કોઈને જાણ નહીં થશે, કોઈ જોશે નહીં એવો પ્રશ્ર્ન ક્યા આવે છે. હુ મને જ પોતાને જોઈ રહી છુ, જોખી રહી છુ, અજમાવી રહી છુ, ક્યાક ભૂલ થાય તો સુધારુ છુ. તેમા જો મારી ભૂલ બતાવનારુ કોઈ મળે તો તેના આભાર માનીને સુધારો કરુ છુ. કોઈ જોશે તેથી અલગ વર્તણૂક અને જોનાર પીઠ ફેરવે એટલે અલગ વર્તણૂક એ બહુ સ્ટ્રેસફુલ છે આપણા પોતાના અને અન્યો માટે પણ. સીધીસાદી ખુશીમા સુખમા જીવન જીવી શકાતુ હોય તો વ્હાય નોટ?!
બે અઠવાડિયા પૂર્વે મેં લેહ, ત્યાથી બેંગકોક, બેંગકોકથી દિલ્હી અને દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો અને ત્યાથી પાછી મુબઈ એમ દુનિયાના આ ખૂણેથી તે ખૂણા પર પ્રવાસ કર્યો. હોટેલમા ત્રણ રાત અને પ્રવાસમા ચાર રાત. આમા વુમન્સ સ્પેશિયલમા લેહ, બેંગકોક, યુએસએમા ગયેલા ચારસો પર્યટકોને મળી, તેમની સાથે ગાલા ઈવનિંગ પાર્ટી એન્જોય કરી. જે તે સ્થળના એસોસિયેટ્સને મળીને એકદરે બિઝનેસ સબધી ચર્ચા થઈ, આગામી સીઝન માટે નવુ શુ કરવુ, કઈ સાવધાની લેવાની તેનો ખ્યાલ લીધો. જે તે ટુર્સ પર રહેલા અમારા ટુર મેનેજર્સની ટીમને મળી. બેંગકોકમા ટીમ સાથે રાત્રે દોઢ વાગ્યા સુધી બહાર જઈને ‘ફડ્ઢડ લેન્ડ-તૂક લા દી’ નામે સાદી સસ્તી મસ્ત ચોવીસ કલાક ચાલનારી રેસ્ટોરન્ટમા થાઈ ડિનર લીધુ, સાન ફ્રાન્સિસ્કોની વુમન્સ સ્પેશિયલની હોટેલમા વધુ ત્રણ ફેમિલી ગ્રુપ્સ પણ હતા વીણા વર્લ્ડના, જેને લીધે એક જ સ્થળે પાચ ટુર મેનેજર્સ એકત્ર મળ્યા પછી હોટેલના રિસેપ્શનમા રાત્રે ગપ્પા ચાલ્યા નહીં હોત તો જ નવાઈ. સહેલગાહમા આવનારા ચેલેન્જીસ એવી બધી ચર્ચા કરતા કરતા હસી હસીને પેટ દુખી ગયુ. સ્ટ્રેસબસ્ટર હતી અમારી મધ્યરાતની ગપ્પાની મહેફિલ. અને હા, લેહના એક દિવસમા અમારા ત્યાના લોકલ પાર્ટનરની નવી ઓફિસનુ ઉદ્ઘાટન પણ કર્યું. આપણી સાથે આપણા એસોસિયેટ્સ પણ પ્રગતિ કરી રહ્યા છે, ‘ટુગેધર વી ગ્રો’ એ વીણા વર્લ્ડની સસ્કૃતિ સારી રીતે આગળ જઈ રહેલી દેખાય છે. હા જુઓને, વીણા વર્લ્ડને ઊભી કરી પર્યટકોએ, દુનિયાભરના એસોસિયેટ પાર્ટનર્સે અને વીણા વર્લ્ડની ટીમે. પર્યટકોને દુનિયાનુ પર્યટન મોસ્ટ એફોર્ડેબલ રીતે કરાવવુ, સારા એસોસિયેટ પાર્ટનર્સને દર વર્ષે ગત વર્ષ કરતા વધુ બિઝનેસ આપવો, અને સતત સારા માર્ગે બિઝનેસ વધારતા રહીને વીણા વર્લ્ડ ટીમના હાથોમા કામ હોવુ અને તેના દ્વારા તેમની પ્રગતિ થવી એ ચક્ર વ્યવસ્થિત ચાલુ રહેવુ જોઈએ. એટલિસ્ટ વીણા વર્લ્ડ શરૂ થયા પછી છ વર્ષે પર્યટકોની સદિચ્છા, એસોસિયેટ્સનો સહયોગ અને ટીમની મહેનતથી રાઈટ ટ્રેક પર છીએ તે પણ મહત્ત્વનુ છે. ત્રિકોણના આ ત્રણ કોન જ્યા સુધી વ્યવસ્થિત છે ત્યા સુધી ઘોડદોડ ચાલુ જ રહેશે.
તો આવા આ એકશન પેક્ડ અઠવાડિયામા બેંગકોકમા બે વાર થાઈ મસાજ પણ લીધો. મન કાયમ ઉત્સાહી હોય છે પણ શરીરને થોડુ રિજ્યુવિનેશન નહીં જોઈએ શુ. ઉલ્હાસિત મનને અને રિજ્યુવિનેટેડ શરીરને ક્લાઉડ નાઈન પર લઈ જઈને મૂકવુ હોય તો વધુ એક મોટા ડ્રગની પણ સુવિધા છે, તે એટલે શોપિંગ. તે દિવસે ગાલા ઈવનિંગમા મળેલી દોઢસો મહિલાઓને કહ્યુ, ‘તમે સરસ દેખાઓ છો, પણ તમારા ચહેરા પર આજે એક અલગ જ તેજ છે, તેનો રાઝ શુ છે?’ તે સમયે તેઓ એકસૂરે બોલી, ‘શોપિંગ!’ કેટલુ પાવરફુલ ડ્રગ છે આ શોપિંગ. મારા પણ તેમાથી છુટકારો કઈ રીતે થઈ શકે. આથી બેંગકોકમા જવાનુ હોય તો હુ મારી શોપિંગ લિસ્ટ તૈયાર રાખુ છુ. અહીં મુબઈમા સમય મળતો જ નથી, જેથી પ્રવાસમા તે ઈચ્છા પૂરી કરી લઉં છુ. બહાનાબાજી કહો કે કશુ પણ બેંગકોકમા શોપિંગ થાય જ છે. હુ મારા ગાઈડને-રોઝીને લઈને શોપિંગમા ગઈ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમા. મને એક કેરી ઓન ફોર વ્હીલર લેવાની હતી, એકની એક બેગ વાપરીને કટાળો આવ્યો હતો. હવે થોડી કાઈક નવી સ્ટાઈલ જોઈતી હતી. પહેલા મોલમા સારી એવી ભટકી. નવા ટ્રેન્ડ્સ શુ છે, શુ ઈનોવેશન્સ આવ્યા છે તેનો કયાસ મેળવ્યો. ટૂકમા વિંડો શોપિંગ. આ પછી બેગ અને એક બે જરૂરી વસ્તુઓ લીધી (હા બિનજરૂરી વસ્તુ, પછી તે ગમે તેટલી સારી હોય તેને ઘરમા ડમ્પિગ કરી રાખવુ નહીં એવુ મોડેથી પણ સમજાયુ તેથી પૈસાનો વેડફાટ પણ બચી ગયો). પર્યટક હોવાથી ત્યાના લોકલ લોકોને લાગતા વેલ્યુ એડેડ ટેક્સ - વેટમાથી આપણને એક્ઝેમ્પશન મળે છે. તેની એક નાની પ્રોસીજર તે મોલમા કરીને આપણે વેટ સર્ટિફિકેટ મેળવીને એરપોર્ટ પર ચેક-ઈન પૂર્વે વેટ કાર્યાલયમા સ્ટેમ્પ મારીને લેવાનો હોય છે અને ઈમિગ્રેશન પછી વેટ રિફડ વિંડો પરથી તે રિફડ આપણને મળે છે, એટલે કે, ત્યા જઈને આપણે તે લેવાનો હોય છે. હુ શોપિંગ કરતી હતી ત્યારે રોઝીએ પણ તેનુ અમુક શોપિંગ કર્યું હતુ. વેટ રિફડની રિસીટ લેવા માટે હુ મારી શોપિંગ રિસીટ્સ ભેગી કરતી હતી ત્યારે રોઝીએ કહ્યુ, ‘થોભો થોભો મારી પણ રિસીટ લો. મને તે રિસીટ નથી જોઈતી, તમને વેટ રિફડ મળશે તેનુ.’ રોઝીનો હેતુ હતો મને વેટ રિફડ મળે તે રિસીટનો, વ્હાય ટુ વેસ્ટ? વાત બરોબર નહોતી પણ તેના મનમા પાપ નહોતુ. મેં તેને કહ્યુ, ‘રોઝી તે રિસીટ હુ લઈ શકુ નહીં, કારણ કે શોપિંગ મેં મારા માટે કર્યું નથી. પછી હુ તેનુ રિફડ કઈ રીતે લઈ શકુ? મારી માનસિકતામા તે બધબેસતુ નથી.’ તે સમયે ઈનોસન્ટ્લી તેણે કહ્યુ, ‘બટ વ્હાય નોટ? નો વન વિલ નો, હુ ઈઝ ગોઈંગ ટુ ચેક?’ પ્રશ્ન કોઈ ચેક કરવાનો અથવા કોઈને આ વાત ખબર નહીં પડે તે નહોતો. પ્રશ્ન મારો અને મારા તત્ત્વોનો હતો. કોઈને ખબર નહોતી તો મને તો ખબર હતી. જે મારુ છે તે પણ છોડી દેતા આવડવુ જોઈએ અને જે મારુ નથી તેના પ્રત્યે મનમા ઈચ્છા ઉત્પન્ન થવી તે પાપ છે એ તેને મેં થોડુ સમજાવી શકી.
કોઈને જાણ નહીં થશે, કોઈ જોશે નહીં એવો પ્રશ્ર્ન ક્યા આવે છે.
હુ મને જ પોતાને જોઈ રહી છુ, જોખી રહી છુ, અજમાવી રહી છુ, ક્યાક ભૂલ થાય તો સુધારુ છુ. તેમા જો મારી ભૂલ બતાવનારુ કોઈ મળે તો તેના આભાર માનીને સુધારો કરુ છુ. કોઈ જોશે તેથી અલગ વર્તણૂક અને જોનાર પીઠ ફેરવે એટલે અલગ વર્તણૂક એ બહુ સ્ટ્રેસફુલ છે આપણા પોતાના અને અન્યો માટે પણ. રોઝીના ‘નો વન વિલ નો’ એ બેંગકોક-દિલ્હી પ્રવાસમા મારા વિચારોને ચાલના આપી હતી. કહેવાય છે કે કોઈ પણ જોતુ નહીં હોય, કોઈને ખબર નહી પડશે એવી ખાતરી હોવા છતા માનવી જે રીતે વર્તણૂક કરે છે તે તેનુ અસલ વ્યક્તિત્વ હોય છે. કોઈને ખબર નહીં પડશે, કોઈ બિલકુલ જોતુ નથી તે પાક્કી ખબર હોવા છતા આપણના કોન્શન્સને જગાવીને આપણે ખોટી વર્તણૂક કરતા નથી અથવા કોઈ પણ ભૂલ કરતા નથી ત્યારે જ આપણે એક આત્મિક સતોષી જીવન જીવી શકીએ છીએ. આપણા દરેકે પોતાને ચેક કરવુ જોઈએ કે આપણે દુનિયાના કેમેરા સામે હોઈએ ત્યારે કેવી વર્તણૂક કરીએ છીએ તેમ જ તે કેમેરા બાજુમા થાય એટલે કેવી વર્તણૂક કરીએ છીએ? તે બનેમા જો ફરક હોય તો પછી આપણે બેતરફી વ્યક્તિત્વ થઈ ગયા નહીં. આય મસ્ટ થિંક એન્ડ ઈમ્પ્રુવ માયસેલ્ફ. સીધીસાદી ખુશીમા સુખમા જીવન જીવી શકાતુ હોય તો વ્હાય નોટ?!
કોઈ જોતુ નથી અથવા કોઈને ખબર જ નહીં પડશે તેના પરથી બનેલા અનેક કિસ્સા મારા પાત્રીસ વર્ષના પર્યટન જીવનમા મેં જોયા છે. આજકાલ તો બધા સ્થળે કેમેરા આવી ગયા છે. આપણુ આવુ ખાનગી કશુ જ રહ્યુ નથી. વી આર બીઈંગ વોચ્ડ, ઓલ દ ટાઈમ. પ્રાઈવસી ફક્ત નામ પૂરતી રહી છે અને તત્રજ્ઞાન હજુ શુ શુ બતાવશે તે ખબર નથી.
શોપ લિફ્ટિગ એટલે કોઈ જોતુ નથી તેની ખાતરી કરી દુકાનમાથી વસ્તુ ચોરી કરવી. અગાઉ દુકાનમા કેમેરા નહોતા, પેમેન્ટ કર્યા વિના કોઈ પણ વસ્તુ જો હાથચાલાકીથી દુકાનની બહાર લઈ જવાય તો સેન્સર્સ અથવા ડિટેક્ટર્સ નહોતા, જેથી કોઈના ધ્યાનમા પણ આવતુ નહોતુ. અને આ શોપ લિફ્ટર્સને ફાવી જતુ હતુ. હવે સર્વત્ર આવી ચોરીઓ થાય નહીં તેની ખાતરી રાખવામા આવે છે અને છતા અનેક સ્થળે આ ચોરી થાય જ છે. હાલમા એક અહીં કુર્લાના ગ્રોસરી મોલમા ગઈ ત્યારે તેમણે મારા પર્સને લોક લગાવી દીધુ, સારુ નહીં લાગ્યુ પણ તેમણે કહ્યુ ગમે તેટલા કેમેરા ગોઠવવામા આવે, ડિટેક્ટર્સ લગાવવામા આવે છતા માનવી તેની પણ આગળ સ્ટ્રેટેજી બનાવે છે. દરરોજ આવી ચોરી થયેલા માલનો અમને ફટકો પડે છે.
ગયા વર્ષે અખબારમા એક સમાચાર આવ્યા હતા જે તમે પણ વાચ્યા હશે. અમુક સો કોલ્ડ અપ્પર મિડલ ક્લાસ બહેનપણીઓ વ્હાયા ટર્કી યુરોપમા જતી હતી, તેમાથી એકે લક્ઝરી શોપમાથી પૈસા નહીં ભરતા ગ્લેર્સ પર્સમા નાખ્યા. ઈરાદો શુ હતો ખબર નથી પણ આ મહિલાને ત્યા ડાયરેક્ટ જેલની હવા ખાવી પડી. બાકી બહેનપણીઓએ તેને છોડાવીને પછી જ આગળ જઈ શકી. આવુ શા માટે થાય છે તેનો અભ્યાસ જ્યારે માનસશાસ્ત્રીઓએ કર્યો ત્યારે તેમાથી ધ્યાનમા આવ્યુ કે શોપ લિફ્ટિગ એક બીમારી છે અને ગરીબ શ્રીમત, નાના, મોટા કોઈ પણ તેના શિકાર બની શકે છે. જોકે તેની શરૂઆત ‘કોઈ જોતુ નથી, ખબર નહીં પડશે? નો વન વિલ નો,’થી થતી હોય છે.
શોપ લિફ્ટિગ એક મોટો પ્રકાર બની ગયો છે પણ જો મને મોહ થયો હોત અને મેં તે રિસીટ રોઝી પાસેથી લીધી હોત ચદ કુછ રૂપયોં કે લિયેે, ‘નો વન વિલ નો’ કહીને તો મારો પણ અપરાધ તે શોપ લિફ્ટિગ જેટલો જ મોટો હોત ને. રોઝીને કહ્યુ, ‘નો વન વિલ નો’ એ તારુ બરોબર છે પણ ‘આય નો,’ પછી હુ આ શા માટે કરુ? ગમે તેટલી નાની હોય તો પણ આ ચોરી છે અને તે જ શરૂઆત હોય છે. દેશવિદેશમા જે મોટા મોટા ગોટાળા નજરે પડે છે, માનવી દેશને લૂટી રહ્યા છે તેની શરૂઆત આ ‘નો વન વિલ નો’થી જ થતી હોય છે. આ નાના મોહથી બચાવીએ પોતાને અને પોતાના કોન્શન્સને. કોઈ પણ ગિલ્ટ વિના આપણે રહી શકીએ તો જીવન કેટલી આનદિત બની જશે નહીં. લેટ્સ હેવ અ હેપ્પી એન્ડ ગિલ્ટ ફ્રી સન્ડે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.