પૈસા-અત્યાધુનિક સુખસુવિધા-મોજમજા-પાવર આ બધાની આગળ અથવા આ બધાને નિરર્થક ઠરાવીને જીવનમા પોતાની પાર એક મોટો મકસદ હોઈ શકે એ ત્યાના દરેક જણ પોતાને બતાવી દે છે. માઈન્ડ-બોડી કટ્રોલ અથવા પર્સનાલિટી ડેવલપમેન્ટના કોઈ પણ ક્લાસમા આપણને નહીં મળી શકે તેટલી મોટી શીખ આ સ્થળે મળે છે. આથી જ કહ્યુ કે હુ મારા સ્વાર્થ માટે, પોતાની શાતિ માટે ત્યા જતી હોઉં છુ.
હાશ....! આજે ત્રેવીસ જૂન એટલે પ્રેક્ટિકલી અમે સમર વેકેશનની સુપર પીક સીઝનમાથી બહાર આવ્યા. આમ જોવા જઈએ તો આખી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી આ ત્રણ મહિના માટે કામ કરતી હોય છે. આ વર્ષે પુલવામા એટેક, સીઝન શરૂ થવા પૂર્વે જ જેટ એરવેઝનુ ભારતીય વિમાન અવકાશમાથી સપૂર્ણ નહિવત થઈ જવુ, ચૂટણીની ધમાલમા બધા જ વ્યવસાયમા આવેલી આર્થિક ઉદાસીનતાને લીધે અન્ય ક્ષેત્રોની જેમ અમારૂ પર્યટન ક્ષેત્ર પણ સ્લો ડાઉનનુ શિકાર બન્યુ હતુ. ‘શુ કઈ રીતે થયુ?’ એવુ કોઈ પૂછે તો કહેતી, ‘સર્વાઈવ્ડ!’ ટ્રાયલ ટાઈમ એટલે શુ તે સીઝને બતાવી દીધુ. અર્થાત, ‘ઓલ્ઝ વેલ ધેટ એન્ડ્ઝ વેલ’ એવુ કહેવામા વાધો નથી, કારણ કે આપણા ભારતમા કેન્દ્રસ્થાને એકહથ્થુ સત્તા સાથે મજબૂત સરકાર આવી, પ્રો ટુરીઝમ સરકાર આવી, જેથી ‘પર્યટન ક્ષેત્રના સારા દિવસો આવશે, અન્ય દેશોની જેમ આપણા દેશમા પણ ટુરીઝમ ફડ્ઢલશેફાલશે અને દેશના વિકાસમા ટુરીઝમ અગ્રસ્થાને આવશે’ એવી અમારા સર્વસામાન્ય લોકોની ઘણા દિવસોની ઈચ્છા પૂરી થશે એવી આશા રાખીને અમે ઉજ્જ્વળ ભવિષ્ય તરફ નજર કરીને આગળના કામોની શરૂઆત કરી. સીઝનની શરૂઆતમા જે સમયે એક પછી એક આચકા લાગતા હતા ત્યારે ‘જો હોગા સો હોગા, લેટ્સ કીપ કાલ્મ!’ એવો લેખ લખ્યો હતો અને ખરેખર મોટા ભાગની સીઝન પાર પડી. ભારતમા કાશ્મીરથી આદામાન સુધી, લેહ લડાખ હિમાચલથી નોર્થ ઈસ્ટ અરૂણાચલ સુધી અને વિદેશમા અમેરિકાથી ઓસ્ટ્રેલિયા સુધી, જાપાનથી જોહાનિસબર્ગ સુધી અને યુરોપથી સાઉથ ઈસ્ટ એશિયા સુધી બધી સહેલગાહ વ્યવસ્થિત પાર પડી. પર્યટકોનો સહયોગ, દેશવિદેશમા એસોસિયેટ પાર્ટનર્સનો સાથ, સપૂણ વીણા વર્લ્ડ ટીમની અહોરાત્ર મહેનત અને વીણા વર્લ્ડ ટુર મેનેજર્સના સહેલગાહમા ઉત્તમ પરફોર્મન્સને લીધે પર્યટકોને તેમની હોલીડેનો આનદ અમે આપી શક્યા. નવ્વાણુ ટકા ઉત્તમ પરફોર્મન્સ એવુ કહી શકાય. એક ટકો જાણીબૂજીને બાજુમા રાખ્યો, કારણ કે ક્યાક કાઈક રહી ગયુ હોઈ શકે સુધારણા માટે. હવે એક ટીમ તેની પર કામ કરી રહી છે. શુ સારુ થયુ તેમા અટવાઈ રહેવા કરતા આ સીઝનમા તાજા ઈતિહાસમાથી શીખીને આગળ નીકળ્યા છીએ. કારણ ‘વીણા વર્લ્ડ પાસેથી સારાની જ અપેક્ષા છે, તે કર્યું તો તેમા શુ મોટી વાત? ઈટ્સ એક્સપેક્ટેડ!’ આ કલ્પના અમારી છે. પોતાની પીઠ થાબડવામા-તેમા મશગૂલ રહેવામા સમય વેડફી નાખવાને બદલે તરત જ આગળની સીઝનની તૈયારી શરૂ કરી છે.
વુમન્સ સ્પેશિયલ નિમિત્તે દર વર્ષે ત્રણ વાર હુ લેહ લડાખની મુલાકાત લઉં છુ. જૂન શરૂ થતા જ તેમાની પહેલી સફર મેં કરી. આ પછી કારગિલ વિજય દિવસ નિમિત્તે ૨૬ જુલાઈ દરમિયાન નીકળનારી અને પદર ઓગસ્ટ ઈન્ડિપેન્ડન્સ ડેની વુમન્સ સ્પેશિયલ માટે હુ ત્યા જઈને અમારી આ બહેનપણીઓને મળવાની છુ. દર વર્ષે ત્રણ વાર લેહ લડાખમા જાઉં છુ એમ કહુ ત્યારે અનેકના ભવા ઉપર જાય છે. બરોબર જ છે, કારણ કે લેહ લડાખ કાઈ લડન ન્યૂ યોર્ક જેવુ પ્લેઝર ડેસ્ટિનેશન નથી. અહીં ઓક્સિજન લેવલ ઓછો છે, રસ્તા વચ્ચે વચ્ચે છે, એકોમોડેશન અને એમિનિટીઝ બેઝિક છે, ઈન્ટરનેટ ક્યારેક ક્યારેક મળે છે... આ બધી ખબર હોવા છતા અમે દર વર્ષે જે હજારો પર્યટક લેહ લડાખમા લઈ જઈએ તેમને સલામત રીતે તેમનુ પ્રતિનિધિત્વ કરતી વુમન્સ સ્પેશિયલ સાથે આવેલી સાતથી સિત્તેર વર્ષની મહિલાઓને- છોકરીઓને મળવાની મારી ફરજ છે એવુ મને લાગે છે. લેહ લડાખ એ કોઈ તીર્થક્ષેત્રથી ઓછુ નથી. શહેરોના ઝગમગાટને ભૂલીને હિમાલયના આ ખડતર ભૂભાગમા સ્થાનિકોનો જીવન સાથે ચાલતો સઘર્ષ જ્યારે આપણે જોઈએે, અત્યત અલ્પ સુવિધાઓમા આનદિત અને શાત કઈ રીતે રહવુ એ જ્યારે જાણીએ ત્યારે વૈશ્વિક સ્પર્ધાનો શિકાર બનેલા-એવરિથિંગ ઈઝ વોન્ટેડ યસ્ટરડે! વાળા આપણા અશાત મનને અટકાવવાનુ મન થાય છે. શરીરને-વિચારોને-કામોને થોડો બ્રેક આપવો એવુ મનમા આવી જાય છે. મેડિટેશન આના કરતા અલગ શુ છે. વુમન્સ સ્પેશિયલની મુલાકાત એ તો એક બહાનુ છે, ખરેખર તો હુ આ મેડિટેશન માટે-પોતાના સ્વાર્થ માટે લેહ લડાખમા જાઉં છુ એવુ કહુ તો પણ તેમા નવાઈ નથી.
પર્યટકોના લેહ લડાખમા જવા પાછળ ત્યાનુ અદ્વિતીય, અપ્રતિમ અને વિશાળ હિમાલયનુ રૂપ હોવા સાથે તેથી પણ વધુ વિશેષ એક અત્યત ઉચ્ચ અને અતુલ્ય વાત લેહ-લડાખમા છે અને તે માટે અનેક પર્યટકો અહીં આવે છે, તે છે, આપણા જવાન. હિમવર્ષા, ઠડી, પવન, વરસાદ, તડકો, હિમવાદળ જેવી આપત્તિઓની કોઈ પણ પરવા નહીં કરતા ખડતર-ડુગરાળ-પહાડોમા ખડેપગે પહેરો ભરીને આપણી સીમાનુ રક્ષણ કરનારા, સમય આવ્યે જાનની બાજી લગાવનારા જવાન જ્યારે આપણે ખારડુગલા પાસ અથવા ચાગલા પાસ પાર કરતી વખતે ઠેકઠેકાણે જોઈએ ત્યારે નતમસ્તક થઈ જવાય છે. અમુક પર્યટકો આપણા જવાનોને સાષ્ટાગ દડવત કરતા પણ જોયા છે. પૈસા-અત્યાધુનિક સુખસુવિધા-મોજમજા- પાવર આ બધાની આગળ અથવા આ બધાને નિરર્થક ઠરાવીને જીવનમા પોતાની પાર એક મોટો મકસદ હોઈ શકે એ ત્યાના દરેક સેલ્ફલેસ જવાન આપણને બતાવી દે છે. પેંગોંગ બાજુ અથવા નુબ્રા વેલી તરફ જતી વખતે અનેક છાવણીઓમા પહેરો ભરતા અસખ્ય જવાનો આપણને જીવનભર ચાલે એટલી શીખ આપી જાય છે. માઈન્ડ કટ્રોલ અથવા પર્સનાલિટી ડેવલપમેન્ટના કોઈ પણ ક્લાસમા આપણને મળી નહીં શકે એટલુ મોટુ શિક્ષણ આપણને આ ભારતની શિરા પર બિરાજમાન થયેલા લેહ લડાખના ભૂભાગમા મળી શકે છે. અર્થાત, આ બધુ મેડિટેશન કરવા માટે મન સજાગ હોવુ, દૃષ્ટિકોણ વિશાળ હોવો અને માથુ શાત હોવુ જોઈએ. આથી જ કહ્યુ કે મારા સ્વાર્થ માટે, પોતાને શાત કરવા માટે લેહ લડાખમા જતી હોઉં છુ.
લેહ લડાખમા ગયા પછી અશાત મનને, ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની જાળમા સપડાયેલુ ચિત્ત શાત થઈ જાય છે તે જ રીતે દરેક પ્રવાસ ઘણુ બધુ શીખવે છે. ‘પર્યટન કરવાથી આવે છે ચાતુર્ય’ એ ૧૦૦ ટકા સાચુ છે. ગયા અઠવાડિયે સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી માર્ગે મુબઈ આવતી હતી. એક કલાક વિમાન લેટ નીકળવાનુ છે એવી માહિતી મળી હતી. દિલ્હી-મુબઈ વિમાન તે પ્રમાણે ત્યાના ઓફિશિયલે એડજસ્ટ કરીને આપ્યુ. આથી મુબઈમા પહોંચવાના નવા સમય અનુસાર હુ મારો આગળનો પ્લાન કરતી હતી. સત્તર કલાકનો મોટો પ્રવાસ હતો. આથી આઠ કલાક ઊંઘ અને બાકી સમયમા ખાવાનુ-પીવાનુ પતાવીને રવિવારે આર્ટિકલ્સ લખીશ એવો વિચાર કરીને વિમાનમા બેઠી ખરી પણ વિમાન ઊડવાનુ કોઈ જ ચિછ દેખાતુ નહોતુ. વિમાનમા બેઠા પછી જપ કરવાની મારી આદત છે. તે પણ આરામથી કરીને થઈ ગયો. મેનુ કાર્ડ અને ફ્લાઈટ મેગ્ઝીન શરુી અત સુધી વાચી કાઢ્યા પણ રિસાઈ બેઠેલી ફ્લાઈટ કાઈ ટસની મસ થતી નહોતી. અતે એક એનાઉન્સમેન્ટ થઈ. ‘ચાર વોલન્ટિયર્સ જોઈતા હતા, જેમને તે વિમાનમાથી ઉતારવામા આવશે અને સાત કલાક પછીની આગળની ફલાઈટમા તેમને એકોમોડેટ કરવામા આવશે અને બિઝનેસ ક્લાસને બદલે તેમને ફર્સ્ટ ક્લાસથી પ્રવાસ અપાશે.’ પહેલા જ ફ્લાઈટ લેટ થઈ ગઈ હતી, તેમા અનેકોના આગળના કનેકશન્સ, બેગેજનુ શુ? તે કઈ રીતે બહાર કાઢીશુ? અને તે આગળ જાય તો ફરી બરોબર મળશે ને તેની ચિંતા હતી. ત્યાના ઓફિશિયલને પૂછ્યુ કે ચોક્કસ શુ થયુ છે તો જવાબ મળ્યો, ‘નિયમ અનુસાર ક્રૂ ને આ સત્તર-અઢાર કલાકના પ્રવાસમા આરામ મળવો જરૂરી છે, પરતુ તેમની જે સૂવાની કેબિન છે તેનો પ્રોબ્લેમ થયો છે. તેમને આરામ માટે ચાર બિઝનેસ ક્લાસ સીટ્સ જોઈએ છીએ. આથી અમારે ચાર પેસેન્જર્સને આ વિમાનથી ઉતારીને આગળના વિમાનમા લઈ જવાનુ છે. જો આ સીટ્સ મળશે નહીં તો એરપોર્ટ ઓથોરિટીઝ પરવાનગી નહીં આપશે અને આ ફ્લાઈટ રદ થશે. તમે સિંગલ પેસેન્જર છો ને? તમારી પાસે બેગેજ છે?’ મને આગળની કલ્પના સૂઝી. જો હુ આ ફ્લાઈટ નહીં લેતા આગળની ફ્લાઈટમા જાઉં તો સવારને બદલે મધરાત્રે મુબઈ પહોંચીશ, એટલે કે, બીજા દિવસે અને અગાઉ કરી રાખેલુ પ્લાનિંગ બગડી જવાનુ હતુ. ‘એવરીથિંગ ઈઝ નીડેડ યસ્ટરડે’વાળી માનસિકતાને આ કઈ રીતે સમજાય? પણ ત્યા પોતાને સભાળી લીધી, પ્રશ્ન કર્યો વ્હાય નોટ? લેટ્સ કીપ કાલ્મ! કોઈએ બહાર જવાનુ જ છે અને હુ તે દૃષ્ટિથી એકદમ આઈડિયલ પેસેન્જર હતી. સિંગલ ટ્રાવેલર-નો સ્ટ્રિગ્ઝ એટેચ્ડ, મારી પાસે બેગેજ નહોતી-ફક્ત હેન્ડબેગ અને પર્સ, મને ઊતરવામા કોઈ વાધો નહોતો. તેમને કહ્યુ, ‘ઓકે આય એમ રેડી!’ ફ્લાઈટમા સૂવાની તૈયારી કરી રાખેલી હુ એરલાઈન્સે આપેલા નાઈટડ્રેસના પોશાખમા મારી હેન્ડબેગ અને પર્સ લઈને બહાર આવી. થોડા સમય પછી વધુ એક ભારતીય છોકરી બહાર આવી. તે પણ સિંગલ હતીય હજુ બે જણની શોધ ચાલતી હતી. હવે તેઓ અમને હોટેલમા લઈને નીકળ્યા હતા. નવા બે કોણ આવે છે તેની વાટ જોતા અમે બહાર ઊભા હતા. પદર-ત્રીસ મિનિટ પછી તે જ ઓફિશિયલ આવ્યો અને આનદિત ચહેરા સાથે બોલ્યો, ‘પ્રોબ્લેમ ઈઝ સોલ્વ્ડ, થેન્ક યુ ફોર કોઓપરેશન, આ જ ફ્લાઈટથી તમે નીકળી શકો છો?’ હુરરરે! નો ન્યૂ એડજસ્ટમેન્ટ્સ, હવે મારા આગળના કાર્યક્રમ ઓરિજિનલ પ્લાન પ્રમાણે થવાના હતા. અહીં એકમાત્ર ફેરફાર મને દેખાયો કે સમય-કામ-પ્લાનિંગ વિશે જે સતત ઉતાવળ ચાલતી હોય, એક પ્રકારની એગ્ઝાયટી હોય તેને થોડો બ્રેક આપ્યો હતો. એક દિવસ લેટ જવાથી દુનિયામા કશુ પણ ઊલટસુલટ થવાનુ નથી, મારા મોડેથી જવાથી ઓફિસના કામો પણ અટકવાના નથી, તે મેં માન્ય કર્યું હતુ, જસ્ટ રિલેક્સ! એડજસ્ટ યોરસેલ્ફ! કીપ કાલ્મ! જસ્ટ ડુ સમથિંગ અનપ્લાન્ડ! તે લેટ થયેલી ફ્લાઈટે મને એક્ચ્યુઅલી શાત કરી હતી.
દરેક પ્રવાસ આ રીતે જ સતત કાઈક શીખ આપી જાય છે, શીખવે છે, અનુભવ સપન્ન કરે છે, વિચારોને ગતિ આપે છે અને તેથી જ ગમે છે. લેટ્સ કીપ ટ્રાવેલિંગ, કીપ લર્નિંગ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.