ચેરી બ્લોસમ કેપિટલ ઓફ દ વર્લ્ડ એવુ કોને કહેવાય તેજાણો છો? દુનિયામા ક્યા ક્યા ચેરી બ્લોસમ જોવા મળે છે? ચેરી બ્લોસમ જોવા ચોક્કસ ક્યા જવુ જોઈએ? સાકુરા એટલે શુ? ચેરી બ્લોસમ કયા દેશનુ નેશનલ ફ્લાવર છે? હનામી કોને કહેવાય છે? ચાલો, જરા જનરલ નોલેજ તપાસીએ.
‘ઓસમ, સિંપલી સુપર્બ! વીણા, અરે જાપાનમા જ નહીં પણ અમે ચાયનામા પણ ચેરી બ્લોસમ ફુલટુ એન્જોય કર્યું છે. આ દેશ બહુ સરસ છે પણ ચેરી ઓન દ કેક વોઝ ચેરી બ્લોસમ’ ટેલિવિઝન સ્ટાર-એક્ટર મેધા જાબોટકરનો ફોન આવ્યો અને મને ખુશી થવા સાથે હાશકારો થયો, કારણ કે આ વર્ષે માર્ચ એપ્રિલમા અમે ભારતમાથી સૌથી વધુ પર્યટકો લઈને જાપાનમા ગયા હતા અને સગાથે ચાયના કોરિયાની સહેલગાહો પણ હતી. પર્યટકોની સખ્યા જોઈને એરલાઈન્સ, ટુરીઝમ બોર્ડસ, કોન્સ્યુલેટ ખુશ થયા હતા, કારણ કે આ પહેલી જ વાર બની રહ્યુ હતુ. અમારી પર જોકે પ્રેશર આવ્યુ હતુ કે બધુ હેમખેમ પાર પડશે ને. અમારી ટુર મેનેજર્સની ટીમે અને તેમની જોડેની કોર્પોરેટ ઓફિસ ટીમે કમાલ કરી અને પર્યટકોએ ચેરી બ્લોસમની ધમ્માલ અનુભવી.
ચાર વર્ષ પૂર્વે અમે જાપાનમા જતા પર્યટકોની સખ્યા વધારવાનુ નક્કી કર્યું. જાપાન મોંઘુ હોવાથી અમુક ગણતરીના પર્યટકો જ જાપાન જોવાનુ સપનુ સાકાર કરી શકતા હતા. પર્યટકો જતા નથી તેથી ટુર્સ નથી અને ટુર્સ નથી તેથી પર્યટકો જતા નથી એવુ દુષ્ટચક્ર ચાલતુ હતુ, જે બદલવાની જરૂર હતી. અમે જાપાન એફોર્ડેબલ કરવાનુ નક્કી કર્યું. એરલાઈન્સ અને જાપાનમાના પાર્ટનર જોડે આવ્યા અને અમે ના નફો ના નુકસાન ધોરણે જાપાનની સહેલગાહ લાવ્યા અને પહેલા જ વર્ષે પદરસો પર્યટકો જાપાન જઈને આવ્યા. અમારો જોશ વધ્યો. એકાદ બાબત મનથી કરવાનુ નક્કી કરવામા આવે તો તેને સફળતા મળે છે તેનો આ દાખલો છે. હવે જાપાનની સહેલગાહ બરોબર ચાલી રહી છે. ચેરી બ્લોસમ હોય કે ઓટમ કલર્સ, ઉનાળાની રજાઓ હોય કે દિવાળીની, પર્યટકો મોટી સખ્યામા જાપાનમા જઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ અમે ક્રિસમસના સમયગાળામા પણ જાપાનની સહેલગાહ કરી રહ્યા છીએ. જાપાને હવે પર્યટકોના મનમા એક ખૂણો વ્યાપી લીધો છે એ નિશ્ર્ચિત છે.
આ અઠવાડિયામા અમે ‘ચેરી બ્લોસમ ૨૦૨૦’નુ બુકિંગ શરૂ કર્યું અને પર્યટકોએ બુકિંગની શરૂઆત પણ કરી દીધી. આગામી વર્ષની વિશિષ્ટતા એ છે કે જાપાન ચેરી બ્લોસમની વધુમા વધુ સહેલગાહની ચોઈસ છે પણ સાઉથ કોરિયા, ચાયના, તાઈવાનમા પણ ચેરી બ્લોસમ પર્યટકો આખો અજાઈ જાય ત્યા સુધી જુએ તે માટે આ દેશોની સ્વતત્ર અથવા કોમ્બિનેશન્સમા ટુર્સ લાવ્યા છીએ. આ ચારેય દેશો જેમણે જોઈ લીધા છે તેમના માટે યુરોપ અમેરિકાની ચેરી બ્લોસમ સહેલગાહ છે. તેમા સ્પેન, જર્મની, એમ્સ્ટરડેમ, સ્કોટલેન્ડ, વાનકુવર કેનેડા, વોશિંગ્ટન યુએસએનો સમાવેશ થાય છે. અમે ચેરી બ્લોસમ ૨૦૨૦ની દુનિયાભરની સહેલગાહોની ચોઈસ પર્યટકો સામે મૂકી છે, જેને લીધે તેમને જોઈએ તે કોમ્બિનેશન ચોક્કસ તેમા મળશે તેની ખાતરી છે. વધુ એક બાબત નવેસરથી અમે લાવ્યા છીએ તે યુરોપની એક જ સહેલગાહમા ટ્યુલિપ ગાર્ડન્સ અને ચેરી બ્લોસમ જોવાની અથવા જાપાનમા એક જ સહેલગાહમા અલ્પાઈન રૂટ અને ચેરી બ્લોસમ જોવાની સુવર્ણ તક. આઈડિયાઝ ભરપૂર છે, હવે ચોઈસ ઈઝ યોર્સ.
વીણા વર્લ્ડની સહેલગાહની વાત આવે એટલે ‘ઓલ ઈન્ક્લુઝિવ’ પણ અચૂક આવે છે. સહેલગાહના કાર્યક્રમ અને તેમાના સ્થળદર્શન ઉત્કૃષ્ટ છે. જાપાન ચાયના કોરિયા તૈવાનમા જે સારુ સારુ જોવાનુ છે તે બધુ અમે તમારી સહેલગાહમા સમાવિષ્ટ કર્યું છે. હવે ત્યા જઈ જ રહ્યા છીએ તો મહત્ત્વનુ જોવાનુ કશુ રહી જઈએ તેવુ બનવુ નહીં જોઈએ. ટૂકમા, મહત્ત્વના લેન્ડમાર્કસ તેમા છે. જાપાનનો ટ્રેડિશનલ ગેઈષા ડાન્સ જાપાન જનારાને જોવાનો જ હોય છે. તે જોવાની તક આપણા કાર્યક્રમમા છે. ક્યાય પણ કશુ ઓપ્શનલ રાખ્યુ નથી. અહીં ખર્ચ ઓછો બતાવવાનો અને ઓપ્શના નામે સહેલગાહમા વધુ પૈસા ભરાવવાના એવુ નથી. જો હૈ, સો હૈ. સામને હૈ! અને વિઝા, બ્રેકફાસ્ટ, લચ, ડિનર, સ્થળદર્શન એમ બધુ જ હોવા છતા સહેલગાહની કિંમત એકદમ રીઝનેબલ છે. અને હા, જાપાનમા આપણા ભારતીયોને જમવાનો મોટો પ્રોબ્લેમ છે છતા વીણા વર્લ્ડ પાસે તમને મોટા ભાગના સ્થળે ભારતીય ભોજન મળે છે. તેથી ફિકર નહીં કરો. હવે એક જ આગ્રહ છે અને તે છે આ બધા સ્થળે જવા ભારતમાથી એરલાઈન્સના ઓપ્શન્સ ઓછા છે જેથી સહેલગાહ પણ મર્યાદિત છે. જવાનુ જ હોય તો જલ્દી નિર્ણય લો. ત્રીસ નવેમ્બર સુધી સ્પેશિયલ પ્રાઈસ આપી છે, જે ડિસેમ્બરમા નહીં મળશે, કારણ કે અમને પણ વહેલામા વહેલી તકે એરલાઈન્સ પાસે નામોની અને નબર્સની ખાતરી આપવી પડે છે. દિવસો વીતે છે તેમ એર ફેર વધતા જાય છે તે હવે તમને નવેસરથી કહેવાની જરૂર નથી. અને ચેરી બ્લોસમના સમયે જાપાન જ નહીં પણ ચાયના કોરિયા તાઈવાન જેવા દેશો તરફ પણ દુનિયાભરમાથી આવતા પર્યટકોની સખ્યા એટલી વધે છે કે ડિમાડ વધુ અને સપ્લાય ઓછો એવો ઘાટ થાય છે. પર્યટકો પૈસા આપવા માટે તૈયાર હોય છે પણ એર ટિકિટ મળતી નથી. આ વર્ષે અમે કેટલાય પર્યટકોને લઈ જઈ નહીં શક્યા ચેરી બ્લોસમ જોવા માટે, કારણ કે દરેક સહેલગાહ અમને જાણ થવા પૂર્વે જ ફુલ થઈ ગઈ હતી. શબ્દાર્થ, શુભસ્ય શીઘ્રમ!
ચેરી બ્લોસમ સહેલગાહના અલગ અલગ પ્રકાર છે. સૌપ્રથમ મુબઈથી મુબઈ સહેલગાહ છે. તેમા વીણા વર્લ્ડનો નવાજવામા આવેલો ટુર મેનેજર જતી વખતે એરપોર્ટથી લઈને પાછા આવ્યા પછી એરપોર્ટ સુધી તમારી સગાથે હોય છે. આથી તમારે કોઈ ચિતા કરવાની જરૂર નથી. બીજો પ્રકાર જોઈનિંગ લીવિંગ પર્યટકોનો છે, જે પર્યટકો મુબઈ બહાર અથવા ભારતની બહાર રહે છે તેમના માટે પહેલા દિવસે કાર્યક્રમમા પહેલા સ્થળે સહેલગાહમા સહભાગી થવાનુ અને છેલ્લા દિવસે સહેલગાહમા છેલ્લા સ્થળેથી સહેલગાહ છોડવાની સુવિધા હોય છે. આ પર્યટકોની સહેલગાહનો ખર્ચ અલગ હોય છે. તેમને તેમના વિઝા અને એર ટિકિટ પોતે કરાવવી પડે છે. ત્રીજો પ્રકાર પ્રીમિયમ ઈકોનોમી અથવા બિઝનેસ ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસથી જતા પર્યટકોનો છે. તમારી સહેલગાહના ખર્ચમા વિમાનના ઈકોનોમી ક્લાસ એર ફેર સમાવિષ્ટ હોય છે. જે પર્યટકોને અપગ્રેડ કરાવી લેવુ હોય તેમણે તે ઈકોનોમી અને બિઝનેસ/પ્રીમિયમ ઈકોનોમી/ફર્સ્ટ ક્લાસની ટિકિટમાની ફરકની રકમ ભરીને લઈ શકાય છે. આ પર્યટકોને અમારી એવી સલાહ હોય છે કે તમે ટિકિટ અલગથી લેવાના જ છો તો એક દિવસ અગાઉ જાઓ અને એક દિવસ મોડેથી આવો, જેથી સહેલગાહ રિલેક્સ્ડ રીતે કરી શકાય. તેમના માટે અપગ્રેડેડ ટિકિટની, એરપોર્ટ ટ્રાન્સફરની તેમ જ હોટેલ મુકામની સુવિધા વધુ પૈસા ભરીને કરી અપાય છે. ચોથો પ્રકાર પોસ્ટ ટુર હોલીડે છે. સહેલગાહ પૂરી થયા પછી સહેલગાહ કાર્યક્રમમા છેલ્લા શહેરમા અથવા વધુ અન્ય એકાદ શહેરમા આપણે બે-ત્રણ દિવસ અથવા રીતસર અઠવાડિયા સુધી સ્થાનિકની જેમ રહેવાનુ અને એન્જોય કરવાનુ. આ બધી એડિશનલ બાબતો કરવા માટે તમારી જોડે છે વીણા વર્લ્ડની ‘પોસ્ટ ટુર હોલીડે’ ટીમ. પાચમો પ્રકાર છે, તમારી ચેરી બ્લોસમ હોલીડે તમને જોઈએ તે રીતે કસ્ટમાઈઝ્ડ કરી આપવાની. આ માટે પણ ટીમ સુસજ્જ છે. તમે ફક્ત તમને શુ જોઈએ તે કહો. વી આર એટ યોર સર્વિસ.
હવે થોડુ ચેરી બ્લોસમ વિશે કહીએ. તમને જાપાન દુનિયાની ‘ચેરી બ્લોસમ કેપિટલ’ લાગતી હોય તો પણ તે કિતાબનો રૂઆબ અમેરિકાના (ઞજઅ) જ્યોર્જિયામાનુ મેકન શહેર છાટે છે. એક બિઝનેસમેનની પસદગીથી, તેના ઘરની પાછળ ખીલેલા એક ચેરી બ્લોસમ ઝાડના સૌંદર્યથી મોહિત થઈને તેણે આ ઝાડની વાવણી કરાવી અને આજે આ ગામમા સાડાત્રણ લાખ ઝાડ ચેરી બ્લોસમના છે. તેનુ ફાઉન્ડેશન દર વર્ષે આ ઝાડમા વધારો કરે છે. ફક્ત પાસઠ વર્ષમા એક માણસે પોતાની પસદગીથી આ ચેરી બ્લોસમનુ વિશ્ર્વ નિર્માણ કર્યું છે તે આશ્ર્ચર્યની વાત છે ને. જાપાને મિત્રત્વની ભાવનાથી મોકલેલા ચેરી બ્લોસમના ઝાડમાથી વોશિંગ્ટન પણ દર વર્ષે ચાર એપ્રિલ દરમિયાન ખીલી ઊઠે છે. કેનેડા જર્મની જેવા દુનિયાના અનેક ભાગોમા જાપાને ચેરી બ્લોસમના હજારો ઝાડ મોકલ્યા છે, તેમના મતે ચેરી બ્લોસમના ઝાડ ભેટ આપવા એટલે ગૂડલક છે. ગમે તે હોય પણ તેમની આ ભેટથી દુનિયામા અલગ અલગ ઠેકાણે ખુશી પ્રસરી ગઈ છે તે નિશ્ર્ચિત છે. જર્મનીના હેમબર્ગમા તો જર્મન-જાપાનીઝ સોસાયટી મોટો હનામી ફેસ્ટિવલ આયોજિત કરે છે. જર્મની અને એમ્સ્ટરડેમ એમ બનેની ત્યાના ચેરી બ્લોસમ જોવા માટે અમે સ્પેશિયલ ટુર આયોજિત કરી છે. આ અને ઈંગ્લેન્ડ સ્કોટલેન્ડ એમ્સ્ટરડેમ બ્રુસેલ્સ સહેલગાહના પર્યટકોને એકસાથે ચેરી બ્લોસમ અને ટ્યુલિપ્સ ગાર્ડનની મજા મળવાની છે. કેનેડામા વાનકુવરનો ચેરી બ્લોસમ ફેસ્ટિવલ એટલે વર્ષનો સૌથી ખુશીનો સમયગાળો. સાઉથ કોરિયાની સહેલગાહમા આપણે સિઉલ, જેજુ અને બુસાન શહેરોની મુલાકાત લઈએ છીએ, જે શહેરો આ ચેરી બ્લોસમની મોસમને લીધે એકાદ પરીકથા જેવુ લાગે છે. ચાયનામા ચેરી બ્લોસમ પણ પર્યટકોને બહુ ગમે છે. ગ્રેટ વોલ ઓફ ચાયના કે શહેરોમા અલગ અલગ સ્થળે થતા ચેરી બ્લોસમના દર્શન પર્યટકોને મોહિત કરી નાખે છે અને કેમેરાને પણ થકાવી નાખે છે. સ્પેનમા હર્તે નામે ગામ છે જે સફેદ ચેરી બ્લોસમથી ઊભરાઈ જાય છે. નિસર્ગનો આ આગવો ચમત્કાર જોવા માટે અમે સ્પેનની ચેરી બ્લોસમ સ્પેશિયલ સહેલગાહમા એક દિવસ વધાર્યો છે. તાઈવાનને અમે આ વર્ષની ચેરી બ્લોસમ કોમ્બિનેશન ટુર માટે ઉમેર્યું છે. વેબસાઈટ પર જોશો તો પણ તાઈવાનમા તાયપેઈ-તાઈચુગ શહેરોનો ચેરી બ્લોસમનો નજારો, બધાને મોહિત કરે તેટલો સુદર છે.
ગમે તે કહો પણ ચેરી બ્લોસમનુ નામ આવે એટલે સૌપ્રથમ ક્યાક જવાનુ મન થતુ હોય તો તે જાપાન છે. ચેરી જાપાનનુ નેશનલ ફ્લાવર છે. તેને જાપાની ભાષામા સાકુરા કહેવાય છે. ચેરી બ્લોસમનો ફાલ ટોકિયો ઓસાકા જેવા પર્યટન સ્થળે માર્ચ આખિર અને એપ્રિલની શરૂઆતમા હોય છે, સપૂર્ણપણે નિસર્ગની લહેર પર તે આધાર રાખે છે. દર વર્ષે સામાન્ય રીતે આ સમયગાળો ક્યારે હશે તે નેશનલ ચેનલ દ્વારા પબ્લિશ કરવામા આવે છે. પદરથી વીસ દિવસની આ સાકુરા વસત ઋતુના આગમન સાથે જ એકદમ નવચૈતન્યથી ઊભરાઈ આવે છે. આશા અને નવનિર્માણનુ સાકુરા પ્રતીક બની ગયુ છે. જીવન સુખ દુ:ખ આ બધાની ક્ષણિકતા પણ સાકુરા બતાવે છે. આ પદર-વીસ દિવસમા જાપાની લોકો રીતસર જીવન જીવી લે છે. ચેરી બ્લોસમના બાગોમા પિકનિક્સ ઊભરાઈ આવે છે. આ પિકનિક્સને ‘હનામી’ તરીકે ઓળખવામા આવે છે. રાત્રે વૃક્ષો પર કદિલ લગાવીને આ પિકનિક્સ મનાવવામા આવે છે. તેને ‘યોઝાકુરા’ અથવા ‘નાઈટ સાકુરા’ તરીકે ઓળખવામા આવે છે. ચેરી બ્લોસમની બસ્સો અલગ અલગ વરાઈટીઝ છે. સોમેઈ યોશિનો એટલે પાચ પાખડીવાળુ સિંગલ ફ્લાવર, ફિક્કા ગુલાબી રગનુ. યામાઝાકુરા પહાડોમા ખીલેલુ ચેરી બ્લોસમ છે. શિદારેઝાકુરા એટલે વીપિંગ ચેરી, ચેરી બ્લોસમના ફોલથી ઊભરતી જમીન પર ઝૂકેલી ડાળખીઓવાળુ ચેરી બ્લોસમ, કઝાન એટલે ચાળીસ- પચાસ પાખડીઓનુ ભડક ગુલાબી રગનુ ચેરી બ્લોસમ, યુકોન એટલે હળદર, તે કલરનુ પણ સાકુરા જોવા મળે છે. સફેદ ગુલાબી રગથી સજેલુ જાપાન, પવન સાથે આસપાસની હવામા ઊડતા, જાણે ડાન્સ કરતા સાકુરાનુ જાપાન જોવુ અતુલનીય છે. જાપાન એટલુ ચેરી બ્લોસમમય બની જાય છે કે સાકુરા કેક, સાકુરા ડિઝાઈનના કપડા, સાકુરાના પેઈન્ટિગ્સ, ફિલ્મ એનિમેશન્સ, ટેટ્ટૂઝ, ડ્રિંક્સ, પરફ્યુમ્સ ઉપરાત મેકડોનાલ્ડ્સમા ચેરી બ્લોસમ બર્ગર્સ પણ વેચવામા આવે છે.
સાકુરાની મજા શબ્દોમા પકડવી અશક્ય છે, જેથી તમારી પર્યટનની યાદીમા કમસેકમ એક વાર જાપાન હોવુ જ જોઈએ. સો ચલો, બેગ ભરો, નીકલ પડો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.