Published in the Sunday Gujarat Samachar on 02 February 2025
બોલીવૂડ અને વેસ્ટર્ન યુરોપ વચ્ચેનું જોડાણ નોંધપાત્ર છે. તેનાં પ્રતિકાત્મક સ્થળો ખાતે અનેક ફિલ્મોના શૂટિંગ થયાં છે. જે પહેલા જ મંત્રમુગ્ધ કરનાર આ નિસર્ગસૌંદર્યમાં ફિલ્મી જાદુનો સ્પર્શ ઉમેરે છે.
વેસ્ટર્ન યુરોપ ઈતિહાસ, સંસ્કૃતિ અને નૈસર્ગિક સૌંદર્યથી સમૃદ્ધ પ્રદેશ છે, જે દુનિયાભરના પ્રવાસીઓને મોહિત કરે છે. યુરોપનો આ ભાગતેનો સમૃદ્ધ વારસો, વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ અને વૈશ્વિક ઈતિહાસમાં નોંધપાત્ર યોગદાન માટે પ્રસિદ્ધ છે. ભૌગોલિક રીતે વેસ્ટર્ન યુરોપમાંલાક્ષણિક રીતે ફ્રાન્સ, ઈટાલી અને યુનાઈટેડ કિંગડમ, નેધરલેન્ડ્સ, જર્મની અને સ્વિટઝર્લેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે.આ દરેક રાષ્ટ્ર ઐતિહાસિક સીમાચિહનો, સાંસ્કૃતિક અનુભવો અને મંત્રમુગ્ધ કરનારા નિસર્ગસૌંદર્યનું અજોડ સંમિશ્રણ પ્રદાન કરે છે.
વેસ્ટર્ન યુરોપની ઘણી વાર મુલાકાત લીધી હોવાથી હું પ્રમાણિત કરી શકું છું કે દરેક મુલાકાત આ મંત્રમુગ્ધ કરનારા પ્રદેશનો નવો ચહેરો ઉજાગર કરે છે. બોલીવૂડ અને વેસ્ટર્ન યુરોપ વચ્ચેનું જોડાણ નોંધપાત્ર છે. તેનાં પ્રતિકાત્મક સ્થળો ખાતે અનેક ફિલ્મોના શૂટિંગ થયાં છે, જે પહેલા જ મંત્રમુગ્ધ કરનાર આ નિસર્ગસૌંદર્યમાં ફિલ્મી જાદુનો સ્પર્શ ઉમેરે છે.
આજે આ લેખમાં મેં મારાં ૬ ફેવરીટ દેશ ચૂંટી કાઢ્યા છે: ફ્રાન્સ, ઈટાલી, યુનાઈટેડ કિંગડમ, નેધરલેન્ડ્સ, જર્મની અને સ્વિટઝર્લેન્ડ. તો, વધુ સમય વેડફ્યા વિના ચાલો યુરોપના આ સુંદર ભાગોમાં ડૂબકીઓ લગાવીએ!
ફ્રાન્સ
તે તેના આકાર માટે મોટે ભાગે "હેક્ઝેગોન તરીકે ઓળખાય છે, જે તેનાં પ્રતિકાત્મક સીમાચિહનો અને રોમેન્ટિક વાતાવરણ માટે પ્રસિદ્ધ છે. પેરિસમાં આઈફેલ ટાવર અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થળ છે, જે તેના વિવિધ ઓબ્ઝર્વેશન ડેક પરથી શહેરનો અદભુત નજારો પ્રદાન કરે છે.લુવર મ્યુઝિયમ મોના લિસા અને અસંખ્ય અન્ય માસ્ટરપીસીસનું ઘર છે, જે કળા અને ઈતિહાસનો ખજાનો ૧૯મી સદીમાં પ્રાચીન માનવસંસ્કૃતિઓની કૃતિઓ દર્શાવે છે. મનોહર પેલેસ ઓફ વર્સેઈલીસ, તેના અદભુત બગીચાઓ, હોલ ઓફ મિરર્સ અને ભવ્ય સ્થાપત્યો સાથે ફ્રેન્ચની શાહી ભવ્યતાદર્શાવે છે અને ફ્રેન્ચ રાજાશાહીની આલીશાન જીવનશૈલીની ઝાંખી કરાવે છે. ફ્રેન્ચ રિવિયેરા તેના ગ્લેમરસ બીચ, ખળખળ વહેતાં પાણીઅને લક્ઝુરિયસ રિસોર્ટસ સાથે મુલાકાતીઓને લક્ઝરી, નૈસર્ગિક સૌંદર્ય અને સ્વર્ણિમ નાઈટલાઈફનું સંમિશ્રણ પ્રદાન કરતાં નાઈસ,કેન્સ અને મોનેકો જેવાં શહેરોમાં આકર્ષિત કરે છે.
ઈટાલી
આ દેશ કળા, ઈતિહાસ અને વાનગીઓ સાથે પ્રતિકાત્મક છે. અહીં પ્રાચીન અવશેષોથી લઈને રેનેસાંના માસ્ટરપીસીસ સુધીઘણાં બધાં આકર્ષણો છે. રોમમાં કલોઝિયમ પ્રાચીન રોમની ભવ્યતાનો દાખલો છે, જ્યાં હજારો પ્રેક્ષકોની સામે એક સમયે ગ્લેડિયેટર્સ લડ્યા હતા. કેથોલિસીઝમનું આધ્યાત્મિક હાર્દ વેટિકન સિટીમાં અદભુત સેન્ટ પીટર્સ બેસિલિકા, વેટિકન મ્યુઝિયમ્સ અને સિસ્ટાઈન ચેપલ્સ છે, જે માઈકલેન્જેલોના ફ્રેસ્કોઝથી શોભે છે. વેનિસની નહેરો જળમાર્ગ પરથી પસાર થતા ગોંડોલા અને નહેરની આસપાસ કતારબંધ ઐતિહાસિક ઈમારતો સાથે અજોડ અને રોમેન્ટિક અનુભવ પ્રદાન કરે છે. લિનિન ટાવર ઓફ પીસા તેના સ્થાપત્યની ખૂબીઓથી મોહિત કરવાનું ચાલુ રાખ્યું છે,જ્યારે ફ્લોરેન્સમાં પ્રતિકાત્મક ડ્યુઓમો, યુફાઈઝી ગેલેરી અને માઈકલેન્જલોના ડેવિડ સહિત તેની કળા અને સ્થાપત્યો માટે સરાહના થાય છે.એમાલ્ફી કોસ્ટ તેના અદભુત દરિયાકાંઠાના નજારા અને સુંદર શહેરો સાથે ઈટાલીનાં વૈવિધ્યપૂર્ણ આકર્ષણોની વધુ એક રૂપરેખા છે.
યુનાઈટેડ કિંગડમ
સમૃદ્ધ ઈતિહાસ અને પરંપરાની આ ધરતી આધુનિકતા અને વારસાનું સંમિશ્રણ પ્રદાન કરે છે. લંડનમાં બિગ બેનઅને હાઉસીસ ઓફ પાર્લમેન્ટ શહેરનાં પ્રતિકાત્મક ચિહનો છે, જે તેના રાજકીય અને ઐતિહાસિક મહત્ત્વને આલેખિત કરે છે. બ્રિટિશ રાજાશાહીનું વિધિસર નિવાસસ્થાન બકિંગહેમ પેલેસ ખાસ કરીને ચેન્જિંગ ઓફ ધ ગાર્ડ સેરિમની દરમિયાન અચૂક જોવા જેવું સ્થળ છે. પૂર્વ-ઐતિહાસિક સ્મારક સ્ટોમહેન્જ રહસ્યોથી ઘેરાયેલું છે અને તે રહસ્ય પરથી પડદો ઊંચકવા ઉત્સુક દુનિયાભરના મુલાકાતીઓને આકર્ષે છે. ટેકરી પર વસેલું એડિનબર્ગ કેસલસ્કોટલેન્ડની રાજધાનીનો નયનરમ્ય નજારો પૂરો પાડે છે અને દેશના મધ્યયુગીન ભૂતકાળમાં ડોકિયું કરાવે છે. અદભુત નિસર્ગસૌંદર્ય અને બહારી પ્રવૃત્તિઓ સાથે ધ લેક ડિસ્ટ્રિક્ટ નિસર્ગપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે, જ્યારે ઐતિહાસિક શહેર બાથ તેના રોમન બાથ અને જ્યોર્જિયન સ્થાપત્યો સાથે ઈતિહાસ અને રિલેક્સેશનનું અજોડ સંમિશ્રણ પ્રદાન કરે છે.
નેધરલેન્ડ્સ
નયનરમ્ય નિસર્ગસૌંદર્ય અને સ્વર્ણિમ શહેરો માટે પ્રસિદ્ધ આ દેશ પ્રવાસીઓને ખુશખુશાલ કર્યા વિના રહેતો નથી. સુંદર ઘરો અને પ્રવૃત્તિઓના ધમધમાટ સાથે એમ્સ્ટરડેમની નહેરો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ નયનરમ્ય બોટ ટુર પ્રદાન કરે છે અને શહેરના સમૃદ્ધ ઈતિહાસની ઝાંખી કરાવે છે. કેઉકેન્હોફ ગાર્ડન્સ ટ્યુલિપ્સ અને અન્ય ફૂલોના તેના અદભુત પ્રદર્શન સાથે ફૂલોનું સ્વર્ગ છે, જે વસંતઋતુ દરમિયાન મુલાકાતીઓને આકર્ષિત કરે છે. એની ફ્રેન્ક હાઉસ વિશ્વ યુદ્ધ-૨ દરમિયાન એની ફ્રેન્ક અને તેના પરિવારના સંવર્ધન કરેલા છૂપાવાના સ્થળ સાથે ઈતિહાસમાં મજેદાર ઝાંખી કરાવે છે. કિંડરડિકની પવનચક્કી દેશની એન્જિનિયરિંગ શક્તિ દર્શાવે છે અને ડચ વારસાનું પ્રતિક છે, જ્યારે આધુનિક સ્થાપત્યો અને ધમધમતા બંદર સાથે રોટરડેમનું સ્વર્ણિમ શહેર એમ્સ્ટરડેમની પારંપરિક ખૂબીઓનું કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે.
જર્મની
કોન્સ્ટ્રાસ્ટનો આ દેશ પરંપરા સાથે આધુનિકતાને જોડે છે. બર્લિનમાં બ્રેન્ડનબર્ગ ગેટ એકતા અને શાંતિનું પ્રતિક હોઈ પૂર્વઅને પશ્ચિમ જર્મનીનું પુન:એકત્રીકરણ આલેખિત કરે છે. ડિઝનીનું સ્લીપગ બ્યુટી કેસલ માટે પ્રેરણા ન્યુશવેન્સ્ટેઈન કેસલ બેવેરિયન આલ્પ્સમાંવસેલું હોઈ અને આસપાસના નિસર્ગસૌંદર્યનો એવો અદભુત નજારો પ્રદાન કરે કે પરીકથા જાણે જીવંત થઈ જાય છે. ગાઢ જંગલો, સુંદર ગામડાંઓ અને નિસર્ગરમ્ય હાયકિંગ ટ્રેઈલ્સ સાથે ધ બ્લેક ફોરેસ્ટ નિસર્ગ પ્રેમીઓ માટે ઉત્તમ છે. મ્યુનિચમાં ઓક્ટોબરફેસ્ટ દુનિયાનો સૌથી મોટો બિયર મહોત્સવ છે,જે પારંપરિક સંગીત, ખાદ્ય અને દેખીતી રીતે જ બિયરનો સમાવેશ ધરાવતી બેવેરિયન સંસ્કૃતિની ઉજવણી છે. નયનરમ્ય વાઈનયાર્ડસ,ઐતિહાસિક કેસલ્સ અને મનોહર શહેરો સાથે રાઈન વેલી જર્મનીનાં વૈવિધ્યપૂર્ણ આકર્ષણોની વધુ એક રૂપરેખા છે.
સ્વિટઝર્લેન્ડ
અદભુત નિસર્ગસૌંદર્ય અને બહારી પ્રવૃત્તિઓ માટે પ્રસિદ્ધ સ્વિટઝર્લેન્ડ નિસર્ગપ્રેમીઓ માટે સ્વર્ગ છે. સ્વીસ આલ્પ્સ સ્કીઈંગ,હાયકિંગ અને પર્વતારોહણ માટે અજોડ તક પ્રદાન કરે છે. તેના ઝર્મેટ અને સેન્ટ મોરિઝ જેવા રિસોર્ટસ આખું વર્ષ મુલાકાતીઓને આકર્ષે છે.લેક જીનિવા તેના નિર્મળ જળ અને નયનરમ્ય વાતાવરણ સાથે બોટિંગ, સ્વિમગ અને રિલેક્સેશન માટે લોકપ્રિય સ્થળ છે.આલ્પ્સમાં સૌથી પ્રતિકાત્મક શિખરમાંથી એક ધ મેટરહોર્ન પર્વતારોહકો અને તસવીરકારોને પણ આકર્ષિત કરે છે. તે મંત્રમુગ્ધ કરનારો નજારોઅને પડકારજનક ચઢાણ પ્રદાન કરે છે. જુંગફ્રાઉજોક "ટોપ ઓફ યુરોપ તરીકે પણ પ્રસદ્ધિ છે, જે નિસર્ગરમ્ય ટ્રેન સવારી થકી પહોંચક્ષમ,આસપાસની પહાડીઓ અને ગ્લેશિયર્સનો સુંદર નજારા સાથે અવિસ્મરણીય અનુભવ પૂરો પાડે છે. ઝુરિચ અને લુસર્નના મોહિત કરનારાં શહેરપરંપરા સાથે આધુનિકતાનું સંમિશ્રણ કરીને સાંસ્કૃતિક આકર્ષણો, ઐતિહાસિક સ્થળો અને સ્વર્ણિમ નાઈટલાઈફનું સંમિશ્રણ પ્રદાન કરે છે.
જો તમે મને ખરેખર પૂછો તો વેસ્ટર્ન યુરોપ ઈતિહાસ, સંસ્કૃતિ અને નિસર્ગ સૌંદર્યના તેના સમૃદ્ધ સંમિશ્રણ સાથે પ્રવાસીઓએઅચૂક મુલાકાત લેવા જેવું સ્થળ છે. મેં ઉપર ઉલ્લેખિત કરેલી બાબતો તો બહુ ઓછી છે. હું ખાતરીદાયક રીતે કહી શકું છું કે એક ટ્રિપ પછીતમે ફરી વાર તેની મુલાકાત લેવા માગશો. તમે દરેક મોસમમાં જઈ શકો છો, કારણ કે યુરોપ દરેક મોસમમાં અલગ હોય છે.તો, વીણા વર્લ્ડમાં અમે હંમેશાં કહીએ તેમ ચાલો, બેગ ભરો, નીકળી પડો! ફરી મળીશું. ત્યાં સુધી કરતા રહો લાઈફ સેલિબ્રેટ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.