‘હું જ મારી રાણી’ સંકલ્પના લઈને શરૂ થયેલી, પહેલા વર્ષે બેંગકોક પટ્ટાયા નિમિત્તે દેશની બહાર પગલાં મૂકનારી, પોતાના માટે સમય કાઢનારી અથવા પોતાની પર પ્રેમ કરવા શીખવનારી આ રાણી હવે દેશવિદેશમાં મુક્ત રીતે ફરવા લાગી છે. ગયાં બાર વર્ષથી સતત આ વુમન્સ સ્પેશિયલની દરેક સહેલગાહની હું મુલાકાત લઈ રહી છું પણ આ સહેલગાહની ડિસન્સી અથવા આ સંકલ્પના પરનો મહિલાઓનો વિશ્ર્વાસ જરા પણ ઓછો થયો નથી
‘આપ ખુશ તો બધા ખુશ,’ વુમન્સ સ્પેશિયલનું ખુશી વિશે આ સૂત્ર હોવું જોઈએ એવું મને મહેસૂસ થવા લાગ્યું છે. મને પ્રવાસ ગમે છે, પર્યટન મારો શ્ર્વાસ છે, તેમાં મને ખુશી મળે છે અને એક યા બીજા કારણસર હું પર્યટકોને પણ તેમાં સહભાગી કરી લઉં છું. આમ જોવા જઈએ તો વુમન્સ સ્પેશિયલ, સિનિયર્સ સ્પેશિયલ, સ્ટુડન્ટ્સ સ્પેશિયલ, હનીમૂન સ્પેશિયલ અને સિંગલ્સ સ્પેશિયલ આ બધા બિઝનેસ ઈનોવેશન્સ છે, જે પર્યટકોએ બહુ લોકપ્રિય બનાવ્યાં છે. જોકે આ પર્યટકોને જ્યારે જ્યારે મળવાની તક મળે છે ત્યારે ત્યારે ખ્યાલ આવે છે કે બિઝનેસની પાર આ દુનિયા છે. વુમન્સ સ્પેશિયલ યુરોપના બધા પર્યટકોએ દુઆ આપીને કહ્યું કે, ‘તમે બધા વીણા વર્લ્ડવાળા મળીને આ જે પણ કરો છો તે ફક્ત બિઝનેસ નથી પરંતુ ખુશી આપવાનો મન:પૂર્વકનો પ્રયાસ છે.’ પર્યટકો જ્યારે આવી સંતોષજનક પ્રતિક્રિયા આપે છે ત્યારે કેટલું સારું લાગ્યું હશે નહીં...
વુમન્સ સ્પેશિયલમાં મેં ટ્રાન્સફોર્મેશન જોયું છે. તેમાં ‘કોન્ફિડન્સ બિલ્ડિંગ’ સૌથી મોટો ભાગ છે એવું મને લાગે છે. ‘હું આ કરી શકું છું,’ ‘હું એકલી પ્રવાસે નીકળી શકું છું,’ ‘પાસપોર્ટ કઢાવવાથી વિદેશમાં ક્યારેક એકાદ સ્થળે એકલી બેસીને હું રોડસાઈડ કેફેઝમાં બિન્દાસ્ત કોફીની ચુસકીઓ લઈ શકું છું’ ‘એકદમ સ્ટાઈલમાં ચેક ઈન-ઈમિગ્રેશન-કસ્ટમ્સ-બોર્ડિંગ આ બધું હું આરામથી કરી શકું છું,’ ક્યારેય વિચાર નહીં કરેલાં જીન્સ કે સ્કર્ટ કે કેપ્રી હું આરામથી પહેરી શકું છું,’ ‘બોલીવૂડમાં હિરોઈન જેવા મોટ્ટા ગોગલ પહેરીને નાક ઉપર કરીને હું રુબાબભેર ચાલી શકું છું,’ ‘મારો મનગમતો પહેરવેશ ધારણ કરીને હું એકલી કેટવોક કરી શકું છું,’ ‘ક્યારેક મોટ્ટી હેટ પહેરીને સ્ટાઈલમાં ફોરેનરની જેમ હું બીચ ચેર પર આરામથી ઠંડા ઠંડા જ્યુસનો આસ્વાદ લઈ શકું છું,’ ‘અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના બેકગ્રાઉન્ડમાં સેલ્ફી કાઢી શકું છું,’ ‘આંદામાનમાં અથવા ઓસ્ટ્રેલિયામાં ગ્રેટ બેરિયર રીફ પર હું રીતસર ડાઈવિંગ કરી શકું છું...’ વિચારમાં-આચારમાં-ચાલવામાં-બોલવામાં-પહેરવેશમાં-ચપળતામાં-ઉત્સાહમાં-હસવામાં-નાચવામાં આટલા મેકઓવર્સ આ સહેલગાહમાં મેં જોયાં છે કે પૂછવું જ શું. ‘વુમન્સ સ્પેશિયલ એટલે ચૈતન્યની અનોખી ચળવળ’ એ મને આજે સૂઝેલું નવું બિરૂદ છે, હું તે દરેક સહેલગાહમાં અનુભવી રહી છું.
વીણા વર્લ્ડ શરૂ થયા પછી તો વુમન્સ સ્પેશિયલને વધુ ચમક તે ‘ક્વીન્સ’ને લીધે આવી છે. ઉપર જે ચાર-પાંચ બાબતો કહી છે તે મોટે ભાગે એક્સટર્નલ ફેક્ટર જેવી હતી. જોકે મહત્ત્વનું હતું મહિલાનો ગુણવિશેષ. તેનું સજવું-ગણગણવું-નાચવું-ભટકવું એ કાયમ રહેવા અથવા રાખવા માટે તેની દૃષ્ટિથી અને દરેક ઘરની દૃષ્ટિથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ પછી વુમન્સ સ્પેશિયલ તેમાં પાછળ શા માટે રહે? મેં આ બધી બાબતોનું કિતાબ કે ગૌરવમાં રૂપાંતર કરી નાખ્યું છે. દરેક વુમન્સ સ્પેશિયલમાં આવા બાવીસ ગૌરવ સન્માન અમે જાહેર કર્યા છે. જીવનમાં અનેક ચેલેન્જીસને હસ્તા મોઢે મજબૂત રીતે સામનો કરનારી ઈન્સ્પિરેશન ક્વીન બને છે, પોતાના ધગધગતા ઉત્સાહથી બધું જ જોશભેર ઉત્સાહમાં કરનારી એન્થુઝિયાઝમ ક્વીન નીવડે છે, ‘હું જ મારી રાણી’ કહીને મસ્ત મસ્ત કપડાંમાં રુબાબથી પોતાને કેરી કરનારી અને અન્યોને પણ ‘જિયો શાનસે’ સંદેશ આપનારી સ્ટાઈલ ક્વીન નીવડે છે. મસ્ત દિલ ખોલીને પ્રસન્ન ચિત્તે હસીને સામેવાળાના ચહેરા પર પણ હાસ્ય ખીલવનારી-વાતાવરણને હલકુંફૂલકું કરનારી સ્માઈલ ક્વીન નીવડે છે, નાચવું-ગાવું-તરવું એટલે એક પ્રકારનું મેડિટેશન જ છે. આથી મસ્ત બનીને તેમાં પોતાને સંપૂર્ણ પરોવનારી ડાન્સિંગ ક્વીન-સિન્ગિંગ ક્વીન-સ્વિમિંગ ક્વીન નીવડે છે, રેમ્પવોક પર ચાલવાનું જેટલું મહત્ત્વનું છે તેટલું જ તે આપણા પ્રત્યક્ષ જીવનમાં પણ છે. માનવીની ચાલ પરથી વ્યક્તિત્વ સમજાય છે અથવા જીવનની રફતાર સમજાય છે એવું કહેવાય છે. આ પછી તેમાંથી જ આત્મવિશ્ર્વાસપૂર્વક દમદાર પગલાં ઉઠાવનારી ‘આય એમ ધ ક્વીન’ કહેનારી કેટવોક ક્વીન બને છે. ક્વીન્સ એટલે વુમન્સ સ્પેશિયલની ગૌરવશાળી પરંપરા છે. ઉપરાંત રંગો પર પ્રેમ કરનારીને પણ અમે ક્વીન્સ તરીકે ચૂંટી કાઢીએ છીએ. આપણો ભારત કલરફુલ છે, આપણે પણ જરા બ્રાઈટ કલર્સ તરફ જઈએ એવો વિચાર કરીને અગ્નિ, શક્તિ, આત્મવિશ્ર્વાસ બતાવનારો લાલભડક રંગનો ગાઉન અથવા વનપીસ માટે અમારી બહેનપણીઓને તે બહુ ગમે તેથી લીધો. બીજો રંગ નિસર્ગની સમીપ, તાજગી અને પ્રગતિનું પ્રતિક લીલો રંગ, ત્રીજો રંગ સનશાઈન હેપ્પીનેસ ઓપ્ટીમીઝમ વીણા વર્લ્ડનો બ્રાન્ડ કલર પીળો, તે પહેલા દિવસે એરપોર્ટ માટે જીન્સ અને ટોપના કોમ્બિનેશનસમાં ટોપ માટે રાખ્યો, પ્રવાસ માટે જીન્સ જ સારી એ વિચારની હું સમર્થક છું અને હા, પહેલા દિવસે રાખવાનું કારણ આપણા સહપ્રવાસી અને ટુર મેનેજર ઓળખવામાં આસાની રહે છે. ચોથો રંગ કાળો... તે બધાને જ ગમે છે અને આપણને પાતળા દર્શાવે છે તેથી તે એકદમ મસ્ટ છે, જોઈએ જ ને? સો આ બ્રાઈટ રંગના કોઈ પણ પ્રકારનાં કપડાં આપણે લાવવાનાં. વનપીસ, ગાઉન, મિની એનીથિંગ. સ્માર્ટ દેખાવાનું, સ્માર્ટ રહેવાનું, કોન્ફિડન્ટ બનવાનું. આ રીતે સહેલગાહના કાર્યક્રમ અનુસાર સજવું, ધજવું જાણીબૂજીને આયોજિત કરીને અમે અલગ અલગ રંગોમાં રીતસર નાહી નીકળીએ છીએ અને તેમાંથી જ કલર ક્વીન્સનું ગૌરવ કરવામાં આવે છે.
પહેલી વાર આ સંકલ્પનાનો અમલ કર્યો ત્યારે શંકાકુ શંકાને લીધે મેં પહેલી વુમન્સ સ્પેશિયલ સાત દિવસની શરૂ કરી. તેને સારો પ્રતિસાદ મળ્યા પછી પાછળ વળીને જોયું જ નહીં. દર વર્ષે હું ચાર-પાંચ વુમન્સ સ્પેશિયલની સહેલગાહ કરતી હતી. વીણા વર્લ્ડ થયા પછી આ ચૈતન્યની ચળવળે એકદમ ગતિ પકડી, ડાયરેક્ટ ફોર્થ ગિયર. હાલમાં સપ્ટેમ્બરમાં યુરોપ, અમેરિકા કરી. આ મહિનામાં હું નેપાળ, ઓસ્ટે્રલિયા, ભૂતાન, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ કરવાની છું. આગામી બે વર્ષમાં અમે આ ચળવળનું વિસ્તરણ સપ્તખંડમાં કરવાના છીએ, સાઉથ અમેરિકા અને એન્ટાર્કટિકા લઈ જવાના છીએ અમે આ ક્વીન્સને. અને પર્યટકો, થોડો અભિમાન રાખવામાં વાંધો નથી, કારણ કે યુરોપ, અમેરિકા, સ્કેન્ડિનેવિયા જેવી દૂરની સહેલગાહને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
હાલમાં સાઉથ ઈસ્ટ એશિયાની એકથી એક મોસ્ટ પોપ્યુલર સહેલગાહના દે ધડાધડ બુકિંગ થઈ રહ્યા છે. ફુલ ટૂ પૈસા વસૂલ એવી 50 હજારની અંદરની સાઉથ ઈસ્ટ એશિયાની સહેલગાહ મહિલાઓ માટે પહેલી ફોરેન ટુર કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. વીણા વર્લ્ડની 8 માર્ચે થાઈલેન્ડ સહેલગાહ નીકળી રહી છે. આ સહેલગાહના બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે. અનેક મહિલાઓએ અગાઉ વીણા વર્લ્ડની થાઈલેન્ડ સહેલગાહ ફુલ ટૂ એન્જોય કરી છે. હવે તમે પણ ચાલો, વીણા વર્લ્ડ સંગાથે થાઈલેન્ડ ‘આય એમ ધ ક્વીન’નો ખિતાબ જીતવા માટે. ચાલો, આજે જ નક્કી કરો અને બુકિંગ કરીને તૈયારી શરૂ કરો, ચાલો, બેગ ભરો, નીકલ પડો! લેટ્સ સેલિબ્રેટ લાઈફ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.