Published in the Sunday Mumbai Samachar on 7 July, 2024
ભારતમાં દિવાળીની જેમ જ, જ્યાં લાખો દીવા અને ફટાકડા અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા માટે રાતને પ્રકાશિત કરે છે. અને આતશબ્ાાજી કરતા હોય છે તે જ રીતેએશિયામાં ઘણાં બ્ાધાં સ્થળો તેમના ચમત્કારી લેન્ટર્ન ફેસ્ટિવલ્સ માટે પ્રસિદ્ધ છે. હું અમુક લેન્ટર્ન ફેસ્ટિવલ્સમાં જઈ આવ્યો છુંઅને તેથી એમ કહી શકું છું કે એશિયામાં આ લેન્ટર્ન ફેસ્ટિવલ્સ સાંસ્કૃતિક પરંપરાઓ, અદભુત નજારો અને મંત્રમુગ્ધ કરનારા અનુભવોનુંઅજોડ સંમિશ્રણ છે, જે તમારા અને મારા જેવા પર્યટકોને મોહિત કર્યા વિના રહેતા નથી.
થાઈલેન્ડમાં પ્રાચીન રીતરસમોથી લઈને જાપાનમાં સ્વર્ણિમ ઉજવણીઓ સુધી, લેન્ટર્ન ફેસ્ટિવલ્સ એશિયન સંસ્કૃતિનાં ઊંડાં મૂળિયાંનો દાખલો છે.તો ચાલો, આજે એશિયાના સૌથી વધુ મોહિત કરનારા લેન્ટર્ન ફેસ્ટિવલ્સની દુનિયામાં પ્રવાસ કરીએ, જ્યાં રોશનાઈ અને સંસ્કૃતિનું મિલન થઈનેઅવિસ્મરણીય યાદો નિર્માણ કરે છે. આ સાથે તમારી બ્ાકેટલિસ્ટમાં તે શા માટે સામેલ કરવું જોઈએ તે પણ જાણીશું. જોકે આ પૂર્વે તેનાઈતિહાસમાં થોડું ડોકિયું કરીએ.
એશિયન સંસ્કૃતિઓના ઈતિહાસમાં લેન્ટર્ન ફેસ્ટિવલ્સનાં ઊંડાણમાં મૂળિયાં છે, જે મોટે ભાગે ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓથી બ્ાંધાયેલાં છે. આધુનિક દિવસના ચીનમાં ઈસ્ટર્ન હેન રાજવંશ દરમિયાન 2000 વર્ષ પૂર્વે ઉદભવ ધરાવતા લેન્ટર્ન ફેસ્ટિવલ્સ આરંભમાં ભગવાન બ્ુાદ્ધ અનેઅન્ય દેવોની પૂજા કરવા માટે યોજાતા હતા. લેન્ટર્ન ભવિષ્ય પર પ્રકાશ પાડવાનું પ્રતીક છે, જે ભાગ્ય લાવે છે અને શયતાની પિશાચને ભગાવતા હોવાનું માનવામાં આવે છે. સમયાંતરે આ પરંપરા ઉત્ક્રાંતિ પામીને સ્થાનિક રીતરસમોમાં સમાઈ અને ભવ્ય જાહેર ઉત્સવ બ્ાની ગયો, જે હવે લાખ્ખોમુલાકાતીઓને આકર્ષે છે. અને આ મહોત્સવો આપણી પોતાની દિવાળી જેવા જ છે, જે તહેવારમાં ઘરો, મંદિરો અને ગલીઓમાં લેન્ટર્ન,ઓઈલ લેમ્પ્સ, મીણબ્ાત્તીઓથી રોશનાઈ કરાય છે અને આતશબ્ાાજી કરવામાં આવે છે, જે અંધકાર પર પ્રકાશનો અને બ્ુારાઈ પર અચ્છાઈ ની જીતનું પ્રતીક છે. હવે આપણે પાર્શ્વભૂ સારી રીતે જાણી લીધી છે તો ચાલો એશિયાના અમુક સૌથી પ્રસિદ્ધ લેન્ટર્ન ફેસ્ટિવલ્સ વિશે જાણીએ.
યી પેંગ અને લોય ક્રેથોંગ, થાઈલેન્ડ
થાઈ સિટી ઓફ ચિયાંગ માય ખાતે યી પેંગ મહોત્સવ રાત્રિના આકાશને ટમટમતા દીવડાઓના મહાસાગરમાં ફેરવી દે છે. નવેમ્બ્ારમાં આયોજિત આ મહોત્સવ લોય ક્રેથોંગ સાથે યોગાનુયોગ આવે છે, જ્યાં સહભાગીઓ મીણબ્ાત્તીઓ અને ફૂલોથી સજાવેલી નાની તરતી નૌકાઓ નદીઓ અને સરોવરોમાં છોડે છે. આકાશ અને જળ દીવડાઓનું સંયોજન મંત્રમુગ્ધ કરનારો નજારો પેદા કરે છે. લેન્ટર્નને `ખોમલોઈ તરીકે પણ ઓળખવામાં આવે છે,
જે ભવિષ્ય માટે પ્રાર્થનાઓ અને મનોકામનાઓ સાથે છોડવામાં આવે છે, જેથી તે ભાવનાત્મક અને અદભુત નજારા સાથેનો કાર્યક્રમ બ્ાની જાય છે.
પારંપરિક લાના ડાન્સ પરફોર્મન્સ, પરેડ અને જીવંત સંગીત તહેવારનો મૂડ સ્થાપિત કરે છે. મુલાકાતીઓ લેન્ટર્ન બ્ાનાવવાની કાર્યશાળામાંભાગ લઈ શકે છે, જ્યાં તેઓ લેન્ટર્ન ઘડવાની અને સજાવવાની કળા શીખી શકે છે. રાત્રિના આકાશમાં ઊડતા હજારો લેન્ટર્ન સાથે નદી પરતરતા ક્રેથોંગ્સ (તરતી નૌકાઓ) મંત્રમુગ્ધ કરનારું અને આહલાદક વાતાવરણ નિર્માણ કરે છે.
પિંગસી સ્કાય લેન્ટર્ન ફેસ્ટિવલ, તાઈવાન
તાઈવાનમાં પિંગસી સ્કાય લેન્ટર્ન ફેસ્ટિવલ વધુ એક અદભુત મહોત્સવ છે, જે લાક્ષણિક રીતે લુનાર ન્યૂ ઈયર દરમિયાન ઊજવવામાં આવે છે. મૂળભૂત રીતે સંદેશવ્યવહારનું માધ્યમ લેન્ટર્ન હવે મનોકામનાઓ અને સપનાંઓ વ્યક્ત કરવાનું માધ્યમ બ્ાની ગયા છે. સહભાગીઓ કાગળના લેન્ટર્નને આકાશમાં છોડવા પૂર્વે તેમની મનોકામનાઓ તેની પર લખે છે. સાગમટે હજારો ઊડતા લેન્ટર્નનો નજારો અદભુત હોય છે, જે ચિંતાઓથી છુટકારો અને સમૃદ્ધ વર્ષનું સ્વાગતનું પ્રતીક છે.
પારંપરિક લોકનૃત્યો, સ્થાનિક વાનગીઓ પીરસતા ખાદ્યના સ્ટોલ અને ક્રાફ્ટ માર્કેટ્સ એકંદર અનુભવને નવી ઊંચાઈએ લઈ જાય છે. મુલાકાતીઓ સુંદર સ્થાપત્યો અને સ્વર્ણિમ વાતાવરણ માટે પ્રસિદ્ધ ઐતિહાસિક પિંકસી ઓલ્ડ સ્ટ્રીટમાં ફરી શકે છે. મહોત્સવની ગ્રાન્ડ ફિનાલેમાં આકાશ અસંખ્યા ટમટમતા લેન્ટર્નથી ઊભરાય છે, જે જોનારના મન પર અમીટ છાપ છોડે છે.
નાગાસાકી લેન્ટર્ન ફેસ્ટિવલ, જાપાન
ચીની નવા વર્ષની ખુશીમાં યોજાતો નાગાસાકી લેન્ટર્ન ફેસ્ટિવલ સ્વર્ણિમ ઉજવણી છે, જે સમયે શહેરને 15,000 રંગબ્ોરંગી લેન્ટર્નથી ઝગમગાવી દેવાય છે. શહેરના ચીની સમુદાયમાંથી ઉદભવેલા આ મહોત્સવમાં લેન્ટર્નનું પ્રદર્શન, પારંપરિક ચીની પરફોર્મન્સ અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ હોય છે. ડ્રેગન નૃત્યો અને પારંપરિક વેશભૂષાઓ સાથે સંપૂર્ણ ચીનના ઐતિહાસિક સરઘસનું અનુકરણ સમ્રાટ અને સમ્રાજ્ઞીની પરેડ તેની હાઈલાઈટ હોય છે.
આ મહોત્સવો અનેક દિવસો ચાલે છે, જેમાં અલગ અલગ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાય છે. ચીની એરોબ્ોટિક્સથી સંગીત કાર્યક્રમ અને માર્શલ આર્ટસના પ્રદર્શન સુધી મહોત્સવ સંસ્કૃતિક પરંપરાઓનું સમૃદ્ધ સંમિશ્રણ દર્શાવે છે. ગલીઓમાં કતારબ્ાંધ ફૂડ સ્ટોલ ઘણી બ્ાધી ચીની અને જાપાની વાનગીઓ ઓફર કરે છે, જે મુલાકાતીઓ પેટ ભરીને માણી શકે છે. નાની નાજુક ડિઝાઈનથી વ્યાપક ઝગમગતા શિલ્પો સુધી લેન્ટર્ન પ્રદર્શન મંત્રમુગ્ધ કરનારો તહેવારનો નજારો નિર્માણ કરે છે.
સિઉલ લેન્ટર્ન ફેસ્ટિવલ, સાઉથ કોરિયા
સિઉલ સિટીના ચિયોંગગાયચિયોન સ્ટ્રીમ ખાતે આયોજિત સિઉલ લેન્ટર્ન ફેસ્ટિવલ પારંપરિક લેન્ટર્ન મહોત્સવનું આધુનિક રૂપ છે. દરેક નવેમ્બ્ારમાં સ્ટ્રીમને વિશાળ ઝગમગતા શિલ્પોથી સજાવવામાં આવે છે, જે કોરિયન લોકસંસ્કૃતિ, ઐતિહાસિક હસ્તીઓ અને આધુનિક થીમ દર્શાવે છે. આ મહોત્સવ કળાત્મક ક્રિયાત્મકતા દર્શાવવા સાથે સાઉથ કોરિયાની ગતિશીલ સંસ્કૃતિ પણ પ્રદર્શિત કરે છે. મુલાકાતીઓ સ્ટ્રીમ સાથે ચાલી શકે, લાઈટ ઈન્સ્ટોલમેન્ટ્સ માણી શકે અને વિવિધ ઈન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓમાં ભાગ પણ લઈ શકે છે.
આ મહોત્સવ પારંપરિક કોરિયન પરફોર્મન્સથી ઈન્ટરએક્ટિવ રોશનાઈના પ્રદર્શન સુધી વ્યાપક શ્રેણીના અનુભવો પ્રદાન કરે છે. મુલાકાતીઓ સ્ટ્રીમ સાથે લેન્ટર્ન બ્ાનાવવાની કાર્યશાળામાં ભાગ લઈ શકે છે, જીવંત સંગીત માણી શકે અને વિવિધ થીમ્ડ ઝોન્સ જોઈ શકે છે. મહોત્સવમાં રાત્રિ બ્ાજારો પણ હોય, જ્યાં સ્થાનિક કળાકારીગરો અને ખાદ્ય વિક્રેતાઓ અજોડ પ્રોડક્ટો અને વાનગીઓ ઓફર કરે છે. ઝગમગતાં શિલ્પો શહેરની આકાશરેખા માટે પાર્શ્વભૂ સ્થાપિત કરીને અદભુત વિઝ્યુઅલ કોન્ટ્રાસ્ટ નિર્માણ કરે છે, જે કલ્પનાઓને મઢી લે છે.
મેં અમુક સૌથી પ્રસિદ્ધ ફેસ્ટિવલ્સ વિશે જાણકારી આપી છે ત્યારે હવે અમુક ટ્રાવેલ ટિપ્સ પણ અહીં આપવા માગું છું. યાદ રાખો, લેન્ટર્ન ફેસ્ટિવલમાં હાજરી આપો ત્યારે નિયોજન મહત્ત્વપૂર્ણ છે. મોટા ભાગના મહોત્સવો લુનાર મહિનાઓમાં જ યોજાય છે, જેથી અગાઉથી અચૂક તારીખો તપાસી લેવી જોઈએ.
તમે આ મહોત્સવની મુલાકાત લેવાનું નિયોજન કરો તો મારો અભિપ્રાય એવો છે કે કમ્ફર્ટેબ્ાલ કપડાં અને પગરખાં આવશ્યક છે, કારણ કે તમને લાંબ્ાા સમય સુધી ચાલવું અને ઊભા રહેવું પડી શકે છે. ભરપૂર મેમરી સાથેનો ઉત્તમ કેમેરા અથવા સ્માર્ટફોન અદભુત નજારા મઢી લેવા માટે મહત્ત્વપૂર્ણ છે.તમે આ ચૂકી નહીં જાઓ તેની ખાતરી રાખવા માટે તમારી ટુર બ્ાહુ અગાઉથી બ્ુાક કરો, કારણ કે આ મહોત્સવો મોટી સંખ્યામાં પર્યટકોને આકર્ષે છે.
મારા નજરિયાથી એશિયામાં લેન્ટર્ન ફેસ્ટિવલ્સ અદભુત ઈવેન્ટ્સથી પણ પર છે. તે મજબ્ૂાત સાંસ્કૃતિક અનુભવ છે, જે કાયમી છાપ છોડે છે. તમે આગામી એડવેન્ચરનું નિયોજન કરો ત્યારે લેન્ટર્ન ફેસ્ટિવલના જાદુમાં ગળાડૂબ્ા થઈ જવાનું જરૂર વિચારજો. તમને રાત્રે આકાશ હજારો લેન્ટર્નના સૌંદર્યથી ઝગમગતું જોવા મળવા સાથે એશિયાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે ઊંડાણથી ગૌરવની પણ લાગણી કરાવશે.
શું તમે ક્યારેય લેન્ટર્ન ફેસ્ટિવલ અનુભવ્યો છે? જો નહીં હોય તો તમને કયા લેન્ટર્ન ફેસ્ટિવલમાં જવાનું ગમશે? મને neil@veenaworld.com પર લખીને જરૂર જણાવો. આ મહોત્સવો તમારા આગામી પ્રવાસને પ્રેરિત કરે, જેથી તમે અને તમારા વહાલાજનો જીવનની ઉજવણી કરી શકો! ચાલો, બ્ોગ ભરો, નીકળી પડો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.