વીણા વર્લ્ડ થયુ ત્યારે ‘હવે આગળ શુ?’ એવા અનેક પ્રશ્ર્ન હતા. ખિસ્સા ખાલી હતા પણ સપના ચદ્ર પર જવાના હતા. આપણે આજે જે સ્થિતિમા છીએ તેના કરતા આપણને ક્યા પહોંચવુ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને કમર કસીને પ્રયાસ કરવામા બધાએ પોતાને પરોવી લીધેલા. હજુ લક્ષ્ય સુધી પહોંચવાનુ દસ ટકા કામ પણ થયુ નથી છતા...
હાલમા અમારી માર્કેટિંગ મેનેજર પ્રણોતી જોશીની કેબિનમા મોટે મોટેથી હસવાનો અવાજ આવ્યો. ત્યાથી પસાર થતી હતી, અદર ડોકિયુ કર્યું અને કહ્યુ, ‘મને પણ કહો, આ ચાર દીવાલની અદર શેનો આનદોત્સવ થઈ રહ્યો છે.’ પ્રણોતીએ કહ્યુ, ‘હમણા ફોન આવ્યો હતો, અમુક એક બેન્કનો હતો, લોન જોઈએ કે એવુ પૂછ્યુ. મેં કહ્યુ, જોઈએ! તો સામેથી જવાબ મળ્યો, તમને આટલી લોન સેન્કશન થઈ શકે છે અને તે માટે તમારે દર મહિને આટલા હપ્તા ભરવાના, ત્યારે તેમને કહ્યુ, મેં શા માટે હપ્તા ભરવાના? લોન તમે આપી રહ્યા છો, મેં થોડી તમારી પાસે માગી છે, હપ્તા પણ તમે જ ભરો, તો ગુસ્સામા ફોન મુક્યોે. અમે કાઈક કામ કરતા હતા મહત્ત્વનુ અને તેની વચ્ચે આ ફોન આવ્યો હતો. તેનાથી ડિસ્ટર્બ થવાને બદલે તે ફોન કરનારને જ ડિસ્ટર્બ કર્યો. આ ફોન્સનો બહુ ત્રાસ છે. સવાર બપોર સાજ, કોઈ ભાન હોતુ નથી, ગમે ત્યારે ફોન્સ આવે છે. હવે કમસેકમ આ માણસ તો તેની લિસ્ટમાથી મારો નબર કાઢી નાખશે. ડિસ્ટર્બન્સનો એક ફોન ઓછો કર્યો. ગુસ્સામા ફોન ડિસ્કનેક્ટ કરવાની તેની રીત જોઈને અમે હસી રહ્યા હતા.’ તેમને કહ્યુ, ‘આથી જ છ વર્ષ પૂર્વે આપણે નક્કી કર્યું હતુ કે જો વીણા વર્લ્ડ નવી હોય તો આપણી પાસે આવા પ્રકારના ફોન માર્કેટિંગ અથવા જેને ‘કોલ્ડ કોલિંગ’ કહેવાય છે તે આપણે કરવા નહીં. અને તે આપણુ ડિસીઝન બરોબર હતુ.’
ટેલિવિઝન પ્રકાર નવો હતો ત્યારે, એટલે કે, સામાન્ય રીતે ૧૯૭૦-૮૦નો સમયગાળો હશે, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતો, જેના પર અનેક સારા સારા કાર્યક્રમ આવતા, હજુ પણ યાદ આવે છે તેમા સતાકુકડી, આવો મારે સાી, છાયાગીત, સમાચાર, ફુલ ખિલે હૈં ગુલશ ગુલશ અનેક શો અને સિરિયલો આજે પણ આપણી પર જાદુ પાથરીને છે. ટીવી બ્લેક એન્ડ વ્હાઈટ હોવા છતા તેણે આપણા મન પર એવી સારી સારી રગબેરગી યાદો કોરી છે કે તે ગપ્પા નોસ્ટેલ્જિક કરી જાય છે. તે સમયે દિલીપ પ્રભાવળકર અને બાળ કર્વેની એક સિરિયલ હતી ચિમણરાવ આણિ ગુડ્યાભાઉ. તેના દરેક એપિસોડ મજેદાર હતા. મીટ માડીને તે સિરિયલ જોવા માટે બેસતા. હવે લખતી વખતે મને એવુ લાગે છે કે લખાણ રોકીને યુ ટ્યુબ પર તે એપિસોડ્સ છે કે એ શોધવુ જોઈએ. તેમાથી એક એપિસોડ આ કોલ્ડ કોલિંગ પરથી યાદ આવ્યો. તે સમયે લેન્ડલાઈન ફોન હજુ નવો હતો. ફોનની અનેક મજેદાર વાતો- જોક્સ- ગમ્મત સાભળવા મળતા. રોંગ નબર તે સમયે એવો જ એક કોલ્ડ કોલિંગ જેવો સતાવનારો પ્રકાર હતો. ફોન પ્રકારની જ નવલાઈ હતી. આથી ફોન વાગતા જ ઉત્સાહથી આપણે તે લેવા જતા, સામેથી કોઈ અજ્ઞાત નીકળે અને દાત-હોઠ ચાવતા થોડી નમ્રતાથી તે સામેની વ્યક્તિને ‘રોંગ નબર’ એવુ કહીને આપણી તરફથી ફોન લગભગ મુકી દેવામા આવતો હતો. આ રોંગ નબર કિસ્સા પર ચિમણરાવ-ગુડ્યાભાઉ સિરિયલનો એક દે ધમ્માલ એપિસોડ હતો. સતત આવતા રોંગ નબરનુ શુ કરવુ તેના પર ચિમણરાવ ફોન પર જે જે કાઈ કરતા હતા તે સામેની અજ્ઞાત વ્યક્તિને હવે યાદ કરીને આજે પણ હસવાનુ આવે છે. તે સમયે રોંગ નબર આવવો તે ટેકનિકલ બાબત હતી. હવે પ્રગતિશીલ ટેકનોલોજીથી તે વાત કાળના પડદાની આડ ધકેલાઈ હોવા છતા આજે આ કોલ્ડ કોલિંગ માર્કેટિંગે ખાસ્સો ઉપદ્રવ મચાવ્યો છે એવુ કહેવામા કોઈ વાધો નથી.
વીણા વર્લ્ડ થયુ ત્યારે ‘હવે આગળ શુ?’ એવા અનેક પ્રશ્ર્ન હતા. ખિસ્સા ખાલી હતા પણ સપના ચદ્ર પર જવાના હતા. આપણે આજે જે સ્થિતિમા છીએ તેના કરતા આપણને ક્યા પહોંચવુ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને કમર કસીને પ્રયાસ કરવામા બધાએ પોતાને પરોવી લીધેલા. હજુ લક્ષ્ય સુધી પહોંચવાનુ દસ ટકા કામ પણ થયુ નથી છતા છ વર્ષ પછી આપણે રાઈટ ટ્રેક પર છીએ તેનો સતોષ છે. તે સમયે શરૂઆતમા ‘લોકોને કઈ રીતે સમજાશે કે વીણા વર્લ્ડ નામે નવી કપની શરૂ કરાઈ છે?’ તેની પર ચર્ચા હતી. ‘બે-ત્રણ પી.આર. કપનીઓએ એપ્રોચ કર્યો. તેઓ કહે છે, અમે તમને એક રોડ મેપ આપીશુ કઈ રીતે વીણા વર્લ્ડ લોકોમા પ્રચલિત બનશે તે માટે. તમને ડેટા બેઝ આપીશુ, એક ટીમ બેસાડીને તમે લોકોને કોલ કરીને માહિતી લો. તમને અલગ અલગ રીતે સતત લોકો સામે રાખીશુ, જેથી વીણા વર્લ્ડ બ્રાન્ડ ફાસ્ટ પેનિટ્રેટ થશે.’ અનેક યોજના કહીને તેમણે તે માટે આવનારા ખર્ચનુ મોટુ એસ્ટિમેટ અમારી સામે રાખ્યુ. તેમની ફી અમને પોસાશે કે હી તે પ્રશ્ર્ન હતો, પરતુ બીજો મહત્ત્વનો પ્રશ્ર્ન હતો, ‘આપણે પરફોર્મન્સથી મોટુ થવુ છે કે પી.આર.થી?’ આવા મહત્ત્વના નિર્ણયો લેવામા આવે છે ત્યારે અમે બધા ભેગા થઈએ છીએ, ચર્ચા કરીએ છીએ અને નિર્ણય લઈએ છીએ. આજે પણ આ પ્રથા કાયમ છે. નીલ કાયમ એક પ્રશ્ર્ન પૂછે છે, ‘આર વી ઓન ધ સેમ પેજ?’ બધાની એકસૂત્રતા થાય એટલે મિટિંગ પૂરી થાય છે. આવી જ એક ચર્ચામા અમે મુદ્દા રજૂ કર્યા.આપણી પાસે શુ છે અને શુ નથી તેના. ત્રીસ વર્ષની અખડ મહેનતથી નિર્માણ થયેલુ ગૂડવિલ, આ લેખ દ્વારા પર્યટકો સાથે અને વાચકો સાથેનો સવાદ, દેશવિદેશમા જોડાયેલા સપ્લાયર્સ અને સગાથે ટીમ એ મૂડી હતી. સસ્થા શરૂ થાય એટલે રવિવારના લેખ દ્વારા, જે એક્ચ્યુઅલી એડવિટેરિયલ્સ હોય છે, એક રીતે જાહેરાત જ હોય છે, તેના દ્વારા પર્યટકો સાથે સવાદ સાધીએ, જાહેરાત આપીએ એટલે પર્યટકો આવશે અને તેમને આપણા સારા કામોથી આપણે આપણી સાથે બાધી લઈશુ, એ કાર્યપદ્ધતિ હશે. આપણે વીણા વર્લ્ડમા કોઈ પણ પી.આર. કપની એપોઈન્ટ કરવી નથી અને કોલ્ડ કોલિંગ પ્રકાર આપણે ત્યા શરૂ કરવો નથી. આપણને સચિન તેંડુલકર બનવુ છે, હા, પરફોર્મન્સથી આગળ વધીશુ. સર્વાનુમતે આ નક્કી થયુ. જાહેરાત શરૂ થઈ અને પર્યટકોએ જે કાઈ સાથ આપ્યો તે પહેલા વર્ષે વિચારતા જ હી. આવુ નસીબ ભાગ્યે જ કોઈને મળતુ હશે. પહેલા સમર વેકેશનમા તો અમે પર્યટકોના આ પ્રચડ પ્રતિસાદથી અસર્મ રહી ગયા એટલો પ્રેમ પર્યટકોએ આપ્યો. તે વર્ષે અમુક ટુર્સ પર પર્યટકોને ત્રાસ પણ થયો તેનુ હજુ પણ દુ:ખ છે. તે પર્યટકો જ્યારે પાછા વીણા વર્લ્ડ પાસે આવવા લાગ્યા ત્યારે થયેલી ખુશી શબ્દોમા વર્ણવી શકાય તેવી નથી. તેમની માફી માગવા સાથે તેમના આભાર પણ માનુ છુ. જોકે કોલ્ડ કોલિંગ નહીં કરતા, પી.આર. એજન્સી નિયુક્ત નહીં કરતા, આપણે ઘણુ બધુ કરી શકીએ જો આપણી અદર આત્મવિશ્ર્વાસ અને કામ કરવાની ધગશ હોય તો. પી.આર. એજન્સી પર મારો રોષ નથી પણ આપણે પહેલા પોતાને અજમાવવુ જોઈએ. ‘નદીમા નહીં હોય તો હવાડામા ક્યાથી આવે’ એવી એક ગુજરાતી કહેવત છે. પહેલા આપણી કેટલી ધગશ છે તે જોઈએ. જો તે નહીં હોય તો પી.આર. એજન્સી ગમે તેટલુ કરે તો પણ તેને સફળતા મળતી નથી એવુ આપણે અનેક કપનીઓની બાબતમા જોયુ છે.
સમર સીઝનનો ધમાકો ૂર્ણ યા છી અમારી પાસે શરુ ાય એટલે કે એમ્પાવરમેન્ટ મુવમેન્ટ. બ્રાન્ચીસ, પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ, ટીમ મેમ્બર્સ જેવા બધાનો કયાસ મેળવવામા આવે છે અને જ્યા જ્યા પણ શક્ય હોય ત્યા કરેકશન્સ-અપગ્રેડેશન્સ કરવામા આવે છે. આપણી બ્રાન્ચીસ કેવી અવસ્થામા છે? ઈન્ટીરિયર- એક્સ્ટિરિયર-ટીમ બધા વ્યવસ્થિત છે? વધુ શુ કરવુ જોઈએ? તેમને કયો સપોર્ટ આપવો જોઈએ? આ માટે માર્કેટિંગ ટીમે સર્વત્ર પ્રવાસ કર્યો. તેમનો વિગતવાર રિપોર્ટ જાણવા માટે અમે બધા ભેગા બેઠા હતા. એક પછી એક મુદ્દા આવતા હતા. તેમા એક વિચાર આવ્યો, ‘આપણે ત્યા આપણે કોલ્ડ કોલિંગ કરતા નથી પણ આપણી સાથે જઈ આવેલા ગેસ્ટને આપણે વચ્ચે વચ્ચે ફોન કરવો જોઈએ? આપણી એક સોલ્સ ઓફિસે આવો ફોન કર્યા પછી તેમનુ બુકિંગ આવ્યુ.’ મુદ્દો ખોટો નહોતો, ફોન જેમને કરવાનો છે તે ગેસ્ટ આપણને જ્ઞાત છે, આને સાવ કોલ્ડ કોલ નહીં કહી શકાશે. આવો વિચાર કરવાનુ અમે શરૂ કરતા હતા ત્યા પાછળ બેઠેલા મારા નાો દીકરો રાજે કહ્યુ ‘નહીં, કોલ કરવાનો નહીં!’ અમે બધા આશ્ર્ચર્યચકિત થઈને રાજ પાસે જોયુ. હાયર સ્ટડીઝ માટે યુનિવર્સિટી ટુ યુનિવર્સિટીની વચ્ચે જે સમય મળ્યો છે તેમા રાજ ઓફિસમા યોગદાન આપી રહ્યો છે. ફરી તેણે કહ્યુ, ‘કોલ કરવાનો નહીં!’ ‘અરે પણ શા માટે નહીં કરવો જોઈએ તે તો કહે, આ આપણા જ્ઞાત ગેસ્ટ છે, તેમને પણ નવુ શુ આવ્યુ છે તેનાથી માહિતગાર થવાનુ હોય છે. આથી આપણે શક્યતો તપાસ કરીને જોઈએ છીએ કે આવા ફોન કરવા કે નહીં?’ રાજે પોતાનો મુદ્દો આગળ કરતા કહ્યુ, ‘મને મેકડોનાલ્ડ્સ ગમે છે, પણ તેમણે જો મને આવો ફોન કર્યો તો હુ ફરી મેકમા ક્યારેય નહીં જઈશ. મને તે જ્યા સુધી ગમે છે ત્યા સુધી હુ કોઈએ નહીં બોલાવતા ત્યા જઈશ, તે માટે તેમણે મને ફોન કરવાની જરૂર નથી અને તેમની પર આવા ફોન કરવાનો વારો શા માટે આવવો જોઈએ? ધે શુડ રાધર કોન્સન્ટ્રેટ ઓન ધેર ક્વોલિટી. અને ધારો કે આગળ મને મેક નહીં ગમે તો તેઓ ગમે તેટલા કોલ્સ કરે તો પણ હુ થોડો જ ત્યા પાછો જવાનો છુ? એટલે પ્રેક્ટિકલી ધિસ કાઈન્ડ ઓફ કોલ ડઝન્ટ હેલ્પ અને મારી પ્રાઈવસી આ રીતે ડિસ્ટર્બ કરેલી મને ગમશે નહીં, સો, કોલ કરવાનો નહીં!’ હાશ... નેક્સ્ટ જનરેશન બોલી અને આવનારા સમયનુ પગલુ મને દેખાયુ. છ વર્ષ પૂર્વે અમે કોલ્ડ કોલિંગને ના કહ્યુ હતુ. અમારી આગળની પેઢી આવનારી જનરેશનની માનસિકતા સામેથી ખોલીને બતાવતી હતી. ‘પરફોર્મન્સ ઈઝ દ કી’ એ અમારા કરતા તેમને વધુ સમજાયુ છે તે જાણીને ખુશી થઈ અને અમે નક્કી કર્યું, ‘કોલ્ડ કોલિંગ તો નહીં જ, પણ આપણા ગેસ્ટને પણ આવા કોલ નહીં કરવાના. લેટ્સ પરફોર્મ એન્ડ વિન.’ લડતા રહીશુ, મહેનત કરતા રહીશુ, જીવન શુ અથવા વ્યવસાય- પ્રચડ અવરોધોની હોડ રહેશે તેનો પ્રામાણિકતાથી સામે જઈશુ. એક ડાયલોગ યાદ આવ્યો હિંદીમા છે, ‘સાલા યે કિસ્મત મુઝે જિતને નહીં દે રહી હૈ ઔર મૈ તો હાર માનને કે લિયે તૈયાર નહીં હૂ.’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.