Published in the Sunday Gujarat Samachar on 05 January 2025
પેરાગ્લાઇડિંગ, પેરાસેઇલિંગ અને સ્કાયડાઇવિંગના રોમાંચને અનુભવો! આ માર્ગદર્શિકા દરેક હવાઈ રમતની ખાસિયતો, તાલીમની જરૂરિયાતો અને વિશ્વભરના ટોચના સ્થળોનો પરિચય આપે છે. વાંચો અને આકાશમાં તમારા આગામી એડવેંચરને એક્સપ્લોર કરો!
જોતમે આ લેખ નિયમિત વાંચતા હોય તો જાણતા જ હશો કે અમારી ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફ નામે ટ્રાવેલ વિડિયો અને ઓડિયો સિરીઝ છે. અમે યુટ્યુબ, સ્પોટિફાઈ, એપ્પલ પોડકાસ્ટસ અને જિયોસાવન પર દરેક મંગળવારે નવો એપિસોડ રિલીઝ કરીએ છીએ.આ સપ્તાહમાં મને કટ્ટર પેરાગ્લાઈડર સાહસિક એવા મારા મિત્ર સાજીદ ખાન સાથે નિરાંતે બેસીને વાતો કરવાનો મોકો મળ્યો.તો નીચે ક્યુઆર કોડ સ્કેન કરીને યુટ્યુબ પર આખો એપિસોડ તપાસી જુઓ:
હવે આજના વિષય પર આવીએ. જો તમે મારા જેવા સ્પોર્ટસ પ્રેમી સાહસિક હોય તો મને ખાતરી છે કે એક તબક્કે તમે પણ પક્ષીની જેમ આકાશમાં ઊડવાનું અને ઊંચાઈ પરથી મંત્રમુગ્ધ કરનારો નજારો જોવા સાથે સુસવાટાભર્યો પવન માણવાનું સપનું જોયું હશે. આકાશની ખૂબીઓએ પેઢી દર પેઢી સાહસિકોને મંત્રમુગ્ધ કર્યા છે, જેમાંથી માનવીને જ્ઞાત અમુક સૌથી રોમાંચક હવાઈ રમતો નિર્માણ થઈ છે.
આમાંથી પેરાગ્લાઈડિંગ, પેરાસેલિંગ અને સ્કાયડાઇવિંગ ઊડવાની આઝાદીનો અનુભવ કરવા માટે ત્રણ સૌથી રોમાંચક રીત અલગ તરી આવે છે.દરેક અજોડ પરિપ્રેક્ષ્ય અને રોમાંચ પ્રદાન કરે છે. તે હિમત અને સાહસની અલગ અલગ સપાટીઓને પહોંચી વળે છે.
તો આજે હું દુનિયાભરમાં આ ત્રણ રમતોના અનુભવો, આવશ્યકતાઓ અને તે કરવા સૌથી ઉત્તમ સ્થળોની તુલના કરતાં પેરાગ્લાઈડિંગ,પેરાસેલિંગ અને સ્કાયડાઇવિંગની મોહિત કરનારી દુનિયામાં તમને લઈ જવા માગું છું.
પેરાગ્લાઈડિંગ
પેરાગ્લાઈડિંગ રિક્રિયેશનલ અને સ્પર્ધાત્મક ફ્લાઈંગ સ્પોર્ટ છે, જેમાં ફેબ્રિક વિંગની નીચે સસ્પેન્ડેડ હાર્નેસ પર પાઈલટ બેસે છે. વિંગનો આકાર સસ્પેન્શન લાઈન્સ, વિંગની સામે વેન્ટ્સમાં પ્રવેશતી હવાનું દબાણ અને બહારની તરફ ફૂંકાતી હવાનાં એરોડાયનેમિક બળો દ્વારા જળવાય છે.ઉડ્ડયનનાં અન્ય સ્વરૂપોથી વિપરીત પેરાગ્લાઈડિંગમાં એન્જિનની આવશ્યકતા હોતી નથી, જે તેને ઉડાણનો અનુભવ કરવાની સૌથી મંત્રમુગ્ધ કરનારી અને પર્યાવરણ અનુકૂળ પદ્ધતિમાંથી એક બનાવે છે. અને સાઉથ આફ્રિકામાં મારા અનુભવને આધારે હું તમને થોડી વધુ જાણકારી આપવા માગું છું.
તમે ટેકરી પર ઊભા છો, તમારી વિંગ પાસેથી ધીમે ધીમે હવા વહી રહી છે એવી જરા કલ્પના કરો. તમે દોડીને જૂજ પગલાં આગળ જાઓ તેમ જમીનથી ઉપર આવીને અચાનક તમે હવામાં ઊડવા લાગો છો. આ સંવેદનશીલતા શાંતિપૂર્ણ સાથે રોમાંચક પણ હોય છે. પેરાગ્લાઈડિંગ બેજોડ એવો નયનરમ્ય નજારો પ્રદાન કરીને તમને અદભુત લેન્ડસ્કેપ્સની ઉપર શાંતિથી પડ્યા રહીને રોમાંચ માણવાનો આનંદ આપે છે. અલ્પાઈન મીડોઝ પર, દરિયાકાંઠાના ખડકો પર હોય કે ખીણમાં ઊડતા હોય, પેરાગ્લાઈડિંગ રોમાંચ અને ધ્યાનનો મોહિત કરનારો અનુભવ પૂરો પાડે છે.
અમારા પોડકાસ્ટના એપિસોડમાં સાજીદે ઉલ્લેખ કર્યો હતો તેમ પેરાગ્લાઈડિંગમાં કૌશલ્ય અને તાલીમનો અમુક સ્તર આવશ્યક હોય છે. નવા હોય તેઓ લાક્ષણિક રીતે મદદ સાથે ઉડાણ કરે છે, જ્યાં અનુભવી ઈન્સ્ટ્રક્ટર વિંગનો કાબૂમાં રાખે છે, જ્યારે પ્રવાસી રાઈડ માણે છે. એકલા ઉડાણ કરવા માટે ઈચ્છુક પાઈલટે સર્ટિફિકેશન પ્રોગ્રામ પૂર્ણ કરવાનું આવશ્યક હોય છે, જેમાં ગ્રાઉન્ડ ટ્રેનિંગ, ફ્લાઈટ થિયરી અને પ્રેક્ટિકલ ફ્લાઈટ સત્રોનો સમાવેશ થાય છે. સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે, જેથી હવામાનની શૈલીને સમજો, ટેક-ઓફફ અને ઉતરાણની ટેક્નિકો અને ઈમરજન્સીમાં શું કરવું જોઈએ તે શીખવું એ તાલીમની પ્રક્રિયાનાં મુખ્ય ઘટકો છે.
પેરાગ્લાઈડિંગ માટે દુનિયામાં સૌથી ઉત્તમ સ્થળોમાં ચેમોનિક્સ - ફ્રાન્સ, ઈન્ટરલેકન - સ્વિટઝર્લેન્ડ, પોખરા - નેપાળ, ક્વીન્સટાઉન - ન્યૂ ઝીલેન્ડ અને ઓલુડેનિઝ - ટર્કીનો સમાવેશ થાય છે.
પેરાસેલિંગ
પેરાસેલિંગને પેરાસ્કેન્ડિંગ અથવા પેરાકિટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ રિક્રિયેશનલ પ્રવૃત્તિ છે, જેમાં વ્યક્તિને બોટની પાછળ ટો કરાય છે, જ્યારે તેને પેરાસેઈલ વિંગ તરીકે ઓળખાતા ખાસ તૈયાર કરાયેલા પેરાશૂટ સાથે જોડવામાં આવે છે. અને મને ખાતરી છે કે ઘણા લોકોએ ગોવા, ફુકેત અને પટ્ટાયામાં આ પ્રવૃત્તિ કરી હશે. તેમાં પેરાસેઈલર (અથવા મલ્ટીપલ પેરાસેઈલરો)ને હવામાં વહન કરતાં બોટ ડ્રાઈવ કરે છે. આ લોકપ્રિય વોટર સ્પોર્ટ છે, જે સમુદ્રના નિર્મળ સૌંદર્ય સાથે ઉડાણના રોમાંચને જોડે છે.
મને લાગે છે કે પેરાસેલિંગ રોમાંચ અને રિલેક્સેશનનું અજોડ સંમિશ્રણ છે. બોટ ગતિ પકડે તેમ પેરાસેઈલ ધીમેથી ઉપર ઊંચકાય છે અને ટૂંક સમયમાં જ પાણીની ઉપર તરવા લાગે છે. આ રોમાંચ આકાશમાં ઝૂલા પર ઝૂલવા જેવો છે. પેરાગ્લાઈડિંગ અને સ્કાયડાઇવિંગથી વિપરીત પેરાસેલિંગ બહુ જ પેસિવ છે. તમારે પેરાશૂટને કાબૂમાં રાખવાની જરૂર પડતી નથી, કારણ કે બોટ તે કામ કરે છે. આથી વધુ રોમાંચક હવાઈ સાહસ માણવા માગનારા માટે આ ઉત્કૃષ્ટ પસંદગી છે. ખાસ કરીને ભૂરાં જળ, કોરલ રીફ્સ અને નયનરમ્ય દરિયાકાંઠા પર નજારો અદભુત હોય છે.
પેરાસેલિંગનું એક સૌથી ઉત્તમ આકર્ષણ તેની પહોંચક્ષમતા છે. તેમાં વ્યાપક તાલીમ કે અનુભવની જરૂર પડતી નથી. સુરક્ષા અંગે સંક્ષિપ્ત માહિતી અને હાર્નેસ તથા લાઈફ જેકેટ સાથે ફિટ કર્યા પછી સહભાગીઓ સાહસ ખેડવા માટે તૈયાર થઈ જાય છે. પરિવારો, યુગલો અને તેમના બીચ વેકેશન ખાતે સાહસનો ઉમેરો કરવા માગતા હોય તે દરેક માટે આ આદર્શ પ્રવૃત્તિ છે.
પેરાસેલિંગ માટે દુનિયામાં સૌથી ઉત્તમ સ્થળ: ફુકેત - થાઈલેન્ડ, દુબઈ - યુએઈ, ગોલ્ડ કોસ્ટ - ઓસ્ટ્રેલિયા.
સ્કાયડાઇવિંગ
અને આખરે હવે આ સૌથી વધુ ઘેલું લગાવનારી પ્રવૃત્તિ સ્કાયડાઇવિંગ વિશે જાણીએ. આ તીવ્ર રમતમાં સાહસિક ઉચ્ચ ઊંચાઈએ એરક્રાફ્ટમાંથી છલાંગ લગાવે છે અને અનેક સેકંડો સુધી અધ્ધર લટકી રહે છે, પછી ધીમે ધીમે પેરાશૂટ ખૂલીને તે નીચે આવે છે અને સુરક્ષિત ઉતરાણ કરે છે.અહીં આ સૌથી રોમાંચક પ્રવૃત્તિ છે.
અસલી રોમાંચ તો 10,000 થી 15,000 ફીટની ઊંચાઈ પરથી છલાંગ લગાવવાની હોય તે છે. તમે જમ્પ પોઈન્ટ પર પહોંચો તેમ રોમાંચ વધે છે. તમે એરક્રાફ્ટમાંથી છલાંગ લગાવતાં જ પ્રતિકલાક 200 કિમીની ગતિથી નીચે પડવાનો રોમાંચક અનુભવ થાય છે. આમાં આશરે 60 સેકંડ સુધી તમે હવામાં અધ્ધર લટકી રહો છે, જે પછી પેરાશૂટ ખૂલે છે અને તમે હવામાં જાણે તરવા લાગો છો.જમ્પનો આખરી તબક્કો તમે પૃથ્વી પર ધીમે ધીમે તરતાં તરતાં પાછા આવો તેમ મંત્રમુગ્ધ કરનારો નજારો પ્રદાન કરે છે.
જોકે યાદ રાખો, સ્કાયડાઇવિંગમાં પેરાસેલિંગ કરતાં પણ વધુ તાલીમ અને તૈયારી આવશ્યક હોય છે, પરંતુ ઘણા બધા લોકો વિચારે તેનાથી પણ તે વધુ પહોંચક્ષમ છે. નવા હોય તેઓ સામાન્ય રીતે મદદ સાથે છલાંગ લગાવે છે, જ્યાં અનુભવી ઈન્સ્ટ્રક્ટર તેમને હાર્નેસ કરે છે, જમ્પનું વ્યવસ્થાપન કરે છે અને પેરાશૂટ ખોલે છે. એકલા છલાંગ લગાવવા માગતા હોય તેમણે ગ્રાઉન્ડ સ્કૂલ્સ, ટેમ્ડમ જમ્પ્સ અને એક્સિલરેટેડ ફ્રીફોલ (એએફએફ) કોર્સ સહિત વ્યાપક તાલીમ કાર્યક્રમ હેઠળ પસાર થવું પડે છે. સુરક્ષા ટોચની અગ્રતા હોય છે, જેમાં સંરક્ષિત અનુભવની ખાતરી રાખવા માટે કઠોર નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવાનું હોય છે.
સ્કાયડાઇવિંગ માટે દુનિયામાં સૌથી ઉત્તમ સ્થળોમાં સ્વિટઝર્લેન્ડ, દુબઈ - યુએઈ, ક્વીન્સટાઉન - ન્યૂ ઝીલેન્ડ, હવાઈ - યુએસએ અને કેર્ન્સ - ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
આ બધું તમને સમજાવ્યા પછી હવે તમારે માટે અસ્વીકાર પણ જણાવી દઉં છું. દરેક પ્રવૃત્તિ શારીરિક આવશ્યકતાઓ અને સુરક્ષાના મુદ્દાઓના પોતાના સંચ સાથે આવે છે. આથી પોતાની ફિટનેસ લેવલ જાણી લેવાનું અને કોઈ પણ સાહસિક પ્રવૃત્તિઓમાં છલાંગ લગાવવા પૂર્વે તમારા ડોક્ટરની સલાહ લેવાનું શ્રેષ્ઠ બની રહેશે.
અંગત રીતે મને લાગે છે કે દરેક પ્રવૃત્તિની પોતાની ખૂબીઓ હોય છે. પેરાગ્લાઈડિંગ સુંદર ધ્યાનનો અનુભવ પ્રદાન કરે છે, જ્યાં તમે ખરા અર્થમાં નિસર્ગ સાથે જોડાઈ શકો છો. પેરાસેલિંગ મિત્રો કે પરિવાર સાથે રિલેક્સ્ડ, મોજમસ્તીના સમય માટે ઉત્તમ છે. સ્કાયડાઇવિંગમાં આકાશમાંથી છલાંગ લગાવીને અધ્ધર લટકવા જેવો રોમાંચ બીજો કોઈ હોઈ નહીં શકે.
તો તમને શું કરવાનું ગમશે? તમે ધીમેથી ગ્લાઈડ કરવાનું, સહજ રીતે સેઈલ કરવાનું કે રોમાંચક રીતે ડાઈવ કરવાનું પસંદ કરતા હોય,આકાશ અવિસ્મરણીય સાહસ આપવા વાટ તમારી જોઈ રહ્યું છે. તો આગામી સમય સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.