ઘર ટીપટોપ રાખવું, બધી વસ્તુઓ જે તે જગ્યા પર રાખવી, બંધ દરવાજાની આડમાં કશું દેખાતું નહીં હોય તો પણ કબાટ અંદરથી સમુંસૂતર રાખવું, ફક્ત મહેમાન આવ્યા પછી જ નહીં પણ આપણા માટે પણ ઘર સુંદર રાખવું તે આપણી ભારતીય સંસ્કૃતિ અથવા માનવજાતિની સંસ્કૃતિ એવું કહી શકાય. દરેક માતા-પિતા પોતાના સંતાનો પર તે સંસ્કાર ઘડતાં હોય જ છે. અમે નાનાં હતાં ત્યાં મુંબઈ નજીક પાલઘર તાલુકાના મથાણે ગામમાં રહેતાં. સાતમા ધોરણ સુધી ત્યાં જ ભણ્યાં, પરંતુ ગામ હોવા છતાં શુદ્ધ મરાઠી બોલવું, સ્પષ્ટ બોલવું, ઘર ટીપટોપ રાખવું, શિસ્તનું પાલન કરવું વગેરે બધી બાબતો માતા- પિતાએ સામ-દામ-દંડ-ભેદ એ બધા પ્રકાર અજમાવીને અમારા મનમાં સિંચન કર્યું. દર અઠવાડિયે રવિવારે ગામના તે ઘરે સાફસફાઈનો કાર્યક્રમ રહેતો, જેમાં પિતાની મર્સિડીઝ, એટલે કે, ટુ-વ્હીલર-સાઈકલના મેઈનટેનન્સનો, ટોઈલેટ ચકાચક સાફ કરવાનો, કબાટ સમુંસૂતર કરવાનો અને ક્યાંય કશું બંધ પડ્યું હોય, ખરાબ થયું હોય તો તે ચાલુ કરવાનો કાર્યક્રમ નક્કી રહેતો હતો. વાહ! આ લખતી વખતે પણ બાળપણનાં તે દશ્યો જાણે હમણાંના જ છે એ રીતે આંખોની સામે તરી આવે છે. યાદ કરીને તો જુઓ. બહુ સારું લાગે છે એકાદ મેડિટેશનમાં બેઠાં હોઈએ તેવું, તાજગીપૂર્ણ બની જઈએ છીએ. તેમાંથી જ એક યાદ એટલે ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો માતા- પિતા અમને આખું ઘર સાફ કરાવતાં. આમ તો એકદમ સાદું ઘર હતું, અમારી દાદીની એક મોટ્ટી પેશવાના ટાઇમની પેટી અથવા પેટારો, એક લાકડાના અરીસા સાથેનો કબાટ, એક ખાટલો, એક પંખો અને એક ખુરશી એટલી જ વસ્તુઓ તે મુખ્ય રૂમમાં હતી. હવે તેમાં સાફ શું કરવાનું, પણ તે બંને પોતે પણ સાફસફાઈમાં લાગી જતાં અને અમારી પાસે વિકલ્પ નહોતો. મહેમાન આવવા પૂર્વે ઘર અંદરબહારથી ચોખ્ખુંચણક રહેતું, કોઈ વસ્તુ આમ તેમ પડેલી નહીં હોય કે ધૂળ પણ નહીં હોય. તેમાંય નવી ચાદર, તકિયાના કવર પણ ચઢાવી દેવાતાં અને અમે બધા સ્નાન કરીને સારાં કપડાં પહેલીને મહેમાનોના સ્વાગત માટે તૈયાર રહેતા. મહેમાનો જોડે કઈ રીતે બોલવું, ‘થેન્ક યુ- સોરી- એક્સક્યુઝ મી’ ક્યારે બોલવાનું તેની પણ પ્રેકટિસ ચાલતી મહેમાનો આવવા પૂર્વે. એકંદરે રવિવારને બદલે ક્યારેક જો ઘરમાં સાફસફાઈનું કામ શરૂ થાય એટલે સમજી જવાનું કે આજે આવતીકાલે કોઈક મહેમાન આવવાના છે. સાફસફાઈ, સમુંસૂતર, મહેમાનો, તેમનું મન:પૂર્વક સ્વાગત આ બધી બાબતોનો જાણે બાળપણમાં જ બોધ મળી ગયેલો. તેમાંથી સાફસફાઈ- સમુંસૂતરપણાનું વળગણ મને થોડી વધુ વળગી ગયું. અમારો નાનો દીકરો રાજ કહેતો હોય છે, ‘મમ, તને ઓસીડી છે, કંટ્રોલ યોરસેલ્ફ.’ઓસીડી એટલે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝઓર્ડર. અગાઉ પિતાજી બૂમ પાડતા, ‘સાફસફાઈ કરો,’ તેથી હવે બાળકો કહે છે, ‘બસ થઈ તારી સાફસફાઈ.’ એકંદરે આપણી સાંભળવાની ભૂમિકા આગળ ચાલુ રાખવાની.
જોકે મહેમાન આવવાના હોય તેની તડામાર તૈયારી કરવી તે બાબત આટલા નાનપણથી શરીરમાં કેળવાઈ તેનું કારણ કદાચ દૈવી સંચિત હોવું જોઈએ એવું હવે લાગે છે, કારણ કે નસીબથી એવા વ્યવસાયમાં આવી કે જ્યાં દરરોજ કમસેકમ પાંચસો અને મહત્તમ આઠ હજાર પર્યટકોને જેમને અમે ‘ગેસ્ટ’ કહીએ છીએ તેમને સર્વિસ આપવાનાં કામો અમે દેશવિદેશમાં કરતાં હોઈએ છીએ. અર્થાત અહીં પર્યટકો અમારા મહેમાન હોવા છતાં તેઓ આ માટે પૈસા ભરીને આવેલા હોય છે તેમને ‘ઉત્તમ સર્વિસ મળવી’ તે તેમનો હક્ક હોય છે અને અમારે તે આપવાનું અમારી ફરજ છે. જોકે આ ફક્ત લેણદેણનો મામલો નથી. લેણદેણ નક્કી થયા મુજબ થવી જ જોઈએ, પરંતુ આ ફરજનો ભાગ અમે મન:પૂર્વક, પસંદગીથી અને હૃદયપૂર્વક કરીએ તો પર્યટકોને નક્કી થયા મુજબ અને અપેક્ષા મુજબ વધુ આનંદ આપણે આપી શકીએ. પર્યટકોને દેશવિદેશમાં સહેલગાહનો આનંદ મેળવી આપતા અમારા સાડાચારસો ટુર મેનેજર્સની ટીમને તેથી જ અમે ઉપરછલ્લાં મળીએ છીએ. સારી બાબતો બધાં મળીને આગળ લઈ જઈએ છીએ. ક્યાંક કોઈક દ્વારા કોઈ ભૂલ થઈ હોય તો તેનું મંથન કરવામાં આવે છે. ભૂલ સુધારવા જેવી હોય તો તેવી તક પણ આપવામાં આવે છે. અધરવાઈઝ માર્ગ અલગ કરીએ છીએ, કારણ કે જે પર્યટકોએ વિશ્ર્વાસથી તેમનો આનંદ આપણી પર સોંપ્યો છે તે ડિલિવરીમાં આપણા તરફથી કોઈ ભૂલ થઈ જવા દેવી નહીં જોઈએ. બાકી નિસર્ગથી, રાજકારણથી, પરિસ્થિતિથી આવી પડેલા પડકારોનો આપણે બધા મળીને મુકાબલો કરીશું પણ એક વાર ‘મહેમાન’ એટલે કે ‘ગેસ્ટ’ તરીકે આપણા પર્યટકોને કહ્યું છે તો પછી તેની સાથે આવનારો આદર, સેવા, નમ્રતા, સચોટતા વગેરે બધી જ બાબતોનું બંધન આવ્યું છે અને તે મન:પૂર્વક કરવામાં આવે તો બંધન નહીં લાગતાં તેનું પરિવર્તન આપણા પોતાના સંતોષમાં અને સફળતામાં પરિવર્તિત થાય છે.
વીણા વર્લ્ડના મેનેજમેન્ટમાં બે જણ એવા છે કે જેમને અમે ‘જગમિત્ર’ કહીએ છીએ, તે છે સુનિલા અને સુધીર. દુનિયામાં બધાં સ્થળે તેમનો મિત્રપરિવાર છે. ભારતમાં અને અલગ અલગ અનેક દેશોમાં ટુરીઝમમાં તેમની મૈત્રીપૂર્ણ ઓળખ છે. કોઈ પણ વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ક્યાંય નહીં હોવાથી નિર્ભેળ મૈત્રીનો આનંદ અમે પણ દૂરથી લઈએ છીએ. નેચરલી અમારે ત્યાં સતત દેશવિદેશના મહેમાનોની અવરજવર હોય છે. રોજ ઓફિસમાં બપોરના ભોજનના સમયે પંગતમાં કોઈક ને કોઈક હોય જ છે. આ બંનેના અલગ અલગ મિત્ર પરિવારને લીધે અમારો ફાયદો એવો થાય છે કે બેઠાં બેઠાં અમને તેમના દેશમાં શું ચાલી રહ્યું છે? ટુરીઝમની દુનિયામાં શું ચાલી રહ્યું છે? ક્યાં શું નવું આવ્યું છે? ક્યાં શું ફેલ ગયું છે આ બધી માહિતી મળે છે. રોજ અલગ અલગ રાજ્યોના, દેશોના મહેમાનોને મળવાનું સદભાગ્ય આ બંનેને લીધે વધુ લાભ્યું છે. ગયા અઠવાડિયે તો યુકેથી, એટલે કે, ઇંગ્લેન્ડથી પંચાવન જણનું ડેલીગેશન વીણા વર્લ્ડ વિદ્યાવિહાર ઓફિસમાં આવ્યું હતું. વાત એમ હતી કે ‘વિઝિટ બ્રિટન’ નામે બ્રિટન ટુરીઝમ ઓર્ગેનાઈઝેશનના અમુક સાથીઓની મુંબઈમાં એકંદર માર્કેટ અવેરનેસ માટેની મુલાકાત હતી અને તેમણે સુનિલાને આમંત્રણ આપ્યું હતું. તેમની સાથે ચર્ચામાં સુનિલાએ તેમને વીણા વર્લ્ડમાં આવવાનું આમંત્રણ આપ્યું અને તેમણે પણ તે ખુશીથી સ્વીકાર્યું હતું. તેઓ આવવાનો દિવસ હતો સંક્રાંતનો હતો. બ્રિટિશ એસોસિયેટ્સનું વીણા વર્લ્ડ તરફ થનારું સંક્રમણ અમારાં બધાંનો માટે એક પ્રોજેક્ટ હતો. પંચાવન વિદેશી મહેમાનો આપણા તહેવારના દિવસે આવવાના હોવાથી એનઆરઆઈ અથવા ફોરેનર્સની ઉત્તમ રીતે ભારત બતાવનારી અમારી ઈનબાઉન્ડ ટીમ અને માર્કેટિંગ ટીમ એકદમ ચાર્જ થઈ ગઈ.સુનિલાના માર્ગદર્શન હેઠળ બધા જ ડિપાર્ટમેન્ટ્સના હોશીલા કર્મચારીઓ એકત્ર આવ્યા અને ત્રણ કલાકની એક બોલતી- ચાલતી ઈવેન્ટ જ બની ગઈ. તેમાં તલના લાડવા, ચાફાનાં ફૂલ, રંગોળી અને આરતીથી ભારતીય પારંપરિક પોશાક પરિધાન કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ભારતમાં અને તેમાંય વીણા વર્લ્ડ પાસે યુકેનું પર્યટન કઈ રીતે ચાલે છે અને ભારતીય ટ્રાવેલ કંપનીઓ કઈ રીતે કામ કરે છે તેનું એક મસ્ત પ્રેઝેન્ટેશન થયું અને એક્ચ્યુઅલ વીણા વર્લ્ડ કોર્પોરેટ ઓફિસની ટુર તેમને કરાવી. આ પછી ભારતીય પકવાનોનું મસ્ત વેજિટેરિયન ભોજન આપ્યું. અને હા, સંક્રાંતનો દિવસ હોવાથી પતંગ ઉડાવવાનું કઈ રીતે ભૂલી શકાય? અમારા ટુર મેનેજર્સે તે પણ તડકો બ્રિટિશ મહેમાનોને આપ્યો અને એકંદરે ભારતીય મહેમાનગતીથી તેઓ ગદગદ થઈ ગયા. આપણા ભારતની, ભારતની ટ્રાવેલ કંપનીઓની અને આપણી મહેમાનગતીની એક સારી ઈમેજ તેઓ પોતાની જોડે લઈ જાય તે માટે અમારી ટીમે ક્યાંય કોઈ કસર છોડી નહોતી. ઈવેન્ટ મેનેજમેન્ટ ઉત્તમ રીતે થયું અને ખરા અર્થમાં અમે કહી શક્યા ‘અતિથિ દેવો ભવ:’
ખરેખર તો આટલું બધું નહીં કરીને પણ રાબેતા મુજબ મહેમાનગતીથી તે સાથીઓ ખુશ થઈને ગયા જ હોત પણ પર્યટનમાં હોવાથી, ‘અતિથિ દેવો ભવ:’નો ઉદઘોષ કરતી વખતે આવેલા મહેમાનો વિશે આપણને જો કોઈ લાગણી નહીં હોય, સ્નાનસૂતકનોય સંબંધ નહીં હોય તો આપણે ‘પર્યટનમાં હોવું જોઈએ ખરું?’ એવો પ્રશ્ર્ન પોતાને જ પૂછવો નહીં જોઈએ શું. નાની-નાની બાબતોની કાળજી લેતાં આવેલા મહેમાનોનો મન:પૂર્વક આદર કરીને તેમનું સન્માન કરવું એ માનસિકતા છે અને તે વીણા વર્લ્ડમાં અમે બધાની અંદર કેળવાઈ જવી જોઈએ તે આવા કાર્યક્રમોથી મળેલી તકનો ફાયદો, અમે પોતાના માટે અને અમારી ટીમ માટે પણ થાય છે. આજે સોશિયલ મિડિયાના યુગમાં ખરાબ સમાચારો વધુ તેજ ગતિથી ફેલાય છે. ભારતની પ્રતિમા અમુક પ્રમાણમાં મલીન કરવામાં આ ટેકનોલોજીએ ઉમેરો જ કર્યો છે એમ કહી શકાય. આવા સમયે આવનારા વિદેશી પર્યટકોને પછી તે કોઈ પણ દેશનો હોય, તેને આપણા તરફથી જે પણ સુંદર સંપન્ન છે તે બતાવવામાં- ભારતની ઈમેજ મજબૂત કરવામાં આપણે આપણું યોગદાન આપવું જ જોઈએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી... ગમે તેટલું નાનું કેમ નહીં હોય પણ યોગદાન આપવું જોઈએ. અતિથિ દેવો ભવ:
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.