આ સહેલગાહ સિંગલ હોય કે જોડી, સાઈઠ વર્ષથી વધુ ઉંમરના બધા માટે છે. ઊલટું અહીં તો તમને સ્વતંત્ર રૂમ માટે પૈસા પણ ભરવા પડતા નથી, કારણ કે અમે તમને, એટલે કે, પુરુષોને પુરુષ, મહિલાઓને મહિલા પાર્ટનર આપવાની જવાબદારી વીણા વર્લ્ડ લે છે. આથી ‘નો સિંગલ સપ્લીમેન્ટ ચાર્જ-સંપૂર્ણપણે રૂમ શેરિંગ ગેરન્ટી.’
દર મહિને એક અથવા બે સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ હું કરતી હોઉં છું અને વધુ ઉત્સાહી બનીને વીણા વર્લ્ડના આગળના પડકારો ઝીલવા તૈયાર થઈ જાઉં છું. આનુંં કારણ પૂછશો તો આ સહેલગાહમાં અમે વીણા વર્લ્ડ ટીમ પર આશીર્વાદની ખેરાત થતી હોય છે. સાઈઠ વર્ષથી પંચાશી વર્ષ સુધીના પર્યટકો એવી ધમાલ કરતા હોય છે કે તેમને જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો. અહીં ઘરે આપણે અમસ્તા જ ‘અરે મમ્મી, તું આ નહીં કર,’ ‘કાકા, તમે શા માટે હવે આ ઉંમરે આટલા દૂર જાઓ છો?’ ‘પપ્પા, તમે આ ઝીલી નહીં શકશો, અમસ્તા જ સાહસ નહીં કરો’ ‘માસી, આ ઉંમરે ક્યા પ્રવાસે નીકળી રહ્યા છો?’ આ રીતે ફિકર કરતા વિધાનો કરીને જ્યેષ્ઠોના ઉત્સાહ પર પાણી ફેરવવાનું કામ આપણે અજાણતાં જ કરતા હોઈએ છીએ.
વીણા વર્લ્ડ બની ત્યારથી યુરોપ અમેરિકાથી આંદામાન કેરળ સુધી અનેક સહેલગાહ ખાસ સિનિયર સિટીઝન્સ માટે અમે આયોજિત કરી છે. હવે જેમને આ વિશે ખબર નથી તેમના માટે સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહની માહિતી આપું છું. સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહનાં બીજ મારા મનમાં ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મમાં જ્યેષ્ઠોની ગેન્ગ ગોવામાં જે રીતે ધમાલ કરે છે. જ્યેષ્ઠ પર્યટકોની આવી દે ધમાલ સહેલગાહ આપણે શા માટે આયોજિત નહીં કરવી જોઈએ એવો વિચાર મનમાં આવ્યો. તેનો અમલ કર્યો અને તે સમયથી આજ સુધી સતત આ સહેલગાહ આયોજિત કરી. અમુક વાર વુમન્સ સ્પેશિયલ અથવા ફેમિલી ટુર પર આવેલા સિંગલ સિંગલ સિનિયર્સ પર્યટકો મને પૂછે છે કે, ‘વીણા, ખાસ અમે એકલા સિનિયર્સ માટે સહેલગાહ શરૂ કર ને.’ હું તેમને કહું છું, ‘તે જ માટે તો મેં શરૂ કરી છે સિનિયર્સ સ્પેશિયલ.’ તેની પર તેમનો તરત જવાબ આવે છે, ‘અરે પણ તે સહેલગાહ ફક્ત સિનિયર જોડીઓ માટે જ હોય છે ને?’ હું કહુ છુંં, ‘બિલકુલ નહીં, આ સહેલગાહ સિંગલ હોય કે જોડી, સાઈઠ વર્ષથી વધુ ઉંમરના બધા માટે છે.’ ઊલટું, અહીં તો તમને સ્વતંત્ર રૂમ માટે અમે તમને, એટલે કે, પુરુષોને પુરુષ-મહિલાઓને મહિલા પાર્ટનર આપવાની જવાબદારી વીણા વર્લ્ડ પર લઈએ છીએ. આથી ‘નો સિંગલ સપ્લીમેન્ટ ચાર્જ-સંપૂર્ણપણે રૂમ શેરિંગ ગેરન્ટી.’ અર્થાત, જેમને સિંગલ રૂમ જ જોઈએ તેમને સિંગલ સપ્લીમેન્ટ ભરીને તેવો સ્વતંત્ર રૂમ લઈ શકે છે. વધુ એક અહીં સ્પષ્ટ કરવા માગુંં છુ ંંકે ફર્સ્ટ ક્લાસ જોઈતો હોય તેમણે એરલાઈન્સ અનુસાર એરફેરમાં ડિફરન્સ ભરીને, તેવો પ્રવાસ કરવાની સુવિધા પણ છે. હવે આ સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ સાઈઠ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ માટે છે, ક્યારેક ક્યારેક જોડીમાં આવનારા જ્યેષ્ઠોમાં‘તેઓ’ સાઈઠની ઉપર અને ‘સૌ’ પંચાવનથી સાઈઠમા એવી જોડીઓ પણ હોય છે. તેમને અમે યંગ સિનિયર્સ તરીકે સંબોધીએ છીએ.
સિનિયર પર્યટકોનો ઉત્સાહ એટલો બુલંદ હોય છે કે તેમને પણ સહેલગાહમાંં જે કાંઈ જોવા જેવુ છે તે બધું જોવાનો શોખ હોય છે. તે અમે બતાવીએ છીએ પણ છીએ અથવા જે એડવાઈઝેબલ નથી હોતુ તે બાદબાકી કરેલું હોય છે, પરંતુ મોટે ભાગે સ્થળદર્શન કવર કરીને પણ આ સહેલગાહની પેસ આમ જોવા જોઈએ તો સ્લો રાખવામાં આવેલી હોય છે અન્ય ફેમિલી ટુર્સની તુલનામાં. અન્ય સહેલગાહમાં, એટલે કે, ફેમિલી ટુરમાં જો એક ટુર મેનેજર હોય તો આખી સહેલગાહ માટે બે હોય છે. ત્યાં બે હોય તો સિનિયર્સ માટે ત્રણ હોય છે. એટલે કે, સિનિયર્સની સહેલગાહમાં એક ટુર મેનેજર વધુ હોય છે, કારણ કે જે સમયે જ્યેષ્ઠ પર્યટકો સહેલગાહનો આનંદ લેતા હોય છે ત્યારે તેમનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી હોય છે. અમારી જવાબદારીમાં ક્યાંય અમારી ટીમ ઓછી નહીં પડે તેની ખાતરી હું આપું છુ ંઅને તે હું એક-બે દિવસ માટે મોટે ભાગે સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહમાં જ્યેષ્ઠોને જાતે જઈને મળું જ છું.
સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ વિશે વધુ માહિતી આપું તો અહીં ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેસિસ પર સીટ્સ આપવામા આવે છે. જ્યેષ્ઠ પર્યટકોને અમે કાયમ કહેતા હોઈએ છીએ કે વહેલા બુકિંગ કરો. તેનો વધુ એક ફાયદો એ હોય છે કે ડિસ્કાઉન્ટ વધુ મળે છે. જમ્બો ડિસ્કાઉન્ટમાં તમારા હજારો રૂપિયા બચાવી શકો છો. આથી જ તો પર્યટકોએ એક-એક વર્ષ પૂર્વેથી યુરોપ અમેરિકાના બુકિંગ કર્યંુ છે.
હવે સિનિયર પર્યટકોએ આ સહેલગાહમાં આવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ તે જોઈએ. સૌપ્રથમ મહત્ત્વનું છે સશક્ત આનંદિત મન. મને આ ફાવશે જ - ઝીલી શકીશ જ એવો આત્મવિશ્વાસ હોવો બહુ જરૂરી છે. અને તે ફાવે પણ છે. આપણે જ મનથી ગભરાતા હોઈએ છીએ. આ માટે આપણા સન્માનનીય વડા પ્રધાનનું, તેમની દેશવિદેશ યાત્રાનું, બેસુમાર કાર્યશક્તિનું ઉદાહરણ દરેક વ્યક્તિએ નજરની સામે રાખવાનું જરૂરી છે. સો! તમે આવા આનંદિત મનથી સહેલગાહમાં આવવા તૈયાર થાઓ એટલે મે દરેક બાબતમા માર્ગદર્શન માટે, મદદ માટે, સંપૂર્ણપણે ધ્યાન રાખવા માટે જોડે છીએ જ. બીજી વાત તબિયત વિશે સતર્કતાની છે. તે સારી હોય તો પણ પ્રવાસની તૈયારી કરવા પૂર્વે એક વાર ફેમિલી ડોક્ટરની સલાહ લેવી અને સહેલગાહમાં પ્રાથમિક દવાઓ સાથે રાખવી બહુ મહત્ત્વપૂર્ણ છે. જો તમે એકાદ ઓપરેશન કરાવ્યું હોય અથવા તમને કોઈ એલર્જી હોય અથવા તમારી તબિયત સંબંધી અમુક સાવધાની રાખવાની જરૂર હોય તો તે બાબતે તમારા ફેમિલી ડોક્ટર પાસેથી ‘મેડિકલ હિસ્ટ્રી’ તરીકે લખાવી લઈને તે પેપર જોડે રાખવો અને મોબાઈલ પર તેનો ફોટો સેવ કરીને રાખવો અને તે અહીં ભારતમાં રહેલા આપ્તજનો પાસે રાખવાનું જરૂરી છે. ‘પ્રિકોશન ઈઝ બેટર ધેન ક્યોર.’
આ પછી દરેક પર્યટકોએ ટ્રાવેલ ઈન્શુુરન્સ કરીને જ સહેલગાહમાં નીકળવાનું. તે માટે અમારી ઓફિસીસમાં તમને સંપૂર્ણપણે માર્ગદર્શન કરાશે. ‘લેસ લગેજ મોર કમ્ફર્ટ’ આ ઉક્તિ અનુસાર સ્માર્ટ પર્યટકો બનીને જ આપણે પ્રવાસની શરૂઆત કરવાની છે. તમારા બુકિંગ પછી જે તે સહેલગાહ વિશે, વિદેશ સહેલગાહ હોય તો વિઝા સંબંધી માહિતી અને માર્ગદર્શન તમને આપવામાં આવશે. સો! પર્યટકો, નોટ ટુ વરી ‘વીણા વર્લ્ડ હૈ ના!’ પાસપોર્ટ તૈયાર હોય તેવા પર્યટકો માટે આ વર્ષે યુરોપની ૭, ૯, ૧૦ અને ૧૩ દિવસની સહેલગાહ જૂનમાં છે. અમેરિકા માટે ૭ અને ૧૩ દિવસની સહેલગાહ છે. સાઉથ ઈસ્ટ એશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્કેન્ડિનેવિયા, થાઈલેન્ડ જેવા દેશોની સહેલગાહ પણ છે. તો જેમની પાસે પાસપોર્ટ નથી તેમને માટે આંદામાન, કેરળ, નોર્થ ઈસ્ટ, નેપાળ, ભૂતાન, રાજસ્થાન(મેવાડ/મારવાડ)સહેલગાહ છે.
જ્યષ્ઠો માટેની શ્રેષ્ઠ સહેલગાહનો આખા વર્ષનો ખજાનો તમારી સામે રજૂ કર્યો છે. તમારી પસંદગી અનુસાર સગવડ અનુસાર અને બજેટ અનુસાર સહેલગાહ ચૂંટો અને નીકળો પર્યટન પર! તો ત્યાં મળીશું!!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.