અનેક વિશિષ્ટતાઓથી સજેલુ જાપાન આપણને કહે છે, ‘પારકી ભાષાઓનો દેખાડો નહીં કરતા આપણે આપણી ભાષા શીખી શકીએ છીએ. બોમ્બ વિસ્ફોટમા વિનાશ પામ્યા પછી ધરતીકપમા ખેદાનમેદાન થયા પછી, જ્વાળામુખીમા બળીને ખાક થયા પછી, સુનામીમા બધુ પાણીમા ગયા પછી ફરીથી આપણે બધુ નવેસરથી ઊભુ કરી શકીએ છીએ. મનની હિંમત પર-અખડ મહેનત અને પોતાની જીદ પર. આપણી પરપરા, રૂઢિ-સસ્કૃતિ-સસ્કારની કોઈ પણ શરમ નહીં રાખતા તેનુ જતન કરીને અલ્ટ્રામોડર્ન દુનિયાની નિર્મિતીમા મહત્ત્વની કામગીરી બજાવી શકીએ છીએ.’
ઊગતા સૂર્યનો દેશ, સૌથી મોંઘો દેશ, સમર અને વિંટર ઓલિમ્પિક્સનો પ્રથમ એશિયાઈ દેશ, ઉચ્ચ રહેણીકરણીનો દેશ, સૌથી વધુ આયુષ્ય મર્યાદા ધરાવતો દેશ, બાળમૃત્યુનુ પ્રમાણ નગણ્ય હોય તેવો દેશ, પ્રચડ મોટ્ટુ લશ્કરી બજેટ ધરાવતો દેશ, આયાતનિકાસની બાબતમા દુનિયામા ચોથા ક્રમનો દેશ, પ્રચડ શક્તિશાળી દેશ, દુનિયામા ત્રણ નબરની ઈકોનોમી તરીકે રૂઆબ છાટતો દેશ, આજની મોડર્ન દુનિયામા પણ સમ્રાટને માનનારો અને કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી સભાળનારો દેશ, ૯૮.૫% જાપાનીઝ લોકોનો દેશ, હિરોશિમા અને નાગાસાકીના બોમ્બ હુમલામા વિનાશ પામવા છતા ફરીથી ઊભો થનારો દેશ, પોતાની જાપાનીઝ ભાષાનો ગર્વ રાખતો દેશ, વૈશ્વિક મહાયુદ્ધોમા મહત્ત્વનો ઠરેલો દેશ, પ્રતિચોરસ કિલોમીટર્સમા વધુમા વધુ માણસોની ઘનતાવાળો દેશ, ધરતીકપનો અને સુનામીનો દેશ, પચોત્તેર ટકા ભાગ જગલોથી, પર્વતોથી વ્યાપેલો હોવા છતા નિસર્ગની હાનિ નહીં કરનારો દેશ, સાયન્ટિફિક રિસર્ચમા અગ્રસ્થાને રહેલો દેશ, પ્લાનિંગ-એક્ઝિક્યુશન- ડેડિકેશન-પરફેક્શનની બાબતમા કોઈ હાથ નહીં પકડી શકે તેવો દેશ, એકસો પચોત્તેર એરપોર્ટસ ધરાવતો દેશ, બુદ્ધીઝમમા માનનારો દેશ, ભરપૂર કોફી પીનારો દેશ, ઓટોમોબાઈલનુ સૌથી વધુ ઉત્પાદન કરનારો દેશ, દુનિયામા સૌથી મોટી ફિશ માર્કેટ ધરાવતો દેશ, ૯૯% સાક્ષર લોકોનો દેશ, ૯૬% એમ્પ્લોયમેન્ટ ધરાવતો દેશ... આવા અનેક અલગ અલગ આભૂષણોથી સજેલુ જાપાન છે ણ તે કેટલો મોટો? આપણા ભારતની તુલના કરવામા આવે તો ભારતનો આકાર જાપાન કરતા નવગણો મોટો છે અથવા આપણુ મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આદામાન નિકોબાર એકત્ર કર્યા પછી જેટલો બને તેટલો જ આ દેશ છે પણ દુનિયાની તુલનામા કેટલુ ઉચ્ચ સ્થાન મેળવનારો દેશ છે વારુ. જાપાનની રોમાચક અને ચમત્કારિક કથાઓ પણ આપણને અનેક વાર સાભળવા મળે છે.
જાપાનનુ વર્ણન મરાઠી સાહિત્યકાર પુરુશોત્તમ લક્ષ્મણ દેશાડે એ એટલુ સુદર કર્યું છે કે આપણા દરેકના મનમા ક્યારેક ને ક્યારેક જાપાનની મુલાકાત લેવી જ જોઈએ એવુ સપનુ હોય છે. જોકે આમ છતા અનેક વર્ષનો ઈતિહાસ જોતા આપણા ત્યાથી યુરોપ અમેરિકામા મોટા પ્રમાણમા પર્યટકો જાય છે તે રીતે જાપાનમા લઈ જવામા ટુરીઝમને ઝાઝી સફળતા મળી નથી. એક કારણ પૈસાનુ છે. જાપાન બહુ મોંઘુ છે એટલે કે, તેથી આપણે તેના ાછળ બહુ પડ્યા જ નહીં. બીજુ કારણ ભોજન છે. ચીનની જેમ જાપાનમા પણ આપણા માણસોને ચોક્કસ જમવા શુ મળશે અથવા જમવા મળશે કે નહીં એવો સભ્રમ અથવા એક પ્રકારનો ડર હોય છે. ત્રીજુ કારણ ભાષા છે. જાપાનમા કોઈને અગ્રેજી આવડતુ નથી અને આપણને અગ્રેજી સિવાય કશુ સમજાતુ નથી. ભાષા, ભૂગોળ, ભોજન બધુ જ એટલુ અપરિચિત હોય તો આપણે તે દેશમા જોઈ રીતે જઈએ અને વળી પૈસાનો મુદ્દો પણ છે જ. દરેક બાબત બહુ મોંઘી. અમે પણ પૈસાનુ-ભાષાનુ- ભોજનનુ ગણિત ઉકેલવા માટે બહુ વિચાર કર્યો અને જાપાન આપણા માટે દૂરથી ડુગર રળિયામણા એવુ જ રહ્યુ. ત્રણ વર્ષ પૂર્વે વીણા વર્લ્ડ થોડુ સ્થિર થયા પછી અમે આવા જે ડેસ્ટિનેશન્સ છે અથવા દેશ છે જ્યા પર્યટકોને લઈ જવા માટે થોડી મુશ્કેલીઓ હતી તેની એક લિસ્ટ બનાવી દીધી અને તેના પર કામ કરવાનુ શરૂ કર્યું. ‘શક્ય નથી’ આ શબ્દ આપણી અને પર્યટકોની ડિકશનરીમાથી કાઢી નાખવાનુ અમે મન પર લઈ લીધુ હતુ. પહેલુ મિશન ઓસ્ટ્રેલિયા હતુ. તે પણ આવો જ મોંઘો દેશ છે. જોકે દોઢ લાખમા ઓસ્ટ્રેલિયા લઈ આવ્યા અને હજારો પર્યટકોને છેલ્લા બે-ત્રણ વર્ષમા ઓસ્ટ્રેલિયા કરાવી લાવ્યા. આજે પણ ‘વીણા વર્લ્ડ-ઓસ્ટ્રેલિયા ટુરીઝમ-ભારતીય પર્યટક’ એવી કેસ સ્ટડી બની છે પર્યટન ક્ષેત્ર માટે. ઓસ્ટ્રેલિયાને એફોર્ડેબલ કર્યા પછી અમારુ લક્ષ્ય જાપાન હતુ. અત્યત સુદર આ દેશ બહુ મોંઘો હતો. હુ જો પર્યટક હોત તો મને પણ જાપાનની છ દિવસની સહેલગાહ માટે આટલા બધા પૈસા આપવાનુ મુશ્કેલ જણાયુ હોત. આજકાલ અમે પહેલો પ્રશ્ન પોતાને જ પૂછીએ છીએ, ‘તમે કેટલામા આ ડેસ્ટિનેશન અથવા આ દેશ પરવડશે?’ હા, કોઈ પણ બાબત નવેસરથી કરવી હોય તો પ્રથમ તે આપણને ફાવવી જોઈએ, જામવા જોઈએ, ઝીલાવી જોઈએ, પર્યટકોની જગ્યાએ આપણને મૂકીને તે જોખવી જોઈએ. અમારા એરલાઈન્સ પાર્ટનર્સ, ડેસ્ટિનેશન પાર્ટનર્સ અને ટુરીઝમ બોર્ડસ આ બધાને સહભાગી કરીને અમે અધરવાઈઝ મોંઘુ લાગતુ જાપાન મોસ્ટ એફોર્ડેબલ કર્યું અને છેલ્લા બે વર્ષમા જાપાન પણ હજારો પર્યટકોએ જોઈ કાઢ્યુ છે. હવે આવી રહી છે જાપાનની મોસ્ટ પોપ્યુલર ઓટમ સીઝન, લાલભડક અને ઘેરા પીળા રગોમા નહાઈ નીકળતુ જાપાન જોવાનુ એટલે આખો માટે જાણે મિજબાની જ છે.
સુશી, સુમો રેસલિંગ, કિમોનો, સામુરાઈ, બુદ્ધીઝમ, શિંતોઈઝમ, બેઝબોલ, વેન્ડિગ મશીન્સ, ઘોડાઓનુ કાચુ માસ-બસાશી, છ થી સાત ઈંચ ઊંચા ઉંબરઠાવાળા ઘર, બહારથી આવ્યા પછી ઘરની બહાર પગરખા કાઢવાની રીત, જમીન પર બેસીને જમવુ, ઓછામા ઓછા ફર્નિચરવાળા ઘર, વાકા વળીને નમ્રતાના દર્શન ઘડતા પણ બિઝનેસની બાબતમા તેટલા જ શ્રુડ આગ્રહી-સમયનુ પાલન કરનારા-શિસ્તબદ્ધ જીવન જીવનારા જાપાની માણસો... આવી અનેક વિશિષ્ટતાઓથી સજેલુ જાપાન આપણને કહે છે કે, ‘પારકી ભાષાઓનો દેખાડો નહીં કરતા આપણે આપણી ભાષા શીખી શકીએ છીએ. બોમ્બવિસ્ફોટમા વિનાશ પામ્યા પછી ધરતીકપમા ખેદાનમેદાન થયા પછી, જ્વાળામુખીમા બળીને ખાક થયા પછી, સુનામીમા બધુ પાણીમા ગયા પછી ફરીથી આપણે બધુ નવેસરથી ઊભુ કરી શકીએ છીએ. મનની હિંમત પર-અખડ મહેનત અને પોતાની જીદ પર. આપણી પરપરા, રૂઢિ-સસ્કૃતિ-સસ્કારની કોઈ પણ શરમ નહીં રાખતા તેનુ જતન કરીને અલ્ટ્રામોડર્ન દુનિયાની નિર્મિતીમા મહત્ત્વની કામગીરી બજાવી શકીએ છીએ.’ આ રીતે જ દરેક દેશ આપણને કાઈક શીખવતો હોય છે. જાપાનમા બધુ જ ઓલવેલ છે એવુ નથી, પરતુ આપણે ટુરિસ્ટ તરીકે જઈએ ત્યારે જેટલુ તે દેશ પાસેથી સારુ સારુ લઈ શકીએ તે લઈ લેવામા આપણો મહત્ત્વનો રોલ હોય છે. અને તે આપણે પાર પાડવો. વધુ ઊંડાણમા જવાની જરૂર નથી.
જાપાન આ અન્ય દેશો કરતા બહુ અલગ છે તે ટોકિયોના નરિતા એરપોર્ટ પર ઊતરતા જ આપણા ધ્યાનમા આવે છે. અહીં આપણે કઈ રીતે નિભાવ કરીશુ એવી ચિંતા તરત જ મનને સ્પર્શી જાય છે. જોકે ચિંતા કરવાનુ બિલકુલ કારણ નથી. વીણા વર્લ્ડ ટુર મેનેજર તમારી જોડે રહેશે જેણે અનેક વાર જાપાનની ટુર કરી છે. તેની સાથે સદા વાકો વળીને નમ્રતાથી સેવા આપનારો અમારો ત્યાનો લોકલ ગાઈડ પણ આપણી સગાથે રહેશે. હવે છ દિવસની સહેલગાહમા ચોક્કસ શુ શુ હશે તે થોડુ જાણી લઈએ. આપણે મુબઈ-ટોકિયો- મુબઈ એવો વિમાનપ્રવાસ લઈએ છીએ. હિરોશિમામા જતી વખતે જાપાનીઝ બુલેટ ટ્રેનનો પ્રવાસ પણ આપણે આ સહેલગાહમા સમાવિષ્ટ કર્યો છે. ટોકિયોમા ટોકિયો ટાવર પેલેટ ટાઉન, મેગા વેબ, વિનસ ફોર્ટ, આસાકુસા ટેમ્પલ, ઈમ્પીરિયલ પેલેસ ફોટો સ્ટોપ, શિંજુકુ ગાર્ડન, સ્કાય ટ્રી, નાકામિસે શોપિંગ આર્કેડ સાથે રેનબો બ્રિજ પણ ત્યાથી નજીકમાથી પાસ થતી વખતે જોઈએ છીએ. ટોકિયોથી હિરોશિમામા જતી વખતે માઉન્ટ ફુજી આપણને દેખાય છે. ત્યા જ લેક હકોને અને લેક આશી આપણે જોઈએ છીએ. હિરોશિમાનુ બોમ્બ ડોમ, સડાકો મોન્યુમેન્ટ, મેમોરિયલ સેનોટો, હિરોશિમા પીસ પાર્ક, હિસ્ટ્રી મ્યુઝિયમ આ બધુ જોતી વખતે મન પ્રફુલ્લિત થઈ જાય છે. આ જ આપણી સહેલગાહનો ક્લાયમેક્સ હોય છે. ઓસાકા એક વધુ મોટ્ટુ શહેર છે,ત્યા જતી વખતે આપણે નારા ડિયર પાર્ક, તોડાજી ટેમ્પલ, કિયોમિઝુ ટેમ્પલ સાથે ગોલ્ડન પેવિલિયન, નિજો કેસલ અને ઓસાકા કેસલના દૂર દર્શન લેવાનુ ચૂકતા નથી. આ બધુ પર્યટન કરતી વખતે ઠેકઠેકાણે આપણને લાલ પીળા સાજ ધારણ કરેલા ઓટમ કલર્સ સાથે રૂઆબ છાટતા ઝાડના બાગ દેખાતા રહે છે. તે મત્રમુગ્ધ કરી નાખે છે, આપણને કેમેરામા સતત બિઝી રાખે છે. કેટલી અને ક્યા ક્યા સેલ્ફી કાઢીએ એવુ આપણને થવા લાગે છે. આવા આ જાપાનની અનોખા વિશ્વની સહેલગાહ વિશે ટૂકમા અહીં માહિતી આપી છે. કાયમ મુજબ એરફેર, એરપોર્ટ ટેક્સ, વિઝા, હોટેલ વ્યવસાય, ટ્રાન્સપોર્ટ, ભોજન અને હા તમને ઈન્ડિયન ભોજન અપાશે, જેથી ચિંતા નહીં કરવી અને સુશી પણ ખાવા આપીશુ. જ્યા જઈએ ત્યાની મેન ડિશ ટેસ્ટ નહીં કરવી જોઈએ? સો, ચાલો પર્યટકો લેટ્સ ગો ટુ જાપાન ધિસ ટાઈમ ડ્યુરિંગ ઓટમ કલર્સ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.