ઓનલાઈન શોપિંગનો ક્રેઝ આવ્યા પછી હુ પણ એક વખત શોપિંગ સાઈટ પર ગઈ. ‘વાહ! વ્હોટ અ ક્રિયેટિવિટી!’ ‘શુ મસ્ત ડિઝાઈન છે?’ ‘વાવ, તેમા કેટલુ મસ્ત પ્રેક્ટિકલ સોલ્યુશન આપ્યુ છે’ એવુ કહીને તે ડિસ્પેલ્ઝના મોહમા પડીને ૬થી ૭ કલાક વેડફીને દસ વસ્તુઓ લીધી. થોડા દિવસ પછી ધ્યાનમા આવ્યુ કે તેમાથી એકેય વસ્તુ ઉપયોગ કરી નથી. તે વસ્તુ જેમ હતી તેમ ઊંચકીને ‘વીણા વર્લ્ડ માર્કેટ પ્લેસ’ પર ઓછી કિંમતમા વેચી નાખી. ફરી ઓનલાઈન શોપિંગ સાઈટ પર જવાનુ સાહસ કર્યું નહીં.
થોડા દિવસો પૂર્વે અમે અગાઉ રહેતા હતા તે ઘરે ગઈ હતી. છેલ્લા છ વર્ષમા જીવનને એક અલગ જ ગતિ મળી હતી. માહિમનુ આ ઘર બહુ જૂનુ થઈ ગયુ હતુ તેથી તે છોડ્યુ અને બે વર્ષ દાદરમા ભાડા પર રહ્યા. આ પછી બાદરામા હાલમા રહીએ તે ઘરમા આવ્યા. એક ઘરથી બીજા ઘરમા, બીજા ઘરમાથી ત્રીજા ઘરમા એમ ‘ચલો, બેગ ભરો, કિલ પડો’ની જેમ બે-ત્રણ દિવસમા, બહુ બહુ તો અઠવાડિયામા અમે સ્થળાતરિત થયા. છ વર્ષમા ત્રણ ઘર એટલે સહેલગાહમા જેમ હોટેલ્સ બદલીએ તેવી જ સ્થિતિ. ઉતાવળ-દોડધામમા આ ઘરમાથી તે ઘરમા જતી વખતે શુ શુ જોડે લીધુ, શુ પાછળ છોડી દીધુ તેની પણ ગણતરી રહી નહીં. જોકે એક અર્થમા તે સારુ થયુ, કારણ કે હાલમા જ્યારે હુ જૂના ઘરે ગઈ ત્યારે ત્યાની દરેક બાબતો અમારી જોડે ગપ્પા મારતી હતી, જૂની યાદોને વાચા આપતી હતી. દરેક પેઈન્ટિગ કે ફોટોફ્રેમ કયા દેશના કયા શહેરમાથી લાવ્યા તે યાદ કરતી વખતે મજા આવતી હતી. નાના-મોટા પેઈન્ટિગ્સ કે પ્રિંટ્સ લાવવાના અને તે શિવાજી પાર્કના ‘એ એ ફ્રેમિંગ વર્કસ’ પાસેથી જોઈએ તે સાઈઝમા બનાવી લેવાના અને ઘરમા કે ઓફિસમા લગાવવાના એ જાણે શોખ વળગી ગયો હતો. ઘરની અને ઓફિસની બધી દીવાલો પેઈન્ટિગ્સ અને ફ્રેમ્સથી ભરાઈ ગયા પછી મારે પોતાની પર અકુશ લાવવો પડ્યો તે અલગ વાત છે. તે સમયે અમારૂ ઘર અને ઓફિસીસનુ આર્કિટેક્ટ શ્રી રમેશ એડવણકર કરતા હતા. તેમની સાથે ભટકવા દરમિયાન મને પણ ઈન્ટીરિયર ડિઝાઈનિંગ પ્રત્યે રૂચિ જાગવા લાગી. ડ્રોઈંગથી લઈને ઘર પૂરુ થવા સુધી સહભાગ રહેતો અને તેને લીધે સોફા, ખુરશીઓ, ડાઈનિંગ ટેબલ, સ્ટડી ટેબલ, આર્ટિફેક્ટ્સ એમ બધુ કયા કારણોસર જે તે જગ્યાએ બિરાજમાન થયુ છે તે મને ખબર હતી. વીસેક વર્ષની આગેકૂચનુ સાક્ષી તે ઘરની દરેક વસ્તુએ આપી. સમયનુ ભાન રહ્યુ નહીં એટલા અમે ભૂતકાળમા રમમાણ થઈ ગયા. જોકે હવે કરવાનુ શુ? આ આખુ બિલ્ડિગ રિડેવલપમેન્ટમા નીકળ્યુ છે. આ વસ્તુને તિલાજલી આપી શકાતી નહોતી પણ તે ક્યા મૂકવી? જે સ્ટડી ટેબલ પર મેં વીસ વર્ષ રવિવારના અખબારોની લેખમાળા લખી તે મને જોઈતુ હતુ. જે ડાઈનિંગ ટેબલ પર અને સોફા પર વીણા વર્લ્ડના શરૂઆતના દિવસોમા જ્યારે ઘરમા ઓફિસ હતુ ત્યારે અમે પાત્રીસ-પચાસ જણે ક્યારેક જમવા માટે, ક્યારેક મિટિંગ્સ માટે, ક્યારેક સ્ટ્રેટેજી તરીકે તો ક્યારેક ગપ્પાગોિ: ટાઈમપાસ માટે ઉપયોગ કર્યો તે આમ જ કઈ રીતે છોડી દેવુ. હમણાની અમારી કોર્પોરેટ ઓફિસ પર નજર ફેરવી અને તેમાથી અમુક વસ્તુ એન્ટીક લૂકને નામે ત્યા લાવી. ‘વી શુડ નેવર ફર્ગેટ અવર રૂટ્સ’ પ્રમાણે આ વસ્તુ સારી સારી યાદો સાથે અમારા પગ જમીન પર રાખવામા મદદ કરે છે. જોકે આવી અમુક બાબતો જ અમે કાર્યાલયમા રાખી શક્યા. બાકી વસ્તુઓનુ શુ કરવાનુ તે પ્રશ્ન માથે હતો જ.
વીણા વર્લ્ડ થયા પછી અમે એક વાત નક્કી કરી હતી કે આપણે ત્યા ‘ગોડાઉન’ પ્રકાર નહીં રહેશે. સગ્રહ કરવાનો નહીં. જેટલુ જોઈએ તેટલુ જ લાવવાનુ, જ્યારે જોઈએ ત્યારે જ લાવવાનુ, ‘જસ્ટ ઈન ટાઈમ’ સ્ટ્રેટેજી. એકાદ બાબતની આપણી જરૂર પૂરી થઈ હોય તો જેને તે બાબતની જરૂર છે તેને તે આપવાની, ફોગટ નહીં, તેની પાસેથી કમસેકમ એક રૂપિયાનુ મૂલ્ય લેવુ. એટલે કે, લેનારને અમસ્તા જ ‘ઉપકારનો બોજો’ નહીં રહે અને આપનારને ‘દાન કર્યું’ એવી ભાવના નહીં રહે. હા, આ બને બાબતો ત્રાસદાયક જ છે. ઉપરાત અમુક એક બાબત કોણે લીધી? તેનુ પગેરૂ મેળવવા માટે જવુ નહીં. આપણા તે બાબત પરના હક-પ્રેમ-યાદો બધુ છોડી દેવાનુ. રીતસર નિર્વિકાર થવાનુ. સો, હવે આ બાકી બાબતોને વહેલી તકે ત્યાથી ખસેડવાની હતી. વીણા વર્લ્ડનુ સપૂર્ણ એડમિનિસ્ટ્રેશન સભાળનારા દર્શના ઘોરપડે, દીપાલી ચપાનેરકર અને શેખર સાવતને બોલાવ્યા અને તેમને કહ્યુ, ‘નીલે ઉપલબ્ધ કરી આપેલા માર્કેટપ્લેસ પર આપણે વચ્ચે વચ્ચે વર્ચ્યુઅલ સેલ રાખીએ છીએ પણ આ વખતે વર્ષની આખરમા થોડુ અલગ કાઈક કરીએ. આ જૂના ઘરની બધી વસ્તુઓ સારી છે. તેનો કોઈકને સારો એવો ઉપયોગ થઈ શકે છે. આપણી અગાશી પર આપણે તેનુ ‘સેલ’ લગાવી શકીએ? તેમાથી આવનાર પૈસા વેલફેરમા ઉપયોગ કરો. જોકે એક સાવધાનીની સૂચના બધાને આપો કે ‘આ સેલમાથી તમારી જરૂરની જ વસ્તુઓ લો. વસ્તુ સારી છે પણ જરૂર નહીં હોય તો લેશો નહીં, અન્યથા તેમના ઘરનુ ગોડાઉન બની જશે, તેવુ આપણે કરવુ નથી. વધુ એક એ પણ કરવાનુ છે કે હવે વર્ષ પૂરુ થવા આવ્યુ હોવાથી આપણા વીણા વર્લ્ડ ટીમ મેમ્બર્સ પાસે પણ આવી અનેક જરૂર નહીં રહેલી વસ્તુઓ હશે, જે સારી સ્થિતિમા હશે, જેનો અન્યોને ઉપયોગ થઈ શકશે તે તેમને જોઈતી હોય તો તે આ સેલમા મૂકી શકે છે. ખરાબ વસ્તુઓને પ્રવેશ નહીં આપો.’ તેનાથી આપણા દરેક ટીમ મેમ્બર પોતાના ઘર પાસે-પોતાની વસ્તુ પાસે નવેસરથી જોશે. દરેક વસ્તુને પ્રશ્ન પૂછશે. જોઈએ? કે નહીં? રોજની દોડધામમા ઘર પાસે આ રીતે જોવાનો સમય જ ક્યા મળે છે? ઘરમા નહીં જોઈતી વસ્તુઓ બહાર નીકળે એટલે તે જ ઘરમા, તે જ કબાટમા, તે જ સ્ટડી ટેબલ પર આપણને વધુ જગ્યા મળશે. સગ્રહમા ગૂગળાતી વસ્તુઓ મોકળી જગ્યામા ખુલ્લો શ્વાસ લેશે. આપણુ ઘર આપણને વધુ પ્રસન્ન લાગશે. મનને કદાચ આવેલી સુસ્તી દૂર થવામા આશિક મદદ થશે. ઘરના વ્યવસ્થાપનની બાબતમા એવુ કહેવાય છે કે ‘એકાદ વસ્તુ માગ્યા પછી જો તે ત્રણ મિનિટની અદર મળી જાય તો તે ઘર સુવ્યવસ્થિત- ઓર્ગેનાઈઝ્ડ.’ આપણે આપણા ઘરની સ્વપરીક્ષા તેના પરથી કરી શકીએ. નવુ વર્ષ શરૂ થઈ રહ્યુ છે, તેનુ સ્વાગત આ સમાસૂથરા ઘરથી થવાની હોય તો તે વર્ષ પણ ઉત્સાહથી-ખુશીથી તે ઘરમા મુકામ કરશે.
ભારતમા જ નહીં પણ દુનિયામા સર્વત્ર મદી જેવી પરિસ્થિતિ છે. બજારોમા તેના કારણો અલગ અલગ હશે પણ તે સબધી વાઈરલ થયેલી એક મજેદાર પોસ્ટ બહુ ગમી. બિસ્કિટોની ખપત ઓછી થઈ, રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રી ક્યારે નહીં તેવી મુશ્કેલ અવસ્થામાથી પસાર થઈ રહી છે, ઓટો ઈન્ડસ્ટ્રી સતત નીચાક બતાવી રહી છે... આનુ કારણ છે ડોક્ટર દીક્ષિત, ડાવરે, દિવેકર, યુ ટ્યુબ પરના અનેક મોટિવેશનલ ગુરુ જે સતત ઓછુ ખાઓ, પૌષ્ટિક ખાઓ, પ્રોસેસ્ડ ફડ્ઢડ નહીં ખાઓ, એક જગ્યાએ બેસી નહીં રહો, વાહનનો ઉપયોગ નહીં કરતા-ચાલો, દોડો... એવી સલાહ આપતા રહે છે. જેમને લીધે માટા ભાગે લોકો પોતાના આરોગ્ય તરફ જોવા લાગ્યા છે. એલફેલ ખાવા તરફ ઝોક ઓછો થયો છે. અમારો જ દાખલો લઈએ તો અમે મિટિંગ રૂમમા શીંગ, ચણા, મમરા, સૂકોમેવો જેવા ડબ્બા ભરીને રાખતા, સાજે બધા માટે નાસ્તો રાખતા. આ બધુ બધ કરી દીધુ છે. નાસ્તાના પૈસા દરેક ટીમ મેમ્બરના અકાઉન્ટમા મહિનાના અતે સોડેક્સો કુપન દ્વારા જમા કરીએ છીએ. અને ખરેખર ક્યારે પણ-કાઈ પણ ખાવા પર અકુશ આવી ગયો છે. ટીમો પણ સારી રીતે હેલ્થ કોન્શિયસ થવા લાગી છે. પહેલી વાર અમારી આઈટી મેનેજર વૈભવી સોમણે આગેવાની લઈને, પોતાનુ વજન ઓછુ કર્યું, વધુ નિરોગી બનીને બતાવ્યુ કોઈ પણ દવા લીધા વિના અને તે ઘણા બધા માટે ઈન્સ્પિરેશન બની છે. ભાવિ પેઢી તો ખાસ્સી હેલ્થ કોન્શિયસ છે. અમારો નીલ અને રાજ રોજ જિમમા જાય છે જે જોઈને મારી માતાનુ મન તેમના આદરથી ઊભરાઈ આવે છે. જોક આર્ટ, પણ આ મિલેનિયલ્સનુ થિન્કિગ અલગ છે.
કોઈ પણ વાતની લાલચ નહીં, ખોટો હાવ નહીં, ‘ખાલી હાથ આયે થે ખાલી હાથ જાના હૈ.’ એ સાભળ્યા પછી અમને સદ્બુદ્ધિ સૂઝી અને અમે ભૌતિક વસ્તુઓની લાલચ મહાપ્રયાસથી ઓછી ઓછી કરી. પણ આ નવી પેઢી કહે છે, ‘વ્હાય વી નીડ અ કાર? ઉબર ઓલા છે ને? વ્હાય સ્પેન્ડ ઓન એક્સપેન્સિવ કાર્સ? કોઈને બતાવવાનુ છે? બિઝનેસ વધારીએ! ઘર વેચાતુ લઈને મોટા કરજનુ ડુગર માથે શા માટે ઉઠાવવાનુ? ભાડા પર ઘર લેવાનુ, દર ત્રણ વર્ષે એક નવા ઘરમા જવાનુ, નવો વિસ્તાર-નવા પાડોશી, એન્જોય લાઈફ! હ.... ઘર પણ ભાડાનુ આ વિચાર પચવામા થોડો મુશ્કેલ છે પણ સાધુ-સતોએ અને ઋષિમુનિઓએ આ જ તો હજારો વર્ષથી આપણને કહ્યુ છે, આપણે ભૂલી ગયા પણ ભાવિ પેઢી તે જ વિચાર થોડા અલગ રીતે અમને કહેતી હતી. વાહન-ઉદ્યોગ-બાધકામ ક્ષેત્રમા મદીનુ એક કારણ ‘યુવા પેઢીની વિચારધારા’ છે.
નવુ વર્ષ થોડા દિવસમા શરૂ થઈ જશે. સ્લીક-સ્લિમ-ફેટ ફ્રી-સ્ટ્રેસ ફ્રી મત્ર અપનાવીએ. અગાઉ ઘરમા ભારે એક્સપેન્સિવ ફર્નિચર પીસીસ રહેતા. હવે સર્વત્ર નેકેડ હોમ્સનો ક્રેઝ છે, આવશ્યકતા છે, જરૂર છે તેટલી જ વસ્તુ, તેની ડિઝાઈન પણ એકદમ સ્લીક. ઘર માણસો માટે છે, ફર્નિચર માટે નહીં, આથી જેટલુ મોકળુ રાખી શકાય તેટલુ રાખવા પર ભાર અપાય છે. ટૂકમા ઘરમા જમા ફેટ ઓછુ કરીએ એ વિચાર જોર પકડી રહ્યો છે. વિમાનમા ખુરશીઓ પર નજર નાખો, તે પણ એકદમ સ્લીક થઈ ગઈ છે. સર્વત્ર વજન ઓછુ કરવાની હોડ લાગી છે. માણસોમા વજન ઓછુ કરવાના અથાક પ્રયાસ કરવામા આવી રહ્યા છે. અર્થાત શરીરમાનુ ફેટ ઓછુ થવુ જ જોઈએ, તે જ નિરોગી આરોગ્યની ચાવી છે, એ એકાદ ચળવળની જેમ જનમાનસમા આત્મસાત થવા લાગ્યુ. ‘સર સલામત તો પગડી ચાસ’ એવુ અનેકોએ પોતાને ગળે ઉતાર્યું છે અને તેનો ફાયદો થયો. ઘરમાનુ-શરીરમાનુ ફેટ ઓછુ કર્યા પછી મન પર ચઢેલુ ફેટ ઓછુ કરવાની જરૂર હતી. મન પર આઘાત કરનારા નાહકના વિચારો, ભૂતકાળની યાદો, ક્રોધ-ઈર્ષા-દ્વેષ આ બધાને ઉખાડીને નવા કોરા મનથી નવા વર્ષનુ સ્વાગત મારે કરવાનુ છે. આય એમ રેડી ટુ ટેક ઓન દ વર્લ્ડ! લેટ્સ લિવ અ ફેટ ફ્રી, સ્ટ્રેસ ફ્રી લાઈફ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.