વીણા વર્લ્ડની એક રીત છે. આપણે જે પણ કરીએ અથવા કરવાનુ નક્કી કર્યું છે તે સસ્થાના બધાને ખબર હોવી જોઈએ. તેમા હવે અમે વીણા વર્લ્ડ ટીમના પરિવારોને પણ સામેલ કરી લીધા છે ફેમિલી ડે દ્વારા. અમે ખુલ્લેઆમ પરિવારને વચન આપીએ છીએ. અમે શુ કરીએ છીએ? કઈ રીતે કરીએ છીએ? શુ કરવાના છીએ? એ કહીએ છીએ અને આવુ વચન જ્યારે આપવામા આવે છે ત્યારે તેની આપૂર્તિ કરવાનુ બધન અમારી પર નાખીએ છીએ.
આ જે પેરેન્ટ્સ ડે મા ગઈ હતી, માતા-પિતા રોજ ક્યા જાય છે? શુ કરે છે? ક્યા બેસે છે તે જોયુ, અમારા ઓપન ડે મા માતા-પિતા સ્કૂલમા આવે છે, અમારા રિપોર્ટ કાર્ડ જુએ છે, અમારી ટીચરને પૂછે છે તે જ રીતે આજે અમે માતા-પિતાઓના ઓપન ડે મા ગયા હતા.’ આ સભાષણ આઠવર્ષની વાગ્મયી ચુરીનુ, તેના બિલ્ડિગમાની બધી બહેનપણીઓ અને તેમની માતા સાથેનુ. નિમિત્ત વીણા વર્લ્ડ ‘ફેમિલી ડે’નુ હતુ. વીણા વર્લ્ડને છ વર્ષ થયા છે અને તેમા અમારો આ બીજો ફેમિલી ડે હતો. દર ત્રણ વર્ષે ફેમિલી ડે કરવાનો એવુ અમે વીણા વર્લ્ડ ત્રણ વર્ષની થયા પછી નક્કી કર્યું હતુ. અને નક્કી કર્યા મુજબ બીજો ફેમિલી ડે એક ડિસેમ્બરે ઉજવણી કરવામા આવ્યો એ મહત્ત્વની વાત છે. પહેલી વાર બધુ સારીરીતે પાર પડે છે પણ તેમા સાતત્યતા જાળવવી ઘણી વાર મુશ્કેલ બની જાય છે. સારી બાબતોમા સાતત્યતા હોવી અથવા રાખવી એક વાર ફાવી જાય એટલે વ્યક્તિનો, તેની કારકિર્દીનો, સસ્થાનો, વૈકલ્પિક રીતે સમાજનો અને દેશનો ઉદ્ધાર થવા-વિકાસ ઘડાવા આપણા તરફથી આશિક પણ યોગદાન કરવામા આવે છે.
‘ફેમિલી ડે’નો વિચાર વીણા વર્લ્ડની સસ્થા નવી હોવાથી આવ્યો હતો. ઘણી વાર એક પ્રશ્ર્ન પૂછવામા આવે છે કે, ‘મારો પુત્ર અથવા પુત્રી ટુરીઝમમા આવવાનુ કહે છે પણ આગળ વધવા માટે તેમા કોઈ અવકાશ છે? તેમનુ ભવિષ્ય તેઓ ઘડી શકશે?’ પહેલા જ આ ક્ષેત્ર વિશે મનમા શકાકુશકા છે તેમા વીણા વર્લ્ડ નવી સસ્થા હોવાથી વાલીઓના મનમા પ્રશ્ર્નચિછ ઊભો રહે તે સ્વાભાવિક છે. અમારા ટીમ મેમ્બર કરતા પણ તેના અથવા તેણીના માતા- પિતાના-કુટુબીઓના મનમા આ ક્ષેત્ર વિશે અને વીણા વર્લ્ડ વિશે એક પ્રકારનો વિશ્ર્વાસ નિર્માણ કરવો, તેમને તેવી બાયધરી મળવી આવશ્યક હતુ. એક વાર ઘરના બધાનો માનસિક ટેકો મળે એટલે દરેક ટીમ મેમ્બરની શક્તિ વધે છે. તેમના કામમા ઉત્સાહ આવે છે. હુ જે કાઈ કરુ છુ અથવા કરી રહી છુ તેનો મારા ઘરવાળાને ગર્વ છે એ વાત કોઈ પણ વ્યક્તિને બહુ મોટો આધાર આપી જાય છે. આ આધાર આપણા દરેકને મળે તો આપણે પર્યટનની દુનિયા જીતીશુ એ નિશ્ર્ચિત છે. આ બધા વિચારો પર મજૂરીની મહોર લાગ્યા પછી અમે બે હજાર સોળમા પહેલો ફેમિલી ડે ઊજવ્યો. બધાના ઘરવાળા આવ્યા અને વીણા વર્લ્ડે આજ સુધી શુ કર્યું અને આગળ શુ કરવાની છુ, કયા તત્ત્વો, કયા વિચાર, કઈ સસ્કૃતિ કેળવવાનો અમે પ્રયાસ કરીએ છીએ તે બધાને કહ્યુ. પહેલો ફેમિલી ડે સફળ થયો.
અમે નક્કી કર્યું કે દરેક ત્રણ વર્ષે આ દિવસની આપણે ઉજવણી કરવાની. ત્રણ વર્ષમા અનેક નવા ટીમ મેમ્બર્સ જોઈન થાય છે. કુટુબ મોટુ બને છે. નવેસરથી જોડાયેલા ઘરવાળા વીણા વર્લ્ડ પરિવાર વિશે જાણકાર રહે તે આવશ્યક છે. આ જ રીતે ગયા ફેમિલી ડે મા આવેલા ઘરવાળાઓનુ જે ચિત્ર અમે બતાવ્યુ હતુ તે ચિત્ર પરથી આગળ વીણા વર્લ્ડનો પ્રવાસ ચાલુ છે ને? સસ્થા પ્રગતિને પથે છે, આચાર-વિચાર-નીતિમત્તા- સસ્કૃતિ વિશે જે કાઈ મૂલ્ય નક્કી કરવામા આવ્યા હતા તે પરથી આગેકૂચ ચાલુ છે તેની ખાતરી કરી આપવી એટલે આપણે જે વચન આપણા બધાના આ ઘરવાળાઓને આપ્યુ હતુ તેનુ ફોલો-અપ અમે કરી રહ્યા છીએ તે તેમના ધ્યાનમા લાવવુ, તેમનો વિશ્ર્વાસ વધુ મજબૂત કરવો એ કામ આ બીજા ફેમિલી ડેનુ હતુ.
વીણા વર્લ્ડની એક રીત છે. આપણે જે પણ
કરીએ અથવા કરવાનુ નક્કી કર્યું છે તે સસ્થાનાબધાને ખબર હોવી જોઈએ. સહેલગાહ ખર્ચમા જેમ ક્યાય છૂપા ખર્ચ નથી હોતા તે જ રીતે સસ્થામા પણ બધી બાબતમા પારદર્શકતાનુ પાલન કરવામા આવે છે. બધાને બધી ખબર હોય છે. તેના આજ સુધી ફાયદા જ થયા છે. તેમા હવે અમે વીણા વર્લ્ડ ટીમના ઘરવાળાઓને પણ સામેલ કરી લીધા છે આ બે ફેમિલી ટુર ડે દ્વારા. તેમા અમારો સ્વાર્થ છે એવુ હુ કહીશ. ફેમિલી ડે દ્વારા અમે ખુ૦ેઆમ ઘરવાળાને વચન આપીએ છીએ. અમે શુ કરીએ છીએ? કઈ રીતે કરીએ છીએ? શુ કરવાના છીએ? એ કહીએ છીએ અને આવુ વચન જ્યારે આપવામા આવે છે ત્યારે તેની આપૂર્તિ કરવાનુ બધન અમારી પર નાખીએ છીએ, કારણ કે ત્રણ વર્ષ પછી આગામી ફેમિલી ડે આવવાનો હોય છે તે સમયે બધા ઘરવાળા સામે ટટ્ટાર ઊભા રહીને, ‘યસ વી ડિડ ઈટ એન્ડ માર્ચિંગ ટુવર્ડસ નેક્સ્ટ માઈલસ્ટોન’ કહેવાનુ હોય છે. તે કહી શકાય એવુ અમારા દરેકનુ કામ હોવુ જોઈએ. આપણે જે બોલીએ તેવુ વર્તવુ જોઈએ, જે નિર્ણય લઈએ તે તેનો ફેંસલો કરતા આવડવુ જોઈએ. આ બધુ કરતી વખતે વિચાર-સસ્કૃતિ-નીતિમૂલ્યો સાથે ક્યાય તડજોડ નહીં થાય તેનુ પણ ભાન હોવુ જોઈએ. કોઈકને ઉત્તર આપવા આપણે બધાયેલા છીએ તે બાબત આપણી પાસેથી મોટા કામો કરાવી લેતુ હોય છે. અમારા બધાના ઘરવાળાને અમારા વિશે ગર્વ થવો જોઈએ એવુ કામ અમારી પાસેથી થવુ જોઈએ એ આ ફેમિલી ડેનો હેતુ હોય છે અને તે સારી રીતે પાર પડી રહ્યો છે.
ગયા વખતે ફેમિલી ડેની ઉજવણી કરવામા આવી ત્યારે વીણા વર્લ્ડ ટીમ મેમ્બર્સની સખ્યા છસ્સો હતી, હવે તે અગિયારસો પર પહોંચી છે. દરેક ઘરમાથી બે-ત્રણ લોકો ગણવામા આવે તો કમસેકમ ચોવીસ્સો-પચ્ચીસ્સો લોકો આવશે. ‘હાઉ ટુ મેનેજ?’ એ પ્રશ્ર્ન હતો. અમારા કોર્પોરેટ ટુર્સ ડિવિઝનમા આવી મોટી ગ્રુપ ઈવેન્ટ્સ મેનેજ કરવામા આવે છે. આ તો ઈનહાઉસ ઈવેન્ટ હતી. ગયા વખતે અમારા નીલકઠ કોર્પોરેટ પાર્કે અનેક જગ્યા અમારી ઈવેન્ટ માટે આપી હતી પણ હવે ત્રણ વર્ષે કોર્પોરેટ પાર્ક પણ ફુલ થઈ ગયુ છે. આમ છતા તેમણે શક્ય તેટલી મદદ કરી છે. સ્નેક્સ અને ખાવાનો પ્રશ્ર્ન ઉકેલવાની જવાબદારી જ્યોત કેટરર્સ અને જિતુભાઈ શાહની ખીચડી રેસ્ટોરન્ટ લીધી હતી અને અમને દિલાસો મળ્યો. વીણા વર્લ્ડ ટુર મેનેજર્સ, ઈવેન્ટ ટીમ, એચ આર એડમિનિસ્ટ્રેશન, માર્કેટિગ, પ્રોજેક્ટ ટીમે કોર્પોરેટ ઓફિસમાના બધાને સમાવી લીધા અને અમે પ્લાનિંગ મજબૂત કર્યું, પણ બધાને બેહદ ચિંતા હતી, કારણ કે ચોવીસ્સો જણની આરએસવીપી હતી. એટલે કે, કમસેકમ બે હજાર લોકો આવશે એવુ નક્કી થયુ હતુ. ‘બધુ હેમખેમ પાર પડશે ને!’ એવી કાળજીયુક્ત મન:સ્થિતિમા અમે વીણા વર્લ્ડ ફેમિલીના સ્વાગત માટે ઊભા રહ્યા. સવારે સાડા દસથી સાજે સાડા છ સુધી અમે કોઈ બ્રેક નહીં લીધો, એકેય વાર બેસ્યા વિના બધાની જોડે બોલતા રહ્યા, ગપ્પા મારતા હતા. તરસભૂખ ભૂલવુ એટલે શુ તે અમે આ દિવસે સપૂર્ણ અનુભવ્યુ. બધાને મળવાની ખુશી એટલી હતી કે તેની આગળ બીજુ કશુ જ દેખાતુ નહોતુ. રાત્રે આઠ વાગ્યે અમે મોકળા થયા. તેટલા સમય પૂરતી જ અમારી આખી કોર્પોરેટ ટીમ અને ટુર મેનેજર્સની ટીમ પણ ઊભી હતી. આવનારા દરેક કુટુબને આ ડિપાર્ટમેન્ટ શુ કરે છે, અહીં કઈ રીતે કામ ચાલે છે, ઓફિસમા દીવાલ પર લટકાવવામા આવેલા અલગ અલગ પ્રિન્સિપલ્સનો રોજના કામમા અમે કઈ રીતે ઉપયોગ કરીએ તે સમજાવતા હતા. અમુક ડિપાર્ટમેન્ટ્સમા ગેમ્સની વ્યવસ્થા કરવામા આવી હતી. બચ્ચા કપની ખુશ હતી અને મોટાઓએ પણ વીણા વર્લ્ડ વિશે માહિતી લેતા લેતા નાના થઈને તે ગેમ્સનો આસ્વાદ લીધો. દરેક કુટુબ અદાજે ચારથી પાચ કલાક વીણા વર્લ્ડના કાર્યાલયમા હતા. તેમના આવવાથી આ કાર્યાલય પુનિત થવા સાથે એટલા શુભાર્શીર્વાદ મળ્યા કે આગળની રાહ વધુ આસાન બનશે એ વિશે મનમા કોઈ પણ શકા રહી નહીં.
બે હજારથી વધુ લોકો આવ્યા અને વીણા વર્લ્ડ ટીમની નાની નાની બાબતોની પણ દખલ લઈને કરેલા આયોજનથી બીજો ફેમિલી ડે પણ આનદમા-સતોષમા પાર પડ્યો. ઘણા બધા કુટુબોએ જતી વખતે ‘આગામી ફેમિલી ડેમા ફરી ચોક્કસ મળીશુ’ એવુ કહીને રજા લીધી અને અમે બધા ‘લૂકિગ ફોર્વર્ડ ટુ અવર થર્ડ ફેમિલી ડે ઈન ટવેન્ટી ટવેન્ટી ટુ!’ કહીને સતોષ સાથે ઘર તરફ નીકળ્યા.
આપણુ અડધુ આયુષ્ય આપણા કાર્યાલયમા જાય છે. આપણે ‘ઘર એક મદિર’ કહીએ તેમ કાર્યાલય પણ એકાદ મદિર જેવુ હોવુ જોઈએ. તે કાવાદાવા-ઈર્ષા-દાવપેચથી દૂર હોવુ જોઈએ, સ્વચ્છ, સાફસૂથરુ, ઉત્સાહવર્ધક હોવુ જોઈએ, પોતાની પ્રગતિ કરતી વખતે બીજાને પણ આપણે કઈ રીતે આપણી સાથે આગળ લઈ જઈ શકીએ તે ભાવના બધાની અદર દૃઢ હોવી જોઈએ તે દષ્ટિથી અમારા પ્રયાસ ચાલુ છે. સવારે કાર્યાલયમા આવતી વખતે ઉત્સાહ અને સાજે કાર્યાલયમાથી બહાર નીકળતી વખતે સતોષ હોય તો કૌટુબિક જીવન પણ તેટલુ જ સારી રીતે વીતે છે. ઘરમા ખુશ તો કાર્યાલયમા ખુશ અને કાર્યાલયમા ખુશ તો ઘરમા ખુશ. આ ખુશીનુ ચક્ર ફરતુ રહેવુ જોઈએ.તેવુ અને તે માટે જ કામ અમારી પાસેથી પણ સતત થતુ રહેવુ જોઈએ.
‘ફેમિલી ફર્સ્ટ’ એ ફક્ત કહેવા માટે નથી પણ આપણા દરેક પાસેથી તે દૃષ્ટિથી મન:પૂર્વક પ્રયાસ થવા જોઈએ. દરેક કુટુબમા એકબીજા પ્રત્યે વિશ્ર્વાસ હોય, એકબીજા વિશે ગર્વ હોય તો દરેક કુટુબ, વિકલ્પે સમાજ અને દેશ સશક્ત બનશે. મધર ટેરેસાએ કહ્યુ છે, ‘દુનિયામા શાતિ લાવવા માટે અથવા તમને જો દુનિયા બદલવાનુ મન થતુ હોય તો સૌથી પહેલા તમારે જો કાઈ કરવાનુ હોય તો તે છે, જાઓ અને પોતાના કુટુબ પર પ્રેમ કરો.’ લેટ્સ ડુ ઈટ હોલ હાર્ટેડ્લી.
અમુક પ્રાતિનિધિક પ્રતિક્રિયા અહીં આપી રહી છુ. અમારા ટુર મેનેજર શાર્દુલ પેંઢારકરની માતાએ આ ફેમિલી ડે પર ‘ચૈતન્યવિશ્ર્વ અને મેં અનુભવેલુ ચૈતન્ય’ એવુ કહ્યુ. અમારે ત્યા સાતારાના કડવે બુદ્રુકના પન્હાળે કુટુબીઓના ઘણા બધા ટીમ મેમ્બર્સ છે. તેમનુ સૌથી મોટુ કુટુબ આવ્યુ હતુ, તેમણે ‘અમારા ઘરના સૌથી વધુ મેમ્બર્સ ઈન્ડિયન આર્મીમા છે અને બીજા વીણા વર્લ્ડમા’ એવુ કહ્યુ ત્યારે ખુશી ગગનમા સમાતી નહોતી. મનસ્વિની વિશ્ર્વાસરાવના પિતાએ ‘કુટુબ દિન ફક્ત અવિસ્મરણીય’ એવુ કહ્યુ, જ્યારે ‘હજાર માણસોનો એકત્ર સસાર કરનારા એક સુખી કુટુબની યાદગાર મુલાકાત’ એવુ કવિતા પાટીલે કહ્યુ. રૂપાલી જિગર વોરાએ લખ્યુ, ‘વ્હોટ એન ઈન્ક્રેડિબલ ડે ઈટ વોઝ!’ કોઈકે કહ્યુ, ‘પરફેક્ટ્લી સ્પેન્ડ સન્ડે,’ તો કોઈકે ‘પ્રેમ વિશ્ર્વાસ અને અભિમાનનુ સ્થળ...’ જેવી અનેક પ્રતિક્રિયાઓથી અમારા ‘મન કી બાત’વાળુ વ્હાઈટ બોર્ડ ઊભરાઈ ગયુ. હવે આગામી ફેમિલી ડે સુધી અમને આ બધી પ્રતિક્રિયા જવાબદારીઓ ઝીલવાની, ચેલેન્જીસ સ્વીકારવાની અને આત્મવિશ્ર્વાસ વધારવાની શક્તિ આપશે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.