રોેજ કાંઈક નવું કરવા મળવું જોઈએ, કરવું જોઈએ અથવા આપણને તેવી પરિસ્થિતિ નિર્માણ કરતાં આવડવું જોઈએ. પર્યટન વ્યવસાયમાં અમને આ ત્રણેય બાબત કરવા મળે છે. દુનિયાના ખૂણેખાંચરે સહેલગાહ ચાલુ હોય છે, ક્યાંક ને ક્યાંક કાંઈક બનતું જ હોય છે. કાયમનું હોય તો એક્સપર્ટ ટીમ તેના પર સોલ્યુશન કાઢવા માટે હાજર હોય છે. એકાદ નવો કેસ આવે તો અમે પણ તેમાં ભાગ લઈએ છીએ, સર્વાનુમતે નિર્ણય લઈને તેનો ઉકેલ લાવીએ છીએ અને અગાઉની અનેક કેસ સ્ટડીઝમાં તેને સમાવી લઈએ છીએ. જો આગળ જતાં ક્યારેક આવું જ કાંઈક બને તો તે ઉપયોગી બને છે. આ વ્યવસાયને લીધે અમને રોજ કાંઈક અણધાર્યું એવું નવું કરવા મળે છે. બીજી વાત એ કે અમને કાંઈક નવું કરવા માટે એટલા બધા એવેન્યુઝ છે કે પૂછવું જ શું, દુનિયાની દસેય દિશા અમારા અલગ અલગ પર્યટકો માટે અલગ અલગ આઈટિનરીઝ તૈયાર કરવા માટે ખુલ્લી છે. આથી સમયાંતરે તેમાં ફેરફાર કરવા, અપગ્રેડેશન્સ કરવાનું ચાલુ જ હોય છે. આઈટિનરીઝનું છે તેવું જ ઓર્ગેનાઈઝેશનનું પણ છે. ત્યાં પણ બધાની નિર્ણય ક્ષમતા વધારવી, દુનિયાની ગતિ સાથે આપણી ગતિને એડજસ્ટ કરવી, નીતિમૂલ્યોનું જતન કરીને તે જ કાર્યાલયીન જીવનશૈલી બનાવવી, ક્યારેક અમારી કોઈકની ગાડી પાટા પરથી ઊતરી જાય તો તેને ફરીથી પાટા પર લાવવી એવી બધી પ્રવૃત્તિઓ અખંડ ચાલુ હોય છે. કોઈને તેમાં કંટાળો આવતો નથી, કારણ કે પરિસ્થિતિ અથવા માનસિકતા જ તેવી નિર્માણ કરાઈ છે. આ ત્રણેય બાબત એટલી ઉત્તમ રીતે ચાલુ હોય છે કે રોજ ઓફિસમાં જવા માટે દરેક જણ ઉત્સાહી હોય છે. ‘લેટ્સ ડુ સમથિંગ ન્યૂ!’ આ એટિટ્યુડ લઈને જ અમે સવારે ઓફિસમાં પ્રવેશ કરીએ છીએ અને સાંજે કાંઈક નાની-મોટી એચિવમેન્ટ ગાંઠ બાંધીને સંતોષ સાથે ઘર તરફ નીકળીએ છીએ.
આજે ‘વુમન્સ ડે’ છે. આ દિવસ અમારા બધાને અમારા હકનો નહીં પણ માલિકીનો લાગે છે. ‘વુમન્સ સ્પેશિયલ’ દ્વારા હજારો મહિલાઓના દેશવિદેશનું પર્યટનનું સપનું અમે પૂરું કરીએ તેથી જ તો. વુમન્સ સ્પેશિયલ શરૂ કરીને આ વર્ષે ચૌદ વર્ષ થશે. વીણા વર્લ્ડ થયા પછી તો અમારી પહેલીવહેલી સહેલગાહ વુમન્સ સ્પેશિયલની જ નીકળી હતી. બાવીસ ઓગસ્ટ બે હજાર તેરના રોજ ગોવામાં એકસોવીસ મહિલાઓ અને અમારી નવીનવેલી વીણા વર્લ્ડ ગેન્ગ ધમ્માલ કરીને પાછી આવી અને બધી મહિલાઓને ટેકો આપીને એકત્ર આવીને વીણા વર્લ્ડનાં બીજ વાવયાં એવું કહેવામાં કોઈ વાંધો નથી. સૌપ્રથમ મહિલાઓ, એક મહિલાની પડખે ઊભી રહી, જેને લીધે અમને આત્મવિશ્ર્વાસ મળ્યો અને વીણા વર્લ્ડ ચલ પડી! ટૂંકમાં મહિલાઓએ મહિલાઓને સપોર્ટ કરી અને આવું વીણા વર્લ્ડ જેવું કાંઈક નિર્માણ થઈ શક્યું. અમારી આખી વીણા વર્લ્ડ ટીમ આ માટે મહિલાઓની કાયમની ઋણી રહેશે.
એક વાર વુમન્સ સ્પેશિયલની અમારી જાહેરાતમાં હેડલાઈન હતી, ‘છોકરીઓ છોકરીઓને સપોર્ટ કરે તો દુનિયા બદલાશે.’ આ લાઈન કોઈક કોપી રાઈટર પાસેથી લીધી નહોતી, પરંતુ અમારી કૃતજ્ઞતામાંથી મનમાંથી તે આવી હતી. મહિલાઓને પણ તે ગમી હતી. ટૂંકમાં, આવું અનુભવમાંથી આવેલું સાચું કાંઈક લખવાને લીધે જ તે જાહેરાત હિટ થઈ ગઈ હતી. અંતે જાહેરાતનો હેતુ જ એ હોય છે કે જેમને માટે તે કરી છે તેમને તે ગમવી જોઈએ, તેમણે એકશન કરવી જોઈએ, સહેલગાહના બુકિંગ વધવા જોઈએ. અને આપણે જે તે જાહેરાતમાં લખ્યું છે તે બધું આપણને સહેલગાહમાં ડિલિવર કરતાં આવડવું જોઈએ. મને વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલની અમુક સહેલગાહમાં જઈને ગાલા ઈવનિંગમાં પર્યટકોને મળવાની તક મળે છે. તેમની સાથે ગપ્પાં મારતાં મારતાં હું ડાયરેક્ટ પ્રશ્ર્ન પૂછું છું, ‘અમે જે જાહેરાતમાં લખ્યું છે તે પ્રમાણે બધું પાર પડી રહ્યું છે ને?
કે અમે જાહેરાતમાં લખીએ કાંઈક અને સહેલગાહમાં તમને બીજું જ કાંઈક અનુભવવા મળે છે?’ ખરેખર તો આવો પ્રશ્ર્ન પૂછવો સાહસનું કામ છે. જો કોઈ તે સમયે ફરિયાદ કરે તો રીતસર મારી અને વીણા વર્લ્ડની ઈજ્જતનો ફાલૂદો! જોકે તે ડર કરતાં ઓફિસ ટીમ અને ટુર મેનેજર્સે કરેલા નિયોજન પર અને મન:પૂર્વકની મહેનત પર ભરોસો હોય છે. તેથી પણ વિશેષ એ છે કે અમારી પાસેથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે ફર્સ્ટ હેન્ડ સાંભળવાનું પણ સાહસ હોય છે, ‘લેટ્સ ફેસ દ રિયાલિટી એન્ડ ઈમ્પ્રુવ.’ આ માનસિકતાને લીધે હું સંપૂર્ણ તૈયારી સાથે પ્રશ્ર્ન પૂછું છું અને મને ગર્વ છે કે યુરોપ હોય કે અમેરિકા, લેહ લડાખ હોય કે હિમાચલ, મને ક્યારેય બધાની તાળીઓના ગડગડાટ સિવાય વધુ કશું અલગ સાંભળવા મળ્યું નથી. અહીં કહેવાનું મન થાય છે ‘થેન્ક યુ વીણા વર્લ્ડ ટીમ! લેટ્સ કીપ ડુઈંગ અવર બેસ્ટ!’ આમ પણ મારી ઈમેઈલ આઈડી દર રવિવારે મરાઠી ગુજરાતીમાં છ મુખ્ય અખબારોમાં આ આર્ટિકલ સાથે છપાય છે, જેથી તે પર્યટકો પાસે હોય છે અને પર્યટકો પણ ઈમેઈલ દ્વારા કનેક્ટેડ હોય છે, ક્યારેક પ્રશંસા માટે તો ક્યારેક એકાદ ફરિયાદ માટે પણ. હું દરેક ઈમેઈલના ઉત્તરો આપી નહીં શકી તો પણ કોઈ ઈશ્યુ હોય તો તેનો ઉકેલ લાવવા માટેનું માર્ગદર્શન ગેસ્ટ રિલેશન્સ અથવા સેલ્સ કંટ્રોલ ટીમને કરતી હોઉં છું.
‘વુમન્સ ડે’ માટે શું કરવાનું તેનું પ્લાનિંગ બહુ અગાઉથી ચાલુ હોય છે, કારણ કે ‘વુમન્સ ડે’ પર મહિલાઓને બહાર જવાનું હોય છે અને અમે પણ તેમને બહાર નીકળવા પ્રેરિત કરવા માગતાં હોઈએ છીએ. આ માટે અમારી તાજેતરની જાહેરાતની હેડલાઈન અને કોપી હતી ‘તમે ક્યાં હશો?... ઘરમાં? ઓફિસમાં? દેશમાંં? વિદેશમાં? વિમેન્સ ડે આવી રહ્યો છે, જલદી નક્કી કરો અને ચાલો વીણા વર્લ્ડ સંગાથે! વિશ્ર્વાસથી, આનંદથી...’ ફરી એક વાર અથવા રાબેતા મુજબ આ જાહેરાત પણ હિટ થઈ અને આજે આઠમી તારીખે વુમન્સ ડેના દિવસે દુનિયાભરનાં અલગ અલગ સ્થળથી સાત વર્ષથી સત્તર વર્ષ સુધીની યંગ ગર્લ્સ છે. એક વુમન્સ સ્પેશિયલ આજે ‘વુમન્સ ડે’ના દિવસે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ‘વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ’ ફાઈનલ મેચ જોશે. બીજી વુમન્સ સ્પેશિયલ સિંગાપોર થાઈલેન્ડ મલેશિયાની સહેલગાહ કરી રહી છે. ત્રીજી વુમન્સ સ્પેશિયલ બાલીમાં ફરી રહી છે, ચોથી વુમન્સ સ્પેશિયલ સિંગોપાર મલેશિયા પર સવારી કરી છે. પાંચમી વુમન્સ સ્પેશિયલ થાઈલેન્ડમાં દે ધમ્માલ કરી રહી છે. છઠ્ઠી વુમન્સ સ્પેશિયલ અમૃતસર અટ્ટારી વાઘા બોર્ડર પર તિરંગાને સલામ કરશે, સાતમી વુમન્સ સ્પેશિયલ હિમાલય તરફ કૂચ કરીને અમૃતસર ડલહાઉસી ધરમશાળાની ગુલાબી ઠંડીનો આનંદ લઈ રહી છે, આઠમી વુમન્સ સ્પેશિયલ કોસ્ટલ ટાઉન પોંડિચેરીમાં સુંદર સમુદ્રકિનારા પર મોજમજા કરી રહી છે. જોયું ને, અમને બહુ અગાઉથી આ ‘વુમન્સ ડે આઉટ ટુર’નું પ્લાનિંગ કરવું પડે છે. વધુ એક ડિમાંડ ‘વન ડે-ફન ડે’ની હોય છે. દૂરની સહેલગાહમાં જેમને જવાનું ફાવતું નથી તેમના માટે અથવા ‘એક બ્રેક તો બનતાહી હૈ’ કહેનારી બિઝી-બિઝી ગર્લ્સ માટે દર વર્ષે એક દિવસની વુમન્સ ડે પિકનિક હોય છે. આ વર્ષે અમે ઈમેજિકાના સુંદર એમ્યુઝમેન્ટ પાર્કમાં આ એક દિવસે સેલિબ્રેશન કરી રહ્યાં છીએ. અને આ એક દિવસની ધમ્માલ માટે પણ ઘણી બધી મહિલાઓ આવી છે. અને હા, આમાંથી સાઉથ ઈસ્ટ એશિયાની સહેલગાહમાં ગયેલી ગર્લ્સને મળવા હું પણ થાઈલેન્ડમાં છું.
તો આ વુમન્સ ડે માટે બેગેજ ટેગ્ઝ બનાવવાનાં હતાં, જેની પર મેસેજ શું આપવાનો તે માટે માર્કેટિંગ ટીમ સામે બેઠી હતી. મેં કહ્યું, ‘કશું પણ ઘણું બધું લખતાં નહીં રહો. જસ્ટ સે, હેપ્પી વુમન્સ ડે!’ પ્રણોતી, વિભૂતિ, પ્રણાલીના ચહેરા પર પ્રશ્ર્નચિહ્ન દેખાયું. ‘ના ના, તે આપણે લખીશું જ પણ તેની પર કાંઈક ઈમોશનલ મેસેજ જોઈએ, આપણી સ્ટાઈલ પ્રમાણે.’ પર્યટકો! બી કેરફુલ, તમને જાળમાં ખેંચવા માટે આ ઈમોશનલ સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે! તેમને કહ્યું, ‘બેગેજ ટેગ્ઝ દેશવિદેશની સહેલગાહ માટે છે, જેથી તે ઈન્ગ્લિશમાં હશે. આથી જિતેશ તું લાઈન્સ બનાવ અને મને બતાવ.’ હું મરાઠી મિડિયમમાં ભણી છું, મરાઠીનો અભિમાન માનતાં અમને શાળા જીવનમાં મરાઠી બોલતી વખતે વચ્ચે વચ્ચે ઈન્ગ્લિશ શબ્દ ઉપયોગ કરીને સંવાદ સાધનારું અથવા વચ્ચે જ એકાદ ઈન્ગ્લિશ વાક્ય ફેંકનારાં મિત્રો- બહેનપણીઓની ભારે નવાઈ લાગતી. અમને તે ફાવતું નહીં, જેથી અમે જ અમને ઓછાં લેખતાં હતાં. જોકે ધીમે ધીમે અમે પણ તેમના જેવું શીખી ગયાં. પાછળ થોડું રહેવાય! તેથી અમારી મરાઠીમાં અંગ્રેજીની ભેળસેળ થઈ ગઈ. એક સારું થયું કે હાલનો યુગ અમારાં જેવાં લોકો માટે એક મોટો સંદેશ આપી રહ્યો છે. ‘ભાષા મહત્ત્વની નથી, કોમ્યુનિકેશન થવું જોઈએ.’ આમ છતાં ઈન્ગ્લિશ મેસેજ અથવા જાહેરાત હોય તો હું જિતેશ, નીલ, સુનિલા અથવા અમારી બહેનપણી નિકોલા પાયસનો આધાર લઉં છું. જિતેશ સારી કોપીઝ બનાવે છે, ફક્ત મારી એક જ સલાહ હોય છે, ‘જિતેશ, ડાયરેક્ટ મેસેજ, લંબાવવું નહીં, સોફ્ટ ડ્રિંકની જાહેરાત યાદ કર, ‘બુઝાયે સિર્ફ પ્લાસ, બાકી સબ બકવાસ!’ અને વધુ એક ઉપકાર કર્યા જેવો મેસેજ નહીં જોઈએ. તેને ઊડવા દે, ફૂલવા દે, મુક્ત કરીએ તેને બંધનમાંથી આ બધું બૅન. શી હેઝ અરાઈવ્ડ, શી હેઝ ઓલરેડી રિચ્ડ. યોર લેન્ગ્વેજ શુડ બી રિસ્પેક્ટફુલ.’ જિતેશ ઘાગ બપોરે લાઈન્સ લઈ આવ્યો, ‘આઈ સેલિબ્રેટ દ વુમન અરાઉન્ડ મી.’ ‘સેલિબ્રેટ દ પાવરફુલ વુમન ઈન યોર લાઈફ,’ ‘સેલિબ્રેટ હર,’ ‘સેલિબ્રેટ સ્પેશિયલ વુમન ઈન યોર લાઈફ.’ લાઈન્સ સારી હતી પણ તે છતાં સમથિંગ ઈઝ મિસિંગ એવું લાગતું હતું. શુભેચ્છા આપનાર-લેનારની સહેજ પણ ઉપકારની ભાવના તેમાં નહોતી જોઈતી. મારું અને તારું મહત્ત્વ બંને અબાધિત રહેવું જોઈએ. આપણે બધા મળીને આ દુનિયા ચલાવીએ છીએ. આથી એકબીજા પ્રત્યે નમ્ર રહીને સન્માન કરતાં આવડવું જોઈએ એ ભાવના કઈ રીતે લાવી શકાશે એ પ્રશ્ર્ન હતો. તેમની ટાઈમલાઈન આવી હતી. પેન લીધી અને જે લખ્યું તે વાંચીને જિતેશ એકદમ ભાવુક બનીને બોલ્યો, ‘સરસ છે.’ મેં કહ્યું, ‘આ પળે તને તારી માતા યાદ આવી ને! અથવા બહેન, ફઈ, માસી, જેમણે તારા ઉછેરમાં યોગદાન આપ્યું તે બધા તને યાદ આવ્યાં હશે. તે જ તો આ શુભેચ્છાનો હેતુ છે. આપણા જાણતાં- અજાણતાં આપણા જીવનને આકાર આપનારા બધાને યાદ કરીને તેમને કૃતજ્ઞતાપૂર્વક મનોમન સલામ કરવાનો. લેટ્સ ગો અહેડ વિથ દ લાઈન, આય એમ બીકોઝ શી ઈઝ!’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.