Published in the Sunday Mumbai Samachar on 30 June, 2024
હું લગભગ બે મહિનાના બ્રેક પછી પાછો આવી ગયો છું. આજે હું પ્રવાસ માટે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી લોકપ્રિય સ્થળમાંથી એક વિશે વાત કરવા માગું છું. અમુક લોકો તેને યુનાઈટેડ કિંગડમ કહે છે, અમુક તેને ગ્રેટ બ્રિટન કહે છે, જ્યારે અન્યો તેને ઈન્ગ્લેન્ડ કહે છે. યુનાઈટેડ કિંગડમ, ગ્રેટ બ્રિટન અને ઈન્ગ્લેન્ડ વચ્ચે શું ફરક છે એવું સમજવા માગનારા માટે મોટે ભાગે મૂંઝવણ પેદા થાય છે અને બ્રિટિશ ટાપુઓની વ્યાખ્યા કરતા ભૌગોલિક અને રાજકીય સંબંધોના ગૂંચભર્યા જાળા વિશે વિચારતા થઈ જાય છે.
આ મૂંઝવણ ફક્ત સામાન્ય વાર્તાલાપ નથી, પરંતુ તેનો પ્રભાવ જાણવા આંતરરાષ્ટ્રીય રાજકારણ, સાંસ્કૃતિક ઓળખ અને ઐતિહાસિક ઘટનાઓસમજવી જરૂરી છે. તો આજે ચાલો આપણે યુકે, ગ્રેટ બ્રિટન અને ઈન્ગ્લેન્ડ વચ્ચે ફરક સમજીએ.
બ્રિટિશ ટાપુઓનું હાર્દ ઈન્ગ્લેન્ડમાં રહેલું છે, જે દેશ તેની અજોડ ઓળખ સાથે વિશાળ રાજકીય ઓળખનો પણ આંતરિક હિસ્સો છે. ઈન્ગ્લેન્ડ યુનાઈટેડ કિંગડમમાં સૌથી વિશાળ અને સૌથી લોકપ્રિય દેશ છે, જે ઉત્તરમાં સ્કોટલેન્ડ, પશ્ચિમમાં વેલ્સ, પૂર્વમાં નોર્થ સી અને દક્ષિણમાં ઈન્ગ્લિશ ખાડીથી ઘેરાયેલો છે. તેની રાજધાની લંડન ઈન્ગ્લેન્ડ સાથે સંપૂર્ણ યુકે માટે આર્થિક અને રાજકીય કેન્દ્ર પણ છે.
ઈન્ગ્લેન્ડ વ્યાપક ખૂબીઓથી સમૃદ્ધ છે, જે ઈતિહાસ અને આધુનિકતામાં રાષ્ટ્રની સમૃદ્ધિની ખૂબીઓને મઢી લે છે. ઈતિહાસના શોખીનો માટે ટાવર ઓફ લંડન અને બાથમાં પ્રાચીન રોમન બાથ્સ દેશની સદીઓ જૂની વાર્તામાં ઝાંખી કરાવે છે. લેક ડિસ્ટ્રિક્ટ નેશનલ પાર્કમાં ભરપૂર નૈસર્ગિક સૌંદર્ય, વૂડલેન્ડ્સ, સરોવરો અને પહાડીઓના વિશાળ ક્ષેત્રે વિલિયમ વર્ડસવર્થ અને બીટ્રિક્સ પોટર જેવા કવિઓની કૃતિઓ પ્રેરિત કરી હતી.
શહેરી સાહસિકો માટે લંડનમાં બેસુમાર પ્રવૃત્તિઓ છે. બકિંગહેમ પેલેસના ઐતિહાસિક સ્થળથી શાર્દની આધુનિક ઊંચાઈઓ સુધી ઈન્ગ્લેન્ડમાંઘણું બધું છે. તો પછી ગ્રેટ બ્રિટનમાં શું છે?
તેમાં એક સાર્વભૌમ રાજ્ય યુનાઈટેડ કિંગડમ હેઠળ એકત્રિત ત્રણ અજોડ દેશનો સમાવેશ થાય છે. આ દેશોમાં ઈન્ગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સનો સમાવેશ થાય છે, જે દરેકે પોતાની અજોડ સાંસ્કૃતિક ઓળખ, કાનૂની વ્યવસ્થા અને ઐતિહાસિક વારસો જાળવી રાખ્યો છે. ટાપુ સ્કોટલેન્ડની ઉત્તરીય બાજુથી ઈન્ગ્લેન્ડના દક્ષિણીય દરિયાંકાંઠા સુધી વિસ્તર્યો છે, જ્યારે વેલ્સની હકૂમત પશ્ચિમમાં રહેલી છે.
આપણે ઈન્ગ્લેન્ડમાં જોવા જેવું અને કરવા જેવું શું છે તે વિશે ચર્ચા કરી છે તો હવે ચર્ચાના આ ભાગમાં આપણે સ્કોટલેન્ડ અને વેલ્સ પરધ્યાન કેન્દ્રિત કરીએ.
સ્કોટલેન્ડઃ
સ્કોટલેન્ડનું અફલાતૂન સૌંદર્ય મનથી હસ્ર હોય તેમને વધુ આકર્ષિત કરે છે. રાજધાની એડિનબર્ગ ઐતિહાસિક એડિનબર્ગ કેસલ અને પ્રસિદ્ધ એડિનબર્ગ ફેસ્ટિવલ્સની ઓળખ સાથે સ્વર્ણિમ સાંસ્કૃતિક દ્રશ્ય સાથે પ્રાચીન ખૂબીઓને જોડે છે. સ્કોટિશ હાઈલેન્ડ્સ વિખ્યાત લોચ નેસ અને નયનરમ્ય આયલ ઓફ સ્કાય સહિત નાટકીય નિસર્ગસૌંદર્ય પ્રદાન કરે છે, જે તેને હાયકિંગ અને વાઈલ્ડલાઈફ જોવા માટે ઉત્તમ સ્થળ બનાવે છે.
વેલ્સઃ
વેલ્સ તેના મંત્રમુગ્ધ કરનારા નેશનલ પાર્કસ અને સેલ્ટિક સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. ઉત્તરમાં સ્નોડોનિયા નેશનલ પાર્ક યુકેમાં અમુક ઉત્તમ હાયકિંગ, ક્લાઈમ્બિંગ અને અદભુત વિસ્તાઝ પ્રદાન કરે છે. રાજધાની કાર્ડિફ સાઈટ્સ ખાતે કાર્ડિફ કેસલ અને નાવીન્યપૂર્ણ વેલ્સ મિલેનિયમ સેન્ટરના ઈતિહાસથી સમૃદ્ધ છે. મજબૂત ખડકો અને ગોલ્ડન બીચીસ સાથે ધ પેમબ્રોકશાયર કોસ્ટ સમુદ્રકાંઠે અદભુત વોકની તક અને સમુદ્રની બાજુમાં વિલક્ષણ ગામડાંઓની ખોજ કરવાની તક આપે છે. તો હવે ચાલો યુનાઈટેડ કિંગડમ વિશે જાણીએ.
ધ યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્ધર્ન આઈલેન્ડ સામાન્ય રીતે યુનાઈટેડ કિંગડમ અથવા યુકે તરીકે ઓળખાય છે, જે સાર્વભૌમ રાજ્યમાંચાર અજોડ રાષ્ટ્રો- ઈન્ગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયરલેન્ડ આવેલાં છે. દરેક દેશની પ્રશાસકીય અને કાનૂની કામગીરીની પોતાનીવ્યવસ્થા છે, જે યુકેની વિસ્તારિત કાર્યરેખામાં શાસન અને સંસ્કૃતિના સમૃદ્ધ મિશ્રણમાં યોગદાન આપે છે. યુકેનું રાજકીય માળખું સંસદીયપ્રણાલી સાથે બંધારણીય રાજાશાહી છે, જ્યાં રાજા રાજ્યના પ્રમુખ છે અને વડા પ્રધાન સરકારના પ્રમુખ છે.
નોર્ધર્ન આયરલેન્ડ
આયરલેન્ડના ટાપુ પર સ્થિત યુકેના એકમાત્ર ભાગ તરીકે નોર્ધર્ન આયરલેન્ડ રિપબ્લિક ઓફ આયરલેન્ડ સાથે દક્ષિણ અને પશ્ચિમી સીમાનું આદાનપ્રદાન કરે છે. રાજધાની બેલફાસ્ટ મુલાકાતીઓને ખાસ કરીને ટાઈટેનિકનું જ્યાં નિર્માણ થયું હતું તે ભૂતકાળનું જહાજ નિર્માણ સ્થળ ખાતે સ્થિત પ્રતિકાત્મક મુલાકાતી કેન્દ્ર ટાઈટેનિક બેલફાસ્ટ થકી ઈતિહાસની સંપત્તિ પ્રદાન કરે છે. શહેરનો સમૃદ્ધ ઔદ્યોગિક વારસો સ્વર્ણિમ સાંસ્કૃતિક દ્રશ્ય સાથે ભળી જાય છે, જેમાં પ્રસિદ્ધ બેલફાસ્ટ મુરાલ્સ અને ઐતિહાસિક ગ્રાન્ડ ઓપેરા હાઉસનો સમાવેશ થાય છે.
શહેરી કેન્દ્રોની બહાર જાયન્ટ્સ કોઝવે નૈસર્ગિક અજાયબી છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આશરે ૪૦,૦૦૦ બેસોલ્ટ કોલમોને ઈન્ટરલોક કરતુંઆ ક્ષેત્ર પ્રાચીન જ્વાળામુખીના વિસ્ફોટથી નિર્માણ પામ્યું હતું અને તેની ફરતે આજે પણ ઘણી બધી ખોટી માન્યતાઓ અને દંતકથાઓ સંકળાયેલી છે. વધુ નવા ઈતિહાસમાં રુચિ ધરાવનારા માટે પીસ વોલ્સ છે, જે બેલફાસ્ટમાં બે મુખ્ય સમુદાયોને અલગ કરવા અને તેમની વચ્ચે સંઘર્ષ ઓછો કરવા માટે નિર્માણ કરાયા હતા, જે આજે સમાધાનનું પ્રતિક તરીકે વિખ્યાત છે.
યુનાઈટેડ કિંગડમ સંસ્કૃતિઓ અને ઈતિહાસનો મેળાવડો આલેખિત કરે છે, જે દરેકે યુકેની વૈશ્વિક ઓળખમાં યોગદાન આપીને તેની અજોડ રુચિ જાળવી રાખી છે.
આ સાથે અમુક રસપ્રદ પરંતુ સામાન્ય ખોટી માન્યતાઓ વિશે પણ સ્પષ્ટતા કરું છુંઃ
ઈન્ગ્લેન્ડ યુકે માટે વૈકલ્પિક શબ્દ છે. સૌથી સામાન્ય ભૂલમાંથી એક સંપૂર્ણ યુકેને સંદર્ભિત કરાય ત્યારે "ઈન્ગ્લેન્ડ નામનો ઉપયોગ કરાય છે. આમાં સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયરલેન્ડ સમાવિષ્ટ નથી, જે સર્વ પોતાની ઓળખ અને સંસ્થાઓ સાથેનાં અજોડ રાષ્ટ્ર છે.
દેશ તરીકે ગ્રેટ બ્રિટન યુકેનો સંદર્ભ આપવા માટે અવિધિસર રીતે મોટે ભાગે ઉપયોગ કરાતું નામ ગ્રેટ બ્રિટન દેશ નથી, પરંતુ ટાપુ છે, જેમાં નોર્ધર્ન આયરલેન્ડ સમાવિષ્ટ નથી.
યુકે અને ગ્રેટ બ્રિટન વિનિમયક્ષમ છે આ ખોટું છે, કારણ કે યુકેમાં નોર્ધર્ન આયરલેન્ડ પણ સમાવિષ્ટ છે, જે ગ્રેટ બ્રિટનના ટાપુનો હિસ્સો નથી.
અને તમે વિચારતા હશો કે આ અજોડપણાથી ખરેખર શું ફેર પડે છે. વારુ, આ પરિભાષાનો અચૂક ઉપયોગ રાજકીય ચર્ચા, સ્પોર્ટિંગ ઘટનાઓ અને સાંસ્કૃતિક આલેખન સહિત વિવિધ પરિપ્રેક્ષ્યોમાં મહત્ત્વપૂર્ણ છે. દાખલા તરીકે ઓલિમ્પિક્સમાં એથ્લીટો "ટીમ જીબી (ગ્રેટ બ્રિટન) હેઠળ સ્પર્ધા કરે છે. જેમાં નોર્ધર્ન આઈરિશ એથ્લીટ્સનો સમાવેશ નથી. જોકે ક્રિકેટમાં તેઓ અલગ અલગ રાષ્ટ્ર તરીકે સ્પર્ધા કરે છે, જેમ કે, ઈન્ગ્લેન્ડ અને સ્કોટલેન્ડ પોતપોતાની અલગ ટીમ ધરાવે છે.
તો, યુનાઈટેડ કિંગડમ, ગ્રેટ બ્રિટન અને ઈન્ગ્લેન્ડ હરવાફરવા અને અભ્યાસ કરવા માટે અદભુત સ્થળ બનાવતી ખૂબીઓની ખોજ કરવા, સમજવા અને આદર કરવા માટે આ માર્ગદર્શિકાને તમારો આરંભિક મુદ્દો બનાવી શકો છો. આજે વાત અહીં પૂરી કરું છું. ફરી મળીશું ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.