લાહૌલ સ્પિતી ચદ્રતાલની સહેલગાહ અમે આ વર્ષે પહેલી વાર આયોજિત કરી. બે વર્ષ પૂર્વે સુધીરે આ સહેલગાહ કરી હતી ત્યારથી તેનો આગ્રહ હવે કૃતિમા ઊતર્યો છે. ગયા અઠવાડિયામા આ સહેલગાહ પર્યટકોના ઉત્સાહથી અને અમારા ટુર મેનેજર્સ પ્રકાશ પતગે અને તન્મય નાઈકની અખડ મહેનતથી સફળ થઈ. ‘અદ્ભુત અફલાતૂન અનુભવ’ આ ત્રણ શબ્દમા તેમણે આ નિસર્ગસુદર અપ્રતિમ સ્થળોનુ વર્ણન કર્યું.
અનેક પ્રશ્નોના ઉત્તર શોધતા, તેનો ઉકેલ લાવતા આપણે બધા જીવનનો સામનો કરતા હોઈએ છીએ. જેટલા વધુ પ્રશ્નનો ઉકેલ લાવીશુ તેટલુ જીવવાનુ સહેલુ થઈ જાય છે, સુસહ્ય બને છે. ખરેખર તો આપણે પોતાની માનસિકતા પ્રશ્ન શોધવાની, તેના ર જવાબ મેળવવાની, તે પ્રશ્નોમાથી બહાર આવીને બીજા પ્રશ્નો સાથે ચાર હાથ કરવાની તૈયારી રાખવી જોઈએ. સદભાગ્યે અમને ક્ષેત્ર જ એવુ મળ્યુ છે કે અહીં રોજના મામૂલી પ્રશ્નો તો હોય જ છે પણ તે ઉપરાત અમુક એવા પડકારો સામે આવે છે કે તેનો ઉકેલ લાવવા કોણ જાણે ક્યાથી પણ એક્સ્ટ્રા એનર્જી આવે છે અને તે પડકાર સફળતાથી ઝીલીને ઉકેલ લાવ્યા પછી અલગ જ આત્મિક શાતિ મળે છે.
ગયા બે અઠવાડિયાા દિવસોમા વુમન્સ સ્પેશિયલ લેહ લડાખ કારગિલની સહેલગાહ અમારી બધી સખીઓે લઈને અહીંથી નીકળી ખરી પણ ખરાબ હવામાનને લીધે વિમાન લેહમા નહીં પહોંચતા શ્રીનગરમા ઉતારવામા આવ્યુ, આ બધી સખીઓ શ્રીનગર સુધી હવાઈ સફર કરીને મુબઈમા પાછી આવી. ખરાબ હવા ‘હુ’ કહેતી હતી તેથી બીજા દિવસની પણ ગેરન્ટી નહોતી. અમારી ગેસ્ટ રિલેશન ટીમ બધી સખીઓને, એરલાઈનના અને અમારા સપર્કમા રહીને તે અનિશ્ચિતતામા ઉદ્ભવનારા દરેક પ્રશ્નોનો ઉકેલ લાવતી હતી. અતે એકમતે, હા તેમ જ કહેવુ પડશે, કારણ કે ખરાબ હવા એ કોઈના વશની વાત નહોતી. ‘હવે ઘરે જાઓ અને આ જ સહેલગાહ ફરીથી અમે ક્યારે લઈ જઈએ છીએ તે જણાવીશુ’ એવુ કહીને સહેલગાહ શરૂ થવા પૂર્વે જ અમે સહેલગાહની સખીઓની જાણાવ્યુ. અર્થાત ચાર દિવસ પછી આ સહેલગાહ લેહમા રવાના થઈ અમે હવે અમારી આ વુમન્સ સ્પેશિયલ સખીઓ લેહમા ધમ્માલ કરી રહી છે. આજે કયો પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહેશે તે મન:સ્થિતિ લઈને જ ખુશીી અમે બધા કાર્યાલયમા આવીએ છીએ અને જો એકાદ દિવસે ઓછા પ્રશ્ન ઉપસ્થિત થાય તો પ્રશ્નનો ઉકેલ લાવવા માટેની તે દિવસની એક્સ્ટ્રા એનર્જી બીજા દિવસ માટે બાકી રાખીને સમાધા સાથે ઘરે પહોંચીએ છીએ.
અમે પોતે ‘હોશો હવાસ મેં’ એટલે સપૂર્ણ વિચાર કરીને નક્કી કરીને આ ક્ષેત્રમા આવ્યા છીએ, કોઈએ અમારા પર જબરદસ્ત કરી નથી કે તુ આ જ ક્ષેત્રમા આવવા જોઈએ. આથી લગ્નમા જેમ એકબીજાને વચન આપીએ તેમ ‘માન્ય છે,’ અથવા ‘કબૂલ હૈ.’ અથવા ‘આઈ ડુ’ કહીને અમે પોતાને અને પર્યટન ક્ષેત્રને એકબીજામા પરોવી લીધા છે. હવે જીવન જ જો આ ક્ષેત્ર સાથે બાધવાનુ નક્કી કર્યું હોય તો આ ક્ષેત્રમા વ્યવસાયના જે પણ ઉતારચઢાવ છે તેનો પણ તે સાથે સ્વીકાર કર્યો છે. ‘અરેરે!’ કહીને ડરીને તેમાના જોખમોનો સામનો કરવો કે ‘અરે વાહ! લેટ્સ ફેસ ઈટ એન્ડ કમ આઉટ એઝ વિનર’ એવુ કહીને બાયો ચઢાવવી તે અમારા પર છે. અમે ‘અરેરે’ કરતા ‘અરે વાહ!’ની સસ્કૃતિ વીણા વર્લ્ડમા કેળવવામા ઘણા ખરા અશે સફળ થયા છીએ તે જમા પાસુ છે.
છ વર્ષ પૂર્વે માનનીય શ્રી રાજ ઠાકરેને હસ્તે અમે વીણા વર્લ્ડની પહેલી સેલ્સ ઓફિસનુ ઉદ્ઘાટન કર્યા પછીની ગસમા તેમણે બે મહત્ત્વના મત્ર આપ્યા, એક, ‘દુનિયાને દુનિયા બતાવો!’ અને બીજુ, ‘તમારો વ્યવસાય છ પ્રશ્નોમા સમાયેલો છે તે સતત ધ્યાન રાખો. પર્યટકોના ફક્ત છ પ્રશ્ન છે અને તે છ પ્રશ્નોનો ઉકેલ જો તમે સારી રીતે લાવી શક્યા તો તમે દુનિયા જીતી લીધી. તેમણે કહ્યુ, ‘મને પર્યટન કરવાનુ ગમે છે, હુ પોતે પર્યટક છુ અને જ્યારે હુ પર્યટને નીકળુ છુ ત્યારે મારી સામે છ પ્રશ્ન હોય છે અને તેના જવાબો વ્યવસ્થિત મેળવવાનો હુ પ્રયાસ કરુ છુ, એટલે તેના જવાબ મને જો વ્યવસ્થિત મળે તો જ હુ પર્યટને નીકળુ છુ. તે પ્રશ્ન છે, ‘હુ ક્યા જવાનો છુ? હુ ક્યારે જવાનો છુ? હુ કઈ રીતે જવાનો છુ? હુ શુ જોવાનો છુ? હુ શુ ખાવાનો છુ? હુ ક્યા રહેવાનો છુ?’ અરે, ખરેખર! અમારા વ્યવસાયને લાગતી આ વાત તેમણે એકાદ સાર કહ્યા પ્રમાણે અમારી સામે ઉકેલી બતાવી. ‘દુનિયાને દુનિયા બતાવો’ એ વીણા વર્લ્ડનુ માર્ગક્રમણ ચાલુ જ છે અને આ છ પ્રશ્નો પર અમે અમારા દરેક ટ્રેનિંગ સેશન્સમા ચર્ચા કરીએ છીએ. નવા આવેલા ટીમ મેમ્બર્સ આ ક્ષેત્રની વ્યાપ્તિ જોઈને થોડા ગભરાયેલા અથવા ખચકાટ અનુભવતા હોય છે. તેમને જ્યારે આ છ પ્રશ્ન અને તેના ઉત્તરો કહેવામા આવે ત્યારે તેમના પર દુનિયાના પર્યટનને લીધે આવેલુ મોટુ દડપણ એકદમ ઓછુ થઈ જાય છે. માનનીય શ્રી રાજ ઠાકરેનો આભાર. તેમના આ છ સુત્રને લીધે અમારુ કામ સરળ થયુ અને આજે અહીં જાહેર રીતે લખવાને લીધે પર્યટન ક્ષેત્રમા ખાસ કરીને નવા પ્રવેશ કરનારા બધાને તેનો ફાયદો થશે.
કોઈ પણ પ્રોજેક્ટ કરતી વખતે અમે ૬ઠ+૨ઇં એમ આઠ પ્રશ્નોની કાર્યપ્રણાલી ઉપયોગ કરીએ છીએ. ખરેખર તો ૫ઠ+૧ઇં એવી છે. તેની શોધ ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટલે કરી હોવાનુ કહેવાય છે. અમને તેમા કશુ જ ઉમેરવાનો, ટૂકમા શાણપણ બતાવવાનો ઉભરતો હતો. ૫ઠ+૧ઇં એટલે વ્હોટ? વ્હેન? વ્હેર? હુ? વ્હાય? હાઉ?. શુ કરો છો? ક્યારે કરો છો? ક્યા કરો છો? કોણ કરે છે? શા માટે કરો છો? અને કઈ રીતે કરો છો? આ તે મૂળ જગપ્રસિદ્ધ પ્રશ્ન છે. દુનિયાના નાના, મોટા, સરળ, મુશ્કેલ એવા કોઈ પણ પ્રોજેક્ટ આ છ પ્રશ્નોમા એકત્રિત છે. એક વાર તેના જવાબ જો વ્યવસ્થિત શોધવામા આવે તો પ્રોજેક્ટની શરૂઆત બહુ સારી રીતે થાય છે. કોઈના મનમા કોઈ શકા રહેતી નથી. અમે તેમા નાખ્યુ છે ‘હુ.’ એટલે કે કોના માટે તે પ્રોજેક્ટ કરવામા આવી રહ્યો છે અને ‘હર્ડલ્સ’ તેમા અડચણો શુ આવી શકે છે. ‘પાસ્ટ હર્ડલ્સ અને પ્રોબેબલ હર્ડલ્સ’. જૂના રખડેલા પ્રોજેક્ટ નવેસરથી હાથમા લીધા હોય તો તેમા અગાઉની અમુક અડચણો હોઈ શકે છે તેનો સૌપ્રથમ પરામર્શ લઈને અને તે જ પ્રોજેક્ટમા અથવા નવા પ્રોજેક્ટમા વર્તમાનમા અથવા ભવિષ્યમા શુ અડચણો આપણને આવી શકે? તેનો અદાજ લેવો આ બાબત મહત્ત્વની છે. અને તેથી જ એક ‘ડબ્લ્યુ’ અને એક ‘એચ’ અમે વધાર્યો છે. આ કલ્પના અમને રૂડયાર્ડ કિપલિંગના ‘દ એલિફન્ટ્સ ચાઈલ્ડ’માથી સૂઝી છે. કોઈ પણ નાના મોટા પ્રોજેક્ટ આ રીતે જ્યારે હાથમા લેવામા આવે ત્યારે તે સારી રીતે પાર પડવા સાથે સમયસર પૂરો થાય છે તે અમે જોયુ છે. ક્યારેક ક્યારેક એકાદ પ્રોજેક્ટ હાથમા લીધા પછી ઉતાવળમા આ ૬ઠ+૨ઇં પ્રણાલી તરફ દુર્લક્ષ પણ થાય છે અને તે નહીં કરતા જ્યારે આગળ વધીએ ત્યારે કાઈક ને કાઈક અવરોધનો સામનો કરવો પડે જ છે. આથી જ અમે એકબીજાને ‘૬ઠ+૨ઇં’ કર્યું કે? એવી યાદ કરી આપીએ છીએ.
વધારેલો ડબ્લ્યુ એટલે ‘કોના માટે’ અમને અમારા વીણા વર્લ્ડનો વિચાર કરાય તો તે પર્યટકોનો છે. પ્રોજેક્ટ કોઈ પણ હોય, તે અતે પર્યટક કેન્દ્રિત જ હોવાથી તે પર્યટકને શુ જોઈએ એ મહત્ત્વનુ છે અને આ પર્યટકોની બાજુનો વિચાર કરતી વખતે આજના શીર્ષકમા લખેલા આ છ પ્રશ્નો બહુ ઉપયોગી નીવડે છે. ગયા અઠવાડિયે ઈન્ટર્નશિપ માટે બેલ્જિયમની ટેસા હોપડેલ વીણા વર્લ્ડમા જોઈન થઈ. અમેરિકન સ્કૂલની વિદ્યાર્થિની તેની રજાઓમા પદર દિવસ વીણા વર્લ્ડ ઈનબાઉન્ડના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ભારતમા આવનારા તેના જેવા આતરરાષ્ટ્રીય પર્યટકોને શુ શુ જોઈએ? તેમના મનમા શુ પ્રશ્નો હોય છે જ્યારે તેઓ ભારતમા આવવાનો વિચાર કરે છે? આવા અનેક સભવિત પ્રશ્નોની યાદી તેણે સુનિલાને બનાવવા કહ્યુ. એક વાર તેના મનના પ્રશ્ન સમજાય એટલે તે મુજબ આગામી પગલા ઠરાવવાનુ આસાન બનશે. ટેસા પોતે એક ઈનબાઉન્ડ ગેસ્ટ છે અને તે એ જ પ્રોજેક્ટ પર ટીમ મેમ્બર તરીકે જ્યારે કામ કરે ત્યારે બમણો ફાયદો થાય છે.
આ વર્ષે લાહૌલ સ્પિતી ચદ્રતાલની સહેલગાહ અમે પહેલી વાર આયોજિત કરી. બે વર્ષ પૂર્વે સુધીરે આ સહેલગાહ કરી હતી ત્યારથી તેનો આગ્રહ હવે કૃતિમા ઊતર્યો છે. ગયા અઠવાડિયામા આ સહેલગાહ પર્યટકોના ઉત્સાહથી અને અમારા ટુર મેનેજર્સ પ્રકાશ પતગે અને તન્મય નાઈકની અખડ મહેનતથી સફળ થઈ. ‘અદ્ભુત અફલાતૂન અનુભવ’ આ ત્રણ શબ્દમા તેમણે આ નિસર્ગસુદર અપ્રતિમ સ્થળોનુ વર્ણન કર્યું. આ કાયમી ફેમિલી ટુર નહીં, હોઈ ખરા અર્થમા એક સાહસિક સહેલગાહ છે. તેને એક્સપીડિશન કહી શકાય. આ સહેલગાહમા જઈને આવેલા પુણેના શ્રી. સતીશ ગોરેએ એટલો સરસ પત્ર મોકલ્યો કે અમને ‘પર્યટકોની દૃષ્ટિથી આ સહેલગાહ’ એવો અલગ સર્વે કરવાની જરૂર પડી નહીં. પોઈન્ટ ટુ પોઈન્ટ તેમણે દરેક વાત રજૂ કરી હતી. ટુર મેનેજર પાસેથી લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો કયાસ મળી ગયો હતો, પર્યટકોનો દૃષ્ટિકોણ સતીશ ગોરેને લીધે મળ્યો. હવે લાહૌલ સ્પિતીની બીજી સહેલગાહ ચાલુ છે. અમે આવી આ સહેલગાહ દ્વારા પર્યટકોને સરળ સહેલગાહ, થોડી મુશ્કેલ સહેલગાહ, ખડતર સહેલગાહ એમ તબક્કાવાર એક્લમટાઈઝ કરી રહ્યા છીએ. વિદેશ સહેલગાહની મૂળભૂત સુખસુવિધાઓની તેટલી સમસ્યા હોતી નથી. ભારતમા પણ પચોત્તેર ટકા સહેલગાહ સારી રીતે શરૂ થતી હોય છે. જોકે પર્યટક થોડા અડરડેવલપ્ડ સ્થળે અથવા મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા લાહૌલ સ્પિતી, લેહ લડાખ, અરૂણાચલ પ્રદેશ-નોર્થ ઈસ્ટ, અમુક અશે કશ્મીર, આદામાન, ભૂતાન જેવા સ્થળે જાય છે ત્યારે અમને તેમને આ સ્થળોના અલગ અલગ પ્રશ્નોની જાણકારી આપવી પડે છે, તેમની માનસિકતા તૈયાર કરવી પડે છે આ સ્થળોના પર્યટન માટે. યુરોપથી નોર્થ ઈસ્ટ અથવા લેહ લડાખ આવનારા પર્યટકો એકદરે ત્યાની પરિસ્થિતિ વિશે અજાણ હોય તો નારાજ થઈ શકે છે. અર્થાત આ બધા જ સ્થળે દર વર્ષે અમે હજારોની સખ્યામા પર્યટકોને લઈ જઈએ છીએ. સફળ સહેલગાહનુ આયોજન કરીએ છીએ, જેથ ચિન્તા કરવાનુ કોઈ કારણ નથી.
પ્રોજેક્ટ કરતી વખતે જ (૬ઠ+૨ઇં) પ્રશ્ન, પર્યટકોના મહત્ત્વના છ પ્રશ્નો, તેની સાથે પર્યટન સ્થળોના અમુક પ્રશ્નો હોય છે તે અમને જવાબ સહિત પર્યટકોને કહેવા પડે છે. એકદરે પ્રશ્નોનો ઉકેલ લાવતા રહેવુ અને માર્ગક્રમણ ચાલુ રાખવુ જોઈએ. લેટ્સ કીપ ગોઈંગ! હેવ અ હેપ્પી રેની સન્ડે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.