Published in the Sunday Gujarat Samachar on 25 August, 2024
ભારતનું વિપુલ અને વૈવિધ્યપૂર્ણ નિસર્ગ સૌંદર્ય, તમારી થાળીમાં ફ્લેવરથી લઈને તમારી ખોજની વાટ જોતા અનુભવો સુધી, દરેક ખૂણામાં કશુંક અજોડ પ્રદાન કરે છે
આઆજે આપણે સ્વાદિષ્ટ રમત રમીએ. ભારતનો નકશો તમારી સામે મૂકવામાં આવ્યો છે, જેમાં દરેક રાજ્ય પોતાની અજોડ ફ્લેવર્સ, પરંપરાઓ અને વાર્તાઓથી છલોછલ છે એ વિશે જરા કલ્પના કરો. ભારત આપણે જાણીએ તેમ 28 અતુલનીય રાજ્યનું ઘર છે, જે દરેકનો પોતાનો સાંસ્કૃતિક વારસો અને રસોઈકળાની ખૂબીઓ છે.
તો સુનિલા અને મેં અમારી વિડિયો સિરીઝ ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફના નવા એપિસોડ પર જે કર્યું તેમ જો આ રાજ્યોમાં રસ્તા માર્ગે કેરેલ માર્ગે નહીં પણ આપણા સ્વાદના ચટાકા માણવાના પ્રવાસે નીકળીએ તો કેવું રહેશે? દરેક રાજ્ય માટે સૌથી પ્રતિકાત્મક, તેનાં મૂળ સાથે ઊંડાણમાં જોડાયેલી એક ડિશ વિચારીતાં જ તેનો ઉલ્લેખ તમને ત્યાં દોરી જાય છે. તો રમવા માટે તૈયાર છો? તમે નીચેનો ક્યુઆર કોડ સ્કેન કરીનેવિડિયો એપિસોડ જોઈ શકો છો:
તો હવે નોટપેડ અને પેન તૈયાર રાખો, કારણ કે આ લેખ ફક્ત વાંચવાનો નથી, પરંતુ તે સાથે રમત પણ રમવાની છે! આપણે ભારતનાં ૨૮ રાજ્યોનો પ્રવાસ કરીશું ત્યારે તમે દરેક રાજ્ય વિશે વિચારો ત્યારે ત્યાંની કઈ વાનગી તમારા મનમાં તરી આવે છે તે વિશે તમે નોંધ કરો એવું હું ચાહું છું. તે લખી નાખો! આ પછી તમે વાંચો તેમ મેં દરેક રાજ્યની પ્રસિદ્ધ વાનગીઓ અને અજોડ ફ્લેવર્સ વિશે માહિતી આપી છે તેની તમારા વિચારો સાથે તુલના કરો. તો ચાલો, તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો તે જોઈએ અને તે સાથે અમુક છૂપાં રત્નોની ખોજ કરીએ. તો તૈયાર છો? ચાલો, રમત શરૂ કરીએ!
1. આંધ્ર પ્રદેશ - ગોંગુરા પચાડી: આ તમતમતી અને મસાલેદાર ચટણી ગોંગુરા (સોરેલ પાન)માંથી બનાવાય છે, જે આંધ્રના ક્યુઝીન સાથેલોકપ્રિય જોડ છે.
2. અરુણાચલ પ્રદેશ - ઝેન: આ પારંપરિક ડિશ મિલેટ અથવા મકાઈના લોટમાંથી બનાવાય છે. તે મોટે ભાગે વિવિધ શાકભાજીઓ સાથે પીરસવામાં આવે છે અને અરુણાચલ પ્રદેaશના ઘણા બધા ભાગોમાં મુખ્ય ખોરાક છે.
3. આસામ - મસુર ટેંગા (શાકાહારી આવૃત્તિ): આ તમતમતી ડિશ ટમેટા, લીંબુ અને અમુક વાર બાંબૂનાં અંકુર જેવી શાકભાજી સાથે બનાવવામાં આવે છે, જે આસામી ક્યુઝીનની લાક્ષણિક ફ્લેવર પ્રદાન કરે છે.
4. બિહાર - લિટ્ટી ચોખા: આ સ્વાદિષ્ટ ડિશ શેકેલા ચણાના લોટ સાથે ભરેલા ઘઉંના દડાઓમાંથી તૈયાર કરવામાં આવે છે અને તે છૂંદેલીશાકભાજીઓ સાથે પીરસવામાં આવે છે. લિટ્ટી ચોખા બિહારનું ગૌરવ છે.
5. છત્તીસગઢ - ચિલા: આ પેનકેક ચોખા અને મસુરમાંથી બનાવવામાં આવે છે. ચિલા છત્તીસગઢમાં સૌથી વહાલો નાસ્તો છે,જે સાદા હોવા છતાં સ્વાદિષ્ટ છે.
6. ગોવા - સોલકઢી: આ નારિયેલની મલાઈ અને કોકમ આધારિત પીણું છે, જે મોટે ભાગે ભોજન પછી પાચન માટે સેવન કરાય છે.આ સંપૂર્ણ શાકાહારી પીણું ગોવાનું ફેવરીટ છે.
7. ગુજરાત - ઢોકળા: હલકા, નરમ અને તમતમતા ઢોકળા વઘારેલો નાસ્તો છે, જે ગુજરાતનો પ્રતિકાત્મક છે.
8. હરિયાણા - બાજરા ખીચડી: આ સાદી છતાં પોષક ખીચડી બાજરામાંથી બનાવવામાં આવે છે, જે ખાસ કરીને શિયાળામાં હરિયાણામાં મુખ્ય ખોરાક છે.
9. હિમાચલ પ્રદેશ - ધમ: આ પારંપરિક હિમાચલી વાનગી ઉત્સવો દરમિયાન પીરસવામાં આવે છે. તેમાં ચોખા, દાળ અને શાકભાજીઓ વિશેષ રીતે પકવવામાં આવે છે, જે આ પ્રદેશનો અજોડ ખોરાક છે.
10. ઝારખંડ - ઠેકુઆ: આ ડીપ- ફ્રાઈડ મીઠો નાસ્તો ઘઉંનો લોટ, ગોળ અને નારિયેલની મલાઈથી બનાવવામાં આવે છે. ખાસ કરીને ઉત્સવો દરમિયાન આ લોકપ્રિય ખોરાક છે.
11. કર્ણાટક - મૈસુર મસાલા ડોસા: બહારથી કરકરીત અને અંદરથી નરમ, મસાલેદાર બટેટાના મિશ્રણથી ભરેલા મૈસુર મસાલા ડોસા કર્ણાટકમાં સૌથી વહાલો નાસ્તો છે.
12. કેરળ - વેજિટેબલ સ્ટ્યુ સાથે અપ્પમ: નરમ અને રૂંવાટીદાર અપ્પમ કોપરું આધારિત વેજિટેબલ સ્ટ્યુ સાથે કેરળવાસીઓનો મહત્ત્વપૂર્ણ નાસ્તો છે.
13. મધ્ય પ્રદેશ - પૌઆ: પૌઆ મધ્ય પ્રદેશનો મુખ્ય નાસ્તો છે, જેની પર સેવ, મગફળી ભભરાવવામાં આવે છે અને લીંબું રસ છાંટીને સેવન કરાય છે.
14. મહારાષ્ટ્ર - વડાંપાંઉ: દુનિયાના બાકી ભાગોમાં તેને ભારતીય બર્ગર તરીકે ઓળખવામાં આવે છે. વડાંપાંઉ મુંબઈનું સૌથી વહાલું ખાદ્ય છે.
15. મણિપુર- ચેમથોંગ (કાંગશુઈ): આ વેજિટેબલ સ્ટ્યુ મોસમી લીલી શાકભાજીઓ, હર્બ્સ અને મસાલા સાથે બનાવવામાં આવે છે.મણિપુરી ક્યુઝીનમાં તે સાદી છતાં પોષક ડિશ છે.
16. મેઘાલય - પુખલીન: ચોખાનો લોટ અને ગોળથી બનાવવામાં આવતી આ પારંપરિક મીઠી ડિશ ડીપ-ફ્રાઈ કરાય છે અને મેઘાલયમાં નાસ્તો તરીકે માણવામાં આવે છે.
17. મિઝોરમ - ચાંગબેન: આ ચીકણા ચોખાની ડિશી મોટે ભાગે બાફેલી શાકભાજી અને હલકા ડ્રેસગ સાથે ખાવામાં આવે છે.મિઝોરમમાં આ મુખ્ય ખોરાક છે.
18. નાગાલેન્ડ - શાકભાજીઓ સાથે એક્સોન: આથેલા સોયાબીન (એક્સોન) વિવિધ પ્રકારની શાકભાજીઓ સાથે રાંધવામાં આવે છે.તે અજોડ ફ્લેવર ધરાવે છે અને નાગા ક્યુઝીનનો આંતરિક ભાગ છે.
19. ઓડિશા - પખાલા ભાતા: આથેલા ચોખા અને પાણીથી તૈયાર કરાતી આ તાજગીપૂર્ણ ડિશ મોટે ભાગે તળેલી અથવા છૂંદેલી શાકભાજીઓ સાથે પીરસવામાં આવે છે. ઓડિશામાં મોટે ભાગે ઉનાળામાં આ મુખ્ય ખોરાક છે.
20. પંજાબ - મક્કે દી રોટી સાથે સરસોં કા સાગ: શિયાળાની ફેવરીટ આ વાનગી કોર્નમીલ ફ્લેટબ્રેડ્સ સાથે મસ્ટર્ડ ગ્રીન્સને જોડે છે, જે પંજાબની ઉત્તમ ફ્લેવર આપે છે.
21. રાજસ્થાન - દાલ બાટી ચુરમા: રાજસ્થાનની આ મહત્ત્વપૂર્ણ ડિશ છે, જે મસુર, બેક કરેલા ઘઉંના દડા અને મીઠા ક્રમ્બલ્ડ ઘઉંનું સંયોજન હોય છે. રાજ્યના શાહી વારસાનું તે પ્રતિક છે.
22. સિક્કિમ - ફાગશાપા (શાકાહારી આવૃત્તિ): પારંપરિક રીતે માંસ સાથે બનાવવામાં આવતી પણ આ શાકાહારી આવૃત્તિમાં મૂળા અને સૂકાં મરચાં ઉપયોગ કરાય છે, જે મસાલેદાર અને તમતમતી ફ્લેવર સિક્કિમવાસીઓમાં ફેવરીટ છે.
23. તામિલનાડુ - પોંગલ: ચોખા અને મસુરથી બનાવવામાં આવતું આ ખાદ્ય મોટે ભાગે તામિલનાડુમાં ઉત્સવો દરમિયાન અને વિશેષ અવસરો પર પીરસવામાં આવે છે.
24. તેલંગાણા - પેસારટ્ટુ: આ ડોસા જેવું ખાદ્ય મગ દાળમાંથી બનાવવામાં આવે છે. તેલંગાણામાં આ લોકપ્રિય નાસ્તો છે.
25. ત્રિપુરા- ગુડોક (શાકાહારી આવૃત્તિ): લાક્ષણિક રીતે માછલીની ડિશની આ શાકાહારી આવૃત્તિ બાંબૂનાં અંકુર, મસુર અને સ્થાનિક મસાલાથી તૈયાર કરાય છે, જે ત્રિપુરીની ફ્લેવર્સ પ્રદર્શિત કરે છે.
26. ઉત્તર પ્રદેશ - આલૂ સબજી સાથે કચોરી: મસાલેદાર મસુરથી ભરેલો આ ડીપ- ફ્રાઈડ નાસ્તો સ્વાદિષ્ટ બટેટાના રસા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં આ ફેવરીટ નાસ્તો છે.
27. ઉત્તરાખંડ - આલૂ કે ગુટકે: આ સાદી છતાં સ્વાદિષ્ટ વાનગી મસાલો ભરેલા બટેટામાંથી બનાવવામાં આવે છે. ઉત્તરાખંડમાં તે મુખ્ય ખોરાક છે.
28. પશ્ચિમ બંગાળ - રસગુલ્લા: ચેન્નાથી બનાવવામાં આવતું આ નરમ, રસદાર ડેઝર્ટનું ઉદભવસ્થાન પશ્ચિમ બંગાળ છે અને હવે ભારતભરમાં પ્રસિદ્ધ છે.
તો ભારતનાં 28 રાજ્યોના આ સ્વાદિષ્ટ અને વૈવિધ્યસભર પ્રવાસ છે! મને આશા છે કે મારી જેમ જ તમને પણ આ ક્યુલિનરી અને સાંસ્કૃતિક સેર ગમી હશે. તમે તમારી નોંધ સાથે તુલના કરી ત્યારે કોઈ ડિશ કે ટ્રાવેલ ટિપ્સથી તમે ચકિત થઈ ગયા હતા? દેખીતી રીતે જ તમને અજમાવવા માટે નવી ડિશ અથવા તમારી પ્રવાસની બકેટ લિસ્ટમાં ઉમેરવા માટે નવું સ્થળ મળી ગયું હશે. હું તે વિશે જાણવા માગું છું. તો મને અહીં જરૂર લખો: neil@veenaworld.com
ભારતનું વિપુલ અને વૈવિધ્યપૂર્ણ નિસર્ગ સૌંદર્ય, તમારી થાળીમાં ફ્લેવરથી લઈને તમારી ખોજની વાટ જોતા અનુભવો સુધી, દરેક ખૂણામાં કશુંક અજોડ પ્રદાન કરે છે. તો તમે ખાવાના શોખીન હોય કે પ્રવાસી હોય કે બંને હોય, દરેક રાજ્ય પાસે કહેવા માટે પોતાની વાર્તા છે તે યાદ રાખો, જે ઈતિહાસ, સંસ્કૃતિ અને દેખીતી રીતે જ મોઢામાંથી પાણી લાવી દેનારા ક્યુઝીનથી સમૃદ્ધ છે. તો તમારા આગામી ક્યુલિનરી સાહસ અથવા પ્રવાસની આઈટિનરી માટે આને હાથવગું રાખશો અને ત્યાં સુધી ખોજ કરતા રહો અને જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.