Published in the Sunday Mumbai Samachar on 09 February 2025
મહાકુંભથી દુનિયાની અમુક અલૌકિક અજાયબીઓ સુધી પ્રવાસ
મહાકુંભ મેળો 2025 ઈતિહાસમાં અસાધારણ અવસર છે. આ આજીવન યાદગાર રહી જાય તેવા કુંભમેળાને આશરે દરેક 140 વર્ષમાં એક વારઆવતી અજોડ દૈવી ઘટના સાથે જોડવામાં આવે છે. હિંદુ જ્યોતિષ પ્રમાણે ચોક્કસ રાશિ નક્ષત્રોમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહનું સ્થાન સમય નક્કી કરે છે. આ ખગોળીય સુમેળ આધ્યાત્મિક શુદ્ધિકરણ અને મુક્તિ માટે અત્યંત પાવન માનવામાં આવે છે, જેને કારણે તેને ભક્તો માટે અજોડ તક બનાવે છે.
ત્રણ પવિત્ર નદીઓ-ગંગા, જમુના અને પૌરાણિક સરસ્વતીનો સંગમ જ્યાં થાય તે પ્રયાગરાજ શ્રદ્ધાના ધમધમતા શહેરમાં ફેરવાઈ જાય છે.હંગામી છાવણીઓમાં હજારો લોકો મુકામ કરે છે, જેથી પૃથ્વી પરનો આ સૌથી વિશાળ મેળાવડો બની જાય છે. કુંભમેળો 2025 દરમિયાન 40 કરોડથી વધુ ભક્તો પ્રયાગરાજની મુલાકાત લેશે એવી ધારણા છે, જેમાં મૌની અમાવસ્યા અને વસંતપંચમી જેવા દિવસોમાં 3 કરોડથીવધુ ભક્તોએ શાહી સ્નાન કર્યું છે.
મહાકુંભ ફક્ત શ્રદ્ધાસ્થાન નથી, પરંતુ તે સાધુઓ, બૌદ્ધિકો, પર્યટકો અને તેની ભવ્યતાની તસવીરો મઢી લેવા માટે તસવીરકારો પણઅહીં મોટી સંખ્યામાં ઊમટી પડે છે. વિવિધ અખાડાઓ રંગબેરંગી શાહીસ્નાન દરમિયાન તેમની આધ્યાત્મિક અને લડાયક પરંપરાઓ દર્શાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મહાકુંભ જેવા અવસરો આપણને સમય અને સ્થળ ખાતે લોકોને એકત્ર લાવતા અલૌકિક નજારાની યાદ અપાવે છે.આવા અવસરો નિસર્ગ, સંસ્કૃતિ અથવા ઈતિહાસમાં મૂળ ધરાવે છે, જે જોડાણ અને ચકિત થવાનું મજબૂત ભાન કરાવે છે.આથી ચાલો, પ્રયાગરાજની પાર દુનિયાભરમાં આવી સદીમાં એક વાર આવતી અથવા આવી જ અલૌકિક અજાયબીઓ વિશે જાણીએ.
સદીમાં એક વાર આવતી નૈસર્ગિક ઘટનાઓ
નિસર્ગ ભાગ્યે જ સર્જાતા ભવ્ય નજારાઓથી આપણને ચકિત કરે છે, જે આજીવન યાદગાર અનુભવ કરાવે છે.આ અવસરો પૃથ્વી અને બ્રહ્માંડના લય દ્વારા આકારબદ્ધ આપણી દુનિયાની અજાયબીને મઢી લે છે.
આવી એક સૌથી પ્રતિકાત્મક ઘટના હેલીઝ કોમેટ છે, જે આકાશમાં દરેક 76 વર્ષમાં એક વાર સર્જાય છે. ચીની ખગોળશાસ્ત્રીઓ દ્વારા 240 BCEમાં સૌપ્રથમ નોંધ કરેલો આ ધૂમકેતુ ભ્રમણાઓ તેમ જ વૈજ્ઞાનિક ખોજથી પણ પ્રેરિત છે. હવે પછી 2061 માં આપણા બ્રહ્માંડનાજૈવી નૃત્યમાં અવિસ્મરણીય ઝાંખી કરાવશે.
આ રીતે સંપૂર્ણ સૂર્યગ્રહણ વારંવાર ઉદભવે છે, પરંતુ યુએસમાં દરિયાકાંઠાથી દરિયાકાંઠો દ્રષ્ટિગોચર ગ્રેટ અમેરિકન સૂર્યગ્રહણ દરેક 100 વર્ષમાંએક વાર જોવા મળે છે. હવે 2047 માં ચંદ્રના પડછાયા હેઠળ હજારોને એકત્ર કરશે.
પૃથ્વીની પાર જોતા હોય તેમને માટે એક પછી એક ઉદભવથી ચકિત કરનારી ઘટના ટ્રાન્ઝિટ ઓફ વિનસ છે.આ અવસર દરમિયાન શુક્ર (વિનસ) ગ્રહ સીધો જ પૃથ્વી અને શનિ વચ્ચેથી પસાર થાય છે, જે સૌર સપાટી સામે નાનું કાળું ટપકું જેવું દેખાય છે.છેલ્લે 2012 માં અને હવે 2117 માં તે જોવા મળશે.
અલૌકિક નૈસર્ગિક અજાયબીઓ અને ઘટનાઓ
અમુક નૈસર્ગિક અજાયબીઓ એટલી અલૌકિક હોય છે કે પૌરાણિક હોય તેવું મહેસૂસ કરાવે છે.
ટાઈટન એરમ અથવા કોર્પ્સ ફ્લાવર અનેક વર્ષ પછી એક વાર ખીલે છે. સુમાત્રા રેઈનફોરેસ્ટ્સમાં જોવા મળતું આ વિરાટ ફૂલ પરાગરજકોનેઆકર્ષવા માટે સડેલા માંસ જેવી દુર્ગંધ ઉત્સર્જિત કરે છે. આ ફૂલનું દુર્લભ અને નાટકીય રીતે ખીલવાનું જોવા માટેઆ બોટેનિકલ ગાર્ડન્સમાં દુનિયાભરના સેંકડો લોકો આવે છે.
ભારતની પશ્ચિમી ઘાટીમાં નીલાકુરિંજી ફૂલો દરેક 12 વર્ષમાં એક વાર ટેકરીઓને આકાશી સમુદ્રમાં ફેરવી દે છે.આ અદભુત નજારો સ્થાનિક સંસ્કૃતિમાં ઊંડાણથી મૂળ ધરાવે છે, જે નવાચારનું પ્રતીક છે અને સમુદાયો અને પ્રવાસીઓ દ્વારા પણઉજવણી કરવામાં આવે છે.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક અલૌકિકતાઓ
ઈતિહાસમાં અમુક ઘટનાઓ ભાગ્યે જ સર્જાય છે જે પેઢી દર પેઢીની વ્યાખ્યા કરે છે.
આવી જ એક ઘટના સેન્ટેનરી ઓલિમ્પિક્સ છે, જે આધુનિક ઓલિમ્પિક ગેમ્સમાં દરેક સો વર્ષની ઉજવણી છે. આ સેન્ટેનિયલ ગેમ્સ ફક્ત સ્પર્ધા નથી, પરંતુ માનવી ખંતને સલામી છે. છેલ્લે 1996 માં આ ઐતિહાસિક સિદ્ધિઓની ઉજવણી કરાઈ હતી. હવે 2096 માં આગામી અવસર નિ:શંક રીતે પોતાનીછાપ છોડીને રહેશે.
રાજાનો રાજ્યાભિષેક વધુ એક દુર્લભ ઘટના છે. તાજેતરમાં 2023 માં કિંગ ચાર્લ્સ ત્રીજાનો રાજ્યોભિષેક 70 વર્ષમાં પ્રથમ બ્રિટિશ રાજ્યાભિષેક હતો.ઘણાં બધાં શાહી રાજ્યાભિષેક દાયકાઓ અથવા સદીથી અલગ પડે છે ત્યારે દરેક સાતત્યતાનો અવસર છે, જે વર્તમાનને ભવ્ય ભૂતકાળ સાથે જોડે છે.
અનોખી વૈજ્ઞાનિક અને ટેકનોલોજિકલ સિદ્ધિઓ
માનવી કૌશલ્યએ ઘણી બધી અસાધારણ સિદ્ધિઓને અવકાશ આપ્યો છે, જેમાંથી ઘણી સદીમાં એક વાર અથવા તેનાથી ઓછીસાતત્યતામાં પણ સર્જાય છે.
એક અદભુત દાખલો સદીઓમાં પેઢી દર પેઢીને જોડવા માટે તૈયાર કરાયેલા ટાઈમ કેપ્સ્યુલ્સનું નિર્માણ અને સંવર્ધન છે. એટલાન્ટામાં ઓગ્લેથોર્પે યુનિવર્સિટી ખાતે 1940 માં સીલ કરવામાં આવેલું ધ ક્રિપ્ટ ઓફ સિવિલાઈઝેશન 6000 વર્ષ પછી એટલે કે, 811૩ માં ખૂલશે. 20 મી સદીના જીવનને આલેખિત કરતી કળાકૃતિઓ, જેમ કે, માઈક્રોફિલ્મ લખાણ, રોજબરોજની વસ્તુઓ, રાજકીય ભાષણોનું રેકોર્ડિંગ અને મોશન પિક્ચર પ્રોજેક્ટરના સમાવેશ સાથે તે વારસો સંવર્ધન કરવાની માનવી ઈચ્છાઓમાં ઝાંખી કરાવે છે.
આ જ રીતે જાપાનની એક્સપો 70 ટાઈમ કેપ્સ્યુલ 1970 માં ઓસાકા વર્લ્ડ એક્સપોઝિશનમાં નિર્માણ કરાઈ હતી, જેમાં બે સમાન કેપ્સ્યુલ છે,જેમાંથી એક 5,000 વર્ષમાં ખોલવામાં આવશે, જ્યારે અન્ય દરેક 500 વર્ષે સમીક્ષા કરાશે. ઓસાકાના રાજમહેલની નીચે દાટવામાં આવેલીઆ કેપ્સ્યુલો બીજથી લઈને સૂક્ષ્મજીવોથી ઘરગથ્થુ ચીજો, જેમ કે, રાઈસ કૂકર સુધી 2,000 થી વધુ કળાકૃતિઓ ધરાવે છે,જે તેમના યુગની સંસ્કૃતિ અને ટેકનોલોજી પ્રદર્શિત કરે છે.
વૈશ્વિક સેન્ટેનિયલ્સ અને મિલેનિયલ ઘટનાઓ
અમુક ઘટનાઓ એક જીવનકાળની પાર જઈને માનવીની પ્રગતિ અને સ્થિતિસ્થાપકતાની છાપ છોડે છે.
વર્ષ 2,000 પ્રતિબિંબ અને ઉજવણીનો વૈશ્વિક અવસર હતું. દુનિયાભરના શહેરોએ ભવ્યતા સાથે આ નવી સદીનું સ્વાગત કર્યું હતું.સિડનીમાં હાર્બર બ્રિજ પર આતશબાજી કરાઈ હતી, પેરિસના આઈફેલ ટાવરને રોશનાઈથી ઝળહળતો કરી દેવાયો હતો.આવી ઘટનાઓ દૂરની લાગે છે, પરંતુ આપણને પેઢી દર પેઢી પરંપરાઓ અને આકાંક્ષાઓ કઈ રીતે આપણે પસાર કરી છે તે યાદ અપાવે છે.
વધુ એક દાખલો લોંગ નાઉ પ્રોજેક્ટ છે. 10,000 વર્ષમાં એક વાર ટિક કરવા તૈયાર કરાયેલું આ લોંગ નાઉ ક્લોક ટેક્સાસ માઉન્ટનમાં નિર્માણ કરાયું હતું, જે માનવીની અસીમિત દૂરદ્રષ્ટિનું પ્રતીક છે. તે સદીમાં એક વાર ઘંટારવ કરે છે, જેથી જૂજ લોકો તેમના જીવનકાળમાં તેના સમયના સાક્ષી બને છે.
અલૌકિક ઘટનાઓની અજાયબી
આપણને આ અલૌકિક અને અસાધારણ ઘટનાઓનું આકર્ષણ શા માટે છે. તે સદીમાં એક વાર અથવા મિલેનિયમમાં કે તેથી વધુ લાંબા સમયમાં એક વાર આવે, તે આપણને પોતાના કરતાં પણ કશાક વિશાળ અર્થ સાથે જોડે છે. આ અવસરો આપણી સમક્ષ અને જેઓ આવશે તેમને જોડતાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનું અંતર દૂર કરે છે.
તે આપણને થોભવા, દુનિયાના સૌંદર્યને માણવા અને તેની ભીતર આપણા સ્થળને સમજવા માટે પ્રોત્સાહન આપે છે.તો, તમે કઈ આજીવન યાદગાર ઘટનાના સાક્ષી બનવા માગો છો? દુનિયા વાટ જોઈ રહી છે અને તેની દુર્લભ અજાયબીઓ બોલાવી રહી છે.
તો આગામી સમય સુધી કરતા રહો ઉજવણી જીવનની!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.