દુનિયાના ખૂણે પહોંચવાનું, વિશાળ સમુદ્રને નજરોમાં સમાવતાં આંખો બંધ કરવાની, એકચિત થવાનું અને ગાયત્રી મંત્રનું રટણ કરવાનું. આંખોમાંથી અજાણતા જ ખુશીના, સંતોષનાં આંસુ સરવા લાગે છે તેને તે રીતે જ વહેવા દેવાનાં, શાંત થવાનું. આ અચિવમેન્ટ હોય છે. દુનિયાના દરેક ખૂણા સર કરવાના અને ત્યાં ગાયત્રી મંત્રનું રટણ કરવાની મેં પોતાના માટે લીધેલી ચેલેન્જ, પોલર ચેલેન્જ છે. કેપ ઓફ ગૂડ હોપ, કેપ કેમોરિન, નોર્થ કેપ... ઘણા બધા ખૂણા ઊથલાવી નાખ્યા અને હજુ ઘણા બધા ઈશારો કરી રહ્યા છે
અમુક વર્ષ પૂર્વે એક દિવસ અમે નોર્વેની વિમાન ટિકિટ કઢાવી અને ઓસ્લોમાં પહોંચી ગયાં. વ્હીઝલેન્ડ પાર્કની મુલાકાત લઈને બીજા દિવસે ટ્રોમ્સો તરફ નીકળ્યાં, કારણ કે નોર્ધર્ન લાઈટ્સનો પ્રવાસ ત્યાંથી શરૂ થવાનો હતો. પહેલી વાર આટલી ઠંડીમાં આ સ્કેન્ડિનેવિયાનો પ્રવાસ અમે કરવાનાં હતાં. નોર્ધર્ન લાઈટ્સની સીઝન શરૂ થવા પૂર્વે જ અમે ત્યાં પહોંચવાથી બધે સૂમસામ હતું. ત્યાંના ટુરીઝમના લોકોને અમે મળ્યાં. ભારતમાંથી અહીં ટુરિસ્ટ લઈને આવવાની અમારી ઈચ્છા તેમને જણાવી અને તેમણે અમને પ્રવાસ કઈ રીતે કરવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપી. બરફથી આચ્છાદિત શહેરો, રસ્તાઓ સૂમસામ, વચ્ચે જ મુખ્ય રસ્તા પરથી આવજા કરતાં વાહનો અથવા ઓફિસ બિલ્ડિંગમાં અમુક લોકોની ચહલપહલ. ક્યારેક ક્યારેય પ્રશ્ન પડતો, ‘આ લોકો કઈ રીતે રહેતા હશે?’ ટ્રોમ્સોથી નોર્થ કેપ સુધી અમે વિમાનથી-બોટથી પ્રવાસ કર્યો.
બરફાચ્છાદિત નોર્થ કેપના વિઝિટર સેન્ટર પરથી નોર્થ પોલ સામાન્ય રીતે અઢી હજાર કિલોમીટર પર અને વચ્ચે ફક્ત પાણી. આથી દુનિયાના ખૂણા પર ઊભા રહેવાની જે ખુશી મળે છે તે એકદમ મન મૂકીને માણી હતી. આ જ પ્રવાસમાં અમે પહેલી વાર હસ્કી રાઈડ કરી હતી. એસ્કિમો હોવાનું ફીલ રીતસર આવ્યું હતું. અમે અમારી આ સાહસિક સહેલગાહ નોર્ધર્ન લાઈટ્સ જોઈને પૂરી કરી. આકાશમાંથી રંગોની રેલમછેલ જોવાનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો અને અમે તે સાધ્ય કર્યો હતો. નિસર્ગનો, ઈતિહાસનો, ભૂગોળનો, માનવીઓનો, દેશોનો... અનોખા આગવા અનુભવ લેતી વખતે મન પ્રફુલ્લિત થઈ ગયું. અમે આ નોર્ધર્ન લાઈટ્સની કાયમ યાદ રહી જાય એવી સહેલગાહ પરથી પાછાં આવ્યાં અને ભારતમાંથી નોર્ધર્ન લાઈટ્સની સહેલગાહ શરૂ કરી.
નોર્થ પોલ એટલે કોઈની પણ, કોઈ પણ દેશની માલિકી નહીં ધરાવતી દુનિયાની અંતિમ વસાહતથી આશરે અઢી હજાર કિલોમીટર પરનું ઉત્તર ધ્રુવ. આર્કટિક મહાસાગર અને નાના-મોટા સમુદ્રથી ઘેરાયેલું છે. આ પોલર રીજનમાં એટલે કે નોર્થ પોલની નજીકનો દેશ એટલે અલાસ્કા (યુએસએ), કેનેડા, ગ્રીનલેન્ડ (ડેન્માર્ક), આઈસલેન્ડ, નોર્વે, રશિયા, ફિનલેન્ડ અને સ્વીડન, સાઈબેરિયા, યુકોન, ટ્રોમ્સ, લેપલેન્ડ, ટુંડ્રા પ્રદેશ, ઈનુઈટ્સ, એસ્કિમો, સામી, ઈગ્લૂ એમ બધાં સ્કૂલમાં શીખેલાં નામો આ આર્કટિક પોલર રીજનમાંનાં જ છે. અહીં બે જ પ્રકારનું હવામાન છે. ઠંડું અને અત્યંત ઠંડું. ઈનુઈટ્સ, એસ્કિમો, સામી જેવાં અનેક નામોથી ઓળખાતા અહીંના રહેવાસીઓ આજે પણ તેટલું જ ખમતીધર જીવન જીવે છે. ગરીબી-દરિદ્રતા-રોગચાળાથી ગ્રસ્ત, કેનેડા સ્વીડનમાં માણસોની લાઈફ સ્પેનમાં 85 વર્ષ હોય તો અહીં આ પોલર રીજનમાં 60થી ઓછી છે. તેલ, વાયુ, ખનીજ, મીઠું પાણી અને માછલી જેવી સંપત્તિ પોલર રીજનની છે. દુનિયાના મીઠા પાણીનો દસ ટકા જથ્થો આર્કટિકમાં છે. જોકે હવે ગ્લોબલ વોર્મિંગની ધાસ્તી છે. સતત બરફાચ્છાદિત પ્રદેશ 30 વર્ષ પછી ઉનાળાના દિવસોમાં બરફ વિરહિત બની જશે. આ પ્રચંડ બરફનો જથ્થો પીગળ્યા પછી સમુદ્રના પાણીનો સ્તર વધશે અને તેનાથી અમુક નવા પડકારો આપણી સામે ઊભા રહેશે.
પોલર રીજનમાં ઉનાળાના દિવસોમાં (મે થી સપ્ટેમ્બર) મિડનાઈટ સનના સમયે જૂન જુલાઈમાં 24 કલાકનો દિવસ આપણને જોવા મળે છે, જ્યારે ઠંડીના દિવસોમાં (નવેમ્બરથી ફેબ્રુઆરી) ડિસેમ્બર જાન્યુઆરીમાં આ જ સ્થળે આપણે 24 કલાકની રાત જોઈએ છીએ. નોર્ધર્ન લાઈટ્સ એટલે ‘ઓરોરા બોરેઆલિસ.’ ઓરોરા એટલે રોમન ભાષામાં સૂર્યદેવતા પર બોરેઆલિસ ઉત્તરી પવન દર્શાવતો ગ્રીક શબ્દ છે. આપણી પૃથ્વીના વાતાવરણમાંના અલગ અલગ વાયુ અને સોલાર વિંડ્સની આકાશમાં જ્યારે ટક્કર થાય છે ત્યારે મોટો અવાજ થાય છે અને તે કોલિઝનને લીધે અલગ અલગ રંગોની રેલમછેલ આપણને આસમાનમાં આ પોલર રીજનમાંથી જોવા મળે છે. આ નૈસર્ગિક ચમત્કાર જોવા માટે હવે મોટી સંખ્યામાં ભારતીય પર્યટકો જવા લાગ્યા છે એ સાચી વાત છે.
અદ્ભુત, અપ્રતિમ, અનોખી, ચમત્કારિક એવી દુનિયા જોવા માટે એક જીવન અપૂરતું છે. આથી ફાવે તેટલું જોઈ લેવાનું અને બધાને તે બતાવવાનો સંકલ્પ કર્યો છે. તમારે માટે જ નહીં પરંતુ અમારે માટે પણ સતત બેક ઓફ ધ માઈન્ડ એક જ મંત્ર હોય છે, ‘ચાલો! બેગ ભરો, નીકલ પડો!’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.