દરેક દિવસ અનેક પડકારો લઈને આપણી સામે ઊભો હોય છે. અખબારો ખોલો તો કોઈકે કોઈકને ઠગવાના, કોઈક નુકસાનીમા ગયાના તો કોઈકે રીતસર દેવાળુ ફૂક્યાના સમાચારો ધ્રાસકો આપે છે. ‘હીરો ટુ ઝીરો’ના સમાચાર તરત જ સામે આવે છે જ્યારે ‘ઝીરો ટુ હીરો’ કોઈક ખૂણામા શોધવા પડે છે. અમારી ઈંડસ્ટ્રીએ પણ બહુ આશાદાયી ચિત્ર ઊભુ નહીં કરતા રીતસર પદર-વીસ વર્ષ પાછળ ધકેલાઈ ગઈ છે.
એક વ્યક્તિ તરીકે આપણી પોતાના પ્રત્યે, કુટુબ પ્રત્યે, સમાજ પ્રત્યે અને દેશ પ્રત્યે એક જવાબદારી હોય છે. આપણા બોલવાથી-વર્તણૂકથી-કામથી તે વ્યવસ્થિત નિભાવવાની હોય છે. આપણી તરફથી એવુ કોઈ પણ કામ થવુ નહીં જોઈએ જેથી પોતાની અને વૈકલ્પિક રીતે સલગ્ન બધાની જ પ્રતિમા મલીન થાય. આ આપણને મળેલી શીખ છે અને તેથી સારી વર્તણૂક કરવા આપણા બધાનો જ અથાક પ્રયાસ હોય છે. જે બાબત એક વ્યક્તિની છે તે જ બાબત કોઈ પણ સસ્થાની પણ છે. સસ્થા ચલાવતી વખતે-વધારતી વખતે-વિસ્તાર કરતી વખતે અનેક બાબતોનુ ભાન અને સૂઝબૂઝ આપણને રાખવા પડે છે. જે સમયે આ ભાન છૂટી જાય તે સમયે સસ્થાની પડતી થવાના અનેક દાખલા રોજ આપણી સામે આવી રહ્યા છે. અર્થાત તેમની પડતીથી આપણે ગભરાઈ નહીં જતા, અમસ્તા જ તે વિશેની નિરર્થક ચર્ચામા સમય વેડફ્યા વિના તે સસ્થાની આવી દશા કઈ રીતે થઈ તે અગે સલાહ લેવી, તેમાથી બોધ લેવો, શુ નહીં કરવુ તે નક્કી કરવુ, તે સસ્થા કઈ રીતે ઉપર આવી? તેનો કારભાર કઈ રીતે ચાલતો હતો, જેથી તેણે આટલા વર્ષ રાજ કર્યું અને ચોક્કસ એવુ શુ બન્યુ જેથી ધીમે ધીમે તે સસ્થાની પડતી શરૂ થઈ અને એક દિવસ સાવ પડી ભાગી? આનો અભ્યાસ કરવાનુ આપણુ, એટલે કે, દરેક સસ્થા ચાલકોનુ કામ છે.
કોઈકની આ રીતે પડતીથી, પછી તે આપણી સ્પર્ધા કરનારી સસ્થા હોય, આપણને જો તેનાથી આનદ થતો હોય તો તે અશક્ત મનનુ લક્ષણ છે તેવો મારો ભારપૂર્વકનો મત છે. આપણે કાયમ પોતાની સ્વપરીક્ષા કરતા રહેવુ જોઈએ. આપણુ મન હકારાત્મક છે કે નકારાત્મક તે આપણને પોતાને જોખીને જોતા આવડવુ જોઈએ. તેની એક નાની તપાસ એટલે ‘અન્યોની સફળતાથી આપણને દુ:ખ થતુ હોય તો ચોક્કસ જ એવુ સમજી લેવુ કે આપણે એક નકારાત્મક- નિરાશાવાદી માનવી બની રહ્યા છીએ.’ આ તપાસ પોતે જ પોતાની કરવાની હોય છે, આપણે પોતાની સાથે ખોટુ બોલી નહીં શકીએ. આથી નકારાત્મકતા તરફ ઝૂકતા મનને તાત્કાલિક કાબૂમા લઈને રાઈટ ટ્રેક પર હકારાત્મકતા તરફ ખેંચી લાવવુ જોઈએ.
પર્યટન તરફ આજે મારી ગાડી અહીં વળવાનુ કારણ અમારી ટુરીઝમ અને તેની સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીમા હાલમા બનેલી અમુક તાજી ઘટનાઓ છે. માર્ચમા ભારતમા સૌથી મોટી, જેટ એરવેઝ પડી ભાગી અને અમારા જેવી ટુરીઝમ કપનીઓના જ નહીં પણ વ્યક્તિગત રીતે જનારા પર્યટકોના લાખ્ખો-કરોડો રૂપિયા પાણીમા ગયા. આ પૈસા પાછા મળશે? આ માટે આશાનુ કિરણ ક્યાય દેખાતુ નથી. જવાબ કોને પૂછવાનો? એ પ્રશ્ન છે. એટલે કે, અટવાયેલા પૈસાનુ ભાવિ અધારામા છે. આ આચકામાથી માડ બહાર આવ્યા ત્યા ભારતીય પર્યટન ક્ષેત્રમા અનેક વર્ષ માનભેર રાજ્ય કરનારી-અમે પણ જેમની પાસે જોઈને આ ક્ષેત્રમા પ્રવેશ કર્યો એવી સસ્થાએ દેવાળુ ફડ્ઢક્યાના સમાચાર આવ્યા અને રીતસર આચકો લાગ્યો. આ સમાચાર હજુ પચ્યા નથી ત્યા લડનની અને જર્મનીની એક પ્રચડ મોટી ટ્રાવેલ કપની વન ફાઈન મોર્નિંગ બેન્કરપ્ટસી ડિક્લેર થઈ ગઈ. લાખ્ખો લોકોને, એટલે કે, પ્રવાસીઓને દુનિયામા ઠેકઠેકાણે રીતસર રસ્તા પર છોડીને. તેમના કોઈ વાલી રહ્યા નહોતા.
હવે આમ જોવા જઈએ તો અમારી સાથે સ્પર્ધા કરતી એક સસ્થા ભારતીય પર્યટન ક્ષેત્રમાથી ગાયબ થઈ ગયા પછી અમને આનદ થવો જોઈએ. ‘ટુ કિલ દ કોમ્પીટિશન’ માટે મલ્ટીનેશનલ્સ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. અહીં તો એક-એક કપની પોતાના જ કરતૂતથી પોતે જ બહારની વાટ પકડી રહી છે. ઉપરથી જોતા તેના ઉત્તર ‘હા’ જ હશે. જેઓ એકદર અને સપૂર્ણ વિચાર કરી શકતા નથી તેમને આનદ પણ ચોક્કસ થશે અને ખરુ કહીએ તો મને પણ એક ક્ષણે તેવુ લાગ્યુ, કારણ કે અમને ઉપર આવવા નહીં દેવા માટે ટુરીઝમ ઈન્ડસ્ટ્રીમા એક-બે કપનીઓએ કમર કસી હતી. પોતાના ઉદ્ધાર માટે પરાકા:ાના પ્રયાસો નહીં કરતા અન્યોને ખતમ કરવાની યોજનાઓમા સમય વેડફવો તે પણ એક કારણ હોઈ શકે છે આવી મોટી-મોટી સસ્થાઓ દ્વારા દેવાળુ ફડ્ઢકવાનુ. આપણી પાસેથી આવુ નહીં થાય તેનુ આપણે ધ્યાન રાખવુ જોઈએ.
પોતાને જીતવા માટે, પોતાની શક્તિ અજમાવવા માટે, કોઈક એક સામાજિક જરૂર પૂરી કરવા માટે આપણે પ્રામાણિકતાથી લડીશુ. આપણી લડાઈ અન્યોને ખતમ કરવા માટે જો શરૂ કરવામા આવે તો આપણને ક્યારે તે ખતમ કરશે તે સમજાશે નહીં. અને તેના સરળ દાખલા સામે આવી રહ્યા છે. જ્યારે આવી આપણા ક્ષેત્રમા પડતીની વાતો આવે ત્યારે ચર્ચા થાય જ છે. અમારે ત્યા પણ તેવુ થયુ, કારણ કે આવનારા દેશવિદેશના દરેક એસોસિયેટ અથવા સપ્લાયરના ગપ્પામા વિષય નીકળતો જ. એક દિવસ નીલે કહ્યુ, ‘આ વિષય જો સામે કોઈ ઉખેળે તો આપણે સિફતપૂર્વક તે સભાષણ અન્યત્ર વાળવુ જોઈએ?’ અને ખરેખર અમે તે દિવસથી તે વિષય ક્યારેય જ ચગળ્યો નહીં. આમ તો તેટલો સમય પણ નથી. એક એરલાઈન અને ત્રણ મોટી ટ્રાવેલ કપનીઓ જ્યારે ભાગી પડે ત્યારે દુનિયાભરમા સર્વત્ર આ ઈન્ડસ્ટ્રીના ભવિષ્ય વિશે પણ પ્રશ્નચિહન ઊભુ થાય છે અને તે જ છે પર્યટન સાથે સલગ્ન અમારી નાની-મોટી સસ્થાઓનુ સૌથી મોટુ નુકસાન. કોઈક કશુક કરે અને તેનુ પરિણામ બધાને જ ભોગવવુ પડે તેવી આ વાત છે. તેના અમુક દાખલા તો તરત જ સામે આવ્યા. નીલ અને વીણા વર્લ્ડ એચઆર ટીમ મુબઈની અમુક કોલેજીસમાના ‘ટુરીઝમ સ્ટ્રીમ’ સદર્ભના અભ્યાસક્રમમા યોગદાન આપે છે અને ત્યા અભ્યાસક્રમ પૂરો કરેલા વિદ્યાર્થીઓને વીણા વર્લ્ડમા એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી રહ્યા છે. બે મહિના પૂર્વે નીલ અને એચઆર મેનેજર રજિથા તે કોલેજમા લેક્ચર અને ઈનામ વિતરણ સમારભ માટે ગયા ત્યારે ત્યાના એક પ્રોફેસરે કાળજીપૂર્વક રજિથાને પૂછ્યુ, ‘હમ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી મેં થોડે ડરાવને સીન્સ દેખ રહે હૈ, આપકા સબકુછ ઠિક ચલ રહા હૈ ન?’ લોકો આ ઈન્ડસ્ટ્રી પાસે કઈ રીતે શકાથી જોવા લાગ્યા છે તેનો આ દાખલો છે. અમારી પાસે એક નિયમ અમે બનાવી દીધો છે. ‘કેશ ટ્રાન્ઝેકશન્સ બિલકુલ નહીં તેમ જ ક્રેડિટ આપવાનુ નહીં અને ક્રેડિટ લેવાનુ નહીં.’ વીણા વર્લ્ડ ટીમની સેલરી, અમારા દેશવિદેશના સપ્લાયરોના પેમેન્ટ અને જો કોઈ હોય તો બેન્કના હપ્તા આ પેમેન્ટસમા એક દિવસનો પણ વિલબ ચલાવી નહીં લેવાય. નહીં કરીએ. નો એક્સક્યુઝ એટ ઓલ. અને આ બધુ વ્યવસ્થિત ચાલુ છે. ‘અમારુ પેમેન્ટ ડિલે થયુ છે’ એવો એકેય ફોન મને ક્યારેય આવ્યો નથી તે અમારા અકાઉન્ટ્સ અને એચઆર ટીમની સફળતા તેમ જ કોઈ પણ ડિફોલ્ટ થાય નહીં તેથી સતત સતર્ક રહેવાની તેમની આદત.
આ વર્ષની ટુરીઝમ ઈન્ડસ્ટ્રીની પડતીમા અનેકના પૈસા ગયા હોવાથી અને તેની વાત વાયુવેગે ફેલાવાથી ભારતની બધી જ ટુરીઝમ કપનીઓ પાસે ઓવરસીઝ સપ્લાયર્સની ‘પહેલા પૈસા આપો પછી જ સર્વિસ મળશે’ એવી સ્પષ્ટ માગણી જોર પકડવા લાગી છે. આખી ઈન્ડસ્ટ્રીની વિશ્વાસાર્હતાને આચકો લાગ્યો છે. વિદેશના સપ્લાયર્સનુ ઠીક છે તેઓ દૂર છે, આટલુ બધુ થયા પછી તેમને કોઈનો વિશ્વાસ નહીં આવે તે સ્વાભાવિક છે. દૂધથી મોઢુ દાઝ્યા પછી છાશ પણ ફડ્ઢકીને ફડ્ઢકીને પીવી. જો કે ગયા અઠવાડિયામા જયપુરની એક નવી હોટેલનો ફોન આવ્યો, ‘અમે પોલિસી બદલી છે, ગ્રુપ ચેક-ઈન પૂર્વે પૈસા જોઈએ, નહિતર ગ્રુપ લઈશુ નહીં.’ આ હોટેલે ક્રેડિટમા ઘણા બધા પૈસા ગુમાવ્યા તેથી બધા માટે આ નિર્ણય લીધો છે. ‘આપણી પર અવિશ્વાસ?’ તળિયાની આગ મસ્તકમા પહોંચવા જેવો આ ઘાટ છે. જોકે શાતિથી વિચાર કર્યો ત્યારે પોલિસીઝ તેમણે શા માટે બદલી હશે તે ધ્યાનમા આવ્યુ અને અમે તાત્કાલિક પૈસા મોકલી દીધા. આ પછી હોટેલ ઓનરે સુધીરને ‘સોરી-સોરી’ કહેતો ફોન કર્યો. તેણે જનરલ પોલિસી શા માટે બનાવી તે કહ્યુ અને ભૂલમા તમને પણ ફોન લાગી ગયો એવો બચાવ કર્યો એ વાત જુદી છે પણ અમારી ઈન્ડસ્ટ્રીની વિશ્વાસાર્હતાને આચકો પહોંચ્યો છે તે રીતસર મહેસૂસ થઈ રહ્યુ છે અને તેને લીધે જ કોઈનુ પણ દેવાળુ ફડ્ઢકાય તે આ ક્ષેત્રને અને દેશને પરવડવા જેવુ નથી.
કોઈ ટકી શકે નહીં તે પર્યટન ક્ષેત્રનો દોષ નથી. ટુરીઝમ ઈન્ડસ્ટ્રી દુનિયાની બે નબરની મોટી ઈન્ડસ્ટ્રી છે અને સતત તેજીથી વૃદ્ધિ પામી રહી છે. આઈટી ઈન્ડસ્ટ્રી ટુરીઝમ ઈન્ડસ્ટ્રીની પાછળ છે તે પરથી આપણને તેની વ્યાપ્તિનો ખ્યાલ આવે છે. ભારતમા તો હવે ટુરીઝમ ફડ્ઢલીફાલી રહ્યુ છે. આ ક્ષેત્રમા આવનારા બધા યુવાનોને મને કહેવાનુ મન થાય છે કે ‘બિન્દાસ્ત ઘૂસો આ ક્ષેત્રમા, તેનુ ભવિષ્ય વિશાળ અને ઉજ્જ્વળ છે. હવે તો આપણા ભારતના સવાસો કરોડ લોકોમાથી ફક્ત એક ટકા લોકો પાસે જ પાસપોર્ટસ છે. આ પ્રમાણ દસ ટકા, પચ્ચીસ ટકા, પચાસ ટકા થયુ તો શુ થશે તે તમે જ વિચારો.’ સો, આ ક્ષેત્ર ઉજ્જ્વળ ભવિષ્ય તરફ લઈ જશે તેમા કોઈ બેમત નથી અને મારો પોતાનો તેની પર સપૂર્ણ વિશ્વાસ છે. એક જ અને મહત્ત્વની જવાબદારી આપણી પર છે તે આપણા કર્તૃત્વથી આ ક્ષેત્રની વિશ્વાસાર્હતા વધારવાની છે. આપણે તે માટે નક્કી પગલા ઊંચકવા જ જોઈએ. સસ્ટેનિબિલિટી-ટકી રહેવુ હોય આ ક્ષેત્રમા તો માર્ગ થોડો દૂરનો-પેશન્સની પરીક્ષા જોનારો હોય છે પણ ત્યા દટે રહેવુ જોઈએ. ‘લો પ્રાઈસ’ પરથી ધ્યાન હટાવવુ જોઈએ. ટુરીઝમ-ટેલિકોમ-એવિયેશન એમ ત્રણેય માટે ત્રાસદાયક નીવડ્યુ છે લોએસ્ટ/ચીપેસ્ટ પ્રાઈસની લડાઈ. ટકવાનુ હોય તો તેમાથી બહાર આવવુ જોઈએ, નહિતર ‘ફલાય બાય નાઈટ’ના સમાચારો રોજ આપણે વાચીએ જ છીએ. ‘વી ઓલ શૂડ થિંક એન્ડ એક્ટ ટુ બી અ લોંગ ટર્મ પ્લેયર,’ એફોર્ડેબલ અને રિલાયેબલ આ બનેનો સુમેળ સાધવાનો પડકાર સતત ઝીલવો પડવાનો છે. વિષય મોટો છે પણ જગ્યા પૂરી થઈ રહી હોવાથી અતે, બિઝનેસ વધવો જ જોઈએ, આપણે અગ્રેસિવ રહેવુ જ જોઈએ. જોકે આપણી આગેકૂચ ચાલુ હોય ત્યારે એક ધ્યાનમા રાખવુ જોઈએ કે ‘ચાદર જેટલા જ પગ ફેલાવવા.’ આ કહેવત ગમે તેટલી જૂની, સ્કૂલવાળી, અનેકોને કદાચ નહીં ગમનારી હોય તો પણ મને તે ગમે છે, કારણ કે દરેક વાર તે આપણને યાદ કરાવે છે, ‘પ્લીઝ ચેક યોરસેલ્ફ, ગાડીની સ્પીડ એટલી જ રાખો, જેટલી કટ્રોલ કરી શકાય.’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.