યારેક પાગલપણાનો સિક્કો પણ તેમના પર લાગ્યો, પરંતુ તેઓ ડગુમગુ થયા નહીં અને તેથી જ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી શક્યા.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.