Published in the Sunday Gujarat Samachar on 30 March 2025
મે મહિનો આપણા બધા માટે પ્રવાસનો સૌથી લોકપ્રિય મહિનો હોય છે. શાળાઓમાં રજા પડી જાય છે. પરિવારો હવાફેર જવા ઉત્સુક હોય છે અને શહેરો પણ ગણગણાટ કરે છે, "બસ હવે બે્રક લો! વળી, આ મહિનામાં ગરમી વધી જતી હોવાથી ઠંડાં, હરિયાળાં અથવા વધુ રોમાંચક સ્થળે ફરવા જવાનો ઉત્તમ સમય હોય છે.
તો તેનો મહત્તમ લાભ શા માટે નહીં લેવો જોઈએ? બરફાચ્છાદિત પહાડીઓથી લઈને સૂર્યકિરણોથી પલળતા ટાપુઓ સુધી, અહીં મેમાં હરવાફરવા જઈ શકાય તેવાં અમુક ઉત્તમ સ્થળો વિશે માહિતી આપી છે.
જાપાન
ચેરી બ્લોસમ માર્ચ અને એપ્રિલમાં તેની ચરમસીમાએ હોય છે ત્યારે જાપાનમાં મે મહિનો કાંઈક વધુ વિશેષ આપે છેઃ શાંતિ. ગિરદી ઓછી થવા લાગે છે, હવામાન સુખદ બને છે અને બગીચાઓ તથા દેશમાં જ્યાં ત્યાં હરિયાળીઓ ખીલેલી જોવા મળે છે. આ સમય જાપાનનો સૌથી વ્યસ્ત હોલીડે સમયગાળો ગોલ્ડન વીક પછી તુરંત આવે છે, જેથી આ સમયે જવાનું યોગ્ય રહેશે, જ્યાં આરામથી મહોત્સવો માણી શકાય છે.
ક્યોટોનાં મંદિરો અને બગીચાઓની સેર, ક્નટ્રીસાઈડ થકી નિસર્ગરમ્ય ટ્રેન સવારી અથવા પારંપરિક ગરમ પાણીના રિસોર્ટમાં રિલેક્સ કરવા આ ઉત્તમ મહિનો છે. તમે પહેલી વાર હોય કે પાંચમી વાર મુલાકાત લેતા હોય, મેમાં જાપાન ચમત્કારી હોય છે. તે તમને ધીમા પડવા, સૌંદર્યમાં ગળાડૂબ થવાઅને વધુ નાજુક, તાજગીપૂર્ણ રીતે આ દેશને અનુભવવા માટે આમંત્રિત કરે છે.
સાઉથ આફ્રિકા
સાઉથ આફ્રિકામાં મે એટલે સૂકી મોસમની શરૂઆત. ક્લાસિક આફ્રિકન સફારી કરવા માટે આ ઉત્તમ સમય હોય છે. વનસ્પતિ ઓછી થાય છે અને પાણીના સ્રોતોનાં તળિયાં દેખાવા લાગે છે ત્યારે વાઈલ્ડલાઈફ આસાનીથી જોઈ શકાય છે. ખાસ કરીને ક્રુજર નેશનલ પાર્ક જેવા પ્રતિકાત્મક રિઝર્વ્સમાં જવાનો આ ઉત્તમ સમય હોય છે. પાણીના કુંડ ખાતે હાથીઓનું ઝુંડ, બાવળનાં વૃક્ષો હેઠળ વિશ્રામ કરતા સિંહોનું ગૌરવ અને જ્વલ્લે જ દેખાતા દીપડાઓ પણ દેખાય છે. સૌથી સારી વાત એ છે કે ઓછા પર્યટકો અને માફક હવામાન વધુ રોમાંચક રીતે તે અનુભવવાની તક આપે છે.
જોકે સાઉથ આફ્રિકન એટલે ફક્ત સફારી એવો અર્થ થતો નથી. આ દેશ સુંદર વૈવિધ્યપૂર્ણ પ્રવાસ અનુભવો પ્રદાન કરે છે. મેમાં કેપટાઉન ઠંડું અને આહલાદક હોય છે, જે ટેબલ માઉન્ટન જોવા અથવા નિસર્ગરમ્ય કેપ વાઈનલેન્ડ્સની ખોજ કરવા માટે ઉત્તમ સમય હોય છે. ગાર્ડન રુટ હરિયાળો હોય છે અને આકર્ષિત કરે છે, જે સમયે દરિયાકાંઠા આસપાસથી રસ્તા માર્ગે સફર ફિલ્મમાંથી ઊતરી આવ્યું હોય તેવું મહેસૂસ કરાવે છે.
જો તમે બિગ ફાઈવનો રોમાંચ ચાહતા હોય અથવા દરિયાકાંઠે ડ્રાઈવ અને વાઈન ટેસ્ટિંગની શાંતિ ચાહતા હોય તો મેમાં સાઉથ આફ્રિકા મીઠ્ઠી જગ્યા છે.આ મોસમમાં તમે બહેતર મૂલ્ય, વધુ પર્યટનલક્ષી અનુભવો માણી શકશો. ઉપરાંત ફોટોગ્રાફરો જેનું સપનું જોતા હોય છે તે ગોલ્ડન આફ્રિકન લાઈટ જોવાનો પણ મોકો મળે છે. અહીં પ્રવાસ એટલે સાહસ, સંસ્કૃતિ અને નૈસર્ગિક સૌંદર્યનુ સંમિશ્રણ છે, જેની સરખામણી દુનિયામાં જૂજ સ્થળો કરી શકે છે.
બાલી
બાલીમાં જવાનો સૌથી ઉત્તમ સમય મે મહિનો હોય છે. અહીં આકાશમાં સૂર્ય, ઊની હવા અને ઓછામાં ઓછા વરસાદ સાથે સૂકી મોસમ શરૂ થાય છે,જે બીચ પર આળોટવા, મંદિરની મુલાકાત લેવા અને તેની વચ્ચે બધું જ માણવા માટે ઉત્તમ સમય હોય છે. વળી, સમર ટુરિસ્ટની ગિરદી હજુ અહીં આવેલી નથી હોતી, જેથી આ સમય તેને વધુ બહેતર બનાવે છે. તમે ટાપુને વધુ આરામદાયક રીતે માણી શકો છો.
તમે ઉલુવાટુમાં મોજાંઓનો પીછો કરતા હોય કે ઉબુડની હરિયાળી ટેકરીઓમાં યોગા કરતા હોય કે નુસા ડુઆના શાંતિપૂર્ણ બીચ પર હવાફેર કરતા હોય, બાલી તમને અનોખું સુખ આપે છે. પાણીના ધોધ ગત મહિનાઓના વરસાદથી હજુ વહેતા હોય છે, ડાંગરનાં ખેતરો હરિયાળાં હોય છે અને ટાપુનું નૈસર્ગિક સૌંદર્ય તેની ચરમસીમાએ હોય છે. સ્નોર્કેલિંગ અને ડાઈવિંગ માટે પણ આ ઉત્તમ સમય હોય છે.
બીચની પાર બાલી સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવો પણ પ્રદાન કરે છે. સૂર્યાસ્ત સમયે તાનાહ લોટ જેવા સદીઓ જૂનાં મંદિરોની મુલાકાત લો, પારંપરિક બાલીનીઝ ડાન્સ પરફોર્મન્સ માણો કે સતાય અને સંબલની ગોપનીયતા જાણવા માટે કૂકિંગ ક્લાસનો હિસ્સો બનો.તમે હનીમૂનનું નિયોજન કરવા માગતા હોય કે એકલા અથવા ફેમિલી વેકેશન પર જવા માગતા હોય, મે મહિનામાં બાલી એક સુંદર,સૂર્યોદયથી સમૃદ્ધ પેકેજ તમને પ્રદાન કરે છે.
ગ્રીસ
મે મહિનામાં ગ્રીસ રીતસર ખરેખર ચમકવાનું શરૂ કરે છે. સૂર્ય ખીલી ઊઠે છે, આકાશ ભૂરા રંગમાં ફેરવાય છે અને ટાપુઓ તેમાં શાંત શિયાળા પછી જાગવાનું શરૂ કરે છે. જોકે અહીંની ગોપનીયતા એ છે કે મે તમને પીક સીઝનની ગિરદી વિના ગ્રીક સમરનો જાદુ આપે છે.તમે સેન્તોરિનીની વ્હાઈટવોશ્ડ ગલીઓ થકી રખડવા માગતા હોય કે ટાપુઓ વચ્ચે નૌકા સેર કરવા માગતા હોય કે અથેન્સમાં પ્રાચીન અવશેષો જોવા માગતા હોય, તમને આ સમયે અહીંની ધીમી ગતિ અને વધુ જગ્યાઓ માણવા મળે છે.
હવામાન પણ આદર્શ હોય છે. એજિયન સીમાં તરવા માટે પૂરતું ઊનું હોય છે, પરંતુ આરામથી ખોજ કરવા પણ તેટલું જ કૂલ છે.માયકોનોસ ખાતે બીચ ક્લબો ધીમે ધીમે જીવંત બને છે, જ્યારે ક્રેટ ઈતિહાસ, હાઈકિંગ અને સ્વાદિષ્ટ મેડિટરેનિયન ભોજન માટે ઉત્તમ હોય છે.અને જો તમે નિસર્ગપ્રેમી હોય તો ક્નટ્રીસાઈડ અને કોસ્ટલ ટ્રેઈલ્સ સંપૂર્ણ ખીલી ઊઠે છે. મે મહિનો ઓછાં જ્ઞાત રત્નો, જેમ કે, નેક્સોસ પારોસ અથવા મિલોસની ખોજ કરવાનો ઉત્તમ સમય પણ હોય છે, જ્યાં તમે ટુરિસ્ટના ધમધમાટ વિના અસલ ગ્રીન ખૂબીઓ માણી શકો છો.
મેમાં ગ્રીસને જો કશું વધુ વિશેષ બનાવતું હોય તો તે એ છે કે અહીંની હવા અત્યંત ઊર્જાસભર અને આહલાદક હોય છે.સ્થાનિકો સ્વાગત કરવા સુસજ્જ હોય છે, ખાવાનું તાજું અને ભરપૂર હોય છે અને દરેક સૂર્યાસ્ત તમારે માટે જ રંગવામાં આવ્યું છે તેવું મહેસૂસ કરાવે છે. તમે રોમાન્સ, સાહસ કે શુદ્ધ રિલેક્સેશન જોતા હોય, મેમાં ગ્રીસ બેસુમાર મનોહરતા પ્રદાન કરે છે.
ભારતને ભૂલીને કેમ ચાલે
વિદેશમાં પર્યટન હંમેશાં રોમાંચક હોય છે, પરંતુ મે મહિનો ભારતના જાદુની પુનઃખોજ કરવાનો પણ ઉત્તમ સમય હોય છે.ગરમીથી દૂર જવા માગનારા માટે હિમાલયન હિલ સ્ટેશનો નૈસર્ગિક રીતે આકર્ષક હોય છે. મનાલી, શિમલા, ધરમશાલા,નૈનિતાલ અને મસુરી ઠંડા હોય છે, હરિયાળીનો નજારો અને મજેદાર પહાડી શહેરની ખૂબીઓ પ્રદાન કરે છે.જો તમે વધુ ઓફફબીટની શોધમાં હોય તો અરુણાચલ પ્રદેશમાં તવંગ અથવા ઉત્તરાખંડમાં ઔલીનાં ઘાસનાં મેદાનોનો જરૂર વિચાર કરો.
દક્ષિણમાં કૂર્ગ, ઊટી અને મુન્નર હરિયાળા, લીલા અને તાજગીપૂર્ણ રીતે ઠંડા હોય છે. અને જો તમને સમુદ્ર ગમતો હોયતો મેમાં આંદામાન આઈલેન્ડ પોસ્ટકાર્ડ પરફેક્ટ છે, જ્યાંના કાચ જેવા સાફ પાણી, સફેદ રેતીવાળા બીચ અને વિશ્વ કક્ષાનું ડાઈવિંગ રોમાંચથી ભરી દે છે. મેમાં સીમા પાર કર્યા વિના ગરમીથી અને દુનિયાથી દૂર મહેસૂસ કરવા માટે ભારત ઉત્તમ સ્થળ છે. તમે પહાડીની સન્મુખ ચાના ઘૂંટડાપીવા માગતા હોય કે અરબી સમુદ્રની નીચે સૂર્યની ડૂબકી જોવા માગતા હોય, ભારતમાં હોલીડે વિદેશની જેમ જ રોમાંચથી ભરચક છે.
તમે આ મેમાં જવા માગતા હોય કે સાઉથ આફ્રિકામાં વાઈલ્ડલાઈફનો પીછો કરતા માગતા હોય, ગ્રીસમાં સૂર્યાસ્તમાં પલળવું, જાપાનમાં શાંતિની શોધ અથવા આપણા પોતાના ભારતમાં ટેકરીઓમાં હવાફેર કરવો હોય, આ પ્રવાસ તમારા મનને તાજગી આપે છે અને તમારા હૃદયને સુખ આપે છે. દુનિયા વ્યાપક રીતે ખુલ્લી છે અને મે મહિનો તેની ખોજ કરવા માટે ઉત્તમ બારી છે. તો તમારી બેગ પેક કરો, તમારા મનગમતા લોકોને ભેગા કરો અને આજીવન યાદગાર રહી જાય તેવી યાદો બનાવવા માટે નીકળી પડો. આખરે સમર વાર્તાઓ માટે છે અને તમારી વાર્તા શરૂ થવા વાટ જોઈ રહી છે.ચાલો, બેગ ભરો, નીકળી પડો...
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.