દુનિયાભરના અલગ અલગ સ્થળે ‘ફેસ્ટિવલ્સ ઓફ ફ્લાવર્સ’ આયોજિત કરવામા આવે છે. તેમા મહત્ત્વનો ચેરી બ્લોસમ છે. જાણે પશ્ર્ચિમને પૂર્વ ખીજવે છે, ‘તમારી પાસે ટ્યુલિપ ગાર્ડન્સ છે તો અમારી પાસે છે ચેરી બ્લોસમ.’
ક્યારેક ક્યારેક એકાદ બાબતનુ ઘેલાપણુ જનમાનસમા એટલુ વધી જાય છે કે તેને લીધે તેના સબધિત બજારભાવ બેસુમાર વધવા લાગે છે. ચઢતી કિમતનો ફુગ્ગો એટલો ફડ્ઢગે કે તે ફડ્ઢટવાનુ અને તેને લીધે માર્કેટ તૂટી પડવી તે આગળનુ પગથિયુ હોય છે. ઈ.સ. ૧૬૩૦ દરમિયાન આવુ જ કાઈક બન્યુ, હોલેન્ડ, એટલે હાલના નેધરલેન્ડમા ટ્યુલિપ્સ ફડ્ઢલોની બાબતમા. ટ્યુલિપ્સ વિશિષ્ટ પ્રકારના ફડ્ઢલોના- તેના છોડના ભાવ એટલા વધ્યા કે આપણા આગણામા ટ્યુલિપ હોવુ એટલે જાણે હમણા આપણા ગેરેજમા ફેરારી ગાડી હોય તો આપણુ સ્ટેટસ કઈ રીતે વધી જાય તેવુ કાઈક થયુ. અર્થાત આ અનૈસર્ગિક વધેલી કિમતોનો ફુગ્ગો ફડ્ઢટી ગયો, માર્કેટ તૂટી પડી, અનેક લોકો પાયમાલ થઈ ગયા અને આ બાબત એક કેસ સ્ટડી તરીકે ‘ટ્યુલિપ મેનિયા’ નામે ઈતિહાસમા નોંધ કરવામા આવી.
અમારા પર્યટન ક્ષેત્રમા પણ ટ્યુલિપ મેનિયા છે. જોકે તો થોડા અલગ અર્થમા છે. એકાદ સ્થળે પર્યટન વધારવાનુ હોય તો આજકાલ બોલીવૂડ અથવા હોલીવૂડ મુવીઝ તેમ જ નેટ સિરીઝનો આધાર લેવામા આવે છે. ‘જિંદગી ના મિલેગી દોબારા’થી સ્પેનની ઓળખ ભારતીયોને થઈ. યુરોપ નજીક આવવાનુ કારણ રાજ કપૂરની ‘સગમ’ ફિલ્મ છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’એ પ્રેમ અને સ્વિટ્ઝર્લેન્ડનોે સબધ મજબૂત બનાવી દીધો. ‘કહો ના પ્યાર હૈ’એ ન્યૂ ઝીલેન્ડ ભારતીયોની નજીક લાવી દીધુ, ‘ગેમ ઓફ થ્રોન્સ’એ ઈસ્ટર્ન યુરોપ, ક્રોયેશિયા આયર્લેન્ડનુ ટુરીઝમ વધાર્યું, ‘હેરી પોટર’એ ઈંન્ગ્લેન્ડ સ્કોટલેન્ડની અલગ સહેલગાહ કરવાની ફરજ પાડી. હવે સપૂર્ણ નક્કી કરીને દુનિયાભરના ટુરીઝમ બોર્ડસ તેમના પર્યટન સ્થળો દુનિયા સામે લાવવા માટે ફિલ્મ મેકર્સને રેડ કાર્પેટ વેલકમ આપે છે. રીતસર કાલાવાલા કરે છે. યશ ચોપરાએ આ બધામા એટલુ મોટુ કામ કર્યું છે કે સ્વિટ્ઝર્લેન્ડમા તેમના સ્મરણાર્થે સ્ટેચ્યુ ઊભુ કરવામા આવ્યુ છે અને હોટેલમા એક સ્યુટને પણ નામ આપ્યુ છે. આ જ યશજીએ એક્યાશીમા ‘સિલસિલા’ નામે બ્લોકબસ્ટર ફિલ્મ આપી હતી. અમિતાભ, રેખા, જયા, સજીવ કુમાર, શશી કપૂર એમ પાચ જણને લઈને બનાવેલી તે સમયની રિયાલિટી ફિલ્મ હોવાથી તે બહુ ચાલી હતી, ગીતો પણ બહુ લોકપ્રિય બન્યા હતા. તેમાનુ ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’ ગીત નેધરલેન્ડ્સના ક્યુકેનહોફ ફ્લાવર ગાર્ડન્સમા ફિલ્માકન કરાયુ હતુ. આજે ચાળીસ વર્ષ થવા આવ્યા છતા તે ગીતનુ દશ્ય નજર સામેથી હટતુ નથી. પર્યટકો આજે પણ આવીને પૂછે છે, ‘અમને ટ્યુલિપ ગાર્ડન્સ જોવુ છે, જે સિલસિલા ફિલ્મમા બતાવવામા આવ્યુ છે, તે માટે ક્યારે જવુ જોઈએ?’ આ પછી ટ્યુલિપ ગાર્ડન્સ અનેક બોલીવૂડ- હોલીવૂડ- ટોલીવૂડની ફિલ્મોમા બતાવવામા આવ્યુ પણ સિલસિલામાનુ તે માઈલોના માઈલો સુધી પ્રસરેલા ગાર્ડન્સે આપણા મન:પટલ પર જે એક અપ્રતિમ ચિત્ર કોરી દીધુ છે તે ક્યારેય કશાથી પણ ભૂસી શકાશે નહીં એટલુ તે સ્ટ્રોંગ છે. આ ફિલ્મે ભારતીયોમા એમ્સ્ટરડેમ એક ‘મસ્ટ વિઝિટ’ ડેસ્ટિનેશન બનાવી દીધુ છે. નેધરલેન્ડ્સના ટુરીઝમમા ઉમેરો કર્યો છે અને તે સાથે અમારા બિઝનેસમા પણ- યુરોપમા જનારા પર્યટકોની સખ્યામા વધારો કર્યો છે. આને કારણે અમે પર્યટન ક્ષેત્રના બધા જ વ્યાવસાયિક મિત્રો યશ ચોપરાના અને આવી ફિલ્મ લાવનારા અનેક હોલીવૂડ બોલીવૂડના ફિલ્મ પ્રોડ્યુસરોના આભારી છીએ.
ટ્યુલિપ ગાર્ડન્સ અથવા આપણી યુરોપ ટુર્સમા જે ‘ક્યુકેનહોફ ફ્લાવર ગાર્ડન્સ’ બતાવવામા આવે છે તે સામાન્ય રીતે દર વર્ષે માર્ચના આખરમા પર્યટકો માટે ખુ૦ુ મૂકવામા આવે છેે અને તેની મોસમ મે ના પહેલા અથવા બીજા અઠવાડિયા સુધી રાખવામા આવે છે. આ પછી આ બાગોમાના ટ્યુલિપ્સ રીતસર કાપવામા આવે છે. આગામી વર્ષે ૨૦૨૦મા તેમણે જાહેર કરેલી તારીખો છે એકવીસ માર્ચથી દસ મે. દર વર્ષે એક થીમ લેવામા આવે છે. તે પ્રમાણે આગામી વર્ષની થીમ ‘અ વર્લ્ડ ઓફ કલર્સ’ રખાઈ છે. લગભગ એંસી એકર્સમા ફેલાયેલુ આ ગાર્ડન દુનિયામા સૌથી મોટુ ફ્લાવર ગાર્ડન છે. સિત્તેર લાખ ફડ્ઢલોનો આ બાગ આઠસોથી વધુ પ્રકારના ટ્યુલિપ ફ્લાવર્સની જાતિઓથી સુસજી હોય છે. દર વર્ષે દસથી પદર લાખ ટુરિસ્ટ દુનિયાના ૧૦૦થી વધુ દેશોમા આ ટ્યુલિપ ગાર્ડન્સની મુલાકાત લેવા માટે આવતા હોય છે. દરેક ભારતીયોને પણ જીવનમા કમસેકમ એક વાર એમ્સ્ટરડેમના ટ્યુલિપ ગાર્ડન્સની મુલાકાત લેવાની હોય છે. આથી જ અમે પણ આ સમયગાળામા છ દિવસથી ત્રેવીસ દિવસ સુધીની અલગ અલગ પ્રકારની વીસ સહેલગાહની ચોઈસ અમારા વીણા વર્લ્ડના પર્યટકો માટે લાવ્યા છીએ. ટ્યુલિપ ગાર્ડન્સ, મદુરોડેમ, કેનલ ક્રુઝ, કેનલના કાઠા પર નાના નાના ઘર, વિંડમિલ્સ, સાઈકલિંગ, વૂડન શૂઝ, શુદ્ધ હવા, નાઈટ લાઈફ, સી ફડ્ઢડ, ચીઝ, જિન, હેરિગ સિલ્વર ફિશ આ બધાને લીધે એમ્સ્ટરડેમ એક બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન ઓફ ૨૦૨૦ તરીકે ‘લોન્લી પ્લેનેટ’ નામે ટ્રાવેલ મેગેઝીને જાહેર કર્યું છે. ઓલરેડી ડિમાડમા રહેલા એમ્સ્ટરડેમ નેધરલેન્ડ્સના અમારા કસ્ટમાઈઝ્ડ હોલીડે ડિવિઝને પણ સ્પેશિયલ પેકેજીસ તૈયાર કર્યાં છે.
ટ્યુલિપ ગાર્ડન્સને લીધે મહત્ત્વનુ ડેસ્ટિનેશન નીવડેલુ એમ્સ્ટરડેમ ફડ્ઢલોની વૈશ્ર્વિક બજારમા સતત અવ્વલ નબર પર છે. ગ્લોબલ ફ્લાવર માર્કેટમા નેધરલેન્ડ્સે અડતાલીસ ટકા બજાર કબજે કરી છે, જ્યારે બીજા નબર પરનુ કોલબિયા સોળ ટકા પર છે. ત્રીજુ ઈક્વેદોર દસ ટકા અને આપણી પાડોશનુ ચાયના અને થાઈલેન્ડ ઉક્રમે દોઢ અને એક ટકા પર છે. ફડ્ઢલો એટલે દુનિયાભરમા સૌને મોહિત કરતી અનોખી ભેટ છે. જન્મ-મૃત્યુ, સફળ- નિષ્ફળતા, વાર-તહેવાર, બીમારી-નુકસાન... સુખદુ:ખમા સતત ફડ્ઢલો સાથ આપે છે, વાતાવરણ હલકુ કરે છે, નકારાત્મકતા દૂર કરવામા તે મદદ કરે છે. કહેવાય છે કે સુદર તાજા ફડ્ઢલો આજુબાજુમા હોય તો પુરુષોને વધુ આઈડિયાઝ સૂઝે છે અને મહિલાઓ વધુ ક્રિયેટિવ બને છે. કાર્યાલયમા પ્રોડક્ટિવિટી વધારવા માટે મદદ કરે છે. વાહ! ફડ્ઢલોનો મહિમા અપરપાર છે એ નિશ્ર્ચિત. દુનિયાના ફડ્ઢલોનો રાજા નેધરલેન્ડ્સ હોવા છતા ટ્યુલિપ મૂળમા હિમાલયમા ઉગમ પામ્યા છે. ઓટોમન સામ્રાજ્યમા ટર્કીશ લોકો તે ટર્કીમા લાવ્યા અને ત્યાથી તે નેધરલેન્ડ્સમા પહોંચ્યુ. હગેરી, નેધરલેન્ડ, ટર્કી, અફઘાનિસ્તાન અને ઈરાન દેશોએ તેમના ‘રાષ્ટ્રીય ફડ્ઢલ’ તરીકે ટ્યુલિપને માન્યતા આપી છે. ટ્યુલિપ એટલે ખરેખર બ્રાઈટ બોલ્ડ કલર્સનુ વર્લ્ડ. લાલ, પીળો, સફેદ, ગુલાબી, જાબુડી એવા અનેક રગો છે સુદર પાખડીઓ સાથેના ટયુલિપના ઠાઠ અનેરા છે. આ ફડ્ઢલોથી અને તે રગોથી ખીલેલા બાગ નેધરલેન્ડ્સની ડચ ક્ધટ્રીસાઈડને અપ્રતિમ અવિસ્મરણીય બનાવી નાખે છે. લાલ રગના ટ્યુલિપના ફડ્ઢલો અસલ પવિત્ર પ્રેમના સાક્ષીદાર માનવામા આવે છે, જ્યારે જાબુડી ફડ્ઢલો રાજાશાહીના ઠાઠ બતાવે છે. ‘આઈ એમ સોરી!’ કહેતી વખતે સફેદ ટ્યુલિપ્સના ફડ્ઢલોનો ઉપયોગ કરવામા આવે છે. પીળો રગ ખુશીનો અને સૂર્યપ્રકાશનો દ્યોતક માનવામા આવે છે. અને હા, ટ્યુલિપના ફડ્ઢલો એડિબલ છે, આપણે ખાઈ પણ શકીએ છીએ. અમુક વાનગીઓમા કાદાને બદલે ટ્યુલિપ્સનો ઉપયોગ કરવામા આવે છે. ટ્યુલિપ, કાદા, લસણ, લીલી, એસ્પારેગસ આ બધા એક જ જાતિના છે, દુનિયામા સૌથી મનગમતુ ફડ્ઢલ કયુ તેની પર કરવામા આવેલા સર્વેક્ષણમા અર્થાત ગુલાબ પહેલા નબર પર આવ્યા અને ઓર્કિડ્સ અને ટ્યુલિપ્સ અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમે અદર- બહાર કરતા રહ્યા. ટ્યુલિપ્સની એકસોપચાસ જાતિ છે અને ત્રણ હજારથી વધુ પ્રકારના ફડ્ઢલો છે. આમ છતા દર વર્ષે અલગ જાતિ નિર્માણ કરવામા આવે છે. ટ્યુલિપના ફડ્ઢલોમા બ્લુ છોડીને મોટા ભાગના બધા પ્રકારના રગ હોય છે. અર્થાત ફોટોમા બ્લુ રગ આપણે લાવી શકીએ છીએ. એક જાતિ નિર્માણ કરવી એટલે શરૂઆતથી ટ્યુલિપ્સના ફડ્ઢલો ફડ્ઢલવાળા પાસે પહોંચાડવા વીસ વર્ષનો સમયગાળો લાગે છે. એટલે કે, દુનિયાભરના ટ્યુલિપ ગાર્ડન્સ એ અનેક વર્ષની અસલ મહેનત છે. બ્યુટિફુલ થિંગ્ઝ ડોન્ટ કમ ઈઝી! એકદરે ટ્યુલિપ્સના ફડ્ઢલો અને ટ્યુલિપ ગાર્ડન્સ આપણને મોહિત કરી નાખે છે. નેધરલેન્ડ્સના ટ્યુલિપ ગાર્ડન્સની મોસમમા અમે દર વર્ષે પાચ હજારથી વધુ પર્યટકોને એમ્સ્ટરડેમમા લઈ જઈએ છીએ, જેથી અમારે માટે પણ ટ્યુલિપ્સ મહત્ત્વનુ ફડ્ઢલ છે.
બીજા મહાયુદ્ધમા ડચ રોયલ ફેમિલી અને તેમના લોકોને સ્વતત્ર કરવામા મદદ કરનાર કેનેડાને દર વર્ષે ઋણનિર્દેશ તરી કે ડચ રોયલ ફેમિલી દસ હજાર ટ્યુલિપ બલ્બ ભેટ ચરીકે ઓટાવામા મોકલે છે. ઓગણીસ્સો પિસ્તાલીસમા શરૂ થયેલી આ પ્રથા દર વર્ષે મે મહિનામા કેનેડિયન ટ્યુલિપ ફેસ્ટિવલ નામે દુનિયાના એક મોટા ટ્યુલિપ ફેસ્ટિવલમા પરાવર્તીત થયો છે. ઓસ્ટ્રેલિયામા પણ ટેસેલાર ટ્યુલિપ ફેસ્ટિવલ મેલબર્ન નજીક સિલ્વન શહેરમા યોજવામા આવે છે. આ દેણ પણ એક ડચ કપલે ઓસ્ટ્રેલિયામા સ્થળાતર થતી વખતે આપી અને આજે તેનુ એક મોટા પચાવન એકરમા ફેલાયેલા બાગમા અને ફેસ્ટિવલમા રૂપાતર થયુ. કેનેડા અને ઓસ્ટ્રેલિયામા ટુરીઝમની વૃદ્ધિમા તેથી નિશ્ર્ચિત જ યોગદાન મળ્યુ છે. દુનિયાની સેર કરતી વખતે આપણા ભારતને ભૂલીને કઈ રીતે ચાલશે? આપણા ભારતમા પણ અપ્રતિમ ટ્યુલિપ ગાર્ડન્સ ખીલે છે શ્રીનગર કાશ્મીરમા. પચોતેર એકરમા ફેલાયેલા, ઝાબરવાન પર્વતમાળાના પગથિયા પાસે સાત ટેરેસીસમા વિસ્તારવામા આવેલા, દલ લેકનો વ્યુ લાભેલા આ અપ્રતિમ ટ્યુલિપ ગાર્ડન્સ આપણને સામાન્ય રીતે એપ્રિલના પહેલા અઠવાડિયામા જોવા મળે છે. તેર વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્ય મત્રી ગુલામ નબી આઝાદે ટુરીઝમની વૃદ્ધિ માટે દુનિયાભરના ટુરિસ્ટોને કાશ્મીરમા આકર્ષિત કરવા માટે આ નિર્મિતી કરી અને આજે આ ટ્યુલિપ ગાર્ડન્સ કાશ્મીરના જ નહીં પણ દેશની શાન બન્યા છે. અમે પણ આ સમયે કાશ્મીરની સહેલગાહનુ આયોજન કરીએ છીએ.
ટ્યુલિપ ગાર્ડન્સ કે ટ્યુલિપ ફેસ્ટિવલની જેમ દુનિયાભરના અલગ અલગ સ્થળે ‘ફેસ્ટિવલ્સ ઓફ ફ્લાવર્સ’ આયોજિત કરવામા આવે છે. તેમા મહત્ત્વનો ચેરી બ્લોસમ છે. જાણે પશ્ર્ચિમને પૂર્વ ખીજવે છે, ‘તમારી પાસે ટ્યુલિપ ગાર્ડન્સ છે તો અમારી પાસે છે ચેરી બ્લોસમ.’ આ વર્ષે જાપાન ચાયના કોરિયા તાઈવાન સાથે અમે ચેરી બ્લોસમની સહેલગાહ સ્પેન, વોશિંગ્ટન, જર્મની વગેરે સ્થળે આયોજિત કરી છે અને પર્યટકોએ બુકિગ પણ જોરશોરથી શરૂ કરી દીધા છે. બ્રસેલ્સના મેન ચોકમા ફ્લાવર કાર્પેટ ફેસ્ટિવલ, કેલિફોર્નિયામા પસાદેનાની રોઝ પરેડ, થાઈલેન્ડ-ચાગમાઈનો ફ્લાવર ફેસ્ટિવલ,કોલબિયાનો મેડેલિન ફ્લાવર ફેસ્ટિવલ... ફ્લાવર લવર્સને ભરપૂર ચોઈસ છે. સો, ચલો, બેગ ભરો, કિલ પડો !
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.