Published in the Sunday Mumbai Samachar on 05 January 2025
ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફ પોડકાસ્ટ સાથે અમે એક સરળ લક્ષ્ય રાખ્યું છે: પ્રવાસની ખુશીની ઉજવણી કરવીઅને દુનિયા જોવા અન્યોને પ્રેરિત કરવા.
અમે અમારું પોડકાસ્ટ ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફ શરૂ કર્યું ત્યારે વીણા વર્લ્ડનાં ચીફ પ્રોડક્ટ ઓફિસર સુનિલા પાટીલ અને મેં એક સરળ લક્ષ્ય રાખ્યું હતું: અમારી પ્રવાસની વાર્તાઓને જીવંત કરવી, એક્સપ્લોરેશનની ખૂબીઓને મઢી લેતી ઈનસાઈટ્સ, અનુભવો અને વાર્તાલાપનું આદાનપ્રદાન કરવું. અને 150 થી વધુ એપિસોડ પછી પોડકાસ્ટ ખરેખર વિશેષ તરીકે ઉત્ક્રાંતિ પામ્યું છે.
આ સફરમાં અમે એ સન્માન અનુભવ્યું છે કે અમે રસપ્રદ મહેમાનોને સાથે રાખી, તેમના અનોખા પ્રવાસી દૃષ્ટિકોણ અને કુશળતા પર ઊંડાઈથી ચર્ચા કરી છે. 2024માં 40 ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફના એપિસોડ પ્રસારિત કરાયા હતા અને હવે અમારી અમુક મનગમતી ચર્ચા પર પ્રકાશ પાડવા માટે આ ઉત્તમ અવસર છે એવું મહેસૂસ થાય છે. આ એપિસોડથી શ્રોતાઓ પ્રભાવિત થયા હતા, તેમની અંદર ઉત્સુકતા જાગી હતી અને અસંખ્ય પ્રવાસનાં સપનાં પ્રેરિત થયાં હતાં.
સ્કેન કરો અને સાંભળો ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફ
બોર્ડર-ગાવસકર ટ્રોફી સ્પેશિયલ
આ એપિસોડમાં અત્યંત રોમાંચક રીતે ક્રિકેટનું ટ્રાવેલ સાથે મિલન થાય છે. સુનિલા અને હું શ્રોતાઓને દંતકથા બોર્ડર-ગાવસકર ટ્રોફીની યજમાની કરતાં પાંચ આઈકોનિક ઓસ્ટ્રેલિયન શહેરોના પ્રવાસે લઈ ગયાં હતાં. અમે પર્થના અદભુત બીચ અને આઉટડોર આકર્ષણો સાથે શરૂઆત કરી,જે પછી એડેલેઈડનું મોહક સૌંદર્ય અને બરોસા વેલીની પ્રસિદ્ધ વાઈન્સની સેર કરાવી હતી. બ્રિસ્બેનનું રિવરસાઈડ સૌંદર્ય અને સાંસ્કૃતિક સ્વર્ણિમતા અનોખી તરી આવી હતી, જ્યારે મેલબર્ને તેનાં કળા દ્રશ્યો અને ધમધમતી કેફે સંસ્કૃતિથી મોહિત કર્યા હતા.આખરે સિડનીએ તેના આઈકોનિક ઓપેરા હાઉસ, હાર્બર બ્રિજ અને અવિસ્મરણીય અનુભવોથી ચકિત કર્યા હતા.
સ્વાલબાર્ડ: દુનિયાનો સૌથી ઉત્તરીય દ્વીપસમૂહ
આ એપિસોડમાં સુનિલા અને મેં દુનિયાની કોર સ્વાલબાર્ડમાં સાહસ ખેડ્યું, જ્યાં આર્કટિક વંડરલેન્ડમાં બરફાચ્છાદિત ક્ષિતિજોનું અદભુત પરંપરાઓ સાથે મિલન થાય છે. અમે સ્વાલબાર્ડની અમુક વિચિત્ર નીતિઓમાં ડોકિયું કરાવ્યું, જેમ કે, `નો બર્થ, નો ડેથ' નિયમ, જે આવા તીવ્ર વાતાવરણમાં જીવન જીવવાના પડકારોનો દાખલો છે. સાહસિકોને ડોગ સ્લેજ અને સ્નોમોબાઈલ થી પોલાર નાઈટ્સ જોવા સુધી અને ગ્લોબલ સીડ વોલ્ટનીખોજ કરવાનું પણ ગમશે. તેની સમૃદ્ધ વાઈલ્ડલાઈફ અને મંત્રમુગ્ધ કરનારી ક્ષિતિજો સાથે સ્વાલબાર્ડ અનોખું સ્થળ છે.
કેથે પેસિફિક સાથે હોંગ કોંગ જુઓ
આ એપિસોડમાં મને હોંગ કોંગના સ્વર્ણિમ શહેરમાં ડોકિયું કરવા માટે કેથે પેસિફિકથી આનંદ યેડેરી સાથે બેસવાનો મોકો મળ્યો. આનંદની ઈનસાઈટ્સ સાથે અમે કેથે પેસિફિકના સમૃદ્ધ ઈતિહાસમાં ડોકિયું કરાવ્યું અને તે પછી હોંગ કોંગના હાર્દમાં પહોંચ્યા. મોંગ કોકની ધમધમતી ગલીઓથી ડ્રેગન્સ બેકના શાંત રસ્તાઓ સુધી, હોંગ કોંગ શહેરી રોમાંચ અને નૈસર્ગિક સૌંદર્યનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરે છે. આ એપિસોડ ટ્રાવેલ ટિપ્સ,ઈનસાઈડર નોલેજ અને વ્યવહારુ સલાહથી ભરચક હતો, જેણે આ ગતિશીલ સ્થળની સેર કરવાનું નિયોજન કરતા દરેકે અચૂક સાંભળવું જોઈએ.
કહો બોન્જો ફ્રાન્સ: સિટી ઓફ લાઈટ્સની પાર
આ એપિસોડમાં સુનિલા પાટીલ અને એટાઉટ ફ્રાન્સ ખાતે ડાયરેક્ટર ઈન્ડિયા શીતલ મનશો શ્રોતાઓને ફ્રાન્સનાં છૂપાં રત્નોના પ્રવાસે લઈ જાય છે.આ એપિસોડ ઓછા જ્ઞાત ખજાનામાં ઊંડાણથી ડોકિયું કરાવીને ફ્રાન્સ દરેક પ્રકારના પ્રવાસીઓ માટે આખા વર્ષનું ડેસ્ટિનેશન શા માટે છે તે બતાવે છે.
અમે ફ્રેન્ચ આલ્પ્સ જોયું, જે વિશ્વ કક્ષાના સ્કીઈંગ અને નયનરમ્ય રિટ્રીટ્સ સાથે સાહસિકો માટે સ્વર્ગ છે અને તેનાં લવેન્ડર ખેતરો અને સુંદર ગામડાંઓ માટે જ્ઞાત નયનરમ્ય પ્રાંત છે. બોર્ડોક્સના વાઈનયાર્ડસથી લાયોનની સાંસ્કૃતિક સ્વર્ણિમતા સુધી અને કોટ દ'અઝુરની સમુદ્રિ બાજુની ખૂબીઓ સુધી આ એપિસોડે પેરિસની પાર ફ્રાન્સની વૈવિધ્યતા આલેખિત કરી.
પેરુવિયન એક્સપ્લોરેશન
પેરુ દેશથી પણ વધુ છે. સુનિલા અને મેં આ મંત્રમુગ્ધ કરનારા એપિસોડમાં જોયું તેમ તે ઈતિહાસ, નિસર્ગ અને સ્વર્ણિમ ફ્લેવર્સનું સમૃદ્ધ સંમિશ્રણ છે. સુનિલાની પેરુની અવિસ્મરણીય ટ્રિપથી પ્રેરિત થઈને અમે આ સાઉથ અમેરિકન રત્નના ઘણા બધા સ્તર ઉજાગર કર્યા.
અમે મિરાફ્લોરેસના બીચથી લઈને બરાંકોની બોહેમિયમ ખૂબીઓ સુધી પેરુની સ્વર્ણિમ રાજધાની લિમાની ખોજ કરી. સુનિલાએ પેરુનાવૈવિધ્યપૂર્ણ પ્રદેશમાં તેનાં સાહસો વિશે જણાવ્યું, જેમ કે, અમેઝોન રેઈનફોરેસ્ટ, એન્ડીસ હાઈલેન્ડ્સ અને કોસ્ટલ ડેઝર્ટસ. તેની હાઈલાઈટમાં ઈન્કા ટ્રેઈલની હાઈકિંગ, માચુ પિછુની મુલાકાત, નાઝકા લાઈન્સ પરથી ઉડાણ અને આઈકોનિક પિસ્તો સાર સાથે નિક્કેઈથી ચિફા સુધી પેરુના ફ્યુઝન ક્યુઝીનનો પરિચય કરાવ્યો.
વાઈન 101: ટુર્સ, ટેસ્ટિંગ અને ટિપ્સ
આ એપિસોડમાં હું વાઈનની અદભુત દુનિયાની ખોજ કરવા માટે મારી સાથે ધ ક્યુરેટેડ વાઈનના નિષ્ણાત અપૂર્વ ગાવંડે જોડાયા હતા.અમે ખોટી ભ્રમણાઓ દૂર કરવા પર વાત કરી, જેમાં અપૂર્વએ યાદ અપાવ્યું કે `વાઈન મોંઘી હોય તેનો અર્થ તે સારી જ છે એવો નથી' અને વાઈનના લેબલ્સનું ડિકોડિંગ કરવા પર અને સોમેલિયર્સને યોગ્ય પ્રશ્નો પૂછવા પર ટિપ્સ આપી. અપૂર્વની ઈનસાઈટ્સે આરંભિકો અને શોખીનો માટે પણ વાઈન પહોંચક્ષમ બનાવી. તેમને વાઈન્સની જોડી જમાવવી, પરફેક્ટ બોટલની પસંદગી અને ટેસ્ટિંગ અને લર્નિંગની ખુશી માણવા વિશે માર્ગદર્શન આપ્યું.
28 રાજ્યમાં 28 ખાદ્યની ખોજ
ભારતનો રસોઈકળાનો વારસો તેના ભૂગોળ અનુસાર વૈવિધ્યપૂર્ણ છે અને ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફના આ એપિસોડમાં સુનિલા અને મેં આપણાં 28 રાજ્યોનો સ્વાદિષ્ટ પ્રવાસ કરાવ્યો. બંગાળના સ્વાદિષ્ટ માછેરઝોલથી કેરળના સુગંધી અપ્પમ અને સ્ટ્યુ સુધી અમે ભારતીય રસોઈકળાને સમૃદ્ધ બનાવતી વૈવિધ્યપૂર્ણ સામગ્રીઓ, રસોઈકળાની ટેકનિક્સ અને સ્થાનિક વાર્તાઓની ઉજવણી કરી.
હાઉઝિટ સાઉથ આફ્રિકા
સાઉથ આફ્રિકા સ્વર્ણિમ વૈવિધ્યતાની ધરતી છે અને ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફના આ એપિસોડમાં મારાં ફ્રેન્ડ અલ્પા જાની અને મેં તેનેઅસાધારણ શું બનાવે છે તેની ખોજ કરી. કેપ ટાઉનમાં ટેબલ માઉન્ટનના મંત્રમુગ્ધ કરનારા નજારાથી નયનરમ્ય ગાર્ડન રુટનાં હરિયાળાં જંગલોઅને નિર્મળ બીચીસ સુધી આ દેશ નૈસર્ગિક સૌંદર્ય અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરે છે. અમે આઈકોનિક બ્રાઈ (બાર્બેક્યુ),સ્વાદિષ્ટ બિલ્તોંગ અને સ્ટ્રીટ ફૂડ ફેવરીટ બની ચોવ સહિત સાઉથ આફ્રિકાના ક્યુલિનરી ખજાનામાં પણ ડોકિયું કરાવ્યું.
સ્માર્ટ પેરન્ટિંગ: બાળકો સાથે પ્રવાસ માટે માર્ગદર્શિકા
બાળકો સાથે પ્રવાસ પડકારજનક નહીં બનવો જોઈએ. બલકે તે પુરસ્કૃત સાહસ બની શકે છે. ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફના આ એપિસોડમાં સુનિલા અને મેં પારિવારિક પ્રવાસ યાદગાર અને મનોરંજક બનાવવા માટે ઈનસાઈટ્સ અને વ્યૂહરચનાઓ આપી. અમે શિડ્યુલ મેનેજ કરવાથી અણધારી મુશ્કેલીઓ હાથ ધરવા સુધી ભારતીય વાલીઓની સામાન્ય મૂંઝવણોને પહોંચી વળ્યાં અને બાળકો માટે ડાઉનટાઈમ સાથે પેકિંગમાં શું ધ્યાન રાખવું જોઈએ અને આઈટિનરીના નિયોજન જેવી વ્યવહારુ ટિપ્સ આપી.
સ્વિટઝર્લેન્ડની ખોજ: ઝર્મેટ અને મેટરહોર્ન અલ્પાઈન બોર્ડર ક્રોસિંગ
ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફના આ એપિસોડમાં ઝર્મેટના મંત્રમુગ્ધ કરનારા અલ્પાઈન પ્રદેશથી લઈને આઈકોનિક મેટરહોર્ન અલ્પાઈન ક્રોસિંગ સુધી ખોજ કરવા માટે મારી સાથે ઝર્મેટ બર્ગબેહનેન એજીનાં ક્નટ્રી મેનેજર દેવિકા જોડાયાં. મેટરહોર્ન દુનિયાનાં સૌથી પ્રસિદ્ધ શિખરમાંથી એક છે,જે અમારા વાર્તાલાપનું કેન્દ્રબિંદુ હતું, કારણ કે અમે તેના સમૃદ્ધ ઈતિહાસ અને સાંસ્કૃતિક મહત્ત્વનો મુદ્દો છેડ્યો હતો.
તેની એક હાઈલાઈટ મેટરહોર્ન અલ્પાઈન ક્રોસિંગ હતી, જે અદભુત ક્રોસ- બોર્ડર કેબલ કાર પ્રવાસ પ્રવાસીઓને સ્વિટઝર્લેન્ડમાં ઝર્મેટ થી ઈટાલી લઈ જાય છે, જેમાં અદભુત આલ્પ્સનો મનોરમ્ય નજારો અને આકાશમાંથી અવિસ્મરણીય બોર્ડર ક્રોસિંગ અનુભવ કરવા મળે છે.
તમારો આભાર!
ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફ અમારા પ્રવાસ સાથે તમારી સાથે, અમારા શ્રોતાઓ સાથે જોડાણનું ઉત્તમ માધ્યમ છે. અમારા પ્રવાસ સમુદાયનો હિસ્સો બનવા માટે તમારો આભાર અને અમે તમારી સાથે મળીને વધુ દુનિયાની ખોજ કરવા ઉત્સુક છીએ. ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.