Published in the Sunday Gujarat Samachar on 13 October, 2024
આ લેખ એન્ટાર્કટિક ક્રૂઝ અને એક્સપીડિશન વચ્ચેના તફાવતોને હાઇલાઇટ કરે છે, જે દર્શાવે છે કે જ્યારે ક્રૂઝ દૂરથી મનોહર દૃશ્યો પ્રદાન કરે છે, ત્યારે એક્સપીડિશન ઉતરાણ, વન્યજીવન સાથે નજીકના મેળાપ અને ખરેખર પ્રવાસ માટે નિષ્ણાત-માર્ગદર્શિત સંશોધન સાથે વધુ ઇન્ટરેક્ટિવ અનુભવ પ્રદાન કરે છે.
એન્ટાર્કટિકા વિશે લોકો વિચારે છે ત્યારે તેઓ મોટે ભાગે વાઈલ્ડલાઈફ અને વણસ્પર્શી લેન્ડસ્કેપ્સથી ભરચક એકલ, બરફાચ્છિત રોમાંચ વિશે કલ્પના કરે છે. દસ વર્ષ પૂર્વે મારી ટ્રિપ પછી હું આ વાતે સંપૂર્ણ સંમત છું. અને એન્ટાર્કટિકા જઈને આવેલા ઘણા બધા વીણા વર્લ્ડના ટુર મેનેજરો પણ સંમત થશે. આ સ્થળ સાહસપ્રેમીઓ અને સ્વપ્ન જોનારને પણ ઈશારો કરે છે.
જોકે અહીં મારે એ મુદ્દો ખાસ ઉઠાવવો છે કે સાતમા ખંડની બધી ટ્રિપ સમાન ઘડાયેલી હોતી નથી. પારંપરિક એન્ટાર્કટિક ક્રુઝ દૂરથી મંત્રમુગ્ધ કરનારો નજારો પ્રદાન કરી શકે છે, જ્યારે વીણા વર્લ્ડની પાસે છે તેવી એન્ટાર્કટિક એક્સપીડિશન કાંઈક સંપૂર્ણ અલગ પ્રદાન કરે છે: આ અંતરિયાળ દુનિયા સાથે મજબૂત અને રોમાંચક રૂબરૂ થાઓ. તો ચાલો, આજે આ અસાધારણ પ્રદેશને જોવા માટે એક્સપીડિશન ઉત્તમ રીત શા માટે છે તે ખરેખર સમજવા માટે ક્રૂઝિંગ અને સંપૂર્ણ એક્સપીડિશન પર નીકળવા વચ્ચે મુખ્ય ફરકમાં ઊંડાણથી ડોકિયું કરીએ.
રોમાંચક ખોજ વિ. નૌકાવિહાર
તમે એન્ટાર્કટિકામાં પ્રવાસ વિશે વિચારો ત્યારે બરફવાળા દરિયાકાંઠા, આહલાદક હવા શ્વાસમાં ભરવી અને પાણીમાં છબછબિયાં કરતાં પેન્ગ્વિન સ્મૃતિપટ પર તરી આવવાની શક્યતા છે. આમ છતાં જો તમે વિશાળ ક્રુઝ જહાજ પર હોય તો તે ફક્ત તમારું વિઝન રહી શકે છે. વિશાળ ક્રુઝ જહાજ લાક્ષણિક રીતે એન્ટાર્કટિકનાં જળમાં જૂજ દિવસો જ વિતાવે છે, જેમાં મોટે ભાગે ડ્રેક પેસેજમાં વિહાર કરાવવામાં આવે છે. આ ક્રુઝ પર એન્ટાર્કટિકા ખુદ મોટે ભાગે ફક્ત દૂરનો નજારો છે, કારણ કે જહાજ આઈસબર્ગ્સ અને નયનરમ્ય દરિયાકાંઠા પાસેથી ફકત પસાર થાય છે. વાસ્તવમાં પર્યટકોને ખંડ પર પગ મૂકવા પણ મળતો નથી.
આથી વિપરીત વીણા વર્લ્ડની એન્ટાર્કટિક એક્સપીડિશનમાં તમે ખાસ ખોજ કરવા માટે તૈયાર કરવામાં આવેલા નાના, વધુ સ્થિતિસ્થાપક વહાણમાંથી પ્રવાસ કરો છો. આ જહાજ લાક્ષણિક રીતે છથી સાત દિવસ સક્રિય રીતે એન્ટાર્કટિક પેનિનસુલા અને સાઉથ શેટલેન્ડ આઈલેન્ડ્સની સેર સાથે એન્ટાર્કટિકામાં સમય વિતાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. દૂરથી લેન્ડસ્કેપ્સ જોવાને બદલે તમે દરિયાકાંઠા પર ઉતરાણ કરીને અને ઝોડિયાક બોટની સેર સાથે તેનો રોમાંચ માણી શકો છો. એન્ટાર્કટિકા જોવા માટે તમે વિતાવો છો તે સમય ફક્ત ત્યાંથી પસાર થવાનો અવસર નથી હોતો, પરંતુ તે આ સેરની ખૂબી હોય છે.
સાતમા ખંડને સ્પર્શ વિ. વોયેજીસ થકી ડ્રાઈવ
કોઈ પણ એન્ટાર્કટિક એક્સપીડિશનનો સૌથી મજેદાર અનુભવમાંથી એક, આ ખંડ પર પગ મૂકવાનો અનુભવ છે, પરંતુ જો તમે વિશાળ ક્રુઝ જહાજમાં હોય તો તે શક્ય નહીં બની શકે. ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એન્ટાર્કટિકા ટુર ઓપરેટર્સ (આઈએએટીઓ)ના કઠોર નિયમનને લીધે પ્રવાસીઓને 100 અથવા તેથી ઓછા લોકોના સમૂહમાં ઉતારવામાં આવે છે. આ નિયંત્રણનો અર્થ 500 જેટલા પ્રવાસીઓનું વહન કરતાં મોટાં જહાજો ઉતરાણ કરાવતાં નથી, વોયેજીસ થકી ડ્રાઈવ કરાવી શકતાં નથી, જેથી તમે નિસર્ગસૌંદર્યને ફક્ત જોઈ શકો છો, પરંતુ પ્રત્યક્ષ રીતે તેનો અનુભવ લઈ શકતા નથી.
એક્સપીડિશનની વાત સાવ અલગ છે. તેમાં જૂજ પર્યટકો હોય છે, જે સામાન્ય રીતે 200થી ઓછા હોય છે, જેથી તમને રોજ ઉતરાણ કરવાનોમોકો મળે છે. તમે પેન્ગ્વિન્સ વચ્ચેથી ચાલી શકો છો, તમારા
જૂતાની ભીતર બરફને મહેસૂસ કરી શકો છો અને એન્ટાર્કટિકના વાઈલ્ડરનેસની શાંતિઅને મનોહરતામાં ગળાડૂબ થઈ શકો છો. તમને એન્ટાર્કટિક જળનો ઠંડો છંટકાવ મહેસૂસ થશે, સીલની દૂરથી હાકલ સંભળાશેઅને પેન્ગ્વિનની ચાલાકી માણી શકો છો, જે અનુભવ ક્રુઝ લાઈનરમાંથી તમને અનુભવી નહીં શકો.
સંપૂર્ણ સંવેદનાત્મક અનુભવ: નજારાની પાર
એન્ટાર્કટિકા અદભુત હોવા છતાં તે ફક્ત નજારો નથી, પરંતુ અવાજ, સુગંધ અને નજીકથી રૂબરૂ થવાનો યોગ છે, જે તમને ખરેખર ત્યાં મોજૂદ હોવાનો અહેસાસ કરાવે છે. વિશાળ ક્રુઝ જહાજમાં એન્ટાર્કટિકા મોટે ભાગે દૂરથી જોવાનો અનુભવ બની રહે છે, જ્યાં એન્ટાર્કટિક જળમાં દિવસો સમુદ્રમાં વધુ વિતાવવા પડે છે, એટલે કે તમે મોટે ભાગે જહાજ પરથી દૂરથી નિસર્ગસૌંદર્ય જોતા રહો છો.
આથી વિપરીત વીણા વર્લ્ડ સાથે એક્સપીડિશન તમને અનુભવના હાર્દમાં લઈ જાય છે. ઝોડિયાક બોટમાં બરફવાળા પાણીમાં સ્કિમગ કરવાથી લઈને આઈસબર્ગ્સ અને વાઈલ્ડલાઈફ સાથે રૂબરૂ થવા વચ્ચે પસાર થવા સુધી, એક્સપીડિશનનો દરેક અવસર સાહસ જેવું મહેસૂસ કરાવે છે. તમે પોતાને સમુદ્રિ બરફના ક્ષેત્ર થકી વીણતા, ફ્લોટિંગ પ્લેટફોર્મ પર છબછબિયા કરતા સીલની તલાશ કરતા અથવા નજીકમાં ઓરકાઝ બ્રીચનો નજારો માણતા પામશો. જમીન પર તમે હજારો પેન્ગ્વિન્સને તેમની નૈસર્ગિક વસાહતોમાં પામશો, જે અનુભવ જહાજના ડેક પરથી જોવાનું અશક્ય છે.
નિષ્ણાતો પાસેથી શીખ
એન્ટાર્કટિક એક્સપીડિશનની એક અનોખી વિશિષ્ટતા શિક્ષણ પર ભાર આપવાની છે. એક્સપીડિશન વોયેજીસ સ્થળદર્શન પૂરતું સીમિત નથી, પરંતુ તમે જોતા હોય તે પર્યાવરણને સમજવા વિશે છે. વીણા વર્લ્ડના એક્સપીડિશન્સમાં પોલાર નિષ્ણાતો અને નિષ્ણાત ગાઈડ્સ હોય છે, જેઓ એન્ટાર્કટિકાની અજોડ ઈકોસિસ્ટમ, વાઈલ્ડલાઈફ અને ઈતિહાસ પર માહિતીસભર લેક્ચર અને ઈનસાઈટ્સ આપે છે. આ નિષ્ણાતો જહાજ પર અને દરિયાકાંઠા પર પણ તમારી જોડે રહીને તમારી આસપાસના નિસર્ગસૌંદર્ય અને વાઈલ્ડલાઈફ વિશે તમને માહિતગાર કરે છે.
આથી વિપરીત મોટા ક્રુઝમાં શૈક્ષણિક એકાગ્રતાના ઊંડાણનો અભાવ હોય છે. અમુક ક્રુઝ વાર્તાલાપ અથવા માહિતી સત્રો યોજે છે, પરંતુ એક્સપીડિશન જેવો અનુભવ પૂરો પાડી શકતા નથી. એક્સપીડિશન વોયેજ ખોજનો પ્રવાસ જેવું મહેસૂસ કરાવે છે, જે દરેક દિવસે પોલાર પ્રદેશ વિશે નવું જ્ઞાન અને ઊંડાણભરી સરાહના લાવે છે.
પ્રવૃત્તિઓ: ઝોડિયાક ક્રુઝ, દરિયાકાંઠે ઉતરાણ અને વિખ્યાત પોલાર પ્લન્ગ
એક્સપીડિશન જહાજો પ્રવૃત્તિ અને સાહસ માટે તૈયાર કરાયેલાં હોય છે. વીણા વર્લ્ડની એન્ટાર્કટિકા એક્સપીડિશન પર તમે રોજ ઘણા બધા દરિયાકાંઠે ઉતરાણ કરી શકો છો, જ્યાં તમે પેન્ગ્વિન રૂકરીઝ, ઐતિહાસિક સ્થળો અને મંત્રમુગ્ધ કરનારી લેન્ડસ્કેપ્સ જોઈ શકો છો. તમને સાંકડી વાહિનીઓ થકી અને ઊંચા ઊંચા આઈસબર્ગ્સ થકી પસાર થતી નાની, ફુલાવેલી બોટ્સ ઝોડિયાક ક્રુઝીસમાંથી ફરવાની પણ તક મળે છે. આ સેર તમને એન્ટાર્કટિકના વાઈલ્ડલાઈફ સાથે રૂબરૂ કરાવે છે અને તમે મોટાં જહાજો જ્યાં પહોંચી નહીં શકે ત્યાં પહોંચી શકો છો.
એક્સપીડિશનનો એક સૌથી મંત્રમુગ્ધ કરનારો અનુભવ પોલાર પ્લન્ગ છે, જેમાં થિજાવી દેતા એન્ટાર્કટિક જળમાં હૃદયના ધબકારા ભુલાવી દે તે રીતે ઠંડા ઠંડા પાણીમાં ડૂબકીઓ લગાવવાનું સમાયેલું છે. આ રોમાંચક ઘટના વોયેજ દીઠ એક વાર અનુભવી શકાય છે અને એક્સપીડિશનની કિંમતમાં તે સમાવિષ્ટ હોય છે. સાહસિકો જહાજ પરથી ટૂંકી, બરફવાળી છલાંગ લગાવીને આજીવન યાદગાર રહી શકે છે અને ભાગ લેવા માટે પ્રમાણપત્ર પણ મળે છે. દુનિયાની તીવ્રતામાં સાહસિક ડૂબકીઓ જેવો કોઈ અન્ય અનુભવ નહીં હોઈ શકે. મારો વિશ્વાસ કરો તો મેં તે કર્યું છે અને તે અત્યંત અદભુત છે!
પર્સનલાઇઝ્ડ સેવા અને ઉચ્ચ ગુણવત્તા
એક્સપીડિશન વહાણો વિશાળ ક્રુઝ લાઈનરો કરતાં બહુ નાનાં હોય છે, જે બહુ જ ઓછા પર્યટકોનું વહન કરે છે. આ ધ્યાનમાં લેતાં તે વધુ પર્સનલાઇઝ્ડ અને લક્ઝુરિયસ અનુભવ નિર્માણ કરે છે. ઓનબોર્ડ સેવા બહુ જ ઉષ્માભરી હોય છે, જેમાં એક પર્યટક દીઠ બે કર્મચારી સેવામાંહાજર હોય છે. ભોજનની ગુણવત્તા અત્યંત ઉત્તમ હોય છે અને શેફ વ્યક્તિગત રુચિ અનુસાર વાનગીઓ બનાવી આપતા હોવાથી આહારની જરૂરતોને પણ આસાનીથી પહોંચી વળે છે. મોટાં જહાજોમાં દરેક નાની સેવા માટે છૂપો ખર્ચ હોય છે ત્યારે વીણા વર્લ્ડના એક્સપીડિશન દરિયાકાંઠાની સેર, લેક્ચર, ઝોડિયાક રાઈડ અને વીણા વર્લ્ડના ટુર મેનેજરની સેવા સાથે વધુ સમાવેશક હોય છે.
અંતે એન્ટાર્કટિક ક્રુઝ અને એન્ટાર્કટિક એક્સપીડિશન વચ્ચે ફરક, સ્થળો જોવાનો અને તે અનુભવવાનો છે. વીણા વર્લ્ડ સાથે તમારો એન્ટાર્કટિક પ્રવાસ વાઈલ્ડલાઈફ સાથે રૂબરૂ, શૈક્ષણિક ઈનસાઈટ્સ અને અવિસ્મરણીય સાહસો સાથે અત્યંત રોમાંચક ખોજ બની જાય છે. તમે અદભુત નજારા સાથે પેન્ગ્વિન વચ્ચે ઊભા હોય, બરફના પાણી થકી વિહાર કરતા હોય અને એન્ટાર્કટિક સમુદ્રમાં ડૂબકી લગાવવા જેવા અસલ અવસરોની યાદો સાથે ઘરે આવો છો. તો તમે આ રોમાંચક સાહસ પર નીકળવા અને સાતમા ખંડ પર ખરેખર પગ મૂકવા માટે તૈયાર છો? મેં તો નિશાન કરી દીધું છે, હવે તમારો વારો છે... તો ચાલો, જીવનની ઉજવણી કરીએ એન્ટાર્કટિકામાં!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.