નવવિવાહિત કપલ્સને રજાનો પ્રોબ્લેમ હોય છે. ‘આજકાલ રજા મળતી નથી’ એવી ફરિયાદ બધે સાંભળવા મળે છે. આવા સમયે ‘હનીમૂન પર આખરે ક્યારે જવાનું’ એવો વિચાર આવે છે અને આગળ ઢકેલતાં ઢકેલતાં વર્ષ વીતી જાય છે એવું આપણામાંથી અનેકોએ અનુભવ્યું છે. વધુ એક કારણ બજેટનું આપવામાં આવે છે. લગ્નમાં ભરપૂર ખર્ચ થઈ ગયો છે, હવે હનીમૂન પછી જોઈશું. હું કહીશ લગ્નમાં ખર્ચ થોડો અંકુશમાં રાખો અને નાની-મોટી કેમ નહીં પણ હનીમૂન ટુર થવી જ જોઈએ. હનીમૂન સહજીવનની સુંદર શરૂઆત છે. ત્યાં અવગણના કરવાની નહીં, નોટ અલાઉડ.
‘ડોન્ટ ટેલ મી, આ બની જ નહીં શકે, યુ મીન પીપલ ગો ઓન દેર હનીમૂન ઈન અ ગ્રુપ ટુર?’ ક્રોએશિયાથી આવેલા અમારા એસોસિયેટ પાર્ટનરના ચહેરા પરનો અવિશ્ર્વાસુ ભાવ જોવા જેવો હતો. તેને કહ્યું, "યેસ! એન્ડ દે લિવ હેપ્પીલી એવર આફ્ટર, ટુ વિલ બ્રિંગ હનીમૂન ટુર્સ ટુ ક્રોએશિયા ટૂ, બી રેડી! કોઈ પણ સંવાદમાં વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલનો વિષય આવે એટલે તે સામાન્ય રીતે ‘વ્હોટ અ લવ્લી ક્ધસેપ્ટ!’ એવો પ્રતિસાદ આવે છે. સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ જોઈને ‘વાવ! વ્હોટ અ કોઝ, ઈટ્સ બિયોન્ડ બિઝનેસ’ એવું સાંભળવા મળે છે. જોકે ‘હનીમૂન ટુર્સ’ની બાબત આજે પણ અમારા વિદેશના અનેક પર્યટકો સ્વીકારવા તૈયાર થતા નથી. આવું બની શકે એવું તેમના ગળે જ ઊતરતું નથી. આપણા ભારતમાં હજુ પણ ભવાં ઊંચાં કરવામાં આવે છે. આ હનીમૂન ટુર્સ વિશે સાંભળીને લોકો આશ્ર્ચર્યમાં મુકાય છે. આટલું જ નહીં, અમારી કોઈ પણ સેલ્સ ઓફિસમાં જ્યારે સહજીવનની નવી શરૂઆત કરનારાં આ લવ બર્ડસ જોડાં આવે છે ત્યારે સંવાદ કાંઈક આ રીતે જ શરૂ થાય છે. ‘તમારી પાસે હનીમૂન પેકેજીસ છે? અમારાં લગ્ન અમુકતમુક તારીખે છે, જે પછી ત્રણ-ચાર દિવસમાં અમે નીકળી શકીએ.’ વીણા વર્લ્ડ સેલ્સ એડવાઈઝર પછી તેમને ‘તમે ભારતમાં ક્યાં ક્યાં ફરી શકો છો, વિદેશમાં કયા કયા ઓપ્શન્સ છે’ તેની માહિતી આપે છે. હનીમૂન કપલને રીતસર હજારો હનીમૂન પેકેજીસના ઓપ્શન્સ ઉપલબ્ધ છે. ‘યુ નેમ ઈટ એન્ડ વી ડુ ઈટ’ એવું જ કાંઈક આ છે. આથી તમારાં મનગમતાં સ્થળ કહો, અમે તમને તમારા મન જેવું કસ્ટમાઈઝ્ડ પેકેજ બનાવી આપીએ છીએ. રેડીમેડ હનીમૂન પેકેજીસ પણ વીણા વર્લ્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તે ડાયરેક્ટ્લી જેમનાં તેમ બુક કરી શકાય અથવા જો અલગ હોલીડે પેકેજ તૈયાર કરીને જોઈતું હોય તો કરીને મળશે. આ કસ્ટમાઈઝ્ડ હનીમૂન પેકેજનો પ્રકાર થયો. તે સામે બેઠેલાં લવ બર્ડસને કહ્યા પછી અમારા ટ્રવ્હલ એડવાઈઝર હનીમૂન ટુર્સ તરફ વળે છે, ‘જો તમને કસ્ટમાઈઝ્ડ હનીમૂન પેકેજ નહીં જોઈતું હોય તો અમારી પાસે હનીમૂન ટુર્સ છે. ભારતમાં બાર સ્થળે અને વિદેશમાં બાર સ્થળે.’ હવે સામેનાં લવ બર્ડસ ખુરશી પરથી નીચે પડી જ જવાની અણી પર હોય છે. તેમના ચહેરા પરના ભાવ બદલાય છે. આગળ લખ્યું છે તેમ અલગ અલગ સમયે જુદી જુદી ઓફિસીસમાંથી મળેલી પ્રતિક્રિયા જે જેમની તેમ અહીં આપવામાં આવી છે, ‘વ્હોટ? હનીમૂન ટુર્સ, આય કાન્ટ બિલિવ!’ ‘હનીમૂન ઈઝ સપોઝ ટુ બી અ પ્રાઈવેટ અફેર, હાઉ કેન યુ ગો ઈન અ ટુર વિથ અદર કપલ્સ,?’ અવિશ્ર્વાસથી પૂછવામાં આવે છે, ‘ડુ પીપલ રિયલી ગો ઓન દેર હનીમૂન ઈન સચ ટુર્સ?’ પછી વીણા વર્લ્ડ ટ્રવ્હલ એડવાઈઝર તેમને વીણા વર્લ્ડના વર્ક પ્લેસ પરના હનીમૂન ટુર્સના અસંખ્ય ફોટોઝ બતાવે છે, અને ધીમે ધીમે આવું કાંઈક બની શકે તેના પર તેમનો વિશ્ર્વાસ બેસે છે. કસ્ટમાઈઝ્ડ હોલીડે અથવા હનીમૂન ટુર એ બંનેના ફાયદા-નુકસાન પર ચર્ચા કર્યા પછી સામેનાં લવ બર્ડસ તેમની પસંદગી પ્રમાણે કસ્ટમાઈઝ્ડ હોલીડે અથવા હનીમૂન ટુરમાંથી એકની પસંદગી કરે છે અને ખુશીથી ઓફિસમાંથી બહાર નીકળે છે. દરેક હનીમૂન કપલને અથવા તેમના પરિવારજનોને તે બંને પ્રકારમાંનો ફરક અહીં કહેવાનું મને ગમશે, કારણ કે બે અલગ અલગ માઈન્ડસેટ છે. જેમની પસંદગી અથવા વલણ ‘સોલિટયુડ-શાંતિ-મી માયસેલ્ફ’ એવુ હોય તેમને જોઈએ તેવાં કસ્ટમાઈઝ્ડ હનીમૂન પેકેજ બનાવી લેવાં. એવા હનીમૂન કપલ જો ગ્રુપ ટુરમાં આવ્યું હોય તો રોંગ નંબર લાગી જ ગયો સમજો. આ જ રીતે જે કપલને, ફ્રેન્ડ્સને ગપ્પાંગોષ્ઠિ કરવાનું ગમે છે તેે હનીમૂન ટુર્સ વધુ એન્જોય કરે છે. હનીમૂન કપલ્સને પોતાને ચોક્કસ શું જોઈએ તે પાક્કું કરવાનું બુકિંગની પૂર્વેનો મહત્ત્વનો ભાગ છે. આપણો રોંગ નંબર લાગવા દેવો નહીં જોઈએ. સો, આપણે પહેલા કસ્ટમાઈઝ્ડ હનીમૂન પેકેજ પ્રકાર જોઈએ.
થોડા મહિના પૂર્વે એક હનીમૂન કપલે ન્યૂઝીલેન્ડની ટુર વીણા વર્લ્ડ કસ્ટમાઈઝ્ડ ટીમ પાસેથી બનાવડાવી લીધી હતી. પંદર દિવસની હનીમૂન હોલીડે અને તે બન્ને એટલા ઉત્સાહી હતાં કે તેમણે ન્યૂ ઝીલેન્ડમાં મોટા ભાગના બધાં જ એટલે કે, વાયતોમો બ્લેક વોટર રાફ્ટિંગ, સ્કાય જમ્પ, હોબિટન મુવી સેટ, સ્ટારગેઝિંગ, સ્કાયડાઈવ, મિલ્ફર્ડ સાઉન્ડ ક્રુઝ, બંજી જમ્પિંગ, ગ્લેશિયર હોટ પ્રાઈવેટ પુલ્સ, ફ્રેન્સ જોસેફ ગ્લેશિયર હેલી હાઈક એમ બધી એક્ટિવિટીઝનો સમાવેશ તેમના પેકેજમાં કરાવી લીધો. આ તેમનું પેકેજ એટલે વીણા વર્લ્ડમાં ‘ટોક ઓફ દ વીક’ હતું. અમારી કસ્ટમાઈઝ્ડ હોલીડે ટીમને પણ આ પેકેજ બનાવતી વખતે બહુ મજા આવી, સમથિંગ ડિફરન્ટ. એક હનીમૂન કપલ આવ્યું અને આવતાં જ તેમણે જાહેર કર્યું, ‘અમને સ્પેનમાં જવું છે, ‘જીંદગી ના મિલેગી દોબારા’ આ ફિલ્મમાં જે જે બતાવ્યું છે તે બધું જ જોવું છે અને સ્કાય ડાઈવિંગ, સ્કુબા ડાઈવિંગ એ બધું જ કરવું છે.’ આવાં હોશીલાં-ઉત્સાહી હનીમૂન કપલ્સ જોઈને સારું લાગે છે, ટીમ પણ એકદમ ચાર્જ થઈ જાય છે. એક્ચ્યુઅલી કસ્ટમાઈઝ્ડ હોલીડે લેનારા હનીમૂનર્સે અલગ અલગ એક્સપીરિયન્સીસથી તેમના પેકેજમાં ખરેખર અમારી એક્સપર્ટીઝની સલાહ લઈને એડ કરી લેવો જોઈએ. અન્યથા ફક્ત હોટેલ્સ અને ફ્લાઈટ્સ ઓછી કિંમતમાં વેચનારી રીતસર સેંકડો વેબસાઈટ્સ છે. વીણા વર્લ્ડની કસ્ટમાઈઝ્ડ હોલીડેઝ બિયોન્ડ હોટેલ્સ અને ફ્લાઈટ બુકિંગ્સ છે. સો હનીમૂનર્સ, તમારાં સપનાંના-દેશવિદેશનાં કોઈ પણ એટલે કે, સ્વિટ્ઝર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સિડની, લંડન, પ્રાગ, ક્રોએશિયામાંથી અથવા ભારતમાં કોઈ પણ ડેસ્ટિનેશન્સ પર જવાનું નક્કી કરો તો અમારી એક્સપર્ટ ડિઝાઈનિંગ ટીમ તમારું હનીમૂન મસ્ત મસ્ત થાય તેમાં મદદરૂપ થશે. તમે ટુર પર હોય ત્યારે પણ તમારા સંપર્કમાં રહેશે, જેથી તમને કોઈ પણ અડચણ નહીં આવે. તમે વીણા વર્લ્ડ વેબસાઈટ પરનાં રેડીમેડ હનીમૂન પેકેજીસ લો અથવા હોલીડે ડિઝાઈન ફી ભરીને તમારું હનીમૂન કસ્ટમાઈઝ્ડ કરાવી લો. પૂછપરછનાં સમયે આ ડિઝાઈન ફી ભરીને તમારા હનીમૂન પેકેજની કિંમતમાં એડજસ્ટ કરવામાં આવે છે. આથી ચિંતા નહીં કરો. આ ફી લેવાનું અમે શરૂ કરવાનું કારણ એ છે કે અમસ્તા જ હોલીડે શોપિંગ કરનાર પર વ્યથિત થતો અમારો સમય બચશે અને અસલ, સિરિયસલી હનીમૂન હોલિડે તરફ જોતા હનીમૂનર્સનાં પેકેજીસને સમય આપીને તે સારી રીતે ડિઝાઈન કરી શકાય.
હવે આપણે વીણા વર્લ્ડની હનીમૂન ટુર્સ તરફ વળીએ. અનેકોને આશ્ર્ચર્ય થશે કે આ ટુર્સમાં છેલ્લાં પાંચ વર્ષમાં ત્રીસ હજારથી વધુ હનીમૂનર્સ જઈ આવ્યાં છે. મનાલી, થાઈલેન્ડ, બાલી, મુન્નાર, મોરિશિયસ, કુર્ગ, ઉદયપુર જેવાં હોટસ્પોટ હનીમૂન ટુર્સનાં છે. અગાઉ ફક્ત શિમલા મનાલીની હનીમૂન ટુર્સ રહેતી હતી. નવાં ડેસ્ટિનેશન્સની ડિમાન્ડ વધવા લાગી અને અમે નવી નવી હનીમૂન ટુર્સ તેમાં ઉમેરતાં હતાં. હવે કુલ ચોવીસ હનીમૂન ટુર્સની ચોઈસ હનીમૂન માટે છે. અર્થાત, આ એક રાતમાં બન્યું નથી. અમે બાલી અને સ્વિટ્ઝર્લેન્ડ હનીમૂન ટુર્સ લાવ્યા ત્યારે કદાચ બજેટને લીધે અથવા એક પાર્ટનર પાસે પાસપોર્ટ નહીં હોવાથી તે સહેલગાહની ડિમાન્ડ ઓછી રહેતી. અમુક વાર પછી તે સહેલગાહનાં હનીમૂનર્સને અમે પોપ્યુલર ફેમિલી ટુર્સનો વિકલ્પ આપ્યો. તેમના પ્લાન વેડફાઈ નહીં જાય તે માટે, પરંતુ ગમે તેટલું કરીએ તો પણ હનીમૂન ટુરની મજા અલગ હોય છે. આથી જે ટુર્સ હાઈ બજેટ છે, વિઝાનો પ્રશ્ર્ન છે, વધુ દિવસનો છે તેમને અમે છેકી નાખ્યા અને જ્યાં ફક્ત સોલો ફેમિલી ટુર્સ જઈ શકે ત્યાં જ આ આયોજિત કરવાનો નિર્ણય લીધો. હવે પછી હનીમૂન ટુર કાયમ મુજબ સંપૂર્ણ ન્યૂલી મેરિડ કપલ્સની જ રહેશે. જો કોઈ વિકલ્પ નહીં હોય તે સિવાય આ સહેલગાહની તારીખ બદલાશે નહીં. મોટે ભાગે ફોરેન ટુર્સ ઓન અરાઈવલ વિઝા હોવાથી તમે ફક્ત પાસપોર્ટ લેવાનો અને વીણા વર્લ્ડની ઓફિસમાં પહોંચી જવાનું.
ઘણી વાર આ નવવિવાહિત કપલ્સને રજાનો પ્રોબ્લેમ હોય છે. ‘આજકાલ રજા મળતી નથી’ એવી ફરિયાદ બધે સાંભળવા મળે છે. આવા સમયે ‘હનીમૂન પર આખરે ક્યારે જવાનું’ એવો વિચાર આવે છે અને આગળ ઢકેલતાં ઢકેલતાં વર્ષે વીતી જાય છે એવું આપણામાંથી અનેકોએ અનુભવ્યું છે. અમે કહીએ છીએ કે લગ્ન જીવનનો મહત્ત્વનો ભાગ છે અને તેથી જ હનીમૂન સહજીવનની સુંદર શરૂઆત છે. ત્યાં અવગણના કરવાની નહીં, નોટ અલાઉડ. અમે શા માટે છીએ! અમે લઈ આવ્યા છીએ રજા નહીં મળનારાં હનીમૂન કપલ્સ માટે 5 દિવસની હનીમૂન ટુર્સ, હવે નો બહાનાબાજી. હનીમૂન થવું જ જોઈએ. વધુ એક કારણ બજેટનું આપવામાં આવે છે. ‘લગ્નમાં ભરપૂર ખર્ચ થઈ ગયો છે, હવે હનીમૂન પછી જોઈશું.’ હું કહીશ લગ્નમાં ખર્ચ થોડો અંકુશમાં રાખો અને નાની-મોટી કેમ નહીં પણ હનીમૂન ટુર થવી જ જોઈએ. હવે અમે પચ્ચીસ હજાર, ત્રીસ હજાર, પાંત્રીસ હજાર, પચાસ હજારમાં હનીમૂન ટુર્સ લાવ્યાં છીએ. ઓલ ઈન્ક્લુઝિવ. ભારતની સહેલગાહમાં વિમાનપ્રવાસ, હોટેલ મુકામ, સ્થળદર્શન, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, ટિપ્સ વગેરે સર્વ બાબતો સમાવિષ્ટ છે. વિદેશ સહેલગાહમાં પણ આ બાબતો છે, ફક્ત અમુક સહેલગાહમાં અમે હનીમૂનર્સને લંચના સમયે ફુરસદનો સમય આપીએ છીએ, જેથી તેઓ તેમને ભાવતું ત્યાંનું લોકલ ફૂડ એન્જોય કરી શકે છે. હનીમૂનર્સ એટલે સર્વ યુવાનીનો મામલો હોય છે. જેથી ‘લેટ દેમ સેટિસ્ફાય દેર ટેસ્ટબડ્સ.’ સો, બજેટનો પ્રશ્ર્ન અમે મિટાવી દીધો છે. મહાબળેશ્ર્વર કરતાં ઓછી કિંમતમાં મનાલીની છ દિવસની ઓલ ઈન્કલુસિવ્હ ટુર આપીને અને ગોવા કરતાં ઓછી કિંમતમાં થાઈલેન્ડની પાંચ દિવસની ફોરેન ટુર આપીને. સો, બજેટ નથી એવું બોલવાની પરમિશન નથી.
આ હનીમૂન ટુર્સ લોકપ્રિય થવાનું કારણ સંગાથે હોય છે જીવન તરફ નવી નવલાઈથી જોનારાં હનીમૂન કપલ્સ. જોઈએ ત્યારે પ્રાઈવસી અને જોઈએ ત્યારે દે ધમ્માલ માહોલ હનીમૂનર્સની કંપની સંગાથે. અને તમને કોઈ જ ચિંતા કરવાનો સમય આવતો નથી. કાર સમયસર આવશે? જમવાનું ક્યાં છે? સાઈટસીઈંગ બરોબર થશે ને? આ બધા માટે તમારી જોડે રહેશે ‘મૈ હૂ ના!’ કહેનારો વીણા વર્લ્ડનો ટુર મેનેજર અને તેના સપોર્ટ માટે વીણા વર્લ્ડની મોટ્ટી બેક ઓફિસ ટીમ. એટલે કે, તમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે ફક્ત એન્જોય કરવાનું. અને હા, બીજો મહત્ત્વનો ભાગ ઘરવાળાઓનો હોય છે. બંને તરફનાં માતા-પિતા થોડા ટેન્શનમાં હોય જ છે. તેમણે પણ ચિંતા કરવાની નહીં.
સો ચાલો, ઓલરેડી હજારો હનીમૂનર્સે અનુભવ્યું છે, હવે તમે પણ ચાલો અને સહજીવનની સુંદર શરૂઆત કરો.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.