જ્ઞાન વિજ્ઞાન તંત્રજ્ઞાન અને મૂળભૂત સુખસુવિધાઓને લીધે આવનારો ભવિષ્યકાળ સુંદર બનીને રહેશેે. અર્થાત તે કાળના અલગ પડકારો પણ હશે. દુનિયાની ગતિ સાથે ખભેખભા મિલાવી રાખવા સમયે સંસ્કૃતિ સાથે સુમેળ તૂટે નહીં અને નીતિમૂલ્યોની પાયમાલી નહીં થાય તેની સાવધાની આપણે રાખવાની છે. આ સાથે આપણું તેમ જ આસપાસના લોકોનું શારીરિક અને માનસિક આરોગ્ય ઉત્તમ રહે તે માટે સતર્ક રહેવાનું જરૂરી છે.
નવું વર્ષ શરૂ થઈને વીસ દિવસ થયા છે પણ ઘણા લોકોનું ન્યૂ ઈયર સેલિબ્રેશનનું હેન્ગઓવર હજુ ઊતર્યું નહીં હોય. હજુ પણ બધી ઓફિસમાં, ‘તેં શું કર્યું અને મેં શું કર્યું?’ એવી ચર્ચા ચાલુ છે. આમ જોવા જઈએ તો કોઈ પણ વર્ષનો ડિસેમ્બર શરૂ થાય એટલે ‘થર્ટીફર્સ્ટના શું પ્લાન્સ છે?’ એવી પૂછપરછ શરૂ થાય છે. પર્યટનમાં હોવાથી અમે પણ ‘ન્યૂ ઈયર સેલિબ્રેશન માટે ક્યાં જશો?’ એવી પૂછપરછ શરૂ કરીએ છીએ. દરેક જણ પસંદગી પ્રમાણે ન્યૂ ઈયર સેલિબ્રેશન કરતા હોય છે. ‘અમારા બધાની પાછળ પડો છો પણ તમે ક્યાં કરો છો ન્યૂ ઈયરનું સ્વાગત? કયા દેશમાં?’ એવો પ્રશ્ર્ન અચૂક પૂછવામાં આવે છે. આપણા દેશમાં, પોતાના ઘરમાં સવારે ઊઠીને નવા વર્ષનું સ્વાગત કરવાની મારી મનોમન ઈચ્છા હોય છે, જે કાયમ પૂરી થાય છે એવું નથી, પરંતુ મને તે ગમે છે.
એકત્રીસ ડિસેમ્બર એટલે કોઈકના ઘરે, રેસ્ટોરન્ટ અથવા ક્લબ્ઝ-પબ્ઝમાં, એકાદ ઈવેન્ટમાં પાર્ટીમાં સહભાગી થવાનું એવી સામાન્ય રીતે પદ્ધતિ છે. જોકે હાલમાં ખાસ કરીને યંગસ્ટર્સમાં ‘પાર્ટી આફ્ટર પાર્ટી’નું ઘેલું છે. તેઓ તો બસ હાલની ‘ઈન’ બાબતો માટે નિમિત્ત શોધતા હોય છે. અને વર્ષની આખરમાં એટલે કે આ ‘પાર્ટી આફ્ટર પાર્ટી’ માટે સૌથી મોટી તક હોય છે. અમારા ઘરમાં પણ બધા યંગસ્ટર્સ ‘તું કયાં? હું ક્યાં? આપણે ક્યાં?’ની પૂછપરછ કરતા જ હોય છે. આપણને તેનો અણસાર મળે જ એવું નથી, બીજા દિવસે લંચ ટેબલ પર જાણવા મળે છે કે કેટલી પાર્ટીઓ એટેન્ડ કરી હતી. અમે પણ છેલ્લાં પાંચ વર્ષથી એકત્રીસ ડિસેમ્બરે એક પાર્ટી કરીએ છીએ, અર્થાત તે પાર્ટી આફ્ટર પાર્ટી નથી હોતી પરંતુ પાર્ટી બિફોર પાર્ટી હોય છે.
અમે છ જણ, એટલે કે, વીણા, સુધીર, નીલ, રાજ, સારા, સુનિલા એકત્રીસની સવારે દસ વાગ્યે મળીએ છીએ, એક મિટિંગ રૂમ બુક કરીએ છીએ, કારણ કે આ મિટિંગ ઘરમાં અથવા ઓફિસના મિટિંગ રૂમમાં નહીં કરવાની એવું પહેલી મિટિંગમાં જ બધાએ મળીને નક્કી કર્યું છે. આ મિટિંગનો એજન્ડા ‘લેટ્સ કમ ઓન ધ સેમ પેજ.’ આખું વર્ષ ઘણી બધી ઘટનાઓ બની ગયેલી હોય છે, વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં ફેરબદલ થયેલા હોય છે. ક્યારેક સુસંવાદ વિસંવાદમાં ગયેલો હોય છે અથવા તે આવું કેમ બોલ્યો? તેના બોલવાનો ચોક્કસ અર્થ શું છે? તેમાંથી ગેરસમજૂતીની જાળ નિર્માણ થવાની શરૂઆત થયેલી હોય છે. મને એકાદ બાબત બરોબર લાગતી હોઈ શકે, પરંતુ અન્યને તે બરોબર લાગી શકે? આવું આપણે ખુલ્લા મનથી એકબીજા સાથે બોલ્યા નથી હોતા. એકાદ બાબત મનમાં ખૂંચતી હોય પણ બધાની સામે બોલાયેલી નથી હોતી એવું બધું તે દિવસે દરેકે મનમાંથી બહાર કાઢવાનું. ઘરના કબાટ સાફ કરીએ, જોઈતી વસ્તુઓ વ્યવસ્થિત રચીને મૂકીએ, નહીં જોઈતી વસ્તુઓ બહાર કાઢીએ તે જ રીતે. મનમાં જમા થયેલું-ખાસ કરીને નકામી બાબતો કાઢી નાખવામાં આવે તો જ નવી બાબતોને ત્યાં સ્થાન મળશે એ વિચારમાંથી આ મિટિંગની શરૂઆત થઈ અને હવે પાંચ વર્ષ સુધી આ મિટિંગ હોવી જ જોઈએ એવું લાગવા માંડ્યું છે, જેમાં તેની સફળતાનો સાર છે.
અમે ચાર કલાક મળીએ છીએ, પણ વિષય પૂરા નહીં થાય તેવા હોવા છતાં વધુ ખેંચવાનો કોઈ અર્થ નથી હોતો, કારણ કે તે પછી બધાને સાંજની પાર્ટીનું ઘેલું લાગેલું હોય છે. ફક્ત તે ચાર કલાકનો સમય વ્યવસ્થિત સદુપયોગ કરીએ એવો સુધીરનો પ્રયાસ હોય છે. યંગ જનરેશનમાં અમારામાંથી યંગસ્ટર્સનું મનગમતું વ્યક્તિત્વ એટલે સુનિલા છે. તેના જ હાથોમાં આ મિટિંગનાં સૂત્રો હોય છે. પહેલી વાર એક વ્યક્તિ તરીકે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મારું શું ચાલી રહ્યું છે? મારે આગામી વર્ષમાં શું કરવાનું છે? ગયા વર્ષમાં મારી પાસેથી શું ભૂલો થઈ? હું તેમાં શું સુધારણા કરવાની છું?... આ વિશે દરેક જણ બોલે છે. આ મિટિંગનો પહેલો ભાગ હોય છે. બીજા ભાગમાં એક વ્યક્તિ વિશે અન્યએ બોલવાનું હોય છે. શું સારું? શું ખરાબ? શું સુધારણા કરવી જોઈએ એવું તેમને લાગે છે તે ખુલ્લા મનથી બોલવાનું હોય છે. આ સમયે દરેકે પોતાનો ઈગો બાજુમાં મૂકવાનો અને તે પણ મન:પૂર્વક. આવો ફીડબેક મળવો તે ખરેખર ભાગ્ય હોય છે, તે સમયે ખુલ્લા મનથી કોઈ પણ પૂર્વગ્રહ નહીં રાખતાં તે સાંભળવું, તેના પર વિચાર કરવો, તેમાંથી મહત્ત્વનું છે તે અંગીકાર કરવાનું અને સામેની વ્યક્તિના તે ધ્યાનમાં લાવી દેવા બદલ આભાર માનવાનો. હું કઈ રીતે ભૂલ કરું છું અને મારી શું ભૂલ થાય છે તે આપણા માણસો જ્યારે કોઈ પણ વેસ્ટેડ ઈન્ટરેસ્ટ વિના અને આપણી અંદર સારી સુધારણા થાય તે માટે કહે છે ત્યારે એક્ચ્યુઅલી એકાદ ખજાનો મળવા જેવું હોય છે. બહારના માણસો આટલા ખુલ્લા મનથી આ ફીડબેક આપણને નહીં આપી શકે. પહેલા બે ભાગમાં વ્યક્તિગત જીવન પર વધુ ભાર આપવામાં આવે છે જ્યારે ત્રીજા ભાગમાં સંપૂર્ણ વ્યવસાયનો મુદ્દો હોય છે. હજુ પણ અમે મોટા ચાર સંબંધિત છીએ એક જ વ્યવસાય સાથે-વીણા વર્લ્ડ સાથે. આથી મિટિંગના આ ભાગમાં તે વિશેની ચર્ચા અને સંવાદ કરવામાં આવે છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ પર પ્રકાશ પાડવામાં આવે છે. આપણે શું કરી રહ્યા છીએ અને આપણે શું કરવું જોઈએ તે વિશે દરેક જણ મત રજૂ કરે છે. પ્રામાણિકતાથી, સંસ્કૃતતાથી, નીતિમૂલ્યોનું જતન કરીને, પારદર્શકતાની બાબતમાં આપણું ક્યાંય ડિરેલમેન્ટ થયું નથી ને તે તપાસીએ છીએ. કાંઈક અલગ લાવવાના હોઈએ, કરવાના હોઈએ તો તેની પણ નોંધ કરીએ છીએ. ચોથા ભાગમાં હમણાં સુધી ચર્ચા કરેલું બધું સામે રાખીને તેને યાદ કરીએ છીએ, તેના પર મહોર મારીએ છીએ અને પછી મિટિંગના પાંચમા અને આખરી આનંદિત ભાગ તરફ વળીએ છીએ. ફેમિલી મિટિંગમાં અમારી ફેમિલી હોલીડે નક્કી થાય છે. વીણા વર્લ્ડ થયા પછી ત્રીજા વર્ષથી અમે પણ ફેમિલી હોલીડે લેવાનું શરૂ કર્યું છે. તે આ મિટિંગમાં નક્કી થતું હોય છે, જેને લીધે એવરીબડી લૂક્સ ફોર્વર્ડ ટુ ધિસ પાર્ટ ઓફ ધ મિટિંગ. સો આ રીતે અમે આ વર્ષની મિટિંગ સરસ રીતે પાર પાડી અને હવે સજ્જ છીએ, એક પેજ પર, એક ડિરેકશનમાં, ભવિષ્યના પડકારોને ઝીલવા માટે.
આપણા ભારતમાં અને દુનિયામાં પણ સર્વત્ર નાના-મોટા ફેમિલી બિઝનેસનું પ્રચંડ મોટું નેટવર્ક છે. દુનિયાની અર્થવ્યવસ્થા મોટે ભાગે તેના પર આધાર રાખે છે. અમુક ફેમિલી બિઝનેસ પેઢી દર પેઢી પ્રગતિને પંથે હોય છે, સુપર ડુપર સફળ થાય છે, જ્યારે અમુક નિષ્ફળતાની ગર્તામાં ધકેલાઈ જાય છે. દુનિયાભરના મેનેજમેન્ટ ગુરુ જ્યારે આ ફેમિલી બિઝનેસની નિષ્ફળતાનો અભ્યાસ કરે છે ત્યારે તેમાંથી સામે આવે છે તે કારણોમાં રહેલાં મહત્ત્વનાં કારણો, એટલે કે, ‘હમ કરે સો કાયદા’ એટિટ્યુડ, સિસ્ટમ્સ અને પ્રોસેસની મદદથી નહીં કરાયેલું ઈન્સ્ટિટ્યુશનલાઈઝેશન, ખુલ્લા વાતાવરણને અભાવે વધતી ઈર્ષા, સ્પર્ધા, મત્સર અને સ્પિરિચ્યુઅલ બેઝના અભાવે વધતો અસંતોષ. ખરેખર તો કુટુંબ મોટી શક્તિ છે જો તે શક્તિ આપણે વ્યવસ્થિત રીતે ચેનલાઈઝ કરીએ તો. સદનસીબે અમે પણ ફેમિલી બિઝનેસમાં છીએ. એકબીજાની કુશળતાનો યોગ્ય ઉપયોગ કરવો અને તેના દ્વારા બિઝનેસ વધારવો તેમ જ ‘આપણા કુટુંબને જ બધી ખબર પડે છે’ એવા ભ્રમમાં નહીં રહેતાં ‘આપણને અનેક બાબતો ખબર નથી’ એ મર્મ જાણીને તેમાંના એક્સપર્ટસને પગપેસારો કરવા દઈ તેમના દ્વારા આવનારી ગતિશીલ દુનિયાની ગળાકાપ સ્પર્ધાના પડકાર ઝીલવા માટે સજ્જ થવું તેમાં શાણપણ છે અને તે અંગીકાર કરવું જ જોઈએ.
છેલ્લાં પાંચ વર્ષમાં ચાર વાર અમે આ મિટિંગ લીધી છે, એક વાર ચૂકી ગયાં હતાં. જોકે આ વખતે ગમે તે થાય તો પણ મિટિંગ કરવાની જ એવું નક્કી કર્યું હતું. આ મિટિંગ અમારું બ્રેનચાઈલ્ડ નથી હં. વીણા વર્લ્ડ શરૂ થયું તે સમયની વાત છે. અમે માહિમના ટેમ્પરરી કાર્યાલયમાં હતાં. વીણા વર્લ્ડ શા માટે થયું તેના પર સર્વત્ર ચર્ચા ચાલતી હતી. અમારા એક સપ્લાયર તે સમયે જર્મનીથી મળવા માટે આવ્યા હતા. તેમનો કુક્કુ ક્લોક્સ અને હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો મોટો વેપાર છે. ચર્ચા ચાલુ હતી ત્યારે તેમણે કહ્યું, ‘ઈટ્સ એવરીવેર. અમે પણ ત્રણ ભાઈ, ત્રણ વ્યવસાયમાં અલગ અલગ કામો જોઈએ છીએ. તેમાં વાદવિવાદ થાય છે. જોકે તે સમયે એ પણ મહત્ત્વનું હોય છે કે આટલો મોટો વેપાર ચલાવવા માટે સર્વત્ર માણસો હોવા છતાં આ ત્રણેયની પણ જરૂર છે. અમે વર્ષના અંતે એક માઉન્ટન પર જઈએ છીએ, ત્રણ દિવસ ત્યાં મુકામ કરીએ છીએ, સવારે સ્કીઈંગ કરીએ છીએ, તન-મન ફ્રેશ થાય એટલે રોજ બપોરે મિટિંગ કરીએ છીએ. પહેલા દિવસે એકબીજા પર જે પણ શાબ્દિક શરસંધાન કરવાના હોય તે કરીએ છીએ. બીજા દિવસે જે બાબતોને સુધારવી જોઈએ તેના સોલ્યુશન્સ પર ચર્ચા કરીએ છીએ અને ત્રીજા દિવસ જે કરવાનું હોય તેની પર મંજૂરીની મહોર મારીને એકબીજા વિશે કોઈ પણ ગ્રજેસ નહીં રાખતાં ખુલ્લા મનથી, સ્વચ્છ મનથી ઘરે પાછા જઈએ છીએ. અનેક વર્ષ અમે આવું કરીએ છીએ અને તેથી જ આજે અમે આ રીતે એકત્ર તમારી પાસે દેખાઈએ છીએ. આ વ્યક્તિગત વાત કહેવા બદલ ત્યાં જતેમનો આભાર માનવામાં આવ્યો અને પ્રોમિસ પણ કર્યું કે અમે પણ તેનો અમલ કરીશું. જે સારું છે તે આત્મસાત કરવું એવી સંસ્કૃતિ વીણા વર્લ્ડની બની રહી છે, તેના જ ફળ સ્વરૂપે એકત્રીસ ડિસેમ્બરની મિટિંગ યોજાય છે. ફેમિલીએ ચલાવેલો બિઝનેસ જો ફેમિલી બરોબર હોય તો વ્યવસ્થિત ચાલી શકશે અને તેવા રહેવા માટે મન:પૂર્વક પ્રયાસ કરતા રહેવું જોઈએ. તે જ દિવસે સાંજે અમારી ઓફિસમાં આવ્યાં અને બધાને નવા વર્ષની શુભેચ્છા આપીને કહ્યું કે આપણા ઘરમાં પણ આપણે આવી ઈનિશિયેટિવ લઈને સમજ-ગેરસમજની જે દીવાલ નિર્માણ થવા લાગે છે તે દૂર કરવું જોઈએ. આનંદની, શાંતિની, સંયમનીરોપણી કરનારી આ મિટિંગને હું તેથી જ તો પાર્ટી કહું છું.
ભવિષ્યકાળને ઝીલવા માટે સ્થિર મન અને શાંત ચિત્ત બહુ જરૂરી ઠરશે અને તે બહારના માણસો આવીને કરી નહીં શકે. તે આપણે પોતે જ કરવું પડશે. તે માટે પ્રયાસ કરતાં રહીએ. સફળતા મળીને રહેશે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.