એક માછલી કેટલા રૂપિયામાં વેચાવી જોઈએ? દુનિયામાં સૌથી મોટી ટૂના ફિશ દુનિયાની સૌથી મોટી ફિશ માર્કેટમાં સાત લાખ પાંત્રીસ હજાર ડોલર્સમાં વેચાઈ. એટલે કે, આપણા રૂ. 5 કરોડ. જાપાનના ટોકિયોની ત્સુકિજી ફિશ માર્કેટની આ વાત છે...
ન‘નીલ શું કરે છે? જરા અહીં આવ, આ બે શબ્દનો અર્થ શું થાય છે તે કહે જોઉં. ગૂગલ ખોલવા કરતાં આવા તૈયાર ઉત્તરો મેળવવાનું મને વધુ આસાન લાગે છે. "અરે થોભ ને! હું રેસ્ટોરન્ટનુ બુકિંગ કરી રહ્યો છું. ‘ખાવા માટે જ આપણો જન્મ થયો છે’ એ ચળવળનો જનક નીલ દર રવિવારે એક નવી રેસ્ટોરન્ટમાં અમને લઈ જતો હોય છે. બાળકો સાથે મોબાઈલ-ફ્રી સંવાદ કરવા માટે આ મસ્ત સમય હોય છે એ ખરૂં છે. અર્થાત, આ સંવાદ જરા વધુ મોંઘો પડે છે એવી કુરકુર મારો સ્ત્રીસહજ સ્વભાવ સુધીર અને સુનિલા પાસે વ્યક્ત કરીને જ રહી. મેં નીલને કહ્યું, "અરે, કાલે જ આપણે બહાર જમ્યાં હતાં, આજે સોમવાર છે, આગામી રવિવાર આવવા માટે હજુ છ દિવસ વાર છે. તેણે કહ્યું, "હું રવિવારની રેસ્ટોરન્ટનુ નહીં, પરંતુ ડિસેમ્બરમાં મારા ટોકિયો પ્રવાસની રેસ્ટોરન્ટમાં લંચનું બુકિંગ કરી રહ્યો છું. અરે બાપ રે! હું તો છક થઈ ગઈ. હમણાં સુધી પ્રવાસમાં દુનિયાભરનાં ઘણાં બધાં ભોજનનો મોટે ભાગે શાકાહારી આસ્વાદ લીધો હતો, પરંતુ બે-પાંચ દિવસ અગાઉથી બુકિંગ કરવાની પાર મારી મજલ પહોંચી નહોતી. પાંચ મહિના અગાઉ રેસ્ટોરન્ટનુ બુકિંગ કરવાનો વિચાર પણ મને ક્યારેય આવ્યો નહોતો. એટલે કે, સહેલગાહમાં એરલાઈન્સ, હોટેલ્સ રેસ્ટોરન્ટનુ બુકિંગ અમે એક-એક વર્ષ અગાઉથી કરીએ છીએ, પરંતુ જાપાની ફૂડ પર પ્રેમ કરનારા નીલનું મારી માતૃસહજ મમતાને કુતૂહલ લાગ્યું. આવું ઈન એડવાન્સ પ્લાનિંગ કરનારા નીલ પાસેથી જાપાની ફૂડ અને જાપાની રેસ્ટોરન્ટની એટલી બધી માહિતી મળી કે મેં તેને કહ્યું, અરે, "આપણી બધી સેલ્સ ટીમને તારે આ ટ્રેનિંગ આપવી જોઈએ, એટલે તારા જેવા ફૂડ લવર પર્યટકો જ્યારે જાપાનમાં જશે ત્યારે તેમને પણ આ રીતે જાપાની રેસ્ટોરન્ટની માહિતી આપી શકાશે. જાપાનમાં અમુક રેસ્ટોરન્ટ 2020 સુધી બુક્ક છે અને જાપાની માણસોનો સ્વભાવ અને સુવિધા અનુસાર આ રીતે કરેલા એડવાન્સ બુકિંગ રદ કરવાનું એટિકેટમાં બેસતું નથી. શબ્દ આપ્યો એટલે આપ્યો. ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે કોઈકનો રેફરન્સ આપ્યા વિના અથવા તમે તે રેસ્ટોરન્ટના જૂના મેમ્બર નહીં હોય તો તમને રેસ્ટોરન્ટ બુકિંગ મળી નહીં શકે. ખરેખર આ તો નવાઈની જ વાત છે! તો ફૂડ લવર પર્યટકો, નીલ સાથે સંપર્કમાં રહેવામાં વાંધો નથી. ક્ષયશહદયયક્ષફૂજ્ઞહિમ.ભજ્ઞળ પર તે મળી શકશે.
લગભગ 700 આઈલેન્ડ્સનો, બસ્સો જ્વાળામુખીનો, દર વર્ષે થનારા 1500 ભૂકંપનો, ભારત રશિયા અમેરિકા ચાયના વગેરેની તુલનામાં આકારમાં નાનો જાપાન ઇંગલિશ ભાષાનો અંકિત નહીં બનતાં સ્વત્વ જાળવીને, પોતાની ભાષાનું જતન કરીને મોટો થયો છે. ઈમિગ્રન્ટ્સ નહીં ધરાવતા લગભગ 99 ટકા જાપાની લોકોનો દેશ પોતાની મહેનત પર અમેરિકા અને ચાયના પછી દુનિયામાં તૃતીય ક્રમની આર્થિક મહાસત્તા બન્યો છે. આ દેશ પાસેથી ઘણું બધું આપણે શીખવા જેવું છે. "સાઈઝ ડઝન્ટ મેટર એ બતાવી આપનારો જાપાન સતત ભૂકંપ પર, સુનામી પર, હિરોશિમા-નાગાસાકીના અણુસંહાર પર માત કરીને દુનિયાને સંદેશ આપતો રહ્યો, ‘ગમે તેટલું સંકટ આવે તો પણ અમે સતત નવેસરથી ઊભા રહીશું, વધુ જોમથી કામ કરીશું! મન:પૂર્વક કહેવાનું મન થાય છે, આઈ લવ યુ જાપાન!
જાપાન અન્ય દેશો કરતાં બહુ અલગ છે તે ટોકિયોના નરિતા એરપોર્ટ પર ઊતરીએ ત્યારથી જ આપણા ધ્યાનમાં આવે છે. અહીં આપણો નિભાવ કઈ રીતે થશે એવી ચિંતા તરત મનને સ્પર્શી જાય છે. જોકે ફિકર કરવાનું કોઈ કારણ નથી. વીણા વર્લ્ડ ટુર મેનેજર તમારી સંગાથે રહેશે, જેણે અનેક વાર જાપાનની સફર કરી છે. તેના સંગાથે સદા નમીને નમ્રતાથી સેવા આપનારો અમારો ત્યાંનો લોકલ ગાઈડ પણ તમારી સંગાથે રહેશે. હવે આ છ દિવસની સહેલગાહના કાર્યક્રમમાં શું છે તે આપણે જાણી લઈએ. આપણે મુંબઈ-ટોકિયો-ઓસાકા-મુંબઈ વિમાનપ્રવાસ લઈએ છીએ. હિરોશિમાની જાપાનીઝ બુલેટ ટ્રેનનો પ્રવાસ પણ આપણે આ સહેલગાહમાં સમાવિષ્ટ કર્યો છે. ટોકિયોમાં આશિકાગા ફ્લાવર પાર્ક, ટોકિયો ટાવર, પેલેટ ટાઉન, મેગા વેબ, વિનસ ફોર્ટ, રેઈનબો બ્રિજ સાથે આપણે આસાકુસા ટેમ્પલ, ઈમ્પીરિયલ પેલેસ ફોટો સ્ટોપ, શિંજુકુ ગાર્ડન, સ્કાય ટ્રી, નાકામિશી શોપિંગ આર્કેડ જોઈએ છીએ. ટોકિયોથી હિરોશિમા જતી વખતે માઉન્ટ ફુજીનો સુંદર વ્યુ આપણને ફિફ્થ સ્ટેશન પરથી દેખાય છે. ત્યાં લેક હકોને અને લેક આશી પણ આપણે જોઈએ છીએ. હિરોશિમાનો બોમ્બ ડોમ, સડાકો મોન્યુમેન્ટ, મેમોરિયલ સેનોટાફ, હિરોશિમા પીસ પાર્ક, હિસ્ટ્રી મ્યુઝિયમ એ બધું જોતી વખતે મન પ્રફુલ્લિત થાય છે. આ જ આપણી સહેલગાહનો ક્લાયમેક્સ હોય છે. ઓસાકા એક વધુ મોટું શહેર છે. ત્યાં આપણે નારા ડિયર પાર્ક, તોડાઈજી ટેમ્પલ, ગોલ્ડન પેવિલિયન સાઈટ, કિયોમિઝુ ટેમ્પલ અને નિજો કેસલ ફોટો સ્ટોપ એન્જોય કરીએ છે. જતાં જતાં ઓસાકા કેસલનું દૂર દર્શન લેવાનું પણ આપણે ચૂકતાં નથી. આવી જ જાપાનની અલગ વિશ્વની સહેલગાહ ટૂંકમાં અહીં આપી છે. કાયમ મુજબ એરફેર, એરપોર્ટ ટેક્સ, વિઝા, હોટેલ મુકામ, ટ્રાન્સપોર્ટ, ભોજન અને હા તમને જાપાનમાં પણ ઈન્ડિયન ભોજન આપીશું. આથી ફિકર નહીં કરો અને સુશી પણ ખાવા આપીશું. જ્યાં જઈએ ત્યાંની મેઈન ડિશ ટેસ્ટ કેમ નહીં કરવી જોઈએ? તો ચાલો, પર્યટકો, લેટ્સ ગો ટુ જાપાન ધિસ ટાઈમ!
જાપાનમાં...
સિગ્નેચર જાપાન
રેસ્ટોરન્ટ લક્ઝુરિયસ અનુભવ મોંઘા જમવાનો લહાવો જાપાનમાં ગયા પછી આવે છે. જાપાનના આ લક્ઝુરિયસ ફૂડ એક્સપીરિયન્સ વિશે- મિશલોં સ્ટાર રેસ્ટોરન્ટ ટોકિયો અને ક્યોટોમાં મિશલોં સ્ટાર રેસ્ટોરન્ટ ઘણી છે. તેમાં થ્રી મિશલોં સ્ટાર રેસ્ટોરન્ટની બેસ્ટ રેસ્ટોરન્ટની ગણના કરાય છે. આ અમુક રેસ્ટોરન્ટમાં છ-છ મહિના અગાઉથી બુકિંગ કરવું પડે છે. જોકે અહીંના લોકો પણ એટલા શિસ્તપ્રિય અને સુસંસ્કૃત છે કે તેઓ બુકિંગ કર્યા પછી ક્યારેય કેન્સલ કરતા નથી. અહીંનું ફૂડ જેટલું ટેસ્ટી હોય છે તેટલું જ કીમતી "જમવાનું આટલું પણ મોંઘું હોઈ શકે ખરું? એવો પ્રશ્ન નિર્માણ કરનારૂં હોય છે.
જાપાની ખાદ્યસંસ્કૃતિ
જાપાનમાં વેજ-નોનવેજ બંને મળતું હોવા છતાં નોન-વેજમાં ઘણા બધા પ્રકાર ઉપલબ્ધ છે. સોબા, ઉડોન, રામેન એમ નૂડલ્સના વિવિધ પ્રકાર, ગ્યોજા અર્થાત ડંપલિંગ્ઝ અને સુશી જેવી જાપાની ખાદ્યસંસ્કૃતિના વિવિધ પ્રકાર ચાખતી વખતે જાપાનની સહેલગાહમાં ગયા પછી ભારતીય ખાવાનો આગ્રહ રાખનારા આપણે, ભારતીય જમવાનું ભૂલી જઈએ છીએ. ત્યાં સાકે નામે પીણું બહુ ફેમસ છે. રાઈસ વાઈન તરીકે તેને કહી શકાય. આ પીણું ઠંડું-ગરમ એમ કોઈ પણ પ્રકારમાં પી શકાય છે!
ફુગુ ફિશ
જાપાનમાં અચંબિત કરનારી ફુગુ ફિશ ભોજનના ટેબલ પર જીવતી રાખવામાં આવે છે. આ ફિશ રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં રાખવી હોય તો તે માટે લાઈસન્સ જોઈએ. વિશિષ્ટ પ્રકારે જ આ ફિશ ખવાય છે!
જાપાનમાં આવા લક્ઝુરિયસ અને એક્ઝોટિક એક્સપીરિયન્સીસ લેવાના હોય તો વીણા વર્લ્ડની સિગ્નેચર જાપાન ટુર પ્લાન કરવી જ રહી.
મસ્ટ ડુ
જાપાન બુલેટ ટ્રેન પ્રવાસ
ટ્રેનનો પ્રવાસ એટલો મસ્ત મસ્ત હોઈ શકે? એવો પ્રશ્ન જાપાનની બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે અજાણતાં જ મનમાં આવે છે. બાટલી જેવો આકાર અને આગળ અણીદાર નાક એમ રૂઆબમાં દેખાતી આ બુલેટ ટ્રેન જોતાં જ આપણે અજાણતાં જ તેના પ્રેમમાં પડીએ છીએ. તેનો શ્રીમંતી ઠાઠમાઠનો આરામદાયક પ્રવાસ, સુપરફાસ્ટ સ્પીડ અને એ-વન સર્વિસ જેવી બાબતો જાપાનમાં ગયા પછી બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે આપણને મજબૂર કરે છે. આ વિશ્વપ્રસિદ્ધ ટ્રેનને શિંકાન્સેન તરીકે ઓળખવામાં આવે છે. તેની ટિકિટ થોડી મોંઘી હોવા છતાં તેમાં વિમાન કરતાં આરામદાયક અને ઝડપી પ્રવાસની લહેજત ચાખવા મળે છે. આથી જાપાનમાં બુલેટ ટ્રેનના પ્રવાસ પર વધુ પસંદગી કરાય છે. વીણા વર્લ્ડની જાપાન સહેલગાહમાં આ બુલેટ ટ્રેનના પ્રવાસનો અનોખો અનુભવ આપણે લઈ શકીએ છીએ.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.