Published in the Sunday Gujarat Samachar on 30 June, 2024
જ્યારે પેરિસ અને રોમ જેવાશહેરો લોકપ્રિય છે, ત્યારે યુરોપનુંઆકર્ષણ ઘણીવાર તેના છુપાયેલા ગામોમાંરહેલું છે. હૉલસ્ટેટની પરીકથાનીસુંદરતાથી લઈને પિએન્ઝાના પુનરુજ્જીવનનાવૈભવ સુધી અમે આરત્નોનું અન્વેષણ કરીએ ત્યારે મારીસાથે જોડાઓ. યુરોપની અધિકૃત, શાંત બાજુ શોધો!
ભારતીય પ્રવાસીઓમાં વર્ષભર હરવાફરવા માટે સૌથી લોકપ્રિય જો કોઈ એક ખંડ હોય તો તે યુરોપ છે. ઉનાળો હોય કે શિયાળો, યુરોપની ફ્લાઈટો હંમેશાં ફુલ હોય છે. અને શા માટે નહીં, યુરોપની ખૂબી અનોખી છે. છેલ્લા ૩ મહિનામાં ભારતભરમાંથી 10,000 થી વધુ પ્રવાસીઓએ વીણા વર્લ્ડ સાથે યુરોપનો પ્રવાસ કર્યો છે.અને તમે જાણો છો તેમ યુરોપ મોટે ભાગે પેરિસ, રોમ અને લંડન જેવાં પ્રતિકાત્મક શહેરો માટે લોકપ્રિય છે, જે શહેરોમાં પર્યટકોનો સતત ધમધમાટ હોય છે અને તેમની સાથે રસપ્રદ ઈતિહાસ પણ સંકળાયેલો છે. આ મહાનગરો તેમનાં સ્મારકીય સીમાચિહનો, વિશ્વ કક્ષાનાં સંગ્રહાલયો અને સ્વર્ણિમ સ્ટ્રીટ લાઈફ સાથે દરેકેદરેકને મોહિત કરે છે, જે તેમને અવશ્ય મુલાકાત લેવાનાં સ્થળ બનાવે છે. જોકે આ પ્રસિદ્ધ સ્થળોની પાર યુરોપની અસલી ખૂબીમાં ઝાંખી કરાવતાં બોલકણાં ગામડાંઓ વસેલાં છે.આ છૂપાં રત્નો ગિરદીવાળી ગલીઓ અને પર્યટકોના હોટસ્પોટથી દૂર શાંતિ પ્રદાન કરે છે. અહીં જીવનની ગતિ ધીમી છે, જેથી મુલાકાતીઓ સ્થાનિક સંસ્કૃતિઓ અને પરંપરાઓને મન મૂકીને માણી શકે છે. આ ગામડાંમાં કોબલસ્ટોન શેરીઓ, વિલક્ષણ ઘરો અને નયનરમ્ય નિસર્ગસૌંદર્ય ભૂતકાળ અને સમકાલીન સૌંદર્યનું ભાન જાગૃત કરે છે. તો આજે હું યુરોપનાં અમુક ઓછાં જ્ઞાત ગામડાંઓની ખૂબીઓ અને સૌંદર્ય, તેમનાં છૂપાં ખજાના અને આ સ્થળોએ તમારી આગામી પ્રવાસની યાદીમાં સ્થાન ચોક્કસ શા માટે મેળવવું જોઈએ તે વિશે તમને માહિતગાર કરવા માગું છું. તો ચાલો, શરૂઆત કરીએ.હોલસ્ટાટ, ઓસ્ટ્રિયા: પરીકથા જેવું સરોવરને અડીને વસેલું ગામડુંવિરાટ ડેચસ્ટેઈન આલ્પ્સ અને નિર્મળ હોલસ્ટાટર સી વચ્ચે વસેલું હોલસ્ટાટ નયનરમ્ય ઓસ્ટ્રિયન ગામડું છે, જે સીધું પરીકથામાંથી બહાર આવ્યું હોય તેવું દેખાય છે. તેનાં સુંદર લાકડાંનાં ઘરો, પ્રાચીન મીઠાની ખાણ અને મંત્રમુગ્ધ કરનારા અલ્પાઈનના નજારા માટે જ્ઞાત હોલસ્ટાટ આધુનિક જીવનના ધમધમાટથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણ આપે છે.હોલસ્ટાટમાં મીઠાની ખાણની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહીં તમને દુનિયાની સૌથી જૂની મીઠાની ખાણ જોવા મળશે અને તમે ઈતિહાસના ઊંડાણમાં નીચે ઊતરી જશો. મોજીલી વાસ્તવિકતા: હોલસ્ટાટની મીઠાની ખાણ 7,000 થી વધુ વર્ષથી ચાલે છે, જેથી તે દુનિયામાં સૌથી પ્રાચીનમાંથી એક છે.તમને હોલસ્ટાટર સી પર મજેદાર બોટ સવારી પર પણ લઈ જવાશે, જ્યાં વિરાટ પહાડીઓથી ઘેરાયેલા સરોવરનું સૌંદર્ય તમને ચકિત કરી દેશે.તે એટલું સુંદર છે કે ચીનમાં હોલસ્ટાટની સંપૂર્ણ સ્તરની પ્રતિકૃતિ નિર્માણ કરવામાં આવી હતી! છે ને ઘેલાપણું! તે ગામડાની મંત્રમુગ્ધ કરનારીખૂબીઓનો દાખલો છે.કોલમાર, ફ્રાન્સ: મોહિત કરતું ગામકોલમાર ઓલ્સેસ (પૂર્વીય ફ્રાન્સનો પ્રદેશ)ના હાર્ટમાં સ્થિત છે, જે ગામડું સીધું વાર્તાના પુસ્તકમાંથી બહાર આવ્યું હોય તેવું મહેસૂસ કરાવે છે.તેનાં સુંદર રંગબેરંગી અડધા લાકડાથી બનાવેલાં ઘરો, ફૂલોની કોર સાથેની નહેરો અને કોબલસ્ટોન સ્ટ્રીટ સાથે કોલમારનો દરેક ખૂણો મોહિત કરે છે.આ ગામડું વાનગીઓનું સ્વર્ગ પણ છે, જ્યાં અલ્સેશિયન વાઈન્સ અને સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે. તે એટલી હદે કે કોલમાર અલ્સેશિયન વાઈનની રાજધાની માનવામાં આવે છે. વાઈનના શોખીનો માટે તો આ સ્વર્ગ છે.કોલમારમાં પેટિટ વેનાઈસ પરથી લટાર મહત્ત્વપૂર્ણ છે, જ્યાં તમને કતારબંધ સ્વર્ણિમ ઘરો નયનરમ્ય નહેરોની આસપાસ વસેલાં જોઈને અચરજપમાડ્યા વિના રહેશે નહીં. તે સીધા જ વાર્તાના પુસ્તકમાંથી જીવંત બહાર આવ્યાં હોય તેવું મહેસૂસ કરાવશે. ઉપરાંત અંટરલડન મ્યુઝિયમનીમુલાકાત પણ આવશ્યક છે. તે પ્રસિદ્ધ ઈસહેઈમ આલ્ટરપીસ અને મધ્યયુગીન તથા રેનેસાં કળાનું ઘર છે. કોલમારમાં વધુ એક રસપ્રદ બાબતડિઝનીના "બ્યુટી એન્ડ ધ બીસ્ટમાં આ ગામડું જોવા મળે છે, જેથી તમારી મુલાકાતમાં તે રોમાંચનો ઉમેરો કરે છે.જિથૂર્ન, નેધરલેન્ડ્સ: ઉત્તરનું વેનિસજિથૂર્ન નેધરલેન્ડ્સમાં અજોડ કાર-મુક્ત ગામડું છે, જેને નહેરોના તેના નેટવર્ક અને રસ્તાઓના અભાવને લીધે "ઉત્તરનું વેનિસ તરીકે મોટે ભાગે સંદર્ભિત કરાય છે. કારને બદલે સ્થાનિકો બોટમાં પ્રવાસ કરે છે, જેથી અહીં શાંતિપૂર્ણ અને આદર્શ વાતાવરણ જોવા મળે છે.આ ગામ શહેરી જીવનના ધમધમાટથી દૂર જવા માગનારા માટે ઉત્તમ છે.જિથૂર્નમાં બોટ ટુર અવશ્યક કરવી જોઈએ, જે નયનરમ્ય નહેરોમાંથી સેર કરાવે છે અને આ ગામડાને પરીકથા જેવું વાતાવરણ આપતા અજોડ છાપરા સાથેના કોટેજીસ છે. ક્નટ્રીસાઈડમાં બાઈકિંગ પણ અહીં મજેદાર પ્રવૃત્તિ છે. બાઈક ભાડે મળે છે, જે લઈને સુંદર આસપાસનું નિસર્ગસૌંદર્ય, રમણીય ફાર્મ અને વિલક્ષણ પુલો જોઈ શકો છો. શું તમે જાણો છો કે જિથૂર્ન ૯૦ કિલોમીટરનો બાઈક માર્ગ ધરાવે છે, જેથી સાઈકલિસ્ટો માટે આ સ્વર્ગસમાન છે?જો તમે અમુક નિર્મળતા અને શાંતિની તલાશમાં હોય તો આનાથી વિશેષ તમને શું જોઈએ? સાઈકલ લો અને નીકળી પડો.રોથેનબુર્ગોબ દેર તૌબર, જર્મની: મધ્યયુગીન અજાયબીરોથેનબુર્ગોબ દેર તૌબર જર્મનીમાં ઉત્તમ સંવર્ધન કરેલાં મધ્યયુગીન શહેરમાંથી એક છે. ઉત્તમ રીતે જાળવવામાં આવેલી દીવાલો, ટાવરો અને કોબલસ્ટોન સાથે ગામડું મુલાકાતીઓને સમયની પાછળ લઈ જાય છે. રોથેનબુર્ગ ઈતિહાસના શોખીનો અને વીતેલા યુગમાં રુચિ ધરાવનારા માટે સ્વર્ગ છે.રોથેનબુર્ગોબ દેર તૌબેરમાં ટાઉન વોલ પરથી ચાલવું તે મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. આ ઉત્તમ સંવર્ધન કરવામાં આવેલી કિલ્લાબંધી ગામડું અને દેશને ઘેરતી બાજુઓનો મનોરમ્ય નજારો આપે છે. આ દીવાલ આશરે ૩.૫ કિલોમીટર લાંબી છે અને અનેક ટાવરો અને પ્રવેશદ્વારો ધરાવે છે, જે 13 મી સદીના છે.અહીં ક્રિસમસ મ્યુઝિયમ પણ અવશ્ય જોવા જેવું છે, જ્યાં તમે આખું વર્ષ ક્રિસમસનો જાદુ અનુભવી શકો છો. આ મોહક મ્યુઝિયમમાં 1,000 થી વધુક્રિસમસની સજાવટો છે, જે જર્મનીમાં રજાની પરંપરાની ઉત્ક્રાંતિ દર્શાવે છે. રોથેનબુર્ગ જર્મનીમાં સૌથી પ્રાચીન ક્રિસમસ બજારમાંથી એક ધરાવે છે, જેનું મૂળ ૧૫મી સદીમાં રહેલું છે. ઉપરાંત માર્કેટ સ્ક્વેરમાં ફરવાનું પણ મજેદાર છે. અહીં તમને ૬૦૦ વર્ષ જૂનો ટાઉન હોલ સહિત ઐતિહાસિક સ્થાપત્યો જોવા મળશે અને એક પારંપરિક જર્મન રેસ્ટોરાંમાં ભોજન પણ માણી શકો છો. રોથેનબુર્ગનું માર્કેટ સ્ક્વેર જર્મનીમાં સૌથી નયનરમ્ય સ્થળમાંથી એક માનવામાં આવે છે, જેથી ઈતિહાસના શોખીનો અને ખાદ્યના શોખીનો માટે તે ઉત્તમ સ્થળ બની જાય છે.પિયેન્ઝા, ઈટાલી: તુસ્કેનીમાં રેસેનાં રત્નતુસ્કેનીની રોલગ ટેકરીઓમાં સ્થિત પિયેન્ઝા નાનું શહેર છે, જે રેનેસાં શહેરી નિયોજન અને સ્થાપત્યનો દાખલો છે. આ મોહક શહેરને ૧૫મી સદીમાં પોપ પાયસ-૨એ પરિવર્તિત કર્યું હતું, જેઓ તેને આદર્શ રેનેસાં શહેર તરીકે જોતા હતા. અદભુત પિયેન્ઝા કેથેડ્રલ, પેલેઝો પિકોલોમિની અને પેલેઝો બોર્જિયા સહિત અદભુત સ્થાપત્યો સાથે સૌંદર્ય અને ફંકશનાલિટીનું તે ઉત્તમ સંમિશ્રણ છે. આ શહેરનો લેઆઉટ તેની લંબચોરસ ગલીઓ અને સપ્રમાણતા સાથે રેનેસાંનાં આદર્શો અને એસ્થેટિક્સમાં અજોડ ઝાંખી કરાવે છે.પિયેન્ઝાના સૌથી મજેદાર પાસાંમાંથી એક તેનો રસોઈકળાનો વારસો છે. ખાસ કરીને તેનું પેકોરિનો ચીઝ પ્રસિદ્ધ છે. શહેર ઈટાલીમાં અમુક ઉત્તમ પેકોરિનો ચીઝ ઉત્પાદન કરવા માટે પ્રસિદ્ધ છે, જે બકરીના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે. મુલાકાતીઓ સ્થાનિક બજારો, રેસ્ટોરાં અને ચીઝની દુકાનોમાં પણ આ સ્વાદિષ્ટ ચીઝ ચાખી શકે છે.પિયેન્ઝા વાલ દ ઓર્સિયાનો પણ મંત્રમુગ્ધ કરનારો નજારો આપે છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તેના અદભુત નિસર્ગસૌંદર્ય અને ઐતિહાસિકમહત્ત્વ માટે પ્રસિદ્ધ છે. શહેરનું હિલટોપ પર વ્યૂહાત્મક સ્થળ મુલાકાતીઓને તુસ્કેન ક્નટ્રીસાઈડની ઓળખ એવા રોલગ હિલ્સ, સાઈપ્રેસ ઝાડ અને નયનરમ્ય ફાર્મલેન્ડ્સનો સુંદર નજારો પ્રદાન કરે છે. ટાઉન વોલ પર લટાર મારવી કે તેના મોહક ચોકમાંથી એકમાં રિલેક્સ કરીને મુલાકાતીઓ પ્રદેશના નિર્મળ સૌંદર્યમાં પળલી શકે છે. સમૃદ્ધ ઈતિહાસ, ઉત્તમ ખદ્યો અને અસમાંતર નજારા સાથે પિયેન્ઝા ખરેખર ઈટાલીમાં તુસ્કેનીની ખૂબીઓનું દ્યોતક છે.એકંદરે યુરોપનાં છૂપાં ગામડાંઓ ગિરદીવાળાં પર્યટન સ્થળોથી દૂર અજોડ અને અસલ પ્રવાસ અનુભવ પ્રદાન કરે છે. હોલસ્ટાટની પરીકથાની ખૂબીથી લઈને પિયેન્ઝાના રેનેસાં સૌંદર્ય સુધી આ ઓછાં જ્ઞાત સ્થળો યુરોપને આટલું મંત્રમુગ્ધ કરનાર શું બનાવે છે તે સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસમાં ઝાંખી કરાવે છે. તો તમારી આગામી યુરોપની ટ્રિપમાં યુરોપનાં આ છૂપાં રત્નોની અસલ ખૂબીઓ જોવા માટે અલગ રાહે સાહસ ખેડવાનું જરૂર વિચારો. તો આજે હું વાત અહીં પૂરી કરું છું. આગામી સપ્તાહમાં મળીશું ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.