આ વર્ષ માટે હવે મોડુ થઈ ગયુ છે પણ ઈટ્સ નેવર ટૂ લેટ! ગેટ ઓર્ગેનાઈઝ્ડ રાઈટ નાઉ! જીવન ગતિમાન થઈ ગયુ છે, મેં આપેલા સમયમા તમારે વધુ સમય મેળવવાનો છે, આ દુનિયામા તમારે વધુ જગ્યા કરવાની છે, ખુશી અને ઉત્પાદન પણ વધારવાનુ છે, એવુ કહીને કશુ વળશે નહીં. સો, ઊઠો, હસો, દોડો, હવે જોકે થોભશો નહીં.
ડિસેમ્બર શરૂ થાય એટલે આપણા દરેકના મનમા અલગ અલગ તરગો ઊઠવા લાગે છે. જે થયુ તે થઈ ગયુ પણ આવનારા નવા વર્ષમા આપણે આ કરવાનુ, આપણે તે કરવાનુ, આપણી પાસેથી ફરીથી આવી ભૂલ થવા નહીં દેવી. શરીરનુ ધ્યાન રાખવાનુ. દવાઓની છુટ્ટી કરી દેવાની. જીવનમા થોડી શિસ્ત લાવવાની વગેરે વગેરે. કોઈના આ પાર્ટી મથ લાગે છે તો કોઈને ટ્રૅૅવેલ મથ, કોઈ થર્ડ ક્વાર્ટરનુ ટાર્ગેટ પૂરુ કરવાના પ્રેશરમા હોય છેે તો કોઈ લાસ્ટ ક્વાર્ટરની સ્ટ્રેટેજી આકવામા. એક બાબતમા જોકે બધાનો એકમત હોય છે, ‘અરે, હમણા જ તો વર્ષ શરૂ થયુ હતુ, આટલુ વહેલુ કઈ રીતે પૂરુ થઈ ગયુ? ઘણી બધી બાબતો હજુ કરવાની બાકી રહી ગઈ છે, અરે વીતતુ વર્ષ, થોડુ થોભ ને, મને આ પૂરુ કરવા દે, મને તે પૂરુ કરવા દે.’ અને તે વર્ષ એટલે કે બે હજાર ઓગણીસ મલકતા મલકતા આપણે કહેતુ હોય છે, ‘હુ આવ્યો ત્યારે જ કહ્યુ હતુ, હુ કેટલા દિવસ રહેવાનો છુ, ક્યારે જવાનો છુ, આય એમ વેરી ઓર્ગેનાઈઝ્ડ! તમને ૧૨ મહિના, ૫૨ સપ્તાહ, ૩૬૫ દિવસ, ૮૭૬૦ કલાક, ૫૨૫૬૦૦ મિનિટ અને ૩૧૫૩૬૦૦૦ આપ્યા હતા તેમા એકેય સકેડ વધારીને મળશે નહીં તેવુ પહેલેથી જ કહી દીધુ હતુ, દરેક સેકડે તમને યાદ કરાવી આપતો હતો કે હુ જઈ રહ્યો છુ, પણ તમને લાગ્યુ, ‘એટલી પણ શુ ઉતાવળ છે?’ અને હવે રિક્વેસ્ટ કરો છો? આટલા મોડેથી તમને ભાન થયુ? આ વર્ષ માટે હવે મોડુ થઈ ગયુ છે પણ ઈટ્સ નેવર ટૂ લેટ! ગેટ ઓર્ગેનાઈઝ્ડ રાઈટ નાઉ! જીવન ગતિમાન થઈ ગયુ છે, મેં આપેલા સમયમા તમારે વધુ સમય મેળવવાનો છે, આ દુનિયામા તમારે વધુ જગ્યા કરવાની છે, ખુશી અને ઉત્પાદન પણ વધારવાનુ છે, એવુ કહીને કશુ વળશે નહીં. મેં ભેદભાવ કર્યો હોય તેવુ ક્યારેય જોયુ છે? દરેક માટે હુ તેટલો જ છુ, પેલો શ્રીમત છે તેથી વધુ, પેલો ગરીબ છે તેથી ઓછુ એવુ મારી પાસેથી ક્યારેય બન્યુ નથી, બનશે નહીં. સૂર્યદેવે અને મેં એકબીજાને વચન આપ્યુ હતુ, આપણી પાસેથી ક્યારેય કોઈને માટે પક્ષપાત થશે નહીં. અને અમે તે આજન્મ પાલન કરી રહ્યા છીએ. તમે પણ પોતાને એવુ વચન આપો, તે પાલન કરો અને જુઓ તો કેટલો ઉત્તમ ચમત્કાર સર્જાય છે. સો ઊઠો, હસો, દોડો, હવે જોકે થોભશો નહીં.’
વીતતુ વર્ષ હાલમા આવુ કહીને સામે ધામો નાખીને બેઠુ છે. આપણે આવુ કરવુ જોઈતુ હતુ, આવુ કર્યુ હોત તો આવુ થયુ હોત, આ એક વાત આપણે બહુ સારી કરી પણ અહીં થોડુ દુર્લક્ષ થઈ ગયુ, અસખ્ય વિચારોએ માથામા ભીડ કરી છે. હવે આ બધા વિચારોની ગિરદીમાથી બહાર આવવાનુ છે. વીતતા વર્ષને ઉપર કહ્યુ ને, ‘મેં આપેલા સમયમા તમારે વધુ મેળવવાનુ છે.’ આ એક જ વિચાર પર હુ વિચાર કરવા લાગી. ‘આપેલા સમયમા વધુ સમય કઈ રીતે મેળવવાનો?’ એક પુસ્તકમા વાચેલો વિચાર સામે આવ્યો. ‘રોજ સવારે આપણે જો એક કલાક વહેલો ઊઠીએ તો આપણા જીવનમા આપણે કમસેકમ બે વર્ષ જાગતા સમય વધારી શકીએ.’ અરે વાહ! બે વર્ષ એટલે આપણે કેટલા પ્રોજેક્ટ્સ પૂરા કરી શકુ. બિઝનેસ વુમન હોવાથી ‘દિલ માગે મોર’ કહીને મેં વિચાર કર્યો, એક કલાકથી બે વર્ષ વધતા હોય તો જો હુ બે કલાક વહેલી જાગુ તો મારા જીવનમા ચાર વર્ષ હુ વધારી શકુ છુ. ક્યા બાત હૈ! ચાર વર્ષ એક્સ્ટ્રા મળવાના હોય તો આપણા દસ વર્ષનુ ટાર્ગેટ આપણે બહુ અગાઉથી પૂરુ કરી શકીશુ. એકદમ ફાયદાનો સોદો છે આ નહીં? તેમા ફક્ત એટલુ જ કરવાનુ છે કે રોજ સવારે બે કલાક વહેલા જાગવાનુ છે. સો ઈઝી! આસાન તો છે પણ મારા વ્યક્તિત્વનાનો પચાસ વર્ષનો સ્ટેટિસ્ટિકલ ડેટા મને કહેતો હતો, ‘મેડમ આસાન છે પણ સતત
તે કરવામા તમે ઓછા પડ્યા છો, તેથી આવી આળસ થોડી ઓછી કરો, હાલમા ફક્ત એક કલાક વહેલા ઊઠવાનો વિચાર કરો, વધારાના મળેલા બે વર્ષમા સતોષ માણો. જો તેમા સાતત્યતા જાળવી રાખી શકો તો રોજ બે કલાક વહેલા ઊઠવાની અને જાગતાપણાના ચાર વર્ષ વધુ મેળવવાનો બેધડક વિચાર કરો. પરફેક્ટ. કારણ કે આમ પણ એક કલાક વહેલા ઊઠવાનુ એટલે એક કલાક વહેલા સૂઈ જવુ જોઈએ, હા, વૈશ્ર્વિક સ્પર્ધાના આ યુગમા કામો વધી રહ્યા છે, તે પૂરા કરવાનો સપાટો અથવા ગતિ વધારવી પડી રહી છે, આવા સમયે શારીરિક અને માનસિક સતુલન વ્યવસ્થિત જાળવી રાખવાનુ બહુ મહત્ત્વનુ બની ગયુ છે અને તે માટે કમસેકમ છ અને મહત્તમ આઠ કલાકની શાત ઊંઘ અત્યત આવશ્યક છે. ઊંઘ સાથે તડજોડ નહીં. પૂરતી શાત ઊંઘ મળવી જ જોઈએ. હા, એટલે કે છ-સાત કલાક ગાદલા પર પડી રહીએ પણ ઊંઘ આવતી નથી એવુ બનવુ નહીં જોઈએ. આનો અર્થ ઊંઘ સારી આવવા માટે મારે મારુ મન શાત અને સ્થિર કરવુ જોઈએ. વીતતા વર્ષને જેમ કહ્યુ તેમ મારે ઓર્ગેનાઈઝ્ડ થવુ જોઈએ. ઓફિસમાની બાબતો ઓફિસમા, ઘરની બાબતો ઘરમા, ફ્રેન્ડ્સની દુનિયા અલગ, એકનો પગ જો બીજામા-બીજાનો ત્રીજામા અટવાઈ જાય તો ‘સ્ટ્રેસ’ એ તાજેતરમા ફેશનેબલ બની ગયેલા શબ્દને આપણા જીવનમા ઘૂસણખોરી કરવામા આપણે જ પરવાનગી આપ્યા બરાબર છે. સો, ફરી એક વાર વધુ સાતત્યતાથી અમારા વીણા વર્લ્ડમા ‘ટાઈમ વ્હીલ’ની મદદ લેવાનુ જરૂરી હતુ. ઘણી વાર ત્યા પણ પહેલો સોમવાર, પહેલી તારીખ, પહેલો મહિનો, પહેલો સપ્તાહ, નવુ વર્ષ આ સમયનો ઉત્સાહ ખાસ્સો અલ્પજીવી નીવડ્યો છે તે ફરી ફરી મેળવવુ તે મારુ મારે જ કરવુ પડવાનુ હતુ. અમારુ ‘ટાઈમ વ્હીલ’ કહે છે, ‘સમયસર આવો, સમયસર ડેસ્ક પર બેસો, સમયસર કામની શરૂઆત કરો, સમય બગાડો નહીં, સમયસર કામ પાર પાડો, સતોષી બનીને ઘેર નીકળો, સમય પૂર્વે ઘરે પહોંચો, કુટુબીઓને સમય આપો, સમય કાઢીને વાચન કરો, દિવસભરનો કયાસ મેળવીને ભગવાનના આભાર માનીને સમયસર સૂઈ જાઓ, સમય પૂર્વે ઊઠો, સમય કાઢીને કસરત કરો અને ભગવાનને મનોમન નમસ્કાર કરીને અને ઉત્સાહમા નવા દિવસની સામે જાઓ.’
‘ટાઈમ વ્હીલ’ ઓર્ગેનાઈઝ કર્યા પછી મારુ માનસિક સતુલન બહુ જ સારુ થવાનુ હતુ, મારી અડધી ઊંઘની નિશ્ર્ચિતી થઈ ગઈ હતી, હવે આગળનો ભાગ શારીરિક સતુલનનો હતો, જે વધુ મહત્ત્વનો હતો. ‘દવા વિના આરોગ્ય’ એ એક બાબત જો આપણે આપણી અદર કેળવીએ તો જીવન સુખી થવાની અસખ્ય કથાઓ આપણે રોજ સાભળીએ છીએ. અહીં પાતળા થવાની કે ઝીરો ફિગરની વાત નથી, ભગવાને જે આપણને આપ્યુ છે તે નિરોગી રાખવાનુ, તેથી પેઠ સાફ હોવુ એ નૈસર્ગિક રીતે કોઈ પણ ચૂરણ, ગોળીઓ ન લેતા કરવા તરફ ભાર હોવો જોઈએ. એટલે કે, તે માટે મારે ‘જીવવા માટે ખાવુ’ એ આત્મસાત કરવુ પડવાનુ હતુ. ઈન્ટરમિટન્ટ ડાયટ, કીટો ડાયટ, જનરલ મોટર્સ ડાયટ, પ્લાન્ટ બેઝ્ડ ડાયટ, ડો. સરિતા ડાવરે ડાયટ, ડો. જગન્નાથ દીક્ષિત ડાયટ, ડો. ઋતુજા દિવેકર... ડાયટ ગમે તેનુ હોય ‘અતિ ન ખાવાની આદત’ મારે પોતે કેળવવાની હતી. પગનુ કામ ચાલવાનુ છે, આખોનુ જોવાનુ, કાનનુ સાભળવાનુ, મોઢાનુ બોલવાનુ, હાથનુ કામ કરવાનુ આ બધુ સતત ચાલતી સ્થિતિમા રાખવા માટે તેમનો વ્યવસ્થિત હકારાત્મક રીતે ઉપયોગ કરવો, તેની દેખભાળ કરવી, ટૂકમા કહીએ તો રોજ કોઈક ને કોઈક કસરત કરવાનુ અનિવાર્ય બને છે. ઓછુ ખાવુ, કચરપચર નહીં ખાવુ અને કસરત કરવાથી મારી શારીરિક સ્થિતિ ઉત્તમ થવાની હતી. એટલે કે, માનસિક - શારીરિક સતુલનના પચોતેર ટકા ભાગ મને સારી ઊંઘ આપવાનો હતો.
હવે બાકી પ્રશ્ર્ન પચ્ચીસ ટકાનો હતો, જે મારી સારી ઊંઘને શાત અને જાગ્યા પછી ચિત્તવૃત્તિ પ્રફુલ્લિત કરનારો હતો તે છે આધ્યાત્મિકતા. જગન્નિયતાઓનો આભાર અને તેમના નામના જાપ મારી શક્તિ વધારવાનો છે. આ સિવાય બધુ વ્યર્થ છે. ‘જો હોગા સો હોગા! કીપ કાલ્મ!’ હોનીકો કૌન ટાલ સકતા હૈ? આપણા હાથમા કશુ નથી અને બનનારી બાબતો માટે કોઈક તો કારણ હોય જ છે તે આપણને તે સમયે ખ્યાલ નહીં આવ્યો એટલુ જ છે, પરતુ પાછળ વળીને જોયા બાદ સમજાય છે, ‘ઓહ તો આ થવા માટે તે સમયે પેલુ બન્યુ હતુ, તો પછી તે સમયે આપણે શા માટે આટલા ડરી ગયા હતા? આટલુ તાડવ શા માટે? શાત રહીને વધુ સારી રીતે પરિસ્થિતિને હાથ ધરી શકાઈ હોત નહીં શુ?’ હવે આ પછી તેનો પશ્ર્ચાતાપ નહીં કરવાનો. જીવન આવે તે રીતે સ્વીકારીશ, હસતે મોઢે સામનો કરીશ, અન્યો સામે દ્વેષ નહીં, અન્યો સામે ઈર્ષા નહીં, કોઈની સામે રોષ નહીં. ‘વ્હોટએવર વિલ બી, વિલ બી! ’ તે મારા હાથમા નથી પણ તેની પર અત્યત સારો માર્ગ કાઢવો તે મારુ મારે જ કરવાનુ છે. આથી જો મને એક દિવસમા અનેક કામો કરવાના હોય તો જે સમયે જે કામ હાથમા છે તેની પર એકાગ્ર રહેવાનુ કામ મને મારી અદરની આધ્યાત્મિકતા જ કરાવી આપશે. હરિવશરાય બચ્ચનની કવિતા અહીં યાદ આવે છે, ‘મન કા હો તો અચ્છા, ના હો તો જ્યાદા અચ્છા! ’ કારણ કે આગળ આપણે માટે વધુ કાઈક સારુ હશે. આ બધા વિચારોથી મારી ઊંઘ નિરોગી-શાત-અવિચલિત થવાની છે. અને તે પછી હુ દુનિયા જીતવા માટે મોકળી છુ? સો મેં મારા માટેના સમયમા એક કલાક વધાર્યો છે. અને વીતતા વર્ષે જે બોધ આપ્યો છે તે મનથી મન પર લીધુ છે. તેણે કહ્યુ તેમ જે થઈ ગયુ તે થઈ ગયુ, હવે જોકે બી સિરિયસ એન્ડ સ્ટિલ બી મોર હેપ્પી!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.