Published in the Sunday Gujarat Samachar on 09 February 2025
ન્યુઝીલેન્ડના અદભૂત લેન્ડસ્કેપ્સ અને વાઇબ્રન્ટ કલ્ચરની મુસાફરી, જે અનફર્ગેટેબલ એડવેન્ચર્સ ઓફર કરે છે
ન્યૂઝીલેન્ડને માટે ભાગે `લેન્ડ ઓફ ધ લોંગ વ્હાઈટ ક્લાઉડ' તરીકે ઓળખવામાં આવે છે. આ દેશે તેના અદભુત નિસર્ગસૌંદર્ય, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને નિરંતર સાહસો સાથે લોકોને મોહિત કર્યા છે. વીણા વર્લ્ડના તાજેતરના એક ટુર મેનેજર તાલીમ સત્રમાંથીઆ લેખનો વિચાર આવ્યો. દર મહિને અમારી કોર્પોરેટ ઓફિસમાં અમે ટુર મેનેજર તાલીમ સત્ર રાખીએ છીએ, જ્યાં દરેક ટુર મેનેજર દિવસ માટેપસંદ કરેલા સ્થળ વિશેનો વિષય ઉપાડી લે છે. એકત્ર મળીને અમે આ સ્થળોનો હિસ્સો એવી જગ્યાઓ, ક્ષેત્રો અથવા પ્રદેશો વિશે માહિતીનું આદાનપ્રદાન કરીએ છીએ. ગયા સપ્તાહનો વિષય ન્યૂ ઝીલેન્ડ હતો અને આઠ ટુર મેનેજરોએ આ મંત્રમુગ્ધ કરનારા આઠ અલગ અલગ વિસ્તારોની પસંદગી કરી હતી. માર્ક ટવેઈને એ સમયે ક્હ્યું હતું, `ન્યૂ ઝીલેન્ડ દુનિયામાં સૌથી સુંદર દેશ છે'. આથી આજે ચાલો ન્યૂ ઝીલેન્ડના નૈસર્ગિક સૌંદર્ય અને સ્વર્ણિમ સંસ્કૃતિમાં અજોડ ઝાંખી પ્રદાન કરાવતાં આ દસ વૈવિધ્યપૂર્ણ અને સુંદર ક્ષેત્રો થકી પ્રવાસ કરીએ.
ઓકલેન્ડ - ધ સિટી ઓફ
સેઈલ્સ ન્યૂ ઝીલેન્ડનું સૌથી વિશાળ શહેર ઓકલેન્ડ છે. આ ધમધમતું મહાનગર તેના અદભુત બંદરો અને સ્વર્ણિમ શહેરી જીવન માટે જ્ઞાત છે. પ્રતિકાત્મક સ્કાય ટાવર્સ જાણે આકાશને આંબે છે, જે શહેર અને તેની પારનો મંત્રમુગ્ધ કરનારો નજારો પ્રદાન કરે છે.વધુ એક સીમાચિહન ઓકલેન્ડ હાર્બર બ્રિજ શહેરને ઉત્તર દરિયાકાંઠા સાથે જોડે છે અને સાહસના શોખીનો માટે રોમાંચક બંજી જમ્પિંગના અનુભવો પૂરા પાડે છે. ટૂંકી ફેરી રાઈડ પર આવતું વાયહેકે આઈલેન્ડ સુંદર બીચ, વાઈનયાર્ડસ અને આર્ટ ગેલેરીઓથી ભરચક છે. ઓકલેન્ડનો સમુદ્રપારનો ઈતિહાસ સમૃદ્ધ અને અદભુત છે, જ્યાં પ્રતિષ્ઠિત અમેરિકાઝ કપ સહિત અનેક સેઈલગ ઈવેન્ટ્સ યોજાય છે. શું તમે જાણો છો કે ઓકલેન્ડ દુનિયામાં કોઈ પણ અન્ય શહેર કરતાં પણ વધુ માથાદીઠ બોટ ધરાવે છે? આથી જ તેને `સિટી ઓફ સેઈલ્સ' તરીકે ઓળખવામાં આવે છે.
ન્યૂઝીલેન્ડમાં સાહસિક પ્રવૃત્તિઓ - થ્રિલ્સ એન્ડ સ્પિલ્સ
ન્યૂ ઝીલેન્ડ સાહસ સાથે પ્રતિકાત્મક છે, જ્યાં ઘણી બધી દિલધડક પ્રવૃત્તિઓ દુનિયાભરના રોમાંચના ચાહકોને આકર્ષિત કરે છે. ક્વીન્સટાઉનને મોટે ભાગે `એડવેન્ચર કેપિટલ ઓફ ધ વર્લ્ડ' તરીકે ઓળખવામાં આવે છે, જે બંજી જમ્પિંગ, સ્કાયડાઈવગ અને જેટ બોટિંગ માટે સ્વર્ગ છે. દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ પરનું બંજી જમ્પ ધ નેવિસ બંજી છલાંગ લગાવવા માટેપૂરતા બહાદુર હોય તેમને માટે અવિસ્મરણીય અનુભવનું વચન આપે છે. જિયોથર્મલ અજાયબીઓ માટે પ્રસિદ્ધ રોટોરુઆ પણ વ્હાઈટ-વોટર રાફ્ટિંગઅને ઝોર્બિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓ ઓફર કરે છે. વિશાળ ફુલાવેલા બોલમાં ટેકરી પરથી રોલ કરતાં નીચે આવવા વિશે જરા કલ્પના કરો.તમારે માટે આ ઝોર્બિંગ છે! તમે આકાશ થકી સાહસ ખેડવા માગતા હોય કે હસ્ર નદીઓમાં સેર કરવા માગતા હોય, ન્યૂ ઝીલેન્ડની સાહસિકપ્રવૃત્તિઓ તમને કાયમી યાદગીરીઓ અને મન ભરીને રોમાંચ આપશે.
વ્હેલ વોચિંગ - જાયન્ટ્સ ઓફ ધ ઓશન
ન્યૂ ઝીલેન્ડના દરિયાકાંઠાનાં પાણી વિવિધ પ્રકારના સમુદ્રિ જીવો માટે ઘર છે, જે તેને વ્હેલ જોવા માટે મોકાનું સ્થળ બનાવે છે. સાઉથ આઈલેન્ડમાં સ્થિત કાયકુરા તેના ભરપૂર સમુદ્રિ જીવન માટે પ્રસિદ્ધ છે અને દુનિયામાં અમુક શ્રેષ્ઠ વ્હેલ- વોચિંગ તકો આપે છે. અહીં તમે અદભુત સ્પર્મ વ્હેલ્સ, હમ્પબેક વ્હેલ્સ અને સુંદર બ્લુ વ્હેલ પણ જોઈ શકો છો. કાયકુરામાં વ્હેલ જોવાનો સૌથી ઉત્તમ સમય શિયાળામાં જૂનથી ઓગસ્ટનો મહિનો છે, જ્યાં વ્હેલ પ્રદેશ થકી હિજરત કરે છે.
નોર્થ આઈલેન્ડ વિ. સાઉથ આઈલેન્ડ - બે ટાપુની વાર્તા
ન્યૂ ઝીલેન્ડ બે મુખ્ય ટાપુઓમાં વહેંચાયેલું છે, જે દરેક તેના અજોડ ગુણ અને ખૂબી ધરાવે છે. નોર્થ આઈલેન્ડ તેનાં સ્વર્ણિમ શહેરો, જિયોથર્મલ અજાયબીઓ અને સમૃદ્ધ માઓરી સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. ઓકલેન્ડ, વેલલિંગ્ટન અને રોટોરુઆઅમુક મુખ્ય રૂપરેખા છે, જે શહેરી અનુભવો અને નૈસર્ગિક સૌંદર્યનું સંમિશ્રણ પ્રદાન કરે છે. બીજી બાજુ સાઉથ આઈલેન્ડ ઊંચી ઊંચી પહાડીઓ,નિર્મળ સરોવરો અને અદભુત જોર્ડસ સહિત તેના નાટકીય નિસર્ગસૈૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. ક્વીન્સટાઉન, મિલ્ફોર્ડ સાઉન્ડ અને ફ્રાન્ઝ જોસેફ ગ્લેશિયર નિસર્ગપ્રેમીઓ અને સાહસના શોખીનો દ્વારા અવશ્ય મુલાકાત લેવાનાં સ્થળ છે. અમારા એક ટુર મેનેજરે યોગ્ય રીતે જ કહ્યું હતું, નોર્થ અને સાઉથ આઈલેન્ડ્સ વચ્ચે પસંદગી બે અલગ અલગ દુનિયા વચ્ચે પસંદગી જેવું છે, જે દરેક અજોડ અને તેટલું જ મંત્રમુગ્ધ કરનારું છે.
રોટોરુઆ - ધ જિયોથર્મલ વંડરલેન્ડ
રોટોરુઆ સેન્સરી વંડરવર્લ્ડ છે, જ્યાં પૃથ્વી જિયોથર્મલ પ્રવૃત્તિ સાથે પરપોટા, વરાળ અને સિસકારા બોલાવે છે,જે દરેક અનુભવમાં ઊંડાણ ઉમેરતા સમૃદ્ધ માઓરી હેરિટેજ દ્વારા પૂરક છે. તેની જિયોથર્મલ અજાયબીઓમાં તેપુઆ પ્રસિદ્ધ પોહુતુ ગિઝર સાથેઅનોખું તરી આવે છે, જે ૩૦ મીટર ઊંચાઈ સુધી ઊછળે છે, જે ઊકળતી ધૂળના પૂલ અને ગરમ પાણીના હોજ દ્વારા ઘેરાયેલું છે. વાય-ઓ-તાપુ થર્મલ વંડરલેન્ડ તેના સ્વર્ણિમ શેમ્પેન પૂલ, રંગીન આર્ટિસ્ટ્સ પેલેટ અને આકર્ષક લેડી નોક્સ ગિઝર સાથે મુલાકાતીઓને મોહિત કરે છે. અહીં સાંસ્કૃતિક અનુભવોની વાત કરીએ તો તમાકી માઓરી ગામમાં માઓરી પરંપરામાં પોતાને ગળાડૂબ કરી શકો છો, જે પારંપરિક પરફોર્મન્સ, વાર્તાકથન અને સ્વાદિષ્ટ હંગી ફીસ્ટ સાથે રોચક બને છે. ઉપરાંત વ્હાકારેવારેવા ફોરેસ્ટમાં ઊંચાં ઊંચાં રેડવૂડ્સ નિસર્ગરમ્ય વોક અને કેનોપી ટુર્સ માટે ઉત્તમ છે. સાહસના શોખીનો માટે રોટોરુઆ ઝોર્બ જેવી રોમાંચક પ્રવૃત્તિઓ ઓફર કરે છે, જ્યાં તમે સ્થાનિક શોધ એવા વિરાટ ફુલાવેલા બોલમાં ટેકરી પરથી રોલ કરીને નીચે આવો છે. ઉપરાંત વિશ્વ કક્ષાની માઉન્ટન બાઈકિંગ ટ્રેઈલ્સ મંત્રમુગ્ધ કરનારા નૈસર્ગિક નજારા વચ્ચે રોમાંચનું વચન આપે છે.
વેલલિંગ્ટન - સૌથી ઠંડી નાની રાજધાની
ન્યૂ ઝીલેન્ડનું રાજધાની શહેર વેલલિંગ્ટન મોટે ભાગે દુનિયામાં `સૌથી ઠંડી નાની રાજધાની' તરીકે ઓળખવામાં આવે છે. રોલગ હિલ્સ અને અદભુત હાર્બર વચ્ચે વસેલું વેલલિંગ્ટન ક્રિયાત્મકતા અને ઊર્જાથી ભરચક સાંસ્કૃતિક કેન્દ્ર છે. શહેરની સ્વર્ણિમ કળાનું દ્રશ્ય તેનાં અસંખ્ય રંગમંચ, ગેલેરીઓ અને લાઈવ મ્યુઝિક સ્થળોમાં પ્રદર્શિત થાય છે. ન્યૂ ઝીલેન્ડનું રાષ્ટ્રીય સંગ્રહાલય `તે પાપા મ્યુઝિયમ' દેશનો ઈતિહાસ, સંસ્કૃતિ અને નૈસર્ગિક પર્યાવરણનો રોમાંચક અનુભવ પ્રદાન કરે છે. વેલગ્ટન કેબલ કાર બોટેનિક ગાર્ડન સુધી સીનિક રાઈડ પૂરી પાડે છે,જે શહેર અને બંદરનો નયનરમ્ય નજારો પૂરો પાડે છે. વેલગ્ટન તેના ફૂલતાફાલતા ફિલ્મ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. `લોર્ડ ઓફ ધ રિંગ્સ' ફિલ્મમાંઆ શહેર અને તેની આસપાસનાં ઘણાં બધાં સીન્સ જોવા મળે છે.
મિલ્ફોર્ડ સાઉન્ડ - દુનિયાની આઠમી અજાયબી
ફિયોર્ડલેન્ડ નેશનલ પાર્કના અંતરિયાળ ભાગમાં વસેલું મિલ્ફોર્ડ સાઉન્ડ મોટે ભાગે તેના મંત્રમુગ્ધ કરનારા સૌંદર્ય માટે `દુનિયાની આઠમી અજાયબી' તરીકે વિવરણ કરવામાં છે. ઊંચા ઊંચા ખડકોના ચહેરા પરથી નીચે ઊતરતા ઘેરાં જળ, પાણીના ધોધમાંથી નાટકીય રીતે ઊભરે છે અને હરિયાળાં રેઈનફોરેસ્ટ જોર્ડની મજબૂત ધારને ઓઢી લે છે. મિલ્ફોર્ડ સાઉન્ડની ભવ્યતા અનુભવવા સૌથી ઉત્તમ રીત સીનિક ક્રુઝ લઈ શકાય, જ્યાં તમે મિત્ર પીક જેવાં પ્રતિકાત્મક સીમાચિહનો, શક્તિશાળી સ્ટર્લિંગ અને બોવેન ફોલ્સની અજાયબી જોવા સાથે સીલ્સ, ડોલ્ફિન્સ અને પેન્ગ્વિન્સ જેવું વાઈલ્ડલાઈફ પણ જોઈ શકો છો.
વાયતોમો કેવ્ઝ - ગ્લોવર્મ ગેલેક્સી અંડરગ્રાઉન્ડ
નોર્થ આઈલેન્ડના હરિયાળા નિસર્ગસૌંદર્યની ભીતર છુપાયેલી વાયતોમો કેવ્ઝ રોમાંચક ભૂગર્ભસાહસ પ્રદાન કરે છે, જે તેમના ચમત્કારી ગ્લોવર્મ ડિસ્પ્લે માટે પ્રસિદ્ધ છે. આ ગુફાઓ હજારો ઝીણા ગ્લોવર્મ્સ (એરેકનોકેમ્પાલુમિનોસા) થી ઝળહળે છે, જે ગુફાની છત પર તારલાઓથી ભરચક આકાશ જેવી અસર નિર્માણ કરે છે. આ નૈસર્ગિક રોશનાઈ મંત્રમુગ્ધ કરનાર અને અજોડ છે.મુલાકાતીઓ સુંદર ગ્લોવર્મ કેવ ટુર્સથી ગ્લોવર્મ ગ્રોટો થકી શાંતિથી ગ્લાઈડ કરી શકે, સર્પાકાર વોકવે સાથે વધુ સાહસિક રુઆકુરી ગુફાથી નાજુક લાઈમસ્ટોન રચના અને ગ્લોવર્મ્સના નજીકથી નજારા સુધીના અનુભવો કરી શકે છે.
એકંદરે ન્યૂ ઝીલેન્ડ અસમાંતર સૌંદર્ય અને વૈવિધ્યતાની ધરતી છે, જે દરેક પ્રકારના પ્રવાસીઓને પહોંચી વળતા ઘણા બધા અનુભવો પ્રદાન કરે છે.તો તમારી બેગ પેક કરો અને આ મંત્રમુગ્ધ કરનાર ધરતી પર તમારી નજર સ્થિર કરો અને આજીવન યાદગાર રહી જશે એવી યાદોઆપનારા પ્રવાસે નીકળી પડો. શુભ પ્રવાસ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.