અમારી બાઈક ઊલટી લેનમાથી થોડા નિર્જન રસ્તા પર જતા દેખાઈ અને હવે અલગ જ ડર લાગવા માડ્યો. દેશોદેશ પર્યટકોને એકલા આતરીને કઈ રીતે લૂટવામા આવે છે તે બધી વાર્તાઓ યાદ આવી. ‘મની પર્સ કાઢીને તેના હાથમા આપી દઈશ, પાસપોર્ટ સાથે મને જવા દે’ એવી રિક્વેસ્ટ કરીશ, ત્યા સુધી મારા મનમા બિહામણા વિચારોએ આક્રમણ કર્યું. બે-ત્રણ મિનિટ આ રસ્તા પરથી પ્રવાસ કર્યા પછી ગાડી થોભી.
‘આવ રે વરસાદ...’ એવુ કહેતા કેટલી વાટ જોવાી, ક્યારે આવશે-ક્યારે આવશે એા ર પ્રત્યેકજણ ઉમા લગાવી રહ્યા છે. આવ હવે એકવાર. આપણી અને આસપાસમા તપેલા અણુ-રેણિને દિલાસો આપીે જાઓે. હવે કશો વિચાર કર્યા વગર તેણે મન મૂકીને વરસવુ અને તળિયાઝાટક કૂવાઓ-શુષ્ક જમીનોને જીવનદાન આપવુ એવી મન:પૂર્વકની ઈચ્છા છે. આપણા ભારતના અમુક રાજ્યોમા એક સારુ છે, ઉનાળો-ચોમાસુ-શિયાળાનુ ઋતુચક્ર નક્કી થયેલુ છે. ઉનાળા પૂર્વેની તૈયારી- ઉનાળામા કરવાની બાબતો, ચોમાસામા લેવાની સાવધાની-તે માટે શુ કરવુ જોઈએ અને શિયાળાને વેલકમ કરતી વખતે ઘરના કબાટમા થતી કપડાઓની આનદિત ઊલટપલટ આ બધુ આપણે એન્જોય કરીએ છીએ. એકાદ ઉત્સવ આવે તે રીતે આપણે આ દરેક ઋતુનુ સ્વાગત કરીએ છીએ. દર ચાર મહિને નિસર્ગ પોતાના તેના તે જ રુટીન બનેલા આયુષ્યમા આ બદલાવને લીધે એક અલગ ઉત્સાહ નિર્માણ કરે છે. આપણે ખરેખર નિસર્ગપ્રેમી કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. જ્યારે જ્યારે હુ કાશ્મીરમા ગઈ ત્યારે ત્યાના અમારા હોટેલિયર્સ બે બાબતો માટે આશ્ર્ચર્ય વ્યક્ત કરતા દેખાય છે, એક, આપણને અહીં મળેલો વિશાળ સમુદ્ર અને બીજુ, ચાર-ચાર મહિને બદલાતુ-શિસ્તમા કામ કરતુ ઋતુચક્ર. તેમને ત્યા વરસાદ ગમે ત્યારે પડે છે અને વરસાદને લીધે જોડે કડકડતી ઠડી પણ આવે છે. હવે ગૂગલ વેધર પ્રીડિકશન્સ મદદે આવ્યુ છે. અન્યથા દરેક દિવસ બિન-ભરોસાપાત્ર. આપણા આયુષ્યને જોકે આ નિશ્ર્ચિત ઋતુચક્રએ એક આગવી શિસ્ત બેસાડી છે. વી શુડ મેક ધ મોસ્ટ ઓફ ઈટ! આપણને હિમાલયના પહેલા દર્શન થાય ત્યારે આપણી આખોમાથી ખુશીના આસુ આવે છે તે જ રીતે સમુદ્ર જોયા પછી ઈચ્છાપૂર્તિના અતિ આનદથી ચોધાર આસુએ રડેલા નોર્થ ઈન્ડિયન્સને મેં જોયા છે. તારી પાસે જે છે તે મારી પાસે નથી અને મારી પાસે જે છે તે તારી પાસે નથી, તેથી જ તો આપણને એકબીજાની જરૂર છે, આપણે એકબીજા પાસે આવ-જા કરીએ છીએ. નિસર્ગે સમતોલ સાધી આપ્યો છે. આપણા તરફથી તેનુ સતુલન બગડવુ નહીં જોઈએ તે ખાતરી જોકે આપણે દરેકે રાખવી જોઈએ.
હાલમા ચોમાસુ એન્જોય કરીએ. ‘એક છત્રી ઔર હમ દો’ વાળો મૂડ જીવીએ. રસ્તા પર ખાડા, તેમા જમા થયેલુ પાણી અને જતા જતા તેમા પચાક પચાક કરતા પગ ડુબાડીએ. આટલા નાના આપણે બની શકીશુ ખરા? લેટ મી એન્જોય માય ચાઈલ્ડહડ્ઢડ! કોઈ જોશે, કપડા ખરાબ થશે, ઘરે ગયા પછી બા પટ્ટી લઈને પૂજા કરશે એવી કોઈ પણ ચિંતા તે સમયે નહોતી. તેટલુ બિન્દાસ્ત બની શકાશે ખરુ? લેટ્સ ટ્રાય.
ચોમાસુ આવ્યુ એટલે ટ્રાફિક જામ નિશ્ર્ચિત છે. મગજ ગરમ નહીં કરતા તેનો પણ આનદ લઈએ. ત્રણ અઠવાડિયા પૂર્વે બેંગકોકમા બિન-ભરોસાપાત્ર વરસાદે શહેરને ઊંઘતુ ઝડપી લીધુ. સવારે સૂર્ય માથે ધગધગતો હતો, કાળઝાળ ગરમી હતી, વરસાદનુ કોઈ ચિહન નહોતુ. મારી બેંગકોક દિલ્હી સાન ફ્રાન્સિસ્કોની રાતની ફ્લાઈટ હતી. પ્રવાસ મોટો હતો, જેને લીધે વ્યવસ્થિત આરામ કર્યા પછી બપોરે એકાદ જાપાનીઝ રેસ્ટોરન્ટમા પેટ ભરીને ખાઈને એરપોર્ટ તરફ જવા નીકળીએ એવો વિચાર આવ્યો. મારી ગાઈડ રોઝીએ પસદ કરેલી રેસ્ટોરન્ટ બહુ સરસ હતી, સાદી હતી પણ એકદમ તાજુ તાજુ બનાવેલુ ખાવાનુ જોઈને તબિયત ખુશ થઈ ગઈ. અમે બનેએ ભરપેટ ખાધુ અને ખાધા પછી રેસ્ટોરન્ટમા જ થોડો સમય બેસી રહ્યા હતા. તે સમયે એક મેસેજ આવ્યો. પ્રચડ વરસાદને લીધે બેંગકોકમા બધા રસ્તા પાણીની નીચે ગયા છે અને સર્વત્ર ટ્રાફિક જામ થયો હોવાથી તાત્કાલિક એરપોર્ટ પર નીકળો. ચેક ઈન ટાઈમ શરૂ થવા માટે હજુ સાડાચાર કલાક બાકી હતા, પણ રિસ્ક લેવુ નહોતુ, કારણ કે યુએસએ ટુરની કમિટમેન્ટ હતી. અમે તાત્કાલિક બહાર નીકળ્યા. જોકે ઊતરતા જ પહેલો ફટકો પડ્યો.ત્યા પોતાની ગાડીની વાટ જોતા એક કલાક અગાઉથી પ્રવાસીઓ આવીને ઊભેલા હતા. ટ્રાફિક લગભગ ઠપ હતો અથવા કીડીને પગલે ચાલતો હતો. સમય વીતતો હતો તેમ થોડી ઘાલમેલ થવાનુ શરૂ થયુ. સવા કલાકે મારી ગાડી લઈને ડ્રાઈવર આવ્યો. હાશ કરીને બિરાજમાન થયા અને નીકળ્યા એરપોર્ટ તરફ.
હજુ ત્રણ કલાક બાકી હતા, ટ્રાફિક સરકશે એવો વિચાર કરીને ભગવાનનુ નામ લઈને મેં જોડે લીધેલા અખબારના અગ્રલેખનુ પાનુ વાચવાનુ શરૂ કર્યું. શુ કરવાનુ? કઈ રીતે પહોંચીશુ? પહોંચીશુ કે નહીં? નહીં પહોંચ્યા તો અલ્ટરનેટિવ શુ છે? આ ચિંતા શરૂ કરવા માટે હજુ એક-દોઢ કલાક હતો. તેમા ટ્રાફિક જામ હળવો થયો તો પછી સોનામા સુગધ. અને મારી ગાઈડ રોઝી ચિંતા કરવા માટે હતી જ ને. તે પણ પેનિક થવા લાગી હતી. સો, ‘વ્હાય આય ઓલ્સો શુડ વરી?’ મેં હસીને તેને શાત રહેવા માટે કહ્યુ. એકાદ કલાકમા ઘણુ વાચી લીધુ અને તે પેપર્સનો બોજો હલકો થયો. રોઝી હમણા સુધી બેબાકળી બની ગઈ હતી, કારણ કે મને એરપોર્ટ સુધી પહોંચાડવાની તેને માથે જવાબદારી હતી. તેણે કહ્યુ, ‘કેન યુ ટ્રાવેલ બાય ટ્રે? વી વિલ ગો બાય મેટ્રો.’ મેં કહ્યુ, ‘નો પ્રોબ્લેમ! હેન્ડબેગ અને પર્સ જ છે, કોઈ ઈશ્યુ નથી.’ ‘ઓકે, ટ્રેન સ્ટેશન આવે એટલે તમને કહુ છુ,’ એમ કહીને તે કયુ મેટ્રો સ્ટેશન નજીક છે તે જોવા લાગી. હવે મને પણ ચિંતા થવા લાગી. ગમે ત્યારે ઊતરવાની તૈયારીમા હતી. ગાડી સરકતી નહોતી. મોબાઈલ પર ઈમેઈલ જોવાની શરૂઆત કરી પણ ચિત્ત એરપોર્ટ-મિસ્ડ ફ્લાઈટ-આગળ શુ? તેની તરફ જ ચોંટી રહ્યુ હતુ. તે સમયે રોઝી રસ્તા પર સ્થાનિકો સાથે મોટા મોટા અવાજે કશુ બોલતી હોય તેવુ દેખાયુ.થોડી વાર પછી મારી પાસે જોઈને કહ્યુ, ‘લેટ્સ ગો ડાઉન, આપણે ટ્રેનથી જઈએ.’ તરત જ નીચે ઊતરી અને તેને પૂછ્યુ, ‘ક્યા છે, ટ્રેન સ્ટેશન? રસ્તો ક્રોસ કરવાનો છે,’ તેણે કહ્યુ, ‘નહીં. તેની પર બેસો, તે આપણને સ્ટેશન પર છોડી દેશે.’ બે બાઈકવાળા તેણે ભેગા કર્યા હતા. હેન્ડબેગ તેણે લીધી અને તે એક બાઈક પર અને પર્સ સભાળતા હુ બીજી બાઈક પર બેઠી. રોઝીએ કહ્યુ, ‘ડોન્ટ વરી, હુ તમારી પાછળ જ છુ.’ વીસેક વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયામા હાર્લે ડેવિટસનની રાઈડ મેં કરી હતી, જે પછીની આ બાઈક રાઈડ હતી. તે બાઈકવાળો જોકે સુપરમેન નીકળ્યો. ક્યારેક ફડ્ઢટપાથ પરથી, ક્યારેક બે ગાડીઓની વચ્ચેથી, ક્યારેય ઊલટા રસ્તા પરથી તેણે બાઈક એ રીતે ચલાવી કે પૂછો જ નહીં. ટ્રાફિક રુલ્સની ઐસી કી તૈસી કરી નાખી હતી. સોલ્લિડ મજા આવતી હતી. ફ્લાઈટ મિસ થવાનો ડર હતો પણ રાઈડ હુ એન્જોય કરતી હતી. આ પેનિક અવસ્થામા તેણીને કહ્યુ, ‘મારો ફોટો કાઢ.’ તેણીએ તાત્કાલિક ચાર-પાચ ફોટો કાઢ્યા. હા, મારુ બાઈક સ્ટેટસ આ સોશિયલ મિડિયાના ફોટો જગતમા સૌથી મહત્ત્વનુ છે ને. થોડી વાર પછી મને રોઝી દેખાવાની બધ થઈ. અમારી બાઈક ઊલટી લેનમાથી થોડા નિર્જન રસ્તા પર જતા દેખાઈ અને હવે અલગ જ ડર લાગવા માડ્યો. દેશોદેશ પર્યટકોને એકલા આતરીને કઈ રીતે લૂટવામા આવે છે તે બધી વાર્તાઓ યાદ આવી. ‘મની પર્સ કાઢીને તેના હાથમા આપી દઈશ, પાસપોર્ટ સાથે મને જવા દે’ એવી રિક્વેસ્ટ કરીશ, ત્યા સુધી મારા મનમા બિહામણા વિચારોએ આક્રમણ કર્યું. બે-ત્રણ મિનિટ આ રસ્તા પરથી પ્રવાસ કર્યા પછી ગાડી થોભી. સામે જોયુ તો ઉપર એક દાદરો જતો હતો અને સ્ટેશનનુ સ્ટ્રક્ચર દેખાતુ હતુ. હાશ... અમસ્તા જ આ ભલા માણસ વિશે મારા મનમા ખોટા વિચારો આવ્યા, મને પોતાની પર શરમ આવવા લાગી. તેને મન:પૂર્વક હાથ જોડીને ‘થેન્ક યુ’ કહ્યુ. ત્યા સુધી રોઝી આવી અને અમે બને દોડતા સ્ટેશન પર ગયા. હવે જજાળમાથી છૂટ્યા એવુ મહેસૂસ થયુ, કારણ કે અહીં મેટ્રોથી એરપોર્ટ ફક્ત વીસ મિનિટનુ અતર હતુ. નવની ફ્લાઈટ, આઠ પૂર્વે હુ પહોંચવાની હતી, પરતુુ આગળનુ ચેલેન્જ અલજ હતુ. સ્ટેશન પર મોટી મોટી બેગો લઈને એરપોર્ટ પર નીકળેલા પ્રવાસીઓની બહુ ગિરદી હતી. સર્વત્ર અડધો અડધો કિલોમીટરની લાઈન લાગેલી હતી. હવે સો ટકા મને ફ્લાઈટ મળવાની નહોતી. હુ સાન ફ્રાન્સિસ્કોમા પહોંચી શકવાની નહોતી. લાઈનમા દરેક જણ નાસીપાસ થયેલા હતા, બધા જ આ વરસાદને લીધે અટવાઈ ગયા હતા. દરેકે એરપોર્ટ જવા માટે મેટ્રોનો આધાર લીધો હતો. લાઈનમા કોઈ ઘૂસવા દે તેમ નહોતુ અને આમ કરવાનુ મનને પણ રુચે તેવુ નહોતુ. પણ ‘નેવર સે ડાય એટિટ્યુડ’ મને ચેનથી બેસવા દેતો નહોતો. ‘એક છેલ્લો પ્રયાસ કરીએ’ એમ કરીને મેં ત્યાના ઓફિશિયલને મારી એર ટિકિટ બતાવીને જેન્યુઈન રિક્વેસ્ટ કરી. ભલો માણસ હતો. તેણે પોતે આવીને પ્લેટફોર્મ પર જવાનુ ગેટ ઓપન કર્યું. અમે એસ્કેલેટર લઈને નીચે આવ્યા તો ત્યા ટ્રેનમા ઘૂસવા માટે દરેક દરવાજા સામે મોટી મોટી શિસ્તબદ્ધ લાઈનો હતી. તેમની તે શિસ્તનુ ભારે કૌતુક થયુ. તે ઓફિશિયલે મદદ કર્યા પછી મારો કોન્ફિડેન્સ વધ્યો હતો. હવે મારી નજર ત્યાના સિક્યુરિટીને શોધવા લાગી. ડાયરેક્ટ તે ફ્લોરોસન્ટ જેકેટ પહેરેલા ગાર્ડ પાસે પહોંચી અને તેને પરિસ્થિતિ જણાવી. તેને ઈન્ગ્લિશ સમજાતુ હતુ કે નહીં ખબર નથી પણ પરિસ્થિતિની તીવ્રતા ધ્યાનમા લઈને તેણે એક લાઈનમા અમને આગળ ઊભા કરી દીધા. ત્યા પહેલો નબર હતો તે માણસને પરિસ્થિતિ સમજાવી, તેણે પણ ‘નો પ્રોબ્લેમ’ કહ્યુ અને હાશ... થયો. જે પહેલી મેટ્રો આવી તે આખી ેક હતી, અદર જવાની થોડી પણ જગ્યા નહોતી. આ સમયે તે ગાર્ડ અને આ લાઈનનો પહેલો માણસ ફરી અમારી મદદે આવ્યા અને તેમણે અમને તે ગાડીમા રીતસર ધકેલી. જાપાનમા અમુક ટ્રેન રુટ્સ પર પેસેન્જર્સને ટ્રેનમા અદર ધકેલવા માટે પગારદાર માણસો રાખેલા હોય છે તે વિડિયોઝ યાદ આવ્યા. ટ્રેનના દરવાજા બધ થયા અને અમે છુટકારાનો શ્ર્વાસ લીધો. નવની ફ્લાઈટ, આઠ વાગ્યે અમે સુવર્ણભૂમિ મેટ્રો ટ્રેન સ્ટેશન પર ઊતર્યાં. ત્યાથી એસ્કેલેટર્સ, દાદરા, લિફ્ટની સહાયથી ઉપર-નીચે કરીને દસ મિનિટમા ચેક-ઈન કાઉન્ટર પર પહોંચ્યા. કાઉન્ટર પર્સને બોર્ડિંગ પાસ રેડી રાખ્યો હતો. તેણે કહ્યુ, ‘નાઉ રિલેક્સ, આજે ઘણા બધા પ્રવાસીઓ પહોંચ્યા નથી. ફ્લાઈટ અડધો કલાક લેટ છે.’ જોડે એટેન્ડેન્ટ પણ આપ્યો અને હુ નીકળી યુએસ.
ટ્રાફિક જામનો આપણે દરેકે ક્યારેક ને ક્યારેક તો સામનો કરવો જ પડે છે. ક્યારેક લેન્ડ સ્લાઈડ, ક્યારેક વાદળ, ક્યારેક મોરચા, ક્યારેક ફેસ્ટિવલ્સ તો ક્યારેક રોડ ક્ધસ્ટ્રકશન્સ. દુનિયામા મેક્સિકો સિટી, બેગકોક, ઈસ્તબુલ, રિયો દી જાનેરો, બીજિંગ, લોસ એન્જલસ, મોસ્કો, ન્યૂ યોર્ક, લડન જેવા અનેક મોટા શહેરોને ટ્રાફિક જામની સમસ્યાએ ત્રસ્ત કરી દીધા છે. ટોકિયોનુ પણ એવુ જ છે. જાપાને રિગ રોડ્સ, ઈલેક્ટ્રોનિક્સ ટોલ પેમેન્ટ, એકદમ એફિશિયન્ટ રેલવે-સબવે ઓપ્શન્સ લાવીને ટ્રાફિકની સમસ્યાનો મોટે ભાગે ઉકેલ લાવી દીધો છે. સિંગાપોર જેવા શહેરે અગાઉથી ભવિષ્યનો અદાજ લઈને સ્થાનિકોને વાહન લેવા પર જ પ્રચડ રિસ્ટ્રિકશન્સ લાદી દીધા છે. વાહન લેવુ એટલો માથાનો દુખાવો અને ખર્ચાળ છે કે લોકો જરૂર હોય તો જ વાહન લે છે. એક ઘરમા શક્યત: એક કે બે વાહન. આપણા ત્યા પણ આવુ કાઈક કરવુ જોઈએ. ટ્રાફિક જામની હાઈટ એટલે ચાયનામા એક પચાસ લેનનો રોડ છે, જ્યા એક વખત બાર દિવસ સુધી બાસઠ માઈલનો ટ્રાફિક જામ થઈને ઠપ થયો હતો. ફ્રાન્સમા લિયોન-પેરિસ એકસો નવ માઈલનો જામ લાગ્યો હતો. ગયા વર્ષે સેન્ટ પીટર્સબર્ગથી મોસ્કો રોડ પર હિમવાદળને લીધે ત્રણ દિવસ ટ્રાફિક જામ થયો હતો ત્યારે સરકારે રસ્તાની કોરે ટેન્ટ્સ બાધીને આપવા પડ્યા અને ડ્રાઈવર્સ અને ફેમિલીઝનુ કાઉન્સેલિંગ કરવુ પડ્યુ હતુ. સો, ટ્રાફિક જામ ઈઝ નોર્મલ. અમારી ટુર્સ પર દરરોજ એકાદ ટુર તો ટ્રાફિક જામનો શિકાર બને જ છે, પરતુ હેટ્સ ઓફ ટુ અવર ટુર મેનેજર્સ, તેઓ બધુ નિભાવે છે, સર્વ સ્થળદર્શન પૂરા કરવાની પરાકા:ા કરે છે. હવે ચોમાસામા આવા ટ્રાફિક જામ્સનો આપણે પણ સામનો કરવો પડવાનો છે ત્યારે તે સમય પોતાની અદરના પેશન્સને વધારવા માટે ઉપયોગ કરવો જોઈએ. રોડ પરનો ટ્રાફિક જામ ચાલી શકે, પણ મનમાના વિચારોનો, પેટમાના અન્નનો અને આખોમાના પાણીનો ટ્રાફિક જામ પરવડનારો નથી, તે સતત મોકળો હોવો જોઈએ. સો, લેટ્સ એન્જોય ધ ટ્રાફિક! હેવ અ હેપ્પી સન્ડે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.