ફેશનની દુનિયામાં જૂની ફેશન નવા રૂપમાં આવતી આપણને સતત દેખાય છે. હોલીવૂડ બોલીવૂડ એવોર્ડ ફંકશન્સ અને દુનિયાભરમાં ચાલતા ફેશન શોઝમાં ક્યારેક આપણે એકદમ હટકે એવી ઈનોવેટિવ ક્રિયેટિવિટી જોઈએ છીએ તો ક્યારેક અમુક કળાકૃતિઓ પર વિક્ટોરિયન આર્યન ઈજિપ્શિયન મૌર્યન યુગોમાંની અલગ અલગ ડિઝાઈન્સનો પ્રભાવ જણાય છે. આજનું નવું કોરું આવતીકાલે જૂનું થતું હોય છે અને અગાઉનું જૂનું આવતીકાલે નવા સ્વરૂપમાં આપણી સામે આવીને ઊભું રહે છે. દરેક વખતે એક વર્તુળ પૂરું થતું દેખાય છે. ફક્ત ફેશનમાં જ નહીં પણ આપણા જીવનમાં પણ દરેક પગલે આપણને આવાં વર્તુળ પૂરાં થતાં દેખાતાં હોય છે. અમારા પર્યટન ક્ષેત્રમાં પણ આવી જ કાંઈક સ્થિતિ અમને દેખાય છે.
પ્રવાસ એ બાબતની શરૂઆત માણસ સાથે જ થઈ છે. પ્રથમ અન્ન માટે દસેય દિશામાં ફરવું પડતું. તે પછી શિકાર અને લૂંટ માટે ભટકવાનું શરૂ થયું. અલગ અલગ પ્રદેશોની શોધ લગાવીને તેની પર માલિકી ગજવવાનું શરૂ થયું અને બ્રિટિશોએ વધુમાં વધુ દુનિયા શોધીને તેની પર રાજ કર્યું. નવી જગ્યાની શોધ લગાવવા માટે થતા સાહસિક પ્રવાસમાંથી દુનિયાને અનેક એક્સપ્લોરર્સ મળ્યા. અમેરિકાની શોધ લગાવનારા ઈટાલિયન ક્રિસ્ટોફર કોલંબસ અને અમેરિગો વ્હેસ્પુની, ભારતની ભૂમિકા પર પહેલું પગલું મૂકનારો પોર્ટુગીઝ વાસ્કો દ ગામા, ઓસ્ટ્રેલિયા ન્યૂ ઝીલેન્ડને દુનિયાના નકશા પર લાવીને પેસિફિક મહાસાગર ખૂંદી કાઢનારો બ્રિટિશ જેમ્સ કૂક, એન્ટાર્કટિકા પર સવારી કરનારો નોર્વેજિયન રોનાલ્ડ એમન્ડસન, યુરોપમાંથી એશિયા પાસે કૂચ કરીને ઈસ્ટ ઈન્ડિયા-ચાયનાનો નવો માર્ગ શોધનારો વેનિશિયન ઈટાલિયન માર્કો પોલો, પૃથ્વીની પહેલી પ્રદક્ષિણા કરનારો પોર્ટુગીઝ ફેર્ડિનાન્ડ મેગલેન, ચંદ્ર પર પહેલું પગલું મૂકનારો નીલ આર્મસ્ટ્રોન્ગ... આવી અનેક સાહસિક વ્યક્તિઓની શોધ વૃત્તિને લીધે દુનિયાની જાણ થઈ અને તેઓ દુનિયામાં પહેલાવહેલા પર્યટક ઠર્યા. આમ જોવા જઈએ તેમની પણ અગાઉ પર્યટનના પ્રણેતા અથવા પહેલા પર્યટક કોઈ હશે તો તે છે આપણા ગણપતિ બાપ્પા. પૌરાણિક કથા અનુસાર ગણપતિ બાપ્પાએ ઉંદરની પીઠ પર બેસીને જગ પ્રદક્ષિણા કરી હતી. આપણે અમસ્તા જ નથી દરેક સહેલગાહની શરૂઆત ‘ગણપતિ બાપ્પા મોરયા! મંગલમૂર્તિ મોરયા અને ઉંદીર મામાની જય’ એવો ઉદ્ઘોષ કરીએ છીએ.
અન્ન માટે, શિકાર માટે, લૂંટમારી માટે થનારા પ્રવાસ પછી યાત્રા પર્યટનનો વારો આવ્યો. હિમાલયનાં ઊંચાં ઊંચાં સ્થળો પર વસેલાં તીર્થસ્થાનોની મુલાકાત લેવા માટે લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. ચૌદમી-પંદરમી સદીમાં યુરોપમાં શ્રીમંત રોમન લોકોએ આનંદ માટે નિસર્ગરમ્ય સ્થળે જવાનું શરૂ કર્યું અને આનંદિત પર્યટન શરૂ થયું. માર્કોપોલોએ તેના શોધક પર્યટન માટે બારમી સદીમાં ચોવીસ વર્ષ પ્રવાસ કર્યો ત્યારે હવે આપણે ફક્ત ચોવીસ કલાક વિમાનમાં બેસવાના વિચારથી અસ્વસ્થ થઈ જઈએ છીએ. જમાનો કઈ રીતે બદલાતો ગયો તે જોવું પણ એક બહુ મજેદાર અનુભૂતિ હોય છે.
અગાઉ શિકાર માટે ભટકવામાં આવતું તે હવે જંગલ ટુરીઝમ બની ગયું છે. અર્થાત, શિકારની બાદબાકી કરીને. અગાઉના દરિયાખેડુ ખલાસીઓએ કરેલી સાગરની સફર હવે ક્રુઝ ટુરીઝમમાં પરિવર્તિત થઈ છે. અગાઉ બોટનો પ્રવાસ હવે એડવેન્ચર ટુરીઝમ તરીકે ઉદય પામ્યો છે. લાકડી પર સોનું બાંધીને કાશીની કરાતી યાત્રાએ હવે સ્પિરિચ્યુઅલ ટુરીઝમમાં સન્માનનું સ્થાન જમાવી દીધું છે. વર્તુળ પૂરું આ રીતે થાય છે. ફક્ત શ્રીમંતોની ઈજારાશાહી ધરાવતું પર્યટન હવે દુનિયાના દરેક માટે ખૂલી ગયું છે, એફોર્ડેબલ બન્યું છે અને તેથી જ દુનિયાના બીજા ક્રમની આ ઈન્ડસ્ટ્રીનું સ્થાન ટુરીઝમ ઈન્ડસ્ટ્રીને મળ્યું છે. મેન્યુફેક્ચરિંગ પ્રથમ અને આઈટી ઈન્ડસ્ટ્રી ત્રીજા ક્રમે છે. આ પરથી આપણે પર્યટન ક્ષેત્રની વ્યાપ્તિ, મહત્ત્વ અને ભવિષ્યની કલ્પના કરી શકીએ છીએ.
અનાદિકાળથી અનંતકાળ સુધી પર્યટન ચાલુ જ રહેશે, તે અગાઉ ક્યારેય અટક્યું નથી, હવે તે ચાલુ જ રહેશે અને આગળ પણ ક્યારેય તેને સેચ્યુરેશન આવશે નહીં તે પથ્થર પરની લકીર છે અને તેથી જ ભવિષ્યકાળ પર રાજ કરનારી આ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ હોવાનું અમને બહુ ગૌરવજનક લાગે છે. પર્યટન ક્ષેત્ર સાથે મારો પાંત્રીસ વર્ષનો પરિચય છે. તેમાં પ્રવાસીઓના, પર્યટકોના અનેક ઉતારચઢાવ જોવા મળ્યા. આઈટિનરી ડિઝાઈનિંગ, પ્લાનિંગ, માર્કેટિંગ, સ્ટ્રેટેજી બિલ્ડિંગ એ મારા મનગમતા વિષય છે. રોજ કાંઈક નવું કરવા મળતી તક ઉપલબ્ધ થતી જવાથી જીવન એકદમ ઈન્ટરેસ્ટિંગ બની ગયું. તેનો જ પરિપાક એટલે અલગ અલગ ઈનોવેટિવ ટુર્સ છે. દરેક ઘર અલગ છે અને ઘરના દરેક જણ અલગ છે. ઘર એકતાંતણે રાખવાનું હોય તો ઘરના દરેકનું સ્વાતંત્ર્ય અબાધિત રહેવું જોઈએ, તેમની પસંદગી-નાપસંદગી- મતોનો આદર કરતાં આવડવું જોઈએ. આ દરેક કુટુંબ એટલે અમારા અન્નદાતા, જેથી અમે પણ તેમની પસંદગી-નાપસંદગીનો આદર કરીને તેમને માટે અલગ અલગ પ્રકારનું પર્યટન શરૂ કર્યું. મહિલાઓ માટે વુમન્સ સ્પેશિયલ, જ્યેષ્ઠો માટે સિનિયર્સ સ્પેશિયલ, દાદા-દાદી, પૌત્રોના મુલાયમ સંબંધ માટે જ્યુબિલી સ્પેશિયલ, સ્વતંત્ર રીતે જીવન જીવનારા માટે સિંગલ્સ સ્પેશિયલ, ફક્ત નાની રજા મળે તેમને માટે શોર્ટ ટ્રિપ્સ... અલગ અલગ ઉપક્રમોથી ભારતનું પર્યટન વિશ્વ સમૃદ્ધ કરવામાં યોગદાન આપી શકાયું તેનો બહુ સંતોષ છે. વર્ષમાં ત્રણસોપાંસઠ દિવસ પર્યટન ચાલુ રહેવું જોઈએ એ નક્કી કર્યું અને તે વાસ્તવમાં ઉતાર્યું. અર્થાત સર્વ સંગઠિતોના વિચાર-કૃતિ- પરિશ્રમને લીધે આ શક્ય થતું ગયું, દરેક બાબતમાં સફળતા મળતી ગઈ.
એક વખત હું અને સુધીર અમે યુરોપ સહેલગાહનું મુહૂર્ત પાર પાડવા માટે અભ્યાસ તરીકે લંડનની એક ટ્રાવેલ કંપની મારફત સ્કેન્ડિનેવિયા ગયાં હતાં. સહેલગાહ સરસ હતી, એક જ વાત ખૂંચી અને તે એટલે દરરોજ અડધો દિવસ સ્થળદર્શન કરાવવામાં આવતું અને અડધો દિવસ ફુરસદ રહેતી હતી. ગાઈડ તે સમયે ઓપ્શનલ ટુર્સ લેવડાવતા. તેમાંથી એક સહેલગાહ અમે ચારસો ડોલર્સમાં લીધી. અને ત્યાં જઈને જોયું તો અગાઉ સ્કેન્ડિનેવિયન લોકો કઈ રીતે રહેતા? ચૂલા પર જમવાનું કઈ રીતે બનાવતા? ટીંગાડેલી ઝોળીમાં નાના બાળકને કઈ રીતે સુવાડતા... વગેરે વગેરે. કપાળ પર હાથ મારી લીધો અને આપોઆપ મોઢામાંથી નીકળી ગયું, "ધત્તેરીકી, અમારું બાળપણ પણ આ રીતે જ વીત્યું હતું ને, યુરોપિયન્સને તેનું ઘેલું છે. આ માટે આપણે આટલા પૈસા શા માટે ગણ્યા? બસમાં રોજ ઓપ્શનલ માટેના પૈસાની જ ચર્ચા. સુધીરને ત્યાંથી જ કહ્યું, "આપણે જ્યારે યુરોપ સહેલગાહ શરૂ કરીશું ત્યારે જે કાંઈ જોવા જેવું છે તે બધું આપણી સહેલગાહમાં સમાવિષ્ટ કરીશું. ઓપ્શનલ ટુર્સની ઝંઝટ અને તેની ચર્ચાને અવકાશ આપીને સહેલગાહનું વાતાવરણ બગાડવું નથી. અને અમે તેનું પાલન કર્યું. ‘એક વાર જાઓ છો તો બધું જોઈ લો’વાળા રીતસર ‘કેરી ઝીરો મની’ એવી અમારી સહેલગાહ પર્યટકોને ગમી ગઈ અને આજે ભારતમાં અને દુનિયાભરમાં બધાં સ્થળે તમને મોટી સંખ્યામાં વીણા વર્લ્ડના પર્યટકો આ ફુલ્લી સર્વિસ્ડ ટુર્સમાં આવેલા દેખાય છે.
એકદમ પહેલીવહેલી યુરોપ અમેરિકાની સહેલગાહમાં ભારતીય ભોજન અનેક ઠેકાણે મળતું નહોતું, જેથી બ્રેકફાસ્ટ ડિનર પર જ પેટપૂજા કરવામાં આવતી. આપણા ભારતીય મનને બપોરના ભોજનની આદત હોવાથી શરીરને ભૂખ લાગે કે નહીં લાગે, મનને ભૂખ લાગતી અને થોડું અકળાઈ જવાતું હતું. તે સમયે વધતી પર્યટકોની સંખ્યાનો દાખલો આપીને ત્યાંની રેસ્ટોરન્ટને વિનંતી કરીને અમે બ્રેકફાસ્ટ લંચ ડિનર આ બધું સહેલગાહમાં શરૂ કર્યું અને એકદમ એન્ટાર્કટિકામાં પણ. તેનો ફાયદો એવો થયો કે પર્યટકોએ અમને અવ્વલ નંબર પર મૂકી દીધા, તેમનું તન-મન-ધન અમે વ્યવસ્થિત રાખ્યું તેનું આ પરિણામ હતું. સહેલગાહમાં વધુમાં વધુ સ્થળદર્શન આપતાં હોવાથી પૈસાનું સંપૂર્ણ વળતર આપીને ‘ધન’ની કાળજી રાખવામાં આવી. બ્રેકફાસ્ટ લંચ ડિનરથી પેટ ભરાયેલું હોવાથી તન ઉલ્હાસિત રહ્યું. ટુર મેનેજરને લીધે સહેલગાહનો કાર્યક્રમ વ્યવસ્થિત પાર પડતો રહ્યો અને પર્યટકોનું મન શાંત રહ્યું. વીણા વર્લ્ડની સહેલગાહ એટલે ‘ઓલ ઈન્ક્લુસિવ ઓલ્વેઝ’ એવી મહોર સારા અર્થમાં લાગી અને આજ સુધી તેની પર સહેલગાહ ચાલુ છે.
બે મહિના પૂર્વે અમારા લાડકા ટુર મેનેજર રાહુલ દેસાઈનો મેસેજ વ્હોટ્સએપ વોલ પર ચમક્યો. સહેલગાહ અપગ્રેડ કરવામાં, તેમાં ફેરફાર કરવામાં પર્યટકોના ફીડબેકનો જેમ ફાયદો થાય છે તે જ રીતે અમારા ટુર મેનજર્સનાં સૂચનોનો પણ થાય છે. તેનું કહેવું હતું, ‘આપણે લેઝી ટુર્સ લાવીએ. આપણી સહેલગાહ સર્વ સમાવિષ્ટ છે, એફોર્ડેબલ છે અને પર્યટકોને તે પ્રચંડ ગમી રહી છે તે બધું સાચું હોવા છતાં એક વર્ગ એવો છે જેને આટલું બધું જોવાનું નથી, તેમની પાસે સમય ભરપૂર છે, એક-એક કરીને તેમને દુનિયા જોવી છે, બપોરનું જમવાનું કટ કરવામાં આવે તો ચાલશે પણ આપણે એકદમ રોક બોટમ પ્રાઈસમાં આવી લેઝી ટુર્સ લાવીએ. ‘લેઝી’ શબ્દ થોડો નકારાત્મક છે છતાં તે આપણે લઈએ.’ રાહુલનું કહેવાનું બરોબર હતું. વચ્ચે વચ્ચે પર્યટકો પાસેથી પણ ખાસ કરીને યંગસ્ટર્સ પાસેથી આવાં સૂચનો આવતાં હતાં. અમને પણ એવું લાગવા માંડ્યું હતું કે બધા માટે બધું કરનારા આપણે આ રોકબોટમ પ્રાઈસવાળી છતાં કશું ઓપ્શનલ નહીં હોય તેવી બ્રેકફાસ્ટ ડિનરવાળી સહેલગાહ લાવીએ.
એકંદરે અહીં પણ એક વર્તુળ પૂરું થતું દેખાતું હતું. અગાઉ ફક્ત બ્રેકફાસ્ટ ડિનરવાળી સહેલગાહમાં લંચ નહીં હોવું તે વીકનેસ હતી. હવે પર્યટકોનો નાનો સમૂહ કહી રહ્યો છે, ‘નો લંચ પ્લીઝ’ જમાનો બદલાઈ રહ્યો છે, આપણે પણ બદલાવું જોઈએ! એઝ ફાસ્ટ એઝ પોસિબલ. આમ પણ ડોક્ટર દીક્ષિતની ‘ફક્ત બે વાર જમો’ ક્રાંતિએ હાલમાં અનેકોના ત્રણમાંથી એક ભોજનની બાદબાકી કરી નાખી છે. તેમને શા માટે ત્રીજા ભોજનનો ખર્ચ? આમ કહીને અમે ‘લંચ નહીં હોવું’ એ આ કોસ્ટ સેવર ટુર્સની સ્ટ્રેંન્થ બનાવી. રાહુલે આપેલો ‘લેઝી’ શબ્દ તેની સાથે ‘ઈઝી’ જોડીને દેખાવડો બનાવી દીધો અને આ અઠવાડિયામાં લોન્ચ થઈ વીણા વર્લ્ડ સ્ટાઈલમાં ‘ઈઝી લેઝી કોસ્ટ સેવર યુરોપ ટુર્સ.’ તેને લીધે હવે યુરોપ જોવાનું વધુ આસાન બન્યું છે. ફુલ્લી પેકડ્ રેગ્યુલર લોકપ્રિય યુરોપ ટુર્સ અથવા ઈઝી લેઝી કોસ્ટ સેવર યુરોપ ટુર્સ.ચલો, બેગ ભરો, નિકલ પડો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.