મારા મતે સિનિયર્સ સ્પેશિયલ એ ફક્ત એક કમર્શિયલ સહેલગાહ નથી. કૌટુબિક સબધો ઘટ્ટ કરનારી, આત્મવિશ્ર્વાસ વધારનારી, દુ:ખથી દૂર લઈ જનારી, પોતાને સિદ્ધ કરનારી, રહી ગયેલી-નહીં કરી શકાયેલી અનેક બાબતોને પૂર્ણતાએ લઈ જનારી, પોતાના પર પ્રેમ કરાવનારી, જ્ઞાન વધારનારી, સ્માર્ટ બનાવનારી જાદુઈ સહેલગાહ છે.
‘છ-સાત-આઠ’ અથવા ‘સાત- આઠ-નવ’ શબ્દ પરિચિત લાગે છે? હમણા સુધી જેમણે જેમણે અમારી જોડે કોઈ પણ સહેલગાહ કરી છે તેમને આ શબ્દોનો અર્થ સમજાશે. આ શબ્દ એટલે ટુર મેનેજર અને પર્યટક વચ્ચેનો ‘વધુ કશુ નહીં બોલતા સમજાયુ બધુ’ વાળો સવાદ છે. ‘વીણા વર્લ્ડ ગ્રુપ, યાદ છે ને, આવતીકાલ?’ ટુર મેનેજરે આવુ પૂછતા જ સામેથી, એટલે કે, પર્યટકો તરફથી અવાજ આવે છે, ‘છ-સાત- આઠ.’ કોઈ પણ સહેલગાહમા આ એકદમ મહત્ત્વનો શબ્દ છે અને તેનો અર્થ છે, છ વાગ્યે ‘ઊઠો ઊઠો બધા’ કહેતી ઘટડી-મોર્નિંગ એલાર્મ, સાત વાગ્યે સવારની પેટપૂજા-બ્રેકફાસ્ટ અને આઠ વાગ્યે સ્થળદર્શન માટે અથવા એક સ્થળથી અન્ય સ્થળે જવા માટે પ્રસ્થાન-ડિપાર્ચર. ક્યારેક એકાદ દિવસ ‘સાત- આઠ-નવ’ એવો પણ આવે છે અને ક્યારેય વિમાન અથવા બોટ પકડવાની હોય તો આ સમયપત્રક છની અગાઉ પણ કરવુ પડે. ગ્રુપ ટુરમા આ સમયપત્રક મહત્ત્વનુ છે. અનેક પર્યટકોને સહેલગાહમા આવ્યા પછી આ રીતે સમયનુ પાલન કરવાનુ ગમતુ નથી તેમને માટે અમે વ્યક્તિગત રીતે તેમને પોતાને જોઈએ તેવુ મન મુજબનુ કસ્ટમાઈઝ્ડ હોલીડે પેકેજ બનાવી આપીએ છીએ. અર્થાત, પરપ્રાતના કે વિદેશની ભાષા-ભોજન- ભૂગોળનો અનભિજ્ઞતા અને સુરક્ષિતતાનો વિચાર કરીને દુનિયાભરમા ગ્રુપ ટુર્સ દ્વારા આવનારા પર્યટકોની સખ્યા મોટી છે અને વધી રહી છે. ગ્રુપમા એકબીજાના સગાથથી સુરક્ષિત લાગે છે, નવી ઓળખ-ગપ્પાગોિ:મા કટાળાજનક પ્રવાસ આનદદાયક બની જાય છે, વધુમા વધુ જોવા મળે છે, ‘હવે પછી શુ કરવાનુ?’ આ પ્રશ્ર્ન પડતો નથી, કારણ કે કાર્યક્રમ વ્યવસ્થિત તૈયાર કરવામા આવેલો હોય છે, ટુર મેનેજર સમય અનુસાર તે પાર પાડતો હોય છે, માથે બોજ રહેતો નથી. ગ્રુપ ટુર્સમા પર્યટકો આટલી મોટી સખ્યામા ફરે છે તેનુ કારણ આ છે જ, ઉપરાત વધુ એક મહત્ત્વનુ કારણ અડચણમા કોઈક ધ્યાન રાખનારુ હોય છે, તે અડચણમાથી માર્ગ કાઢનારુ હોય છે. વીણા વર્લ્ડની ગ્રુપ ટુર્સ વધુમા વધુ લોકપ્રિય થઈ રહી છે તેના માટે આ જ બધી બાબતો કારણભૂત છે.
કુટુબ માટે અને કુટુબના દરેક માટે કોઈક ને કોઈક સહેલગાહ વીણા વર્લ્ડ પાસે છે. વુમન્સ સ્પેશિયલ, સિંગલ્સ સ્પેશિયલ, હનીમૂન સ્પેશિયલ, સિનિયર્સ સ્પેશિયલ પણ તેમાના જ અમુક પ્રકાર છે. બધી જ સહેલગાહોની માગણી છે પણ વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ ચાર્ટબસ્ટર્સ છે તે તેમની સતત વધતી સખ્યા પરથી ધ્યાનમા આવે છે. આ અઠવાડિયામા હુ ફરી સ્વિટ્ઝર્લેન્ડમા જઈ રહી છુ. યુરોપ સહેલગાહ પર વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ દ્વારા ગયેલા અમારા સાડાચારસો પર્યટકોને ત્યા મળવાની છુ. ગયા ચાર મહિનામના સ્વિટ્ઝર્લેન્ડમા મારી આ ચોથી ફેરી છે. દરેક વાર આવા ચારસોથી પાચસો સિનિયર્સ પર્યટકોને અથવા સાતથી સિત્તેર ઉંમરની મહિલાઓને મળવાનુ ભાગ્ય મને મળે છે. અગાઉ હુ દુનિયાભરમા, એટલે કે, જાપાનથી સ્કેન્ડિનેવિયા સુધી અને ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી તેમ જ ભારતમા કાશ્મીરથી આદામાન સુધી અને નેપાળ ભૂતાનથી ગુજરાત રાજસ્થાનમા રહેલી સિનિયર્સ અથવા વુમન્સ સ્પેશિયલ સહેલગાહોમા ગયેલા પર્યટકોને મળવા જતી હોઉં છુ પણ હવે દર મહિને આ આઠથી દસ સહેલગાહ હોવાથી પ્રેક્ટિકલી આ રીતે દરેક ટુર પર જવાનુ શક્ય બનતુ નથી. આમ છતા યુરોપ, થાઈલેન્ડ, કુલુ-મનાલી, કેરળ, રાજસ્થાન જેવી સહેલગાહમા જઈને હુ પર્યટકો સાથે સવાદ ચાલુ રાખુ છુ. આ રીતે જવાથી બધા સ્થળે બધુ જ ઓલવેલ છે, નક્કી થયા મુજબ બની રહ્યુ છે એવુ પર્યટકોના ચહેરા પરથી જાણી શકાય છે. ફર્સ્ટ હેન્ડ ઈન્ફોર્મેશન જ સમજો. ત્યા અમારા એસોસિયેટ સપ્લાયર્સને પણ મળુ છુ, ચર્ચા થાય છે, આગળની બાબતો નક્કી કરી શકાય તે પણ ફાયદો છે.
યુરોપની અમેરિકા અથવા જાપાનની કોઈ પણ સિનિયર સિટીઝન્સની ટુર હોય તો અમે સ્થળદર્શનમા કાપકૂપ નહીં કરી શકીએ, તેમને બધુ જોવાનુ હોય છે, જેથી દરેક ટુર છ-સાત-આઠથી રાત્રે આઠ એમ દિવસભર સ્થળદર્શનથી ભરેલી હોય છે. આજકાલ બધા જ દેશમા કોઈ પણ બસ બાર કલાક કરતા વધુ ચલાવી શકાતી નથી. ડ્રાઈવરને બાર કલાક આરામ મળવો જ જોઈએ એવો નિયમ છે. આથી આઠથી આઠ અથવા નવથી નવ એવો કાર્યક્રમ હોય છે. તેમા સ્થળદર્શન, બપોરનુ ભોજન, બે-અઢી કલાક પછી ટોઈલેટ બ્રેક્સ આ બધી બાબતો આવે છે અને અમારા ટુર મેનેજર્સ ડ્રાઈવરના- કોચ કપ્ટનની મદદથી અને પર્યટકોના સહયોગથી તે સહેલગાહ વ્યવસ્થિત પાર પાડતા હોય છે. સિનિયર્સની સહેલગાહમા દરેક કોચને બે ટુર મેનેજર્સ હોય છે, જેને લીધે બધી રીતે તે સારી બાબત છે. એક વાર એક સિનિયર્સની સહેલગાહમા અમે વધુ ચાલવુ પડે છે તેથી વેટિકનના સ્થળદર્શન રાખ્યા નહોતા. જોકે આ વરિ: પર્યટકોએ તે કર્યું અને મે જ્યારે સાજે તેમને મળવા માટે ગઈ ત્યારે ગર્વથી અને ખુશી તેમણે તે વાત મને કહી સભળાવી. અગાઉ મને એવુ લાગતુ કે સિનિયર પર્યટકોને સહેલગાહમા કાઈક સ્થળદર્શન ઓછા કરીએ પણ પર્યટકો જ અમને તેવી પરવાનગી આપતા નથી. સહેલગાહ બુક કરવા પૂર્વે કોઈ પણ સ્થળની ફેમિલી ટુર અને સિનિયર્સ ટુર્સ તેની, તેમાના સ્થળદર્શનની તુલના કરવામા આવે છે. એકાદ બાબત તેમા નહીં હોય તો તે વિશે પૂછપરછ થાય છે. આવુ સતત બનવા લાગ્યા પછી અમે ફેમિલી ટુર્સ અને સિનિયર્સ ટુર્સનો કાર્યક્રમ બધા સર્વસમાન રાખ્યો, જેથી પર્યટકોનો પ્રતિસાદ વધ્યો અને ખુશી પણ.
દરેક સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહમા જ્યારે વરિ: પર્યટકોને મળુ છુ ત્યારે તેમના ઉત્સાહને દાદ આપવાનુ મન થાય છે. ખરેખર તો કોઈ પણ સહેલગાહ ‘બોડી ફિટનેસ ટેસ્ટ’ હોય છે એવુ કહી શકાય. અહીં મુબઈ પુણેમા આપણે પોતાનુ એટલુ જતન કરીએ છીએ કે પૂછવુ જ શુ. ઘરના લોકો તો ‘ભાઈ, આ નહીં કરતો,’ ‘હવે શા માટે મમ્મી તુ આ ઝમેલામા પડે છે,’ ‘અરે માસી, આ બધુ હવે તને સહન નહીં થશે,’ ‘કાકી, બહુ કર્યું. હવે તો શાતિથી બેસ’ એવા અનેક કાળજીયુક્ત- ચિંતાગ્રસ્ત સવાદને લીધે અપાહિજ થઈ ગયેલા હોઈએ છીએ. આજકાલ અમારા બાળકો પણ અમને કહેવા લાગ્યા છે, ‘નહીં નહીં કરો, આ ફાવશે નહીં તમને, નોટ ફોર યુ.’ જાણતાઅજાણતા દરેક ઘર વરિ:ોની ઉંમરનુ ભાન કરાવી આપતુ હોય છે. હેતુ સારો હોય છે તેમા કોઈ બેમત નથી, પરતુ શરીર ઉંમર બતાવતુ હોય તો પણ મન ક્યા તેવુ કશુ માનવા માટે તૈયાર હોય છે? આથી જ સહેલગાહને હુ ફિટનેસ ટેસ્ટ કહુ છુ. આપણે હજુ ઘણુ બધુ કરી શકીએ છીએ તે સહેલગાહમા આવ્યા પછી ભાન થયુ. પદર દિવસની હોય કે આઠ દિવસની, દરેક સહેલગાહ એક વાર તે છ-સાત- આઠના ચક્રમા આવે એટલે ઉંમર ભુલાવી દે છે. પગમા દુખાવો-કમરનો દુખાવો- પીઠદર્દ એવા લાડ બધ થાય છે અને રોજ સવારે આપણે આજે શુ નવુ જોવાનુ છે તે કુતૂહલમા દિવસની શરૂઆત કરીએ છીએ. આજ સુધી હુ સ્વિટ્ઝર્લેન્ડમા સિનિયર્સ સ્પેશિયલમા આવેલા હજારો પર્યટકોને મળી છુ. ‘છ-સાત-આઠ’નુ સમયપત્રક સભાળીને રોજ યુરોપના નવા દેશોની મુલાકાતો લઈને, આખો આજી દેનારા અને પગ થકવનારા સ્થળદર્શન કરીને પણ હસતા રમતા ગુપ્પા મારતા વરિ: પર્યટકો સહેલગાહનો મન મૂકીને આનદ લે છે. હુ જે દિવસે પર્યટકોને મળુ છુ ત્યારે તે દિવસે સવારે આ બધા પર્યટકો માઉન્ટ ટિટલીસની અવિસ્મરણીય સફર કરીને આવેલા હોય છે. આટલુ સ્નો એડવેન્ચર કરીને પણ વધુ ઉત્સાહમા જ્યારે ખાસ પોશાક કરીને ફેશન શોમા રેમ્પ વોક કરે છે તે પછી બોલીવૂડ મ્યુઝિક પર ડાન્સ કરે છે ત્યારે સાક્ષાત દડવત પ્રમાણ કરવાનુ મન થાય છે. તે સમયે એવુ લાગે છે કે ‘આ માટે જ અટ્ટહાસ કર્યો હતો.’ સિનિયર્સની સહેલગાહ આટલા મોટા પાયા પર વર્લ્ડ ટીમને મન પર લીધી, વરિ: પર્યટકોને પ્રતિસાદ આપ્યો, અમારા બધા એસોસિયેટ્સે સહયોગ આપ્યો અને અખડ રીતે આ સહેલગાહ બધો શરૂ થઈ છે અને થતી રહેશે. ભારતમા જ નહીં પણ દુનિયામા ગમે ત્યા મોટા પ્રમાણમા આવી સિનિયર્સ સહેલગાહ નથી. આથી તેનુ અમે વીણા વર્લ્ડવાળાઓને ગર્વ છે. અર્થાત તેને લીધે માથામા હવા નહીં ભરાઈ જાય તે ધ્યાનમા રાખતા નમ્રતાથી આ કામ અમે વધુ વધારી રહ્યા છીએ. આપણે આવુ કરી શકીએ? આપણને આ ફાવશે? આ પ્રશ્ર્નનો સપૂર્ણ નિકાલ લાવવાનુ અમે નક્કી કર્યું છે.
મારા મતે સિનિયર્સ સ્પેશિયલ ફક્ત એક કમર્શિયલ સહેલગાહ નથી. કૌટુબિક સબધો ઘટ્ટ કરનારી, આત્મવિશ્ર્વાસ વધારનારી, દુ:ખથી દૂર લઈ જનારી, પોતાના સિદ્ધ કરનારી, રહી ગયેલી-નહીં કરી શકાયેલી અનેક બાબતોને પૂર્ણતાએ લઈ જનારી, પોતાની પર પ્રેમ કરાવનારી, જ્ઞાન વધારનારી, સ્માર્ટ બનાવનારી જાદુઈ સહેલગાહ છે. ભાવિ પેઢીને પાછલી પેઢી માટે સમય નહીં હોવો તે યુગાનુયોગ ચાલતી આવેલી બાબત છે અને તે આપણે સ્વીકારવુ જોઈએ. અમારી પાસે અમારા માતા-પિતા માટે સમય નથી અને અમારા બાળકોને અમારા માટે સમય નથી. જોકે એક વાત સારી બની છે કે માતા-પિતાએ બાળકો માટે પૈસાની તજવીજ કરવાનુ ઓછુ થયુ છે અથવા બાળકોને તેવી અપેક્ષા નથી. બાળકો કહે છે, ‘હવે તમે તમારુ જીવન જીવો, અમારે માટે બહુ કર્યું, અમે અમારુ જોઈ લઈશુ.’ અનેક પર્યટકો આવીને કહે છે, બસમા તો આ વિષય હોય છે, ‘મારી દીકરીએ મને સહેલગાહમા મોકલી’ અથવા ‘મારા પુત્રએ જન્મદિવસની ભેટ આપી.’ સમય આપી શકાતો નથી તેની ગિલ્ટ ભરી કાઢવામા થોડી ત્યારે મદદ થાય છે જ્યારે માતા-પિતા પોતે આ રીતે આનદ લઈ રહ્યા છે તે જોઈએ ત્યારે. ખાસ કરીને વિદેશમા રહેલા બાળકોને તે દુ:ખ વધુ હોય છે. સહેલગાહની તૈયારી પણ ઘરમા બધા માટે એક સુસવાદનો વિષય બને છે. કેવા કપડા પહેરવાથી લઈને ફોનના નવા ફીચર્સ શુ છે તે જોવુ સમજવુ તે એક પદ્ધતિસરની તૈયારી હોય છે. ફોટોગ્રાફી કરતી વખતે કેવી ટેકનિક વાપરવાની તે દાદી-દાદીને પૌત્રો શીખવે છે તે નજારો જોવા જેવો હોય છે. જે લોકો એકલા રહે છે તેમને માટે તો સહેલગાહની પૂર્વેના તૈયારીના બે મહિના, સહેલગાહના દિવસ અને સહેલગાહ પછીના બે મહિના ઉત્સાહના હોય છે. સહેલગાહમા આત્મવિશ્ર્વાસ વધે છે તે મેં કઈકેટલીય સહેલગાહ કરી છે તેના પરથી ખાતરીદાયક રીતે કહી શકુ છુ. અહીં સ્ટેશન પર જતી વખતે પણ જવાબદારી લેનારા અને પોતાનુ જતન કરનારા આપણે યુરોપ ટુર કર્યા પછી દુનિયા જીત્યાની શક્તિ લઈને પાછા આવીએ છીએ. દુખાવા તરફ જોવાનો પણ સમય હોતો નથી, જેથી તે પણ ભાગી જાય છે. ક્યારેક ક્યારેક એવુ લાગે છે કે દુખાવો આપણને ચોંટી જાય છે, કારણ કે આપણી પાસે તેને ચોંટાડી લેવા માટે ભરપૂર સમય હોય છે. જીવનની દોડધામમા ઘણી બધી બાબતો કરવાની રહી ગયેલી હોય છે. પછી એકાદ મહિલાને પજાબી ડ્રેસ પહેરવાનુ મન થતુ હોય તો કોઈને શોર્ટસ, ટી-શર્ટ જે અગાઉ ક્યારેય પહેરેલા નથી હોતા. આ બધા પોતાના લાડ સહેલગાહમા કરી લેવાના હોય છે. કશુક કરવાનુ રહી ગયુ એ દુ:ખ કાઢી નાખવાનુ. આ બધુ આ સિનિયર્સની સહેલગાહમા બનતુ મેં જોયુ છે અને સતોષ થાય છે. કમર્શિયલી બિઝનેસ કરતી વખતે સિનિયર્સ સ્પેશિયલ-વુમન્સ સ્પેશિયલ અમારી માટે હૃદયસ્પર્શી બાબત છે. સિનિયર્સ સ્પેશિયલ એટલે સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ... જે બહુ મહત્ત્વનુ છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.