IndiaIndia
WorldWorld
Foreign Nationals/NRIs travelling to

India+91 915 200 4511

World+91 887 997 2221

Business hours

10AM - 7PM

પરંપરાઓને જીવંત બનાવતો પ્રવાસ

7 mins. read

પ્રવાસ વિશે મારી એક ફેવરીટ બાબત ફક્ત નવાં સ્થળો જોવાની નથી, પરંતુ દરેક સંસ્કૃતિને જીવંત કરતી નાની નાની બાબતોને જોવાની છે.શાંત રીતરસમો, ખુશહાલ ઉજવણીઓ, ઊંડાણભર્યા રિવાજો, જે સ્થાનિકો દ્વારા પેઢી દર પેઢી ચાલતી આવી છે. આ પરંપરાઓ સ્થળનેખરા અર્થમાં જીવંત બનાવે છે. તે હંમેશાં ગાઈડબુક કે આઈટિનરીનો હિસ્સો હોતી નથી, પરંતુ તે એવા અવસર હોય છેજે ટ્રિપ પૂરી થયા પછી પણ તમારી સાથે દીર્ઘ સમય સુધી રહે છે.

વર્ષોનાં વહાણાં વીતવા સાથે મને અમુક ખરેખર અદભુત પરંપરાઓનો પરિચય થયો છે. તેમાંથી અમુક મને ફર્સ્ટહેન્ડ અનુભવવાનોવિશેષાધિકાર મળ્યો છે, જ્યારે અન્ય હજુ પણ મારી પ્રવાસની યાદીમાં ટોચે છે. તો અહીં તે જ અમુકની યાદી આપી છે, જે મને લાગે છેકે દરેક પ્રવાસીએ તેમના જીવનકાળમાં કમસેકમ એક વાર જોવા જોઈએ.

જાપાન - ધ ટી સેરિમની

જાપાનમાં ચા બનાવવાનું એટલે સામાન્ય કૃતિ નથી, પરંતુ ચનોયુ નામે ઘેરો હેતુ ધરાવતો અનુભવ છે. આ ચાની એક રીત છે.ઝેન બુદ્ધિઝમમાં મૂળિયાં ધરાવતી ટી સેરિમની કે ચા સમારંભ એટલે મનોહરતા, વિચારશીલતા અને સાદગી. કપડાં ઘડી કરવાથી લઈનેમાચાને હલાવવા સુધી દરેક પગલું સંભાળ અને બહુ જ અચૂકતાથી ભરવામાં આવે છે. યજમાન ફક્ત ચા પીરસતા નથી,પરંતુ સુંદર તૈયાર કરાયેલી જગ્યામાં શાંતિ અને જોડાણનો અવસર પ્રદાન કરે છે. આ ફક્ત ચા પીવા પૂરતું સીમિત નથી,પરંતુ તે અવસરનું વાતાવરણ, મોસમ, વાસણો અને નિસર્ગની ખૂબીઓ છે.

પ્રવાસી તરીકે ક્યોટોમાં ચા સમારંભ કે શાંત મંદિરનું શહેર જોવું હોય, તે જીવંત ધ્યાનમાં પગલું મૂકવા જેવું છે.તમારે તેનું સૌંદર્ય મહેસૂસ કરવા દરેક નિયમ સમજવાની જરૂર નથી. ઝડપથી દોડતી દુનિયામાં આ પરંપરાએક સમયે એક-એક ઘૂંટડો ભરવા સાથે તમને ધીમા પડવા, શ્વાસ લેવા અને વર્તમાનમાં રહેવા આમંત્રિત કરે છે.

મેક્સિકો - ડે ઓફ ધ ડેડ

પ્રથમ નજરે દિયા દ લોસ મુએર્તોસ (ડે ઓફ ધ ડેડ- મૃત્યુનો દિવસ) ઉદાસ અવસર જેવો જણાઈ શકે છે, પરંતુ મેક્સિકોમાં તેવું નથી.1લી અને 2જી નવેમ્બરે ઊજવવામાં આવતી આ પરંપરા મૃત વહાલાજનોની યાદોનું સન્માન કરવા અને ખુશી, સંગીત અને રંગ સાથેતેમનું જીવન ઉજવણી કરવાની છે. પરિવારો ગલગોટાનાં ફૂલ, મીણબત્તીઓ, ખાંડની ખોપરીઓ અને જેમની યાદ કરાય તેમનાં ભાવતાં ખાદ્યો સાથે ઓફરેન્ડાસ (ઓલ્ટર્સ) શણગારવામાં આવે છે. માનવામાં એવું આવે છે કે આ દિવસો દરમિયાન આત્મા ફરી આવે છે અને સજાવટથીનૃત્ય સુધી બધું જ તેમને આવકારવા માટે હોય છે.

ઓક્સાકા અને મેક્સિકો સિટી જેવાં શહેરો પરેડ, પારંપરિક ફેસ પેઈન્ટિંગ અને સમુદાયના મેળાવડા સાથે સ્વર્ણિમ બની જાય છે. તે ભાવનાત્મક હોય છે, પરંતુ સુંદર અને જીવનને ઊંડાણથી સ્પર્શે છે. પૂર્વજોને આત્મામાં જીવિત રાખવા માટે સંસ્કૃતિએ શોધી કાઢેલી આ સૌથી શક્તિશાળી રીતમાંથી એક છે.

ન્યૂ ઝીલેન્ડ - માઓરી હાકા ડાન્સ

હાકા તમે ક્યારેય નહીં જોયું હોય તેવી ઓળખ અને એકતાની સૌથી શક્તિશાળી અભિવ્યક્તિ છે. ન્યૂ ઝીલેન્ડના માઓરી લોકો દ્વારા કરાતું આ પારંપરિક યુદ્ધ નૃત્યમાં લયાત્મક મંત્રોચ્ચાર, વિચિત્ર ચહેરાના હાવભાવ અને શક્તિશાળી શારીરિક હલનચલન જોવા મળે છે.મૂળમાં રણભૂમિમાં દુશ્મનોને ડરાવવા માટે તેનો ઉપયોગ કરાતો હતો ત્યારે આજે તે સમારંભો, ઉજવણીઓ અને સ્પોર્ટસ મેચો દરમિયાન કરાય છે.ખાસ કરીને ન્યૂ ઝીલેન્ડની રગ્બી ટીમ દ્વારા દરેક મેચ પૂર્વે તે કરાય છે.

રોટોરુઆમાં સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે કે માઓરી સ્વાગત સમારંભ દરમિયાન વ્યક્તિગત રીતે હાકાનો અનુભવ અવિસ્મરણીય બની રહે છે.ઊર્જા સઘન અને હૃદયસ્પર્શી હોય છે. આ ફક્ત નૃત્ય નથી હોતું, પરંતુ વારસો, ગૌરવ અને શક્તિની ઘોષણા હોય છે.પ્રવાસીઓ માટે પરંપરાઓ સંસ્કૃતિનું સંવર્ધન કરવા અને શબ્દોની પાર ભાવનાઓ વ્યક્ત કરવામાં ભૂમિકા ભજવે તેની શક્તિશાળી યાદગીરી હોય છે.

આર્જેન્ટિના - શેરિંગ મેટ

આર્જેન્ટિનામાં ડ્રિન્કિંગ મેટ એ ફક્ત તરસ છિપાવવાની બાબત નથી, પરંતુ તે વિશ્વાસ, જોડાણ અને સમુદાયની વિધિ છે.પીણું યેરબા મેટ પાનમાંથી બનાવવામાં આવેલો હર્બલનો પ્રકાર દૂધીના પોલાણમાંથી બોમ્બિલા નામે ધાતુના સ્ટ્રૉ થકી પીવામાં આવે છે.તે આદાનપ્રદાન કરાય તે તેને વિશેષ બનાવે છેઃ એક વ્યક્તિ તે તૈયાર કરે છે, પ્રથમ ઘૂંટડો ભરે છે, જે પછી આસપાસનાં વર્તુળોમાં પસાર કરે છે.તે જ દૂધીમાંથી બધાં પીએ છે, મોટે ભાગે શાંતિથી અથવા હળવા વાર્તાલાપ સાથે.

આ સીધુંસાદું કૃત્ય ઘણું બધું કહી જાય છે. તે ધીમા પડો, મોજૂદ રહો અને એકતાનો આદર કરો એવું સૂચવે છે. આર્જેન્ટિનામાં પાર્ક,ઓફિસ, ઘરો અને રોડ ટ્રિપમાં તમે લોકોને મેટ આદાનપ્રદાન કરતા અને ઉષ્મા અને સમાવેશકતાના ભાવ સાથે અજાણ્યાઓને પણઆમંત્રિત કરતાં જોવા મળશે. પ્રવાસી તરીકે મેટ ઓફર કરવું તે મહેમાનગતીથી પણ વિશેષ છે. તે આર્જેન્ટાઈન જીવનના લયમાંપધારવાનું આમંત્રણ હોય છે.

સ્પેન - લા ટોમેટિના

દરેક ઓગસ્ટમાં સ્પેનમાં બુનોલનું નાનું શહેર દુનિયાનો એક અત્યંત મજેદાર ઘોંઘાટમય મહોત્સવમાંથી એક આયોજિત કરે છેઃ લા ટોમેટિના. હજારો લોકો ગલીઓમાં પાકેલા અને છૂંદેલા ટમેટા લઈને તીવ્ર ખાદ્ય લડાઈ માટે ભેગા થાય છે. હાસ્યની છોળો ઊડવા સાથે શરૂઆત થઈને પછી તે ઊડતાં ફળનું લાલ, ગર્ભના વાવાઝોડુંમાં ફેરવાઈ જાય છે. મિનિટોમાં બધા જ ટમેટાના રસથી ભીંજાય છે, ગલીઓમાંથી પસાર થાય છે અને બાળકોની જેમ મલકાતા જાય છે.

લા ટોમેટિનાનો ઉદભવ થોડો વિચિત્ર છે. અમુક કહે છે કે તે બળવો અથવા મજાકના ઉત્સ્ફૂર્ત કૃત્ય તરીકે શરૂ થયું હતું, પરંતુ આજે તે ખુશી, અસ્તવ્યસ્તતા અને શુદ્ધ રમતિયાળપણાની ઉજવણી છે. શહેરમાં આ બાબતને મોજીલી અને સુરક્ષિત રાખવા માટે નિયમ પણ છે,જેમ કે, ટમેટા ફેંકવા પૂર્વે તેને છૂંદવાનાં હોય છે. પ્રાચીન ઈતિહાસમાં તેનાં મૂળ છે એવું નથી, પરંતુ લા ટોમેટિના માનવી પરંપરા મઢી લે છેઃજતું કરવું, હસવું અને કાંઈક અવિસ્મરણીય હિંસ્રનો હિસ્સો બનવું એવો સંદેશ આપે છે.

સાઉથ કોરિયા - ચુસિક (હાર્વેસ્ટ ફેસ્ટિવલ)

મોટે ભાગે કોરિયન થેન્ક્સગિવિંગ તરીકે ઓળખાતો ચુસિક સાઉથ કોરિયાની સૌથી મજેદાર અને અર્થપૂર્ણ હોલીડેમાંથી એક છે.આ સમયે પરિવારો એકત્ર આવે છે, તેમના પૂર્વજોનું સન્માન કરે છે અને સોંગપિયોન (રાઈસ કેક્સ) અને મોસમી ફળો જેવાં પારંપરિક ખાદ્યોનું આદાનપ્રદાન કરે છે. આ મહોત્સવ લાક્ષણિક રીતે ત્રણ દિવસનો હોય છે અને તેમાં પૂર્વજોના વતનની મુલાકાત, પરિવારની સમાધિ ખાતેવિશેષ સમારંભો અને રમતો અથવા પરફોર્મન્સ, જે કોરિયન વારસો પ્રદર્શિત કરે છે.

ચુસિકને પ્રતિબિંબ અને ઉજવણીનું સંમિશ્રણ વિશેષ બનાવે છે. આ સમયે પરિવાર, પરંપરા અને ખુદ ધરતી સાથે ફરીથી જોડાણ કરવાનો હોય છે. સિઉલની ગલીઓ આ સમય દરમિયાન શાંત ભાસી શકે છે, પરંતુ ઘરો હાસ્ય, વાર્તાઓ અને પેઢી દર પેઢી પસાર થતા આવેલાં ખાદ્યોનીસુગંધથી ભરચક હોય છે. પ્રવાસીઓ માટે ચુસિક આદર, કૃતજ્ઞતા અને પરિવારનાં કોરિયાનાં ઊંડાં ખૂંપેલાં મૂળિયાંમાં સુંદર બારી છે.

બાલી, ઈન્ડોનેશિયા - મેલાસ્તી પ્યુરિફિકેશન સેરિમની

બાલીમાં આધ્યાત્મિકતા રોજબરોજના જીવનમાં ગૂંથાયેલી છે અને નાયપી (શાંતિનો બાલીનીઝ દિવસ)ના થોડા દિવસ પૂર્વે યોજાતાશુદ્ધિકરણ સમારંભ મેલાસ્તી દરમિયાન તે વધુ દ્રષ્ટિગોચર થાય છે. આ દિવસે હજારો સ્થાનિકો મંદિરોથી નદીઓ સુધી સફેદ વારસાગત પહેરવેશમાંજોવા મળે છે, જ્યાં નકારાત્મકતા અને અશુદ્ધિઓની દુનિયા સાફ કરવા માટે પ્રાર્થના અને વિધિઓ કરવામાં આવે છે. આ દ્રશ્ય મંત્રમુગ્ધ કરનારું હોય છે. લાંબા સરઘસ ચોખાનાં ખેતરો થકી ચાલતા નીકળે છે, વાતાવરણમાં સંગીતના પડઘા પડતા હોય છે અને મોજામાં ફ્લોટિંગ છોડે છે.

મેલાસ્તી અદભુત હોવા સાથે ભક્તિનું એકત્રિત કૃત્ય પણ છે. પ્રવાસી તરીકે આ સમારંભ જોવાનું બહુ જ હૃદયસ્પર્શી છે.લોકો જોશભેર ભાઈચારામાં એકત્ર આવીને શાંતિનું ભાન કરે છે. આ ઝડપી દુનિયામાં મેલાસ્તી આપણને થોભો,શુદ્ધ થાઓ અને નવેસરથી શરૂઆત કરવાની ખૂબીઓની યાદ અપાવે છે.

આ પરંપરાઓ ખુશહાલ, આધ્યાત્મિક અથવા સાદી છે છતાં આપણને દરેક સંસ્કૃતિનું હૃદય તેમની વિધિઓમાં ધબકે છે તે આપણને યાદ અપાવે છે. આપણે પ્રવાસ કરીએ ત્યારે આ અવસરો સીમા, ભાષા અને સમયની પાર આપણને ખરા અર્થમાં જોડે છે. તો આગામી સપ્તાહમાં ફરી મળીશું,ચાલો, બેગ ભરો, નીકળી પડો...

April 18, 2025

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91
Mobile number is required

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top