Published in the Sunday Gujarat Samachar on 20 October, 2024
વાઇનની સમૃદ્ધ દુનિયામાં ડાઇવ કરો કારણ કે અમે ટેસ્ટિંગ ટીપ્સ, ફૂડ પેરિંગ્સ અને વિશ્વભરની અનન્ય પરંપરાઓને એક્સપ્લોર કરીએ છીએ. ભલે તમે હમણાં જ શરૂઆત કરી રહ્યાં હોવ અથવા પહેલેથી જ જાણકાર હોવ, આ લેખ તમારી વાઇનની મુસાફરીને વધારવા માટે આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.
થોડા સપ્તાહ પૂર્વે અમારા પોડકાસ્ટ અને વિડિયો સિરીઝ ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફના એપિસોડ માટે મેં મારા વહાલા મિત્ર અને પાડોશી તેમ જ સર્ટિફાઈડ વાઈન એક્સપર્ટ અને શિક્ષક અપૂર્વ ગાવંડે માટે હોસ્ટની ભૂમિકા પાર પાડી! તો વાર્તાલાપને આગળ વધારતાં આ સપ્તાહમાં હું વાઈનની અત્યાધુનિક છતાં પહોંચક્ષમ દુનિયામાં ડોકિયું કરાવવા માગું છું. તમે ઉત્સુક નવાગંતુક હોય કે અનુભવી શોખીન હોય, વાઈન માણવા, સ્વાદ ચાખવા અને સમજવાની પ્રક્રિયાનો ફોડ પાડવા માટે આ ઉત્તમ જગ્યા છે. જોકે સૌપ્રથમ વાઈનની દુનિયામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે હું એ વાત પર ખાસ ભાર આપવા માગું છું કે અમે બેજવાબદારીથી આલ્કોહોલ સેવનને પ્રોત્સાહન આપતા નથી. કૃપા કરી હંમેશાં વિચારપૂર્વક ડ્રિંક કરવાનું અને ક્યારેય ડ્રિંક કરીને ડ્રાઈવ નહીં કરવાનું યાદ રાખો. તો ચાલો, વાઈનની બોટલનું ઢાંકણું ખોલીએ!
વાઈનના લેબલની ગોપનીયતા
આપણે ઘણા બધા લોકો માટે વાઈનના લેબલ વાંચવું એ બહુ મુશ્કેલ કામ છે. નામો ઉચ્ચાર કરવાનું મુશ્કેલ બની શકે છે, તેની પરિભાષા ગૂંચભરી જણાઈ શકે છે અને તેના આયુષ્ય અથવા દ્રાક્ષનો પ્રકાર હંમેશાં મૂંઝવણમાં મૂકી દેનારાં હોય છે. આથી આ મૂંઝવણ દૂર કરવા માટે એપિસોડ દરમિયાન અપૂર્વએ અમારી સામે બે બોટલ રજૂ કરી.
ફ્રેન્ચ વાઈન લેબલ `ગેવરે ચેમ્બર્ટિન' જૂની દુનિયાનું લેબલ હતું. જૂની દુનિયાના પ્રદેશો, જેમ કે, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેનની વાઈન મોટે ભાગે રહસ્યમય હોય છે, જે `જેઓ પોતાની વાઈનને જાણે' તેમને માટે જ તે ખાસ હોય છે. જોકે અપૂર્વએ અમને ખાતરી આપી કે આ ભદ્રવાદની વાત નથી, પરંતુ પરંપરાની વાત છે.
આથી વિપરીત ન્યૂ ઝીલેન્ડ સોવિગ્નન બ્લાન્ક સ્પષ્ટ લેબલ સાથેની નવી દુનિયાની વાઈન હતી. ઓસ્ટ્રેલિયા, યુએસ અને આર્જેન્ટિના જેવા પ્રદેશોની નવી દુનિયાની વાઈન મામલાને સરળ રાખે છે, જેથી તે નવાગંતુક શોખીનો માટે વધુ પહોંચક્ષમ બને છે.
શું વાઈન ખરેખર આયુષ્ય સાથે વધુ બહેતર બને છે?
વાઈન વિશે એક સામાન્ય ભ્રમણા એવી છે કે તમે તેને જેટલો લાંબો સમય રાખો તેટલી તે બહેતર (અને વધુ મૂલ્યવાન) બને છે. આ બાબત આકર્ષક છે, પરંતુ અપૂર્વએ સ્પષ્ટતા કરી કે વાઈનના અમુક ચોક્કસ પ્રકાર માટે જ આ વાત સાચી છે. મોટા ભાગની વાઈન, ખાસ કરીને ભારતમાં નિર્માણ કરાય છે તે બોટલમાં ભર્યાના જૂજ મહિનાથી વર્ષોની અંદર યુવાનો દ્વારા પીવા માટે બનાવવામાં આવેલી હોય છે.
બોર્ડુક્સ અથવા બર્ગુંડી જેવા પ્રતિષ્ઠિત યુરોપિયન પ્રદેશોમાં લાક્ષણિક રીતે મળી આવતી એજીઈંગ સંભાવના સાથેની વાઈન સમયાંતરે વિકસે તેવું માળખું ધરાવતી હોય છે. જોકે આ વાઈન તમે આદર્શ સ્થિતિઓમાં સંગ્રહ નહીં કરો તો એજીઈંગ (જૂની બનાવવી) નિયોજન અનુસાર કામ નહીં કરી શકે.
વાઈનનો સ્વાદ ચાખવા (ટેસ્ટિંગ)ની કળા
ખાસ કરીને સોમેલિયર (વાઈન પ્રોફેશનલો) તમને તેને ઘુમાવતા, સૂંઘતા અને ઘૂંટડો ભરતા જુએ ત્યારે તમને આત્મીયતા જણાઈ શકે છે. જોકે મને એપિસોડ પરથી જણાયું કે તે `યોગ્ય' કરવા વિશે ઓછું છે અને તમે શું માણો છો તેની ખોજ કરવા વિશે વધુ છે
અપૂર્વ આ માટે પાંચ પગલાંની ભલામણ કરે છે:
૧. જુઓ: વાઈનના રંગ અને શુદ્ધતા જુઓ. તેની પરથી તેનું આયુષ્ય અને ગુણવત્તાનો અંદાજ આવી શકે છે.
૨. ઘુમાવો: તમારા ગ્લાસમાંથી વાઈનનો સુગંધ આવે તે માટે ધીમેથી તેને ઘુમાવો.
૩. સૂંઘો: સુગંધ વાઈનનો અનુભવ કરવાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આથી તેને ઊંડાણથી સૂંઘો. તેમાંથી ફળ, ફૂલ કે માટીની સુગંધ આવે છે?
૪. ઘૂંટડો ભરો: નાનો ઘૂંટડો ભરો અને મોઢામાં ફેરવો. તેની મીઠાશ અથવા સૂકાપણું મહેસૂસ કરો.
૫. સ્વાદ લો: આખરે વાઈનનું ટેક્સ્ચર, એસિડિટી અને ફ્લેવરની રૂપરેખા ધ્યાનમાં લો. ફ્લેવર કેટલો સમય રહે છે?
વાઈન અને ખાદ્યનો સુમેળ
વાઈનનું સૌથી રોમાંચક પાસું તેનો ખાદ્ય સાથે સુમેળ સાધવાનું છે. પારંપરિક નિયમો અનુસાર વ્હાઈટ વાઈનનો વ્હાઈટ મીટ્સ (માંસાહારનો પ્રકાર) સાથે સુમેળ સારો સધાય છે અને રેડ વાઈન્સનો રેડ મીટ્સ (માંસાહારનો પ્રકાર) સાથે સારો સુમેળ સધાય છે. જોકે ખાસ કરીને ફ્લેવર્સ અને મસાલાઓની વૈવિધ્યપૂર્ણ શ્રેણી પ્રદાન કરતી ભારતીય વાનગીઓની વાત આવે ત્યારે આ માન્યતાને પડકારે છે.
જૂની ઘરેડ સાથે વળગી રહેવાને બદલે વાનગીની સઘનતા સાથે વાઈનની સઘનતાનો સુમેળ સાધવા પર ધ્યાન કેન્દ્રિત કરો. દાખલા તરીકે,સમૃદ્ધ તંદૂરી ચિકન નાજુક વ્હાઈટને બદલે મજબૂત રેડ સાથે ઉત્તમ રીતે સુમેળ સાધશે.
ભારતીય ખાદ્યો અને અન્ય મસાલેદાર વાનગીઓ માટે સામાન્ય નિયમ ઓછી આલ્કોહાલ માત્રા સાથેની વાઈન અપનાવવાનો છે. કારણ?ઉચ્ચ આલ્કોહોલ ધરાવતી વાઈન મરચાના મસાલામાંથી બળતરાની સંવેદનાને સઘન બનાવી શકે છે.
ટોચનાં વાઈનનાં સ્થળો
જો તમે વાઈનની દુનિયામાં પોતાને ગળાડૂબ કરવા માગતા હોય તો વાઈનયાર્ડસમાં પ્રવાસ કરવા જેવી બહેતર રીત બીજી કોઈ હોઈ નહીં શકે. ભારતનો નાશિક પ્રદેશ તેમના પ્રસિદ્ધ સુલા વાઈનયાર્ડસ અને ચંદન્સ એસ્ટેટ સાથે ઘરઆંગણે વાઈનની ખોજ કરવા માગનારા માટે ઉત્તમ વિકલ્પ આપે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્રાન્સમાં શેમ્પેઈન અને બુર્ડોક્સ જેવા પ્રદેશો પ્રતિકાત્મક છે. શેમ્પેઈન વાઈન પ્રેમીઓ માટે ડિઝનીલેન્ડ જેવી છે, જેની ભૂગર્ભ ટનલ દુનિયાની શ્રેષ્ઠ વાઈનની બોટલોથી ભરચક હોય છે. ઈટાલીનું તુસ્કેની અને કેલિફોર્નિયાની નાપા વેલી પણ આકર્ષણરૂપ છે, જે ગાઈડેડ ટુર્સ, ટેસ્ટિંગ્સ અને તેમના સ્રોત ખાતે દુનિયાની અમુક ઉત્કૃષ્ટ વાઈનનો સ્વાદ ચાખવાની તક આપે છે.
ઘણા બધા દેશોની વાઈન આસપાસ પોતાની અજોડ પરંપરા અને રીતરસમ છે. અહીં દુનિયામાંથી અમુક મજેદાર અને બોલકણી વાઈનની પરંપરા વિશે જાણો:
જ્યોર્જિયા: વાઈનનું જન્મસ્થળ
જ્યોર્જિયા મોટે ભાગે વાઈનનું ઘોડિયાઘર માનવામાં આવે છે. પૌરાણિક પુરાવા સૂચવે છે કે વાઈનનું નિર્માણ 8000 વર્ષ પૂર્વે થયું હતું!જ્યોર્જિયન વાઈન ઉત્પાદક `ક્વેવરી' નામે વિશાળ માટીનાં વાસણો ઉપયોગ કરે છે, જેઓ વાઈનનો આથો બનાવવા અને સંગ્રહ કરવા માટેભૂગર્ભમાં દાટે છે.
સ્પેનની લા બટાલા ડેલ વિનો (ધ વાઈન બેટલ)
સ્પેનના રિયોજા પ્રદેશમાં હેરો શહેરમાં અનોખો વાર્ષિક વાઈન મહોત્સવ - લા બટાલા ડેલ વિનો યોજાય છે. દરેક જૂનમાં સ્થાનિકો અને પર્યટકો ઓલ-આઉટ વાઈન બેટલ (જંગ) દરમિયાન રેડ વાઈનમાં એકબીજાને પલાળવા માટે ભેગા થાય છે. આ પછી બધા જ પારંપરિક ખાદ્યો, નૃત્ય અને દેખીતી રીતે જ પીવા માટે આ વખતે વધુ વાઈન સાથે ઉજવણી કરે છે.
ઈટાલીના વાઈન ફાઉન્ટન
ઈટાલિયન દેશમાં લટાર મારતા હોય અને વાઈન ફાઉન્ટન સાથે ભટકાઈ જાઓ તેની જરા કલ્પના કરો. હા, ઈટાલીના અમુક ભાગોમાં ખાસ કરીને અબ્રુઝો પ્રદેશમાં આ ફાઉન્ટન (ફુવારા) બધા પ્રવાસીઓને મુક્ત વહેતી વાઈન ઓફર કરે છે!
સાઉથ આફ્રિકા: ધ કોન્સ્ટેન્શિયા વાઈન રુટ
સાઉથ આફ્રિકા દુનિયામાં સૌથી પ્રાચીન વાઈન રુટ્સમાંથી એક ધરાવે છે, જે કેપટાઉન નજીક કોન્સ્ટેન્શિયા વેલીમાં મળી આવે છે. આ રુટ ખાસ કરીને વિશ્વ પ્રસિદ્ધ વિન દ કોન્સ્ટન્સ જેવી તેની મીઠી વાઈન્સ માટે પ્રસિદ્ધ છે, જેને નેપોલિયન અને જેન ઓસ્ટેન જેવી ઐતિહાસિક હસ્તીઓ માણતી હતી.
વાઈન ફેસ્ટિવલ્સ અને તેની પાર
દુનિયાભરમાં મોટા ભાગના દેશો વાર્ષિક વાઈન ફેસ્ટિવલોનું આયોજન કરે છે, જે સંગીત, સંસ્કૃતિ, ખાદ્ય અને દેખીતી રીતે જ સ્વાદિષ્ટ વાઈનને એકત્ર લાવે છે. તો ઈટાલિયન ક્નટ્રીસાઈડમાં લાઈવ સંગીત પર નૃત્ય કરતી વખતે અથવા સ્પેનના વાઈન બેટલમાં ભાગ લેતા સહભાગીઓનો ઉત્સાહ વધારવા સાથે સ્થાનિક વિનો વાઈનનો ઘૂંટડો ભરતા હોય તેવી કલ્પના કરો.
ટૂંક સમયમાં જ ટ્રિપનું નિયોજન કરવા માટે આ વાઈબ્રન્ટ ફેસ્ટિવલમાંથી એકમાં હાજરી આપી શકે તે રીતે તમારી મુલાકાતનું નિયોજન કરવાનું વિચારો
સ્પેનમાં ફેરિયા દ જેરેઝ (જેરેઝ ફેર): શેરી વાઈન માટે પ્રસિદ્ધ આ એન્ડાલુશિયન મેળો ફ્લેમેન્કો, પારંપરિક હોર્સ પરેડ્સ અને શેરી ટેસ્ટિંગ્સની ઉજવણી છે, જે મેમાં થાય છે.
ફ્રાન્સમાં ન્યુઈટ્સ-સેન્ટ-જ્યોર્જીસ
માર્ચમાં યોજાતો આ બર્ગુંડી ફેસ્ટિવલ સંગીત અને ઉત્સવો સાથે પ્રદેશની સંસ્કૃતિની ઉજવણી કરવા સાથે વિશ્વ કક્ષાના પાઈનોટ નોઈર્સના ટેસ્ટિંગ્સ માટે વાઈન પ્રેમીઓને એકત્ર લાવે છે.
સાઉથ આફ્રિકામાં કેપ વાઈન ફેસ્ટિવલ
આ દ્વિવાર્ષિક મહોત્સવ કેપ વાઈનલેન્ડ્સમાંથી શ્રેષ્ઠ વાઈન્સ પ્રદર્શિત કરીને સ્વર્ણિમ અને શૈક્ષણિક વાતાવરણમાં સાઉથ આફ્રિકાની સમૃદ્ધ વાઈન સંસ્કૃતિ માણવાની તક આપે છે.
તો, તમે ઘરમાં ગ્લાસમાં વાઈન રેડતા હોય કે તમારું આગામી વાઈન ડેસ્ટિનેશન નિયોજન કરતા હોય, યાદ રાખો- આ ખોજ કરવાની, સ્વાદ ચાખવાની અને દરેક ઘૂંટડે જીવનની ઉજવણી કરવાનો મામલો છે. તમારો રવિવાર માણો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.