Published in the Sunday Gujarat Samachar on 21 July, 2024
એન્ટાર્કટિકા અભિયાનોથી લઈને લેપલેન્ડમાં ડોગ સ્લેડિંગ સુધી, અમે તમારા માટે વિશ્વના સૌથી રોમાંચક અનુભવો લાવીએ છીએ. દરેક પ્રવાસ આકર્ષક લેન્ડસ્કેપ્સ, સમૃદ્ધ વન્યજીવન અને સાંસ્કૃતિક નિમજ્જનનું અનોખું મિશ્રણ પ્રદાન કરે છે .
જોતમે આ લેખોના નિયમિત વાચક હોય તો તમે જાણતા હશો કે અમારી ટ્રાવેલ એક્સ્પલોર સેલિબ્રેટ લાઈફ નામે ટ્રાવેલ વિડિયો અને ઓડિયો સિરીઝ છે. અમે દર મંગળવારે યુટ્યુબ, સ્પોટિફાય, એપ્પલ પોડકાસ્ટ્સ અને જિયોસાવન પર નવા એપિસોડ જારી કરીએ છીએ. તો ગયા સપ્તાહમાં મને મારા મિત્ર સાજીદ ખાન સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. તે પેરાગ્લાઇડીંગ જબરદસ્ત શોખીન છે. તો નીચેનો QR કોડ સ્કેન કરીને યુટ્યુબ પર આખો એપિસોડ જરૂર વાંચો.
હવે આપણે એડવેન્ચરના મૂડમાં છીએ તો એડવેન્ચર ટ્રાવેલ વિશે વાત કરીશું. તમે એડવેન્ચર ટ્રાવેલ વિશે વિચારો ત્યારે મુશ્કેલ ભૂપ્રદેશો, અંતરિયાળ સ્થળો અને હૃદયના ધબકારા ભુલાવી દેતી પ્રવૃત્તિઓ મનમાં તરી આવે છે. જોકે હું તમને એમ કહું કે આ અનુભવો નિયમિત પર્યટકોની પહોંચમાં છે તો તમે કેવું મહેસૂસ કરશો? તમે અનુભવી વૈશ્વિક પ્રવાસી હોય કે નવી ક્ષિતિજોની ખોજ કરવાનો શોખ હોય, આ પાંચ એડવેન્ચર અનુભવ તમારી પ્રવાસની રમતને નવી ઊંચાઈએ લઈ જઈને રહેશે.
-
સાઉથ અમેરિકાથી એન્ટાર્કટિકા એક્સપીડિશનઊંચા ઊંચા આઈસબર્ગ્સ,
નિરંતર બરફાચ્છાદિત નૈસર્ગિક દ્રશ્ય અને મંત્રમુગ્ધ કરી દેનારા વાઈલ્ડલાઈફથી ઘેરાયેલી દુનિયાની કોરે તમે ઊભા છો એવી જરા કલ્પના કરો. એન્ટાર્કટિકા કોઈ પણ અન્ય ખંડથી વિપરીત છે અને ઉશુઆઈયા, આર્જેન્ટિનાની સેર પર નીકળવું એટલે આ બરફાચ્છાદિત વંડરલેન્ડમાં મોહિત કરનારો વિહાર બની રહે છે. આ વર્ષે વીણા વર્લ્ડ 11 મી ડિસેમ્બરે આ સેર કરાવવા માટે પ્રસ્થાન કરી રહી છે, જે એન્ટાર્કટિક સમરનું નિર્મળ સૌંદર્ય જોવાનો આદર્શ સમય હોય છે.મેં અંગત રીતે એન્ટાર્કટિકાનો અનુભવ કર્યો છે ત્યારે હું તેના મનોહર સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણને પ્રમાણિત કરી શકું છું. એન્ટાર્કટિકાની સેર કરવાનું સૌથી મંત્રમુગ્ધ કરનારું એક પાસું તેના પ્રતિકાત્મક જળમાર્ગો થકી પ્રવાસ છે. કોલોઝલ આઈસબર્ગ મેઝ- જેવો પેસેજ નિર્માણ કરે છે અને આ રચનાઓની નિર્મળતા અને સ્તર તમને મંત્રમુગ્ધ કરીને રહે છે.એન્ટાર્કટિકામાં વાઈલ્ડલાઈફ સાથે રૂબરૂ થવાનો અનુભવ પણ રોમાંચક હોય છે. તમને પેન્ગ્વિનની વસાહતો, સીલ અને વિવિધ પ્રકારનાં પક્ષીઓની જાતિ સાથે રૂબરૂ થવાનો મોકો મળે છે. જો તમે ભાગ્યશાળી હોય તો તમને ઓરકાઝ અથવા હમ્પબેક વ્હેલ્સ જોવા મળી શકે છે. ઝોડિયાક બોટની સેર આ એડવેન્ચરના રોમાંચમાં ઉમેરો કરે છે, જે તમને દરિયાકાંઠો અને બરફને દિલોજાન રીતે જોવાની મજા આપે છે. ઉશુઆઈયાથી એન્ટાર્કટિકાની સેર માત્ર ટ્રિપ નથી, પરંતુ પૃથ્વી પરનાં સૌથી અંતરિયાળ અને નિર્મળ સ્થળમાંથી એકમાં અસાધારણ પ્રવાસ છે.
-
પેરૂમાં માછુ પિછુમાં ઈન્કા ટ્રેઈલ ખાતે હાઈકિંગ
ઈતિહાસના શોખીનો અને એડવેન્ચર પ્રેમીઓ માટે પણ પેરૂમાં ઈન્કા ટ્રેઈલ સમય અને નિસર્ગ થકી પ્રવાસ છે. ટ્રેઈલમાં તમને વિને વાયના અને ઈન્ટિપાટા જેવાં પ્રાચીન ઈન્કન સ્થળો જોવા મળે છે, જે ઈન્કા માનવસંસ્કૃતિના સમૃદ્ધ ઈતિહાસ અને એન્જિનિયરિંગની ખૂબીઓની ઝાંખી કરાવે છે. તમે પ્રવાસ કરો તે સુંદર નૈસર્ગિક દ્રશ્યોમાં હરિયાળાં વાદળછવાયાં જંગલોથી લઈને 4,215 મીટર (13,828 ફીટ) પર સર્વોચ્ચ પોઈન્ટ ડેડ વુમન્સ પાસ જેવા ઉચ્ચ ઊંચાઈ પરના પાસીસ સુધી તમને મંત્રમુગ્ધ કરીને રહે છે.આ ટ્રેઈલ ઓર્કિડ્સ, હમગ પક્ષીઓ અને અદભુત રીંછ સહિત વિવિધ પ્રકારનાં પશુ અને વનસ્પતિ સૃષ્ટિનું ઘર છે. આ જૈવ વૈવિધ્યતા હાઈકિંગની અજાયબીમાં વધુ રોમાંચ ઉમેરે છે, જે દરેક પગલાંને ખોજ બનાવે છે. એકત્ર હાઈકિંગ સાથી ટ્રેકરોમાં એકત્રપણાનું મજબૂત ભાન કરાવીને સામાજિક પુરસ્કૃત અનુભવ બનાવે છે.માછુ પિછુ પરથી સાંજના સમયે સૂર્યાસ્ત જોવા સન ગેટ (ઈન્ટી પુંકુ) ખાતે આગમન પ્રવાસની અવિસ્મરણીય પૂર્ણાહુતિ બની જાય છે.એક સમયે ઈન્કાવાસીઓ ચાલતા હતા તે પ્રાચીન માર્ગો પરથી પગપાળા ચાલવું તમને ભૂતકાળ સાથે ઊંડાણથી જોડાયા હોવાનું મહેસૂસ કરાવે છે.સાથી હાઈકરોમાં એકત્રપણું, એન્ડિયન પહાડીઓનો અદભુત નજારો અને સન ગેટ પર પહોંચતાં લક્ષ્ય સિદ્ધ કર્યાનું ભાન ટ્રેકને અવિસ્મરણીય અનુભવ બનાવીને રહે છે.
-
એકત્રપણાનું મજબૂત ભાન કરાવીને સામાજિક પુરસ્કૃત અનુભવ બનાવે છે.
માછુ પિછુ પરથી સાંજના સમયે સૂર્યાસ્ત જોવા સન ગેટ (ઈન્ટી પુંકુ) ખાતે આગમન પ્રવાસની અવિસ્મરણીય પૂર્ણાહુતિ બની જાય છે.એક સમયે ઈન્કાવાસીઓ ચાલતા હતા તે પ્રાચીન માર્ગો પરથી પગપાળા ચાલવું તમને ભૂતકાળ સાથે ઊંડાણથી જોડાયા હોવાનું મહેસૂસ કરાવે છે.સાથી હાઈકરોમાં એકત્રપણું, એન્ડિયન પહાડીઓનો અદભુત નજારો અને સન ગેટ પર પહોંચતાં લક્ષ્ય સિદ્ધ કર્યાનું ભાન ટ્રેકને અવિસ્મરણીય અનુભવ બનાવીને રહે છે. ઓસ્ટ્રેલિયામાં ગ્રેટ બેરિયર રીફમાં સ્કુબા ડાઈવીંગઆ મારું ફેવરીટ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પૃથ્વી પર સૌથી વૈવિધ્યપૂર્ણ ઈકોસિસ્ટમ્સમાંથી એક ગ્રેટ બેરિયર રીફની સ્વર્ણિમ ભૂજળ દુનિયામાં ડૂબકીઓ લગાવો. તમે પ્રમાણિત ડાઈવર હોય કે પ્રમાણપત્ર મેળવવા ચાહતા નવોદિત હોય, રીફ સર્વ કુશળતાના સ્તરને અનુકૂળ વિવિધ પ્રકારના અનુભવ પ્રદાન કરે છે. રીફ 600 પ્રકારના કઠણ અને નરમ કોરલનું ઘર છે, જે ખોજ માટે ઉત્તમ રંગબેરંગી ભૂજળ નૈસર્ગિક દ્રશ્ય નિર્માણ કરે છે. તમે ક્લાઉન ફિશ, પેરટ ફિશ, સમુદ્રિ કાચબાઓ અને રેઈઝ સહિત સમુદ્રિ જીવોની મંત્રમુગ્ધ કરનારી હરોળ સાથે તરો છો ત્યારે તેની અફલાતૂન જૈવ વૈવિધ્યતા તમને ચકિત કરીને રહે છે.રિબન રીફસ, ઓસ્પ્રે રીફ અને કોડ હોલ જેવી લોકપ્રિય ડાઈવીંગ સાઈટ્સ વોલ ડાઈવથી સ્વિમ-થ્રુ અને રેક ડાઈવ્ઝ સુધી અજોડ ભૂજળ અનુભવ પ્રદાન કરે છે. કોરલ ગાર્ડનની ખોજ, રંગબેરંગી માછલીઓની સાથે તરવું અને સમુદ્રિ કાચબા અને રેઝ જેવું અદ્ભુત સમુદ્રિ જીવન માણવું તે જૂજ રૂપરેખા છે. રીફનો આકાર અને જૈવ વૈવિધ્યતતા અદ્ભુત છે અને ભૂજળમાં નિર્મળ શાંતિ તમને છક કરી દે છે.
-
તાન્ઝાનિયાના સેરેંગેટી નેશનલ પાર્કમાં સફારી
સેરેંગેટી નેશનલ પાર્કમાં સફારી પર આજીવન રોમાંચ અનુભવો, જ્યાં તમે પૃથ્વી પરની સૌથી અદભુત વાઈલ્ડલાઈફ ઘટનામાંથી એક આઈકોનિક ગ્રેટ માઈગ્રેશન જોઈ શકો છો. ઓપન-ટોપ વાહનમાં સવાનાહ થકી ડ્રાઈવ કરીને જાઓ છો ત્યારે વાઈલ્ડબીસ્ટ અને ઝેબ્રાને સાથોસાથ ઝુંડમાં ચાલતા જુઓ, જેમની પાછળ પાછળ સહો અને ચિત્તાઓ જેવા શિકારીઓને જોતાં જોતાં પોતાની તસવીરો પણ કચકડે મઢી લો. તાજા ચરવાના મેદાનની તલાશમાં સેરેંગેટીમાં હિજરત કરતા લાખ્ખો વાઈલ્ડબીસ્ટ, ઝેબ્રા અને ગેઝેલીસ જુઓ. આ વિશાળ ઝુંડોનો નજારો અદભુત હોવા સાથે ખરા અર્થમાં અવિસ્મરણીય બની જાય છે.સેરેંગેટી સહ, દીપડા, હાથી, ભેંસ અને ગેંડા એમ પાંચ મોટાં પ્રાણીઓનું પણ ઘર છે. આ અદભુત પ્રાણીઓને તેમની નૈસર્ગિક વસાહતમાં જોવાનો અનુભવ રોમાંચક હોય છે. પાર્કમાં ઘાસવાળી જમીનોથી લઈને ગાઢ જંગલો અને ખડકવાળા આઉટક્રોપ્સ (કોપજીસ) સુધી વૈવિધ્યપૂર્ણ નૈસર્ગિક દ્રશ્ય વિવિધ પ્રકારની વાઈલ્ડલાઈફ માટે અલગ અલગ વસાહતો પૂરી પાડે છે, જે સફારીનો અનુભવ અત્યંત સમૃદ્ધ બનાવે છે.
-
ફિનલેન્ડમાં લેપલેન્ડમાં ડોગ સ્લેડિંગ
અસલ અજોડ વિન્ટર એડવેન્ચર માટે લેપલેન્ડ ઉત્તમ છે, જ્યાં બરફાચ્છાદિત જંગલો અને થીજેલાં સરોવરો પરથી ડોગ સ્લેડિંગનો અનુભવ અત્યંત રોમાંચક બની રહે છે. પરિવહનના આ પારંપારિક માધ્યમથી તમે નૈસર્ગિક દુનિયા સાથે અત્યંત નિકટતાથી જોડાઈ જાઓ છો.તમે ગાઢ પાઈન જંગલોથી ખુલ્લા તુંદ્રા સુધી નિર્મળ નૈસર્ગિક દ્રશ્યો વચ્ચેથી પ્રવાસ કરો છો ત્યારે તમને આર્કટિકના હસ્રપણાના અતુલનીય સૌંદર્યનો અનુભવ થશે. લેપલેન્ડ ઓરોરા બોરિયાલિસ જોવા માટે ઉત્તમ સ્થળમાંથી એક છે અને નોર્ધર્ન લાઈટ્સના નૃત્યને આકાશમાં જોવું તે તમારા એડવેન્ચરમાં ચમત્કારી સ્પર્શનો ઉમેરો કરે છે. ડોગ સ્લેડિંગ ઉપરાંત તમે સ્નો મોબાઈલગ, આઈસ ફિશગ અને આઈસ હોટેલોની મુલાકાત જેવી અન્ય વિન્ટર પ્રવૃત્તિઓ માણી શકો છો, જે તમારી લેપલેન્ડ ખાતે ટ્રિપ વૈવિધ્યપૂર્ણ અને અવિસ્મરણીય વિન્ટર એડવેન્ચર બનાવે છે.એડવેન્ચર ટ્રાવેલ ભદ્ર કે આત્યંતિક લોકો પૂરતું સીમિત નથી, પરંતુ તે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું અને અજ્ઞાતને માણવાનું નિમિત્ત છે.આ પાંચ અનુભવો નિયમિત પ્રવાસીઓને પહોંચક્ષમ છે, જે દરેક રોમાંચ, સૌંદર્ય અને સાંસ્કૃતિક ખૂબીઓનું અજોડ સંમિશ્રણ પ્રદાન કરે છે.તો આ એડવેન્ચરમાંથી તમે આગામી સમયે ક્યાં જવા માગો છો? ચાલો પર્યટન પર નીકળીએ અને એકત્ર જીવનની ઉજવણી કરીએ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.