Published in the Sunday Mumbai Samachar on 21 July, 2024
તાજેતરમાં મને વીણા વર્લ્ડ ડેસ્ટિનેશન અને ટુર ડિઝાઈનિંગ ટીમને મળવાનું થયું. અમે જ્યારે પણ ચર્ચાવિચારણા કરીએ ત્યારે અમારી ટુરના રાઉટિંગને સારી રીતે સમજવા માટે અમારી સામે નકશો મૂકીએ છીએ. આ અડધા દિવસની મિટિંગનો વિષય યુરોપ હતો. તો મને લાગ્યું કેઆ સપ્તાહમાં યુરોપ વિશે જ લેખ લખવો જોઈએ! છેલ્લા ત્રણ મહિનામાં 12,500થી વધુ પર્યટકો અમારા ટુર મેનેજર સાથે વીણા વર્લ્ડની યુરોપની ટુર કરી આવ્યા છે. ઘણા બ્ાધા વધુ મહેમાનોએ અમારા ટુર મેનેજર સાથે યુરોપની વીણા વર્લ્ડની કસ્ટમાઈઝ હોલીડેઝ પર જવાનું અપનાવ્યું છે (હા, આ પણ શક્ય છે). આ પ્રાઈવેટ ટુર છે, પરંતુ ટુર મેનેજર સાથે છે! તો હા, આજનો આપણો વિષય યુરોપ છે!
શું તમે જાણો છો કે યુરોપમાં કેટલા દેશ છે? તમે જ્યાં પણ જુઓ તેને આધારે આ સંખ્યા ભિન્ન હોઈ શકે છે. અમુક સૂત્રો તમને એવું કહેશે કેયુરોપ 44 દેશ ધરાવે છે, જ્યારે અન્યો યુરોપ 50 કે 51 દેશ ધરાવે છે એવું પણ કહી શકે છે. મારે માટે યુનાઈટેડ નેશન્સની વેબ્ાસાઈટ સૌથી ઉત્તમ સ્રોત છે. યુનાઈટેડ નેશન્સની માહિતી અનુસાર યુરોપમાં 44 દેશ છે.
તો પછી 50 અથવા 51 સંખ્યા ક્યાંથી આવી? 44ની યાદીમાં ટર્કી, કઝાકસ્તાન અને રશિયા જેવા અનેક દેશો નથી, કારણ કે તે ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશ છે, જેનો અમુક ભાગ એશિયામાં અને અમુક યુરોપમાં છે. આ યાદીમાં અન્યોમાં મેડિટરેનિયન સમદ્રમાં ટાપુ સાઈપ્રસ એશિયા માઈનર (મધ્ય પૂર્વ) નો ભૌગોલિક રીતે હિસ્સો છે. ફેરો આઈલેન્ડ્સ નોર્વેજિયન સી અને નોર્થ એટલાન્ટિક ઓશન વચ્ચેનો ટાપુનો સમૂહ છે, જે કિંગડમ ઓફ ડેન્માર્કનો સ્વ-શાસિત પ્રદેશ છે. ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે નોર્થ અમેરિકાનો ભાગ છે. ઉપરાંત સ્વાયત્ત ડેનિશ પ્રદેશ પણ છે. કોસોવો બ્ાાલ્ક્નસમાં આંશિક માન્યતા પ્રાપ્ત રાજ્ય છે. હવે તમારા પ્રશ્નના ઉત્તર મળી ગયા છે ત્યારે હું આજે એક સરળ પ્રશ્નનો ઉત્તર તમને આપવા માગું છુંઃ ઈસ્ટર્ન યુરોપ ખરેખર શું છે?
સંક્ષિપ્તમાં વાત કરીએ તો ઈસ્ટર્ન યુરોપ અદભુત પ્રદેશ છે. તે ઉત્તરમાં બ્ાાલ્ટિક સમુદ્રથી લઈને દક્ષિણમાં બ્ાાલ્ક્નસ સુધી અને ડેન્યુબ્ા રિવરના પટથી રશિયન સ્ટેપીસની વિપુલતા સુધી પથરાયેલો છે. તેનો વૈવિધ્યપૂર્ણ વારસો અનેક પરિબ્ાળો દ્વારા આકારબ્ાદ્ધ પામ્યો છે, જેમાં તેની ભૌગોલિક સીમાઓ, ઐતિહાસિક સામ્રાજ્યો અને અલગ અલગ નૈતિકતા સમૂહોનું આંતરગૂંથણ સમાવિષ્ટ છે. ઈસ્ટર્ન યુરોપનો ઈતિહાસ સમ્રાટોની ચઢતી-પડતી થી ભરચક છે, જેમ કે, બ્ાાયઝેન્ટાઈન સામ્રાજ્ય, ઓટ્ટોમેન સામ્રાજ્ય અને ઓસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્ય, જે દરેક પ્રદેશના સાંસ્કૃતિક અને પુરાતત્વ વારસા પર તેની છાપ છોડે છે. અને જો આપણે ઈસ્ટર્ન યુરોપનો હિસ્સો કયા દેશ છે તે જાણવું હોય તો તેની યાદી આ રહીઃ
અલ્બ્ોનિયા, બ્ોલારુસ, બ્ાોસ્નિયા અને હર્જેગોવિના, બ્ાલ્ગેરિયા, ક્રોએશિયા, ઝેક રિપબ્લિક, હંગેરી, મોલ્દોવા, મોન્ટેનેગ્રો, નોર્થ માસેડોનિયા, પોલેન્ડ, રોમાનિયા, સર્બ્ાિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, યુક્રેન અને ત્રણ બ્ાાલ્ટિક રાજ્યોઃ ઈસ્ટોનિયા, લાટવિયા, લિથુઆનિયાનો સમાવેશ થાય છે.
ઘણા બ્ાધા દેશો સાથે આ પ્રદેશ રશિયન, યુક્રેનિયનો, પોલ્સ, હંગેરિયન, રોમાનિયનો, બ્ાલ્ગેરિયનો અને ઘણા બ્ાધા અન્યો સહિતના નૈતિકતા સમૂહોનું ઘર છે, જે દરેક તેમની અજોડ રીતરસમ, ભાષા અને લોકસંસ્કૃતિ ધરાવે છે. આ વૈવિધ્યતા પ્રદેશની રસોઈકળા પરંપરા, સંગીત, નૃત્ય અને મહોત્સવોમાં પ્રદર્શિત થાય છે, જે પર્યટકોને વ્યાપક શ્રેણીના સાંસ્કૃતિક અનુભવો માણવાની તક આપે છે.
પ્રાગની કોબ્ાલસ્ટેન એલીઝથી બ્ુાડાપેસ્ટની ધમધમતી બ્ાજારો સુધી, ક્રેકોવની ઐતિહાસિક ગલીઓથી બ્ુાડાપેસ્ટના થર્મલ બ્ાાથથી કાર્પેથિયન માઉન્ટન્સના આહલાદક સૌંદર્ય સુધી અને બ્લેક સી કોસ્ટના જીવંત બ્ાીચ સુધી, યુરોપ મોહિત કરનારો અને ખોજ માટે આમંત્રિત કરનારો પ્રદેશ રહ્યો છે, જે દરેક પર્યટકોને સમૃદ્ધ અને વિવિધતાસભર અનુભવ પ્રદાન કરે છે. આનો અર્થ તમારી બ્ાકેટ લિસ્ટમાં ઉમેરવા માટે ઘણાં બ્ાધાં સ્થળો મોજૂદ છે. હવે તમે આ વિશે જાણી જ ગયા છો તો ઈસ્ટર્ન યુરોપ માટે મારી ટોચની બ્ાકેટ લિસ્ટમાં શું છે તે પણ જણાવી દઉં છું. તો ચાલોઃ
પ્રાગ, ઝેક રિપબ્લિકઃ `ધ સિટી ઓફ અ હંડ્રેડ સ્પાયર્સ તરીકે ઓળખાતું પ્રાગ અદભુત ગોથિક શિલ્પો, ઐતિહાસિક પ્રાગ કેસલ અને ચાર્લ્સ બ્રિજથી શોભે છે, જે મધ્યયુગીન યુરોપની ઝાંખી કરાવે છે.
બ્ુાડાપેસ્ટ, હંગેરીઃ આ રાજધાની શહેર ડેન્યુબ્ા નદી થકી વહેંચાયેલું છે. આ નદી થર્મલ સ્નાન માટે પ્રસિદ્ધ છે. ઉપરાંત હંગેરિયન પાર્લમેન્ટ ઈમારતની ભવ્યતા અને ઐતિહાસિક બ્ુાડા કેસલ શહેરનો સમૃદ્ધ ઓસ્ટ્રો- હંગેરિયન વારસો દર્શાવે છે.
ડુબ્ાોવનિક, ક્રોએશિયાઃ પર્લ ઓફ ધ એડ્રિયાટિક તરીકે ઓળખાતું ડુબ્ાોવનિકના અદભુત સમુદ્ર બ્ાાજુના કિલ્લાની દીવાલો અને પ્રાચીન શહેરની ગલીઓ હિટ ફિલ્મ ગેમ ઓફ થ્રોન્સમાં જોવા મળી હતી. તે દુનિયાભરના ચાહકો અને પર્યટકોને આકર્ષે છે.
પ્લિટવાઈસ લેક્સ નેશનલ પાર્ક, ક્રોએશિયાઃ આ નૈસર્ગિક અજાયબ્ાીમાં પાણીના ધોધથી 16 ટેરેસ્ડ લેક્સ આંતર જોડાયેલાં છે, જે ઘેરાં જંગલોથી ઘેરાયેલું હોઈ વિવિધ વાઈલ્ડલાઈફ માટે ઘર છે.
ટેલિન, ઈસ્ટોનિયાઃ આ રાજધાની શહેર તેના સંવર્ધિત જૂના શહેર માટે પ્રસિદ્ધ છે, જે કોબ્ાલસ્ટોન ગલીઓ, રંગીન ઈમારતો અને ટેક-સાવી આધુનિકાનું સંમિશ્રણ પ્રદાન કરે છે, જે ઈસ્ટોનિયાની ઝડપી પ્રગતિ દર્શાવે છે.
સોફિયા, બ્ાલ્ગેરિયાઃ વિતોશા પહાડીની તળેટી ખાતે સ્થિત સોફિયા યુરોપનાં સૌથી પ્રાચીન શહેરમાંથી એક છે, જ્યાં પ્રાચીન સર્ડિકા અવશેષનું સોવિયેટ શિલ્પશાસ્ત્ર સાથે મિલન થાય છે. તેજ ગતિની ઝાકઝમાળભરી નાઈટલાઈફ માટે પણ તે પ્રસિદ્ધ છે.
વિલ્નિયસ, લિથુઆનિયાઃ વિલ્નિયસનું બ્ારોક સૌંદર્ય તેના જૂના શહેરમાં પ્રદર્શિત થાય છે, જે નોર્ધર્ન યુરોપમાં સૌથી વિશાળ હયાત મધ્યયુગીન જૂના શહેરમાંથી એક છે. અહીં કળાત્મક કેફે અને ઐતિહાસિક સ્થળો પણ છે.
બ્ોલગ્રેડ, સર્બ્ાિયાઃ આ શહેર ક્યારેય સૂતું નથી. બ્ોલગ્રેડ ડેન્યુબ્ા નદી અને સાવા નદીઓના મિલન ખાતે તેના કિલ્લા, સ્વર્ણિમ નાઈટલાઈફ અને સેલ્ટિક સમયનો સમૃદ્ધ ઈતિહાસ માટે પ્રસિદ્ધ છે.
સારાજેવો, બ્ાોસ્નિયા અને હર્જેગોવિનાઃ મોટે ભાગે તેની ઐતિહાસિક ધાર્મિક વૈવિધ્યતાને લીધે તેને જેરુસલેમ ઓફ યુરોપ તરીકે ઓળખવામાં આવે છે. સારાજેવો તેના ઓટ્ટોમેન પ્રભાવો, ધમધમતી બ્ાજારો અને ઉષ્માભરી આવકાર્ય સંસ્કૃતિ સાથે પર્યટકોને મોહિત કરે છે.
આ દરેક શહેર તો હજુ શરૂઆત છે. 18થી વધુ દેશો સાથે ઈસ્ટર્ન યુરોપમાં તમે મુલાકાત લો તે દરેક શહેર તમને ચકિત કરીને રહેશે. તો તમને બ્ાધું એક ટ્રિપમાં કરવાનું પસંદ હોય કે હંમેશની જેમ ઘણી બ્ાધી ટ્રિપ કરવાની હોય હું તમને એક બ્ાાબ્ાતની ખાતરી આપું છું કે તમે તે સમયગાળામાં જીવનની ઉજવણી કરશો! તો ઈસ્ટર્ન યુરોપ વિશે મારી આ માહિતી છે.
આજે વાત અહીં જ પૂરી કરું છું. જો તમને આ વાંચવાનું ગમતું હોય તો યુટયુબ્ા પર અમારી નવી વિડિયો સિરીઝ જોવાનું પણ નિશ્ચિત જ ગમશે. નીચેનો QR કોડ સ્કેન કરીને જુઓઃ
ફરી મળીશું, ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો અને જો તમારી પાસે કોઈ સૂચનો, ફીડબ્ોક કે વિષય હોય તો તમે મને લખી શકો છો. મારી સાથે ક્યાં મુલાકાત થઈ શકે તે તમે જાણો છોઃ neil@veenaworld.com
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.