‘યુ આર નોટ સ્ટ્રોંગ ઈનફ, તેથી જ તારા જેવા બધા માટે જ હુ કાયમ અલગ અલગ ફાસા નાખતો હોઉં છુ. એકમાથી સહીસલામત બહાર નીકળે એટલે બીજો અવરોધ લઈને હુ તમારી સામે હસતા હસતા ઊભો હોઈશ. જીવન એક ચેલેન્જ છે પણ વ્યવસાય પ્રચડ મોટા અવરોધોની કસોટી રહેશે. અધવચ્ચે પીછેહઠ નહીં કરી શકાશે. દરેક અવરોધમાથી વિજયી થઈને જ બહાર આવવાનુ. થાકવાનુ નહીં, રડવાનુ નહીં, ફરિયાદ કરવાની નહીં, આશા ગુમાવવાની નહીં. એવરી ટાઈમ યુ હેવ ટુ ઈમર્જ આઉટ એઝ અ વિનર! આ માન્ય હોય તો જ હુ સતત પડખે છુ.’
પર્યટન ક્ષેત્રમા આવવાનુ હોય તો મન મજબૂત કરો અથવા મનથી મજબૂત હોય તો જ પર્યટન ક્ષેત્રમા આવો. ‘આપણે નક્કી કરીએ એક અને બને છે કશુક અલગ’ એવી પરિસ્થિતિ અહીં સતત રહેશે. જોકે મહેનત કરીયે તો ભગવાન સતત પાછળ રહેશે તે પણ તેટલુ જ સાચુ છે. કેરળને મહાપૂરે ભીંસમા લીધુ અને પર્યટકોએ લગભગ એક વર્ષ સુધી કેરળ પાસે વળીને પણ જોયુ નહીં. હાલમા એપ્રિલ-મે મહિનામા કેરળની સહેલગાહ હાઉસફુલ થઈ ગઈ છે. ગયા વર્ષ માટે તેના પણ એક વર્ષ અગાઉ કરાયેલી કેરળ માટેની સર્વ પૂર્વ તૈયારીઓ પાણીમા ગઈ. નવ મહિના પછી કેરળ થાળે પડ્યુ. તેથી આ વર્ષે વધુ સખ્યામા પર્યટકો કેરળમા આવશે તેની તૈયારી રાખવી પડશે અમને અને કેરળને પણ.
રેઝિલિયન્સ અથવા કોઈ પણ સકટમાથી તરત બહાર આવવાની માનસિકતા જો કોઈ પર્યટન સ્થળમા હોય તો તે મને કશ્મીર, બેંગકોક, બાલીમા દેખાય છે. આતકવાદી હુમલા - પૂર - ધરતીકપ જેવી બાબતોએ આ પર્યટન સ્થળોને ક્યારેક ને ક્યારેક ભીંસમા લીધા છે, પરતુ તેને લીધે ક્યારેય આ પર્યટન સ્થળોએ હાર માની નથી. ‘જે બાબતો આપણા હાથમા નથી તેમાથી તરત જ બહાર આવીએ અને કામે લાગીએ’ એવી વૃત્તિ. પર્યટકો પણ તેને લીધે જે પણ બન્યુ તે ભૂલીને તરત જ અહીંના પર્યટને જવાનુ શરૂ કરે છે. પાત્રીસ વર્ષના પર્યટનના જીવનમા મેં અનુભવ્યુ છે કે આ પર્યટન સ્થળોનો પૂર્વવત સ્થિતિમા આવવાનો- ટર્નઅરાઉન્ડ સમય એક મહિના કરતા ઓછો છે. હવે આ જ જુઓ ને, ફેબ્રુવારીમા કશ્મીરની સહેલગાહની શરૂઆત થઈ. દે ધમ્માલ કરીને પર્યટકો ખુશી ખુશી ઘેર આવ્યા. ત્યા એવી અમુક ઘટનાઓ બની કે દોઢ-બે મહિના કશ્મીર ઠપ્ થઈ ગયુ. અમે પણ સહેલગાહોને પાછળ લેવી ડી. જોકે હવે ફરી કશ્મીર થાળે પડ્યુ છે. પર્યટકો ખુશીથી વિહાર કરી રહ્યા છે. ગયા અઠવાડિયામા સુધીરે પણ પોતે શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામની સહેલગાહ કરી. ત્યાના વીણા વર્લ્ડના પર્યટકોને પણ મળ્યા. ‘બાઉન્સ બેક ઈમિજિયેટ્લી!’ એવા આ પર્યટન સ્થળો આપણને ઘણુ બધુ શીખવી જાય છે.
અર્થાત, આ ‘બાઉન્સ બેક’મા ઉતારચઢાવ તો આવે જ છે. આ રીતે કોઈ પણ નૈસર્ગિક, રાજકીય, આતકવાદ અથવા અકલ્પનીય આપત્તિના સમયે એરલાઈન્સ, હોટેલ ઈન્ડસ્ટ્રી, ટ્રાવેલ કપનીઓ અને પર્યટકો સહિત બધાને જ ફટકો પડે છે. અમે ક્યારેક એડવાન્સ ભરીને અથવા ક્યારેક પૂરા પૈસા ભરીને એક - એક વર્ષ અગાઉથી એરલાઈન્સ પાસે બુકિંગ કરેલુ હોય છે, એરલાઈન્સ પણ આટલા એડવાન્સમા પૈસા આવવાથી સારા એરફેર અથવા જોઈએ તેટલી સીટ્સ અમને આપે છે. આથી જ અમે પર્યટકોને વાજબી કિંમતમા સહેલગાહ આપી શકીએ છીએ. ફેબ્રુવારી- માર્ચમા જ્યારે દોઢ મહિના કશ્મીર સહેલગાહ પાછળ લેવી પડી ત્યારે આવુ જ બન્યુ. પર્યટકોએ પણ અમારી પાસે અને અમે એરલાઈન્સ પાસે રિફડ સબધમા પાછળ પડયા. એરલાઈન્સનુ કહેવુ હતુ કે, ‘અમારી ફ્લાઈટ્સ ઓપરેટ થઈ રહી છે, તમારી સીટ્સ ખાલી જઈ રહી છે, અમે રિફડ કઈ રીતે આપીશુ?’ પર્યટકોનુ કહેવુ હતુ, ‘તમે અને એરલાઈન્સ જોઈ લો શુ કરવાનુ છે તે, પણ અમને અમારા પૈસા પાછા આપો.’ હોટેલવાળા કહે છે, ‘યહા તો સબકુછ ઠીક હૈ, ટુરિસ્ટ ઘૂમ રહે હૈ. આપ ભેજો પર્યટકોંકો!’ દરેક જણ પોતપોતાની જગ્યાએ એકદમ બરોબર છે, પણ પૈસા દાવ પર લાગ્યા હતા અને બધાના જ જીવ અધ્ધર. વીણા વર્લ્ડની ભારતની સહેલગાહ માટે ગો એરવેઝ અને ઈન્ડિગો એમ બે એરલાઈન્સ પાસે સાઈઠથી સિત્તેર ટકા બિઝનેસ ભેગો થયેલો. એર ઈન્ડિયા, વિસ્તારા, જેટ એરવેઝ, સ્પાઈસ જેટ પણ અમુક રુટ્સ પર સહયોગ આપે છે. એરલાઈન્સના આટલા વર્ષના સબધમાથી કશ્મીર માટે ગો એરવેઝે જ્યા શક્ય બન્યુ ત્યા તે નાણા અન્ય સેક્ટરમા વાળવાની પરવાનગી આપી જ્યારે અમુક સ્થળે મિનિમમ કેન્સલેશન લગાવ્યુ. મોટા બિઝનેસ અને સારા સબધને લીધે સુમેળ સાધી શકાયો. હોટેલ્સે પણ સહાય કરી અને પર્યટકોને અમે વિકલ્પ આપી શક્યા. અર્થાત આમા બધુ જ સારુ સારુ બન્યુ એવુ નથી. ક્યારેક પર્યટકોની નારાજી અમને સ્વીકારવી પડી તો ક્યારેક ચર્ચા થોડી ગરમાગરમ થઈ, જે તેવુ અપેક્ષિત હતુ. લક્ષ્ય જોકે એક જ હતુ, હાલની પરિસ્િિત પર માત કરીને પર્યટકોને ભવિષ્યમા આ જ સહેલગાહમા અથવા તેમણે લીધેલી વૈકલ્પિક સહેલગાહ પર ખુશ કરવા, જેથી વચ્ચે થોડુ વાતાવરણ ગરમ થતુ તે અમે સ્વીકારતા હતા. પર્યટકો સપૂર્ણ અમારા પર આધાર રાખે છે, જેથી તે રોષ હોવો સ્વાભાવિક છે. અર્થાત આવા સમયે બધાએ જ થોડુ સબૂરીથી લેવુ જોઈએ, જેથી ત્રાસ ઓછો થાય છે. જો મામલો આપણા બધાના જ કટ્રોલની બહારનો હોય તો શાતિથી વિચાર કરીને તેની પર ઉકેલ કાઢવામા જ શાણપણ છે.
હાલમા આવો જ એક કિસ્સો બન્યો. શિમલા - મનાલી એટલે વીણા વર્લ્ડનો ગઢ. વર્ષમા ૩૬૫ દિવસ તમને વીણા વર્લ્ડના પર્યટકો ત્યા દેખાય છે. ક્યારેક એકસાથે દસ ટુર્સ ચાલુ હોય છે તો ક્યારેક પચ્ચીસ. હમણા પણ સીઝન શરૂ હોવાથી વીણા વર્લ્ડના ઘણા બધા પર્યટકો ત્યા હતા. સહેલગાહ મસ્ત ચાલી રહી છે. મોટા ભાગની સહેલગાહ મુબઈથી મુબઈ વિમાનથી હોય છે તેવી જ એક સહેલગાહ હતી. સહેલગાહનો વિમાનપ્રવાસ જેટ એરવેઝથી હતો. છે મહિનાથી આ એરલાઈન્સની ધાધલ ચાલી રહી છે તે આપણે જોઈ જ રહ્યા છીએ. બધા પૈસા ભરીને ટિકિટો કઢાવી. જતી વખતે વિમાન ગયુ, આવતી વખતે આગલા દિવસે કેન્સલ થયાના સમાચાર મળ્યા અને ધાધલ મચી ગઈ. તે સમયે તે ટિકિટોના રિફડમા ઉપલબ્ધ વિકલ્પ હતો રાજધાની એક્સપ્રેસનો, જેમા હેમખેમ પાછા આવી શકાયુ હોત, અમે તેવી તૈયારી પણ કરી હતી. જોકે પર્યટકોમાથી એક જણે લીડ લીધી અને હઠ પકડી કે ‘અમે ટ્રેનથી નહીં જઈએ. વીણા વર્લ્ડની જવાબદારી છે, અમને વિમાનથી જ પાછા લઈ જવુ જોઈએ.’ તે દિલ્હી મુબઈ વિમાન ટિકિટના પૈસામા (જે જેટ પાસે છે) બીજા વિમાનની ટિકિટો આવવાની નહોતી, કારણ કે જેટે જેવી ફ્લાઈટ કેન્સલ કરી એટલે આજુબાજુની વિમાનોની ટિકિટોની કિંમત વધી. આટલી ટિકિટો જોઈતી હોય તો દરેક ટિકિટની કિંમત સહેલગાહના અડધા ખર્ચ જેટલી થઈ અને દર કલાકે તે વધતી હતી. જ્યા જેટ એરવેઝે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપી નહોતી ત્યા વીણા વર્લ્ડ પણ શુ કરી શકે? અને હાલના વાતાવરણમા એટલી અનિશ્ચિતતા છે કે વીણા વર્લ્ડ સાથે કોઈ પણ આવી આપત્તિના સમયે પૈસાનુ વ્યવસ્થાપન નહીં કરી શકે. આ પર્યટકોએ હઠ પકડી, બસને રોકી રાખી અને આઠ કલાક પોતાને ત્રાસ આપીને એક જ જગ્યાએ ઊભા રહ્યા. ત્યા સુધી રાજધાનીનો વિકલ્પ પણ અમને જતો કરવો પડ્યો. અતે સ્પષ્ટ શબ્દોમા કહેવુ પડ્યુ કે, ‘ભૂલ તમારી નથી અને અમારી પણ નથી, આજ સુધીી તમારી સહેલગાહ ઉત્કૃષ્ટ થઈ, તમે વીણા વર્લ્ડનુ કામ જોયુ છે, અમે અમારી જવાબદારી ક્યારેય ટાળી નથી, ટાળીશુ પણ નહીં. જોકે આ પરિસ્થિતિ આપણી પર આવી પડી છે. તમારો સહયોગ મળ્યો હોત તો આવતીકાલે આપણે રાજધાની એક્સપ્રેસથી મુબઈ બાજુ નીકળ્યા હોત. તે પણ અનુભવ તમને ગમ્યો હતો. જોકે હવે આ મોટા ગ્રુપ માટે ક્યાય એકત્ર રિઝર્વેશન ઉપલબ્ધ નથી. દરેકે પોતપોતાના મોબાઈલ પર જ્યા મળે તેમ રિઝર્વેશન કરો. જેટ એરવેઝ પાસેથી રિફડ આવ્યા પછી તેેમનુ તેમ તમને મોકલવામા આવશે. ટુર મેનેજર્સ તમારી જોડે છેવટ સુધી રહેશે, પરતુ હવે આ રીતે રસ્તામા થોભો નહીં.’ પર્યટકો અતે ગાડીમા બેઠા. મને અદરથી બહુ ખરાબ લાગતુ હતુ, આવી પરિસ્થિતિ આપણી સહેલગાહ પર ક્યારેય આવવી નહીં જોઈએ તે માટે બધાની દોડધામ અને પરિશ્રમ ચાલુ હતા. જોકે ક્યારેક જો આવો સમય આવ્યો તો જે કાઈક અતે સ્પષ્ટ કર્યું તે અગાઉથી જ કહી દેવુ એવો વિચાર કર્યો. એકબીજા પર વિશ્વાસ રાખીને પરિસ્થિતિ સમજી લઈ, માથુ શાત રાખીને વધુ સારી રીતે ઉકેલ કાઢી શકાય તે આપણે બધા પોતાના જીવનમા અનુભવીએ છીએ.
આ જ આધારે વધુ એક બાબત મને અહીં પર્યટન ક્ષેત્ર વિશે કહેવાનુ મન થાય છે. અગાઉ ‘કેરી ઝીરો મની ઓન ટુર’ ટેગલાઈન મેં એડવર્ટાઈઝમા ઉપયોગ કરી હતી. અર્થાત વીણા વર્લ્ડ થયા પછી મેં તેનો ઉપયોગ કર્યો નહીં. જોકે હાલના નૈસર્ગિક, રાજકીય અથવા કોઈ પણ કટોકટીના સજોગોનો સામનો કરતી વખતે મને તે ટેગલાઈનની યાદ આવી અને મેં તે બદલી નાખી. ‘કેરી મની ઓન ટુર’ એ રીતે. મને ખાતરી છે કે હવે તમે કહેશો, ‘સર્વસમાવિષ્ટ સહેલગાહ એવી જાહેરખબર તમે કરો છો અને અમે અનુભવ્યુ છે કે સહેલગાહમા બધી મહત્ત્વની બાબતો સમાવિષ્ટ હોય છે અને ક્યાય એક્સ્ટ્રા પૈસા આપવા પડતા નથી તો પછી આ શુ નવુ છે?’ જોકે તેનુ એવુ થયુ કે હવે પર્યટકો બહુ મોટી સખ્યામા ફરવા લાગ્યા છે. આકાશમા વિમાનની ગિરદી થઈ ગઈ છે. એરપોર્ટસ પર પાર્કિંગ લોટ્સ ઉપલબ્ધ નથી. તે વળી ગ્લોબલ વોર્મિંગને લીધે અથવા એકદરે નિસર્ગનુ સતુલન બગડવાને લીધે હોઈ શકે, ‘અતિવૃષ્ટિ - ધુમ્મસ - ધરતીકપ - બધ - મોરચા - જેટ એરવેઝની હાલની સ્થિતિ’ જેવી બાબતો એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી પર તેમ જ એકદર પર્યટન પર દુનિયામા ક્યાક ને ક્યાક આઘાત કરી રહી છે. આખુ અઠવાડિયુ મોટે પાયે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે. આવા સમયે અગાઉ એરલાઈન્સ, હોટેલ સ્ટે અથવા મીલ કુપન્સ અથવા કશુક વ્યવસ્થાપન કરી શકાતુ. જોકે આજકાલ પ્રાઈસવોરને લીધે, એરફેર ઓછી કિંમતમા આપવાથી મોટે ભાગે બધી જ એરલાઈન્સે આવી સર્વિસીસ આપવાનુ બધ કરી દીધુ છે. ફક્ત જેટલુ શક્ય હશે તેટલુ જલ્દી ફ્લાઈટના રિઝર્વેશન આપવાની જવાબદારી તેમણે લીધી છે. અમુક એરલાઈન્સ તેમા પણ હાથ ઉપર કરે છે. હવે જે સમયે એરલાઈન કોઈ પણ કારણસર આવી ફ્લાઈટ્સ રદ્દ કરે છે ત્યારે સપૂર્ણ સહેલગાહ સફળ રીતે થયા પછી વીણા વર્લ્ડનો શુ દોષ. જોકે પછી પર્યટકોનુ એવુ કહેવુ છે, ‘આ વીણા વર્લ્ડ કરવુ જોઈએ. અમને વૈકલ્પિક વિમાનપ્રવાસ, કોમ્પ્લીમેન્ટરી હોટેલ સ્ટે અને જે કાઈ જોઈએ તે આપવુ જોઈએ.’ ફ્લાઈટ્સ કેન્સલ થયા પછી પર્યટકોને કોમ્પ્લીમેન્ટરી સ્ટે આપવુ પ્રેક્ટિકલી પોસિબલ નથી. તે વીણા વર્લ્ડ સાથે અન્ય કોઈ પણ પર્યટન સસ્થા માટે શક્ય નથી. મોટે ભાગે બધી જ પર્યટન સસ્થાઓ બહુ ઓછા માર્જિનથી અથવા ‘નો લોસ નો પ્રોફિટ’ પર કામ કરી રહી છે. આવા સમયે એકાદ કોઈ કોમ્પ્લીમેન્ટરી અપાય તો તે ફિઝિબલ સોલ્યુશન નથી. આથી જ સતત પર્યટન સસ્થા અને એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી નુકસાનીમા કામ કરી રહી છે અથવા સશક્ત રીતે વૃદ્ધિ કરી શકતી નથી. એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ તેનો જ પરિપાક છે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાી એક જવાબદાર લીડર તરીકે હુ એ વાતને વાચા આપી રહી છુ કે પર્યટકોએ આવી અનિવાર્ય બાબતો માટે પૈસા જોડે રાખવા, કારણ કે તેના દ્વારા આવનારો ખર્ચ જો સહેલગાહની કિંમતનો ભાગ નહીં હોય તે તેમને કરવો પડશે. આ રીતે ફ્લાઈટ કેન્સલ નહીં થાય અથવા ક્યાય કટોકટી જેવી પરિસ્થિતિ ઉદભવે નહીં તે માટે આપણે પ્રાર્થના કરીશુ. જોકે કોઈના પણ હાથોમા નહીં હોય તેવી બાબતો આ છે. ‘આ જ એરલાઈન્સ શા માટે લીધી?’ આ મુદ્દો ણ કામો. આ બે મહિામા ગરૂડા, બ્રસેલ્સ, એર ઈટલી ણ ભારતમાી આવી ચાલ્યા ગયા. સોળ હજારમા ન્યુયોર્કી ટિકીટ વેચણારી ‘વાવ’ એરલાઈ દેવામા ડુબી ગઈ. કોઈો ણ ભરોસો, કાઈણ ઈ શકે છે. કઠિ સમયે બધાના સહયોગની અપેક્ષા છે. બાકી અમે તમારી પડખે હાથ જોડીને અને કમર કસીને છીએ જ.
આ બાબતમા વાત ચાલુ છે ત્યારે જેટ એરવેઝ અને વીણા વર્લ્ડ વિશે પણ થોડુ જાણી લઈએ. આ વર્ષની રજાની સીઝન શરૂ થઈ ચૂકી છે અને જેટ એરવેઝનો ધરતીકપ બધી પર્યટન સસ્થાઓ પર, વ્યક્તિગત રીતે જતા પ્રવાસીઓ પર અને કોર્પોરેટ ટ્રાવેલર્સ પર પડ્યો છે. દર વર્ષે અમે આ ત્રણ મહિનામા પિસ્તાલીસથી પચાસ હજાર પર્યટકોને દેશવિદેશમા પર્યટન કરાવીએ છીએ. દેશની ડોમેસ્ટિક એરલાઈન્સ સાથે એતિહાદ, એમિરેટ્સ, સિંગાપોર, મલેશિયન, ઓમાન, ટર્કીશ, કતાર, એર ઈન્ડિયા, થાઈ એરવેઝ, કેથે પેસિફિક વગેરે એરલાઈન્સ સગો અમારા પર્યટકોનો સપ્તખડમા સચાર ચાલુ હોય છે. કોઈ પણ ભારતીયોને ગર્વ થાય એવી આપણી ભારતીય (હોમ ગ્રોન) એરલાઈન્સ એટલે જેટ એરવેઝ. જેટના સમયે જ શરૂ થયેલી દમાયિા ઈસ્ટ વેસ્ટ, રાજ, સહારા અને પછી કિંગફિશર જેવી એરલાઈન્સ ક્યારે નહિવત થઈ ગઈ તે સમજાયુ નહીં પણ હમણા સુધી જેટ એરવેઝ આપણી મનગમતી એરલાઈન્સ હતી. ચોક્કસ શુ થયુ ખબર નથી પણ આટલી મોટી એરલાઈન્સ ભારતીય આકાશમાથી લુપ્ત થવી આપણા દેશને શોભતુ નથી અને તેનો ત્રાસ બધાને જ થવાનો છે. હવે તો રજાઓની મોસમ, અમારી જેમ જ અનેક ઈન્ડિવિજ્યુઅલ્સે પણ બુકિંગ કર્યા છે. અમારા પણ પચાસ હજારમાથી એક હજાર પ્રવાસી જેટ એરવેઝના ઈન્ટરનેશનલ રુટ પર છે. આ બધા પર્યટકોના બુકિંગ અમે આઠ મહિનાથી એક વર્ષ પૂર્વે પૈસા ભરીને કર્યા છે. હવે એરફેર્સ ગગનને સ્પર્શી રહ્યા છે અને ક્યાક વિકલ્પો ઝાઝા નથી. ચેલેન્જ છે પણ કોઈક ને કોઈક માર્ગ નીકળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડની સહેલગાહ માટે ક્વાન્ટાસ એરવેઝ હોય છે પણ તે ભારતમા આવતી નહીં હોવાથી સિંગાપોર, બેંગકોક અથવા હોંગકોંગ સુધીનો પ્રવાસ હમણા સુધી કાયમ જેટ એરવેઝથી જ થતો હતો. આ સહેલગાહ હાઉસફુલ થઈ ગઈ છે. અમે પર્યટકોના સપર્કમા છીએ. કોઈક માર્ગ નીકળી રહ્યો છે. સહેલગાહ સરળતાથી ચાલી રહી છે. અર્થાત મોટા ગ્રુપ્સ બે-બે, ત્રણ-ત્રણ ફ્લાઈટ્સ પર ડિવાઈડ કરીને લઈ જવા અથવા લાવવા પડી રહ્યા છે. પર્યટકોએ વધુ પૈસા ભરવા નહીં પડે તે માટે સર્વ પ્રયત્ ચાલુ હતા. જોકે કોઈ રસ્તો નહીં હોય તો પર્યટકોને અમારે કહેવુ જ પડશે અને વધુ પૈસા પર્યટકોને ભરવા પડશે. હવે સહેલગાહની પૂરી તયારી થઈ ગઈ છે. કોઈ પણ રિફડ ક્યાયથી મળી નહીં શકે. આ પરિસ્થિતિનો સામનો કરવો એટલુ જ હાથમા છે. આ બાબત અમને પણ ગમતી નથી પરતુ આ આવી પડેલી કટોકટીભરી પરિસ્થિતિમા આ સીઝનની તે વાસ્તવિકતા છે. યુરોપમા આ વખતે બાર હજાર પર્યટકો વીણા વર્લ્ડ સગો નીકળી રહ્યા છે તેમાથી ત્રણસો પચાસ પર્યટકો જેટ એરવેઝ પર છે. ઈંગ્લેન્ડ સ્કોટલેન્ડ આયર્લેન્ડ સહેલગાહમા માન્ચેસ્ટરમા પહોંચવુ અને લડનથી પાછા આવવુ એ જેટ એરવેઝનો અત્યત ઉત્તમ વિકલ્પ ઉપલબ્ધ હોવાથી તે સહેલગાહ અમે જેટ પર રાખી. હવે માન્ચેસ્ટર ફ્લાઈટ કેન્સલ થઈ છે અને જેટ એરવેઝે લડન ફ્લાઈટની સીટ્સ ક્ધફર્મ કરી છે. હજુ પણ ફ્લાઈટ સિસ્ટમ પર છે, પણ... સમસ્યા છે જ. ટ્યુલિપ ગાર્ડન્સ સ્પેશલના બે
એમસ્ટરડેમ સહેલગાહી એ જ પરિસ્થિતિ. વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે અમારી ટીમ મહેનત લઈ રહી છે. એપ્રિલની નેપાળ સહેલગાહ જેટે ફ્લાઈટ કેન્સલ કર્યા પછી રદ કરવી પડી, કારણ કે નેપાળ માટે વિમાા વિકલ્પ ઓછા છે. પર્યટકોએ સહયોગ આપ્યો અને આ બધા પર્યટકોને મે મહિનામા વૈકલ્પિક વ્યવસ્થા આપવામા અમને સફળતા મળી છે.
જીવન શુ કે પ્રવાસ શુ, અવરોધોની કસોટી વધુ તીવ્ર થતી જવાની છે. શાતિથી રહેવુ જ સારુ છે. સમથિંગ ઓર અદર વિલ કમ આઉટ! વ્હેન દેયર ઈઝ અ વિલ દેયર ઈઝ અ વે! જો હોગા સો હોગા... લેટ્સ બી પેશન્ટ! લેટ્સ બી ઓપ્ટિમિસ્ટિક! લેટ્સ લૂક ફોર્વર્ડ ટુ અવર વેલ ડિઝર્વ્ડ વેકેશન... મે બી વિથ સમ ચેલેન્જિગ એક્સપીરિયન્સીસ બટ દેટ ટૂ વી વિલ એન્જોય!
આ લેખ મંગળવાર તારીખ ૧૬ એપ્રિલ ૨૦૧૯ રોજ લખાવામા આવેલ છે. આ પછી થયેલી ઘટાઓ પરિણામો આમા લેવામા આવ્યી.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.