આય એમ બિકોઝ શી ઈઝ! જીવન ઘડવામાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે સહયોગી નીવડેલી બધી મહિલાઓને કૃતજ્ઞતાપૂર્ણ સલામ! ચાલો, એકબીજીને મન:પૂર્વક ટેકો આપીને આપણી દુનિયામાં હકારાત્મક પરિવર્તન લાવીએ, આનંદ વધારીએ. લેટ્સ મેક લાઈફ મોર ઈન્ટરેસ્ટિંગ! હેપ્પી વુમન્સ ડે ફ્રોમ થાઈલેન્ડ. વુમન્સ સ્પેશિયલમાં આવેલી એકસોવીસ મહિલાઓને મળવા માટે હું અહીં આવી છું.
‘ટવેન્ટી ટ્વેન્ટીનો ભારત’ આ એક સપનું આપણે બધાએ જોયું હતું. આથી આ વર્ષ તરફ બધા જ ઉદ્યોગધંધા મોટી અપેક્ષાથી જોતા હતા. જાન્યુઆરી મહિનો બહુ આશાદાયક ચિત્ર ઊભું કરીને ગયો. અમારા નાના કિંગડમમાં પણ અમે ગત વર્ષ કરતાં બહુ સારા પ્રગતિને પંથે હતાં. ઓગણીસ-વીસનું આર્થિક વર્ષ અમારા અગાઉના રેકોર્ડસ તોડશે એવું દેખાતું હતું અને અન્ય કેટલાક ઉદ્યોગોની જેમ અમે પણ ખુશ હતાં. સમર સીઝન એટલે પર્યટન વિશ્વ માટે સૌથી મહત્ત્વની સીઝન. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન ચેરી બ્લોસમ બધી જ સહેલગાહ ઓલમોસ્ટ ફુલ્લ. આથી વધુ પર્યટકોને એકોમોડેટ કરવા માટે અમે યુરોપની ‘ઈઝી લેઝી કોસ્ટ સેવર’ બ્રાન્ડ લોન્ચ કરી. આ વર્ષે પહેલી જ વાર સપ્લાય કરતાં ડિમાંડ વધુ હતી. અર્થાત અમને તેનો અંદાજ હતો, જેથી અમે કોસ્ટ સેવર બ્રાન્ડની તૈયારી કરીને જ રાખી હતી. આ વર્ષે આપણે પચ્ચીસ હજાર પર્યટકો યુરોપ અમેરિકા જાપાનમાં લઈ જઈ શકીશું એવો અમારો અંદાજ હતો અને બુકિંગની સંખ્યાએ પણ તેની સાક્ષી આપી હતી. ગયા ઓગસ્ટ-સપ્ટેમ્બરથી એરલાઈન્સ, રિઝર્વેશન્સ, ડેસ્ટિનેશન્સની લોકલ એરેન્જમેન્ટ્સ, હોટેલ્સની વ્યવસ્થા એમ બધું કરીને અમે નિશ્ચિંત થઈ ગયાં હતાં. ટુરીઝમની કોલેજીસમાંથી ઈન્ટર્ન્સને રિક્રુટ કર્યાં હતાં. આસિસ્ટન્ટ ટુર મેનેજર્સ એટલે પર્યટનમાં નવેસરથી પ્રવેશ કરવા ઉત્સુક સાઈઠ જણની ઈન્ટરવ્યુ પ્રોસેસ પાર પાડીને વીણા વર્લ્ડમાં પ્રવેશ આપ્યો હતો, જેમને એક્ચ્યુઅલ ઓન ટુર ટ્રેનિંગનું પણ શિડ્યુલિંગ કરવામાં એચઆર અને ટુર મેનેજર્સ ટીમ મગ્ન હતી.
બધી સહેલગાહ ‘ઓકે ટુ બોર્ડ’ એવા સ્ટેટસમાં હતી ત્યાં ચાયનામાં એક સૂક્ષ્મ વિષાણુએ આંચકો આપ્યો. ચાયનાએ દુનિયા પાસે અને દુનિયાએ ચાયના પાસે પીઠ ફેરવી. ખરેખર મહાસત્તા બનવા નીકળેલા, ‘તારું મારું ફાવતું નથી, પણ તારા વિના ચાલતું નથી’ એ રીતે દુનિયાને પોતાની પર અવલંબિત કરનાર ચાયના વિશે આવું વલણ રાખનારા અનેક દેશોને ચાયનાની આ ‘ટેમ્પરરી નિ:સહાયતા’થી સારું પણ લાગી રહ્યું છે. બધાની પર હુકૂમત ગજવનારા એકાદ ભાઈની અચાનક આવેલા સંકટથી રેવડી દાણાદાણ થયેલી જોઈને ‘હવે કેવું લાગે છે!’ જેવો એક ગર્ભિત આનંદ અનેકોને થયો છે. જોકે કહેવાય છે ને કે અન્યોના સંકટ પર ક્યારેય હસવું નહીં, આપણી પર તેવી પરિસ્થિતિ આવી પડે તો આપણી કેવી અવસ્થા થશે તેનો વિવેકી વિચાર કાયમ કરવો અને શાંત રહેવું. અને બન્યું પણ એવું જ. ચાયના સિવાય ઉદ્યોગધંધાનું પત્તું હલતું નથી તેવી દુનિયાને ચાયનાએ વિષાણુની ભેટ પણ આપી. લોકસંખ્યામાં નંબર વન ચાયનાએ દુનિયાભરમાં પોતાની જાળ ફેલાવી છે. આપણે ત્યાં ડેરિંગ-ડેશિંગ મારવાડી લોકોની બાબતમાં કહેવાય છે કે ‘જહાં ન જાય વિમાનગાડી વહાં જાય આગગાડી. જહાં ન જાય આગગાડી વહાં જાય બસગાડી. જહાં ન જાય બસગાડી વહાં જાય બૈલગાડી અને જહાં ન જાય બૈલગાડી વહાં જાય મારવાડી.’ આવું આ વિધાન ચીની માણસોને લાગુ થાય છે. દુનિયાના દરેક દેશમાં તેમણે પસારો ફેલાવ્યો છે. વારુ, વાઈરસ તો હજુ નવેમ્બરથી આવ્યો છે. દુનિયાને તેની જાણ જાન્યુઆરીમાં થઈ. આથી તે ક્યાં અને કેટલો ફેલાયો છે તેની ગણતરી જ નથી. પ્રતિકારશક્તિ વધુ છે તેવા આપણા ભારતમાં તે બહુ મોડેથી પ્રવેશ્યોે અને હવે આપણે કડકડતા ઉનાળા તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ, જેને લીધે તે આપણી માટીમાં ઝાઝો ટકશે નહીં. હવે આ ક્ષણે સમાચાર ભયજનક છે તેમ આશાદાયક પણ છે. ચાયનામાં હિલચાલ શરૂ થઈ છે. દરદીઓ સાજા થઈને ઘરે જઈ રહ્યાની સંખ્યા વધી રહી છે તે સારી વાત છે. આપણે ડરના પડછાયા હેઠળ રહેવાનું નથી તે મહત્ત્વનું છે અને તે સાથે સ્વચ્છતાની સાવધાની પણ રાખવી.
અર્થાત આ વિષાણુએ દુનિયાનું આર્થિક ગણિત બગાડી નાખ્યું છે. બેસુમાર નુકસાન અથવા ‘ક્રિપલ્ડ ઈકોનોમી’ જેને કહી શકાય તેવી અવસ્થા કરી મૂકી છે, જેનાં ટુર પર પરિણામ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે દરેક ઉદ્યોગધંધાને અને દરેક વ્યક્તિને ભોગવવાં પડશે. આની અસર તરત જ એરલાઈન્સ, હોટેલ અને ટુરીઝમ ઈન્ડસ્ટ્રી પર દેખાય છે. ઉદ્યોગધંધા માટે અને ટુરીઝમ માટે ચાયનામાં જતા પ્રવાસીઓ અને ટુરીઝમ માટે દુનિયાભરમાં ફરતા ચાયનીઝની સંખ્યા એટલી મોટી છે કે દુનિયાભરની મોટી મોટી ઘણી બધી વિમાન કંપનીઓ આ ચાયનાના બળ પર મોટી થઈ છે. આજે આ બધાં વિમાનો જમીન પર આવવાને લીધે તેલની કિંમતો નીચે આવી છે. નેઉથી એકસોદસ ડોલર પ્રતિ બેરલનો રેટ પચાસ સુધી ઘટ્યો છે. ખરેખર તો તેલના દર ઓછા થવા તે આનંદની વાત હોય છે, પરંતુ અહીં તે સંકટ તરીકે ઊભું છે. તેલ સસ્તું થયું છે પણ વાપરવાનું ક્યાં? એરલાઈન્સ હોટેલ ઈન્ડસ્ટ્રીએ ઓલરેડી કમ્પલ્સરી અનપેઈડ લીવ અથવા સેલરી કટ અથવા જોબકટની વાતો શરૂ કરી દીધી છે. અન્ય અનેક ઉદ્યોગો પણ તેમનું અનુકરણ કરવાના જ છે, કારણ કે કદાચ વિકલ્પ નહીં હોય.
ગયા અઠવાડિયામાં અમારી બે કોન્ફરન્સીસ પ્લાન્ડ હતી અંધેરી મુંબઈની ‘હોલીડે ઈન’માં, એક ટુર મેનેજર્સની ‘પ્રી સીઝન મીટ’ અને બીજી કોર્પોરેટ ઓફિસમાં રાખેલી ‘એન્યુઅલ મીટ.’ ‘કોસ્ટ સેવિંગ મેજર’ તરીકે અમે તરત જ આ કોન્ફરન્સીસ રદ કરવા માટે ‘હોલીડે ઈન’ને ફોન કર્યો. હોટેલે સામે દલીલ કરી કે તમારી આ કોન્ફરન્સીસ માટે અમે અન્ય કાર્યક્રમ કેન્સલ કર્યા છે. આથી આ કેન્સલ થઈ નહીં શકે. હંડ્રેડ પર્સન્ટ કેન્સલેશન લાગશે. આથી કેન્સલેશન ચાર્જ ભરવા કરતાં મીટ્સ કરી જ નાખીએ એવું અમે નક્કી કર્યું. બે મીટ્સમાં આપણા આઠસો ટીમ મેમ્બર્સ ભેગા થશે તે તરફ હવે ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈએ અને આ બંને મીટ્સ અત્યંત સારી રીતે પાર પડી. શું કરવાનું? શું નહીં કરવાનું? આ સંપૂર્ણ વૈશ્વિક ઊથલપાથલમાં આપણી ભૂમિકા શું છે? તેની પર બહુ સારાં ચર્ચાસત્રો થયાં. ‘વન ઓર્ગેનાઈઝેશન -વન લેન્ગ્વેજ’ પર ભાર આપવામાં આવ્યો.
સૌથી મહત્ત્વની વાત એ હતી કે આ ફેબ્રુઆરી મહિનામાં યુરોપ સાથે સર્વત્ર દેશવિદેશમાં હમણાં સુધી ક્યારેય કરી નહોતી તેટલી ટુર્સ અમે કરી હતી. સાડાત્રણસોથી વધુ ટુર મેનેજર્સ અને અમે ચારેય ફેબ્રુઆરીમાં ટુર્સ પર હતાં. જાપાનથી થાઈલેન્ડ સિંગોપોર બાલી, જ્યારે મલેશિયાથી કેરળ આંદામાન રાજસ્થાન કુલુ મનાલી સુધી. ટુર મેનેજર્સને મેનેજ કરતા મેનેજર્સ વિવેક અને વિનેશને એકેય ટુર મેનેજરે સહેલગાહમાં જવા માટે નકાર આપ્યો નહીં. આજે પણ અઠ્યોતેર ટુર મેનેજર્સ દેશવિદેશમાં સહેલગાહમાં છે. આવા ‘લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ’વાળા બધાનું અભિનંદન કર્યું. પર્સનલ હાઈજીન અને પ્રિકોશન્સની યાદ કરાવી આપી. ‘પરિસ્થિતિ આપણા હાથમાં નથી, જેથી મન:સ્થિતિ બદલીએ.’ ગમે તે ભોગે આપણી આશાને નિરાશામાં પલટાવા દેવી નહીં. પર્યટકોનું ધ્યાન રાખીને તેમને સહેલગાહનો અપેક્ષિત આનંદ આપીને આગામી સહેલગાહ વધુ સફળ બનાવવાની. માર્ચમાં પણ ભરપૂર સહેલગાહ છે. બધી બાજુ એકલા યુરોપનો વિચાર કરીએ તો ત્યાં પણ એકવીસ સહેલગાહ આ મહિનામાં છે. લેટ્સ ડુ અવર બેસ્ટ! આ જ રીતે એકાદ વિદેશી વ્યક્તિ જો આપણી પાસે આવે તો દુનિયાના એક સન્માનજનક નાગરિક તરીકે આપણું વર્તન હોવું જોઈએ. તરત જ તેમનાથી દૂર થવું, તેમની પર જોક્સ કરવા એવું કરવું નહીં અથવા તેમાં ભાગ નહીં લેવો. આ જ રીતે સોશિયલ મિડિયા અને વ્હોટ્સએપ પર આ સંબંધમાં આવેલા ફેક ફોર્વર્ડસ આપણે ફોર્વર્ડ કરવાના નહીં. વાઈરસ ઈમ્પેક્ટ કરતાં પણ તેના ડરનો ઢંઢેરો આ ફોર્વર્ડસે કર્યો છે અને દુનિયાની ઈકોનોમી નીચે આવી છે. આંશિક પણ આપણે ડેમેજ કંટ્રોલમાં સહભાગી થવું જોઈએ. લેટ્સ બી અ પાર્ટ ઓફ સમથિંગ વિચ ઈઝ પોઝિટિવ!
જાપાન અથવા સિંગાપોરમાં સાવધાની તરીકે સ્કૂલ બંધ કરવામાં આવી છે. આટલું જ નહીં, હવે આપણા દિલ્હીમાં પણ સ્કૂલો બંધ છે. હવે દુનિયાએ ભારત પાસે આવવાનું બંધ કરવું જોઈએ? સર્વત્ર બધાએ સાવધાની રાખવાની. અમારા પર્યટકો પણ રોજ સેલ્સ ઓફિસીસમાં આવી રહ્યા છે. કોઈ ડર હેઠળ તો કોઈ સંભ્રમાવસ્થામાં, કોઈ શાંતિથી તો કોઈ અવાજ કરતાં કરતાં આવી રહ્યા છે. મને પણ મેઈલ્સ આવી રહ્યા છે. આ બધાને માટે જ અમારી વીણા વર્લ્ડની ભૂમિકા અહીં જાહેર રીતે રજૂ કરી રહી છું. મને ખાતરી છે કે બધી નાની મોટી પર્યટન સંસ્થાઓ જેમણે વ્યવસ્થિત એડવાન્સ સર્વિસીસ બુક કરી છે તે બધા આ ભૂમિકા સાથે સંમત થશે. સૌપ્રથમ તો લાઈફ ઈઝ ઓન, ટુર્સ આર ઓન! સર્વત્ર સર્વત્ર સહેલગાહ શિડ્યુલ પ્રમાણે ચાલુ છે. વીણા વર્લ્ડ ચાયનાની સહેલહગાહ બેમુદત ગળ ધકેલી છે. ઈટાલી જેવા સ્થળે જો જઈ નહીં શકાય તો તેને બદલે અન્ય યુરોપિયન સિટીઝમાં પર્યટકોની વૈકલ્પિક વ્યવસ્થા કરીને એરલાઈન્સના સહયોગથી તેમની ટુર પાર પાડવામાં આવશે. ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી નહીં પણ દિવાળી-ક્રિસમસની પણ સહેલગાહ માટે વિમાન કંપનીઓ પાસે રિઝર્વેશન્સ ઓલરેડી થઈ ગયા છે. વિમાન કંપનીઓએ અને અમુક લોકલ સ્થળદર્શનની કંપનીઓએ રિફંડ આપવાનું નકાર્યું છે. જ્યાં સુધી દેશ પર્યટકો માટે ખુલ્લો છે ત્યાં સુધી ‘નો રિફંડ’ એવી ભિૂ્મકા તેમણે લીધી છે. અને તેને સંલગ્ન ભૂમિકા અમને પણ લેવી પડી રહી છે. આથી કેન્સલેશન્સની બાબતમાં ‘સંપૂર્ણ રિફંડ’ વિકલ્પ નથી. ટ્રાન્સફર થવું હોય તેમને અમે એર ટિકિટ-વિઝા અને અન્ય અમુક લેન્ડ એરેન્જમેન્ટ ચાર્જીસ બાદ કરીને બાકી અમાઉન્ટ તેમની આગામી સહેલગાહમાં ટ્રાન્સફર કરી રહ્યાં છીએ. એક વાર ટ્રાન્સફર કર્યા પછી તેમના કેસ એરલાઈન્સ/ અનેક લેન્ડ સપ્લાયર્સ પાસે આપવામાં આવશે અને જો તેઓ કન્સિડર કરીને અમુક રકમ પાછી આપે તો તે પર્યટકોની ક્રેડિટ નોટમાં જમા કરવામાં આવશે. આ સંપૂર્ણ અનિવાર્ય કટોકટીની પરિસ્થિતિમાં અમુક સહેલગાહની પર્યટક મર્યાદા જો એકદમ ઓછી થાય તો આસપાસની બે-ત્રણ સહેલગાહને મર્જ કરાશે. તેમાં કદાચ સહેલગાહની ઓરિજિનલ તારીખ બદલી શકે છે, જે માટે પર્યટકોનો સહયોગ મળશે તેની ખાતરી છે. જેમને જવું નથી તેમને કેન્સલેશન્સના નિયમ પ્રમાણે રીતસર રિફંડ અપાશે. અર્થાત અહીં નુકસાન છે, જેથી નિર્ણય પર્યટકોનો હોવા છતાં એકદમ ઉતાવળમાં નિર્ણય લેશો નહીં એવી સલાહ મારા તરફથી હું પર્યટકોને આપીશ. પર્યટકોના એક પ્રશ્ર્નનો મારી પાસે ઉત્તર નથી કે ‘સેફ છે કે જવાનું?’ બ્રહ્મદેવ પણ આ ગેરન્ટી આપી શકશે કે નહીં તે પણ એક પ્રશ્ર્ન છે. જોકે અમે પોતે દુનિયાભરમાં પ્રવાસ કરી રહ્યાં છીએ, જેને લીધે આપણા જેવી જ પરિસ્થિતિ તે દેશોમાં પણ છે એવું કહી શકીએ.
જે પરિસ્થિતિ આવી છે તેના આપણે બધા જ ભોગ બન્યાં છીએ. તેમાંથી નીકળવા માટે જ્યારે હકારાત્મકતા આપણે કેળવી શકીએ તેટલી કેળવવી જોઈએ. 1929, 1973, 1977 કે 2008ની વૈશ્વિક મંદી ક્યારેક તો સમાપ્ત તો થઈ જ હતી ને. પ્લેગ, સાર્સ, ઈબોલા, નિપા, સ્વાઈન ફ્લૂ આવ્યા અને ગયા જ ને. ક્યારેક ક્યારેક આપણને, આપણી આદતોને આપણે ગ્રાન્ટેડ ધારેલા આપણા જીવનને અને આરોગ્યને રાઈટ ટ્રેક પર લાવવા માટે કદાચ ભગવાન આવાં છટકાં આપણા માટે ગોઠવતો હશે. આગામી થોડા દિવસો કે મહિનાઓમાં કદાચ આપણે આ હાલની પરિસ્થિતિ પર હસીશું અને તેવું જ થવું જોઈએ. હાલ ઈકોનોમી ‘યુ’ અક્ષર જેવી થઈ ગઈ છે. જાન્યુઆરીમાં સેન્સેક્સે સર્વોચ્ચ સપાટી સર કરી. હવે તે રોજ નીચી સપાટીમાં નવો નવો સ્તર સર કરી રહ્યો છે. હાલમાં તે ‘યુ’ની બોટમ તેણે પાર કરી છે પણ હજુ તે કેટલો નીચે જશે તે સમજાતું નથી. અને અર્થાત તે ફરી અપવર્ડ ટર્ન લેવાનો જ છે. ‘આ પણ દિવસ જશે’ તેની પર ભરોસો રાખીએ. લેટ્સ કીપ કાલ્મ! કીપ ગોઈંગ! કોન્ફિડન્ટ્લી, કરેજિયસલી!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.