Published in the Sunday Mumbai Samachar on 16 February 2025
જો નહીં હોય તો શા માટે હોવું જોઈએ તેનાં અમુક કારણો હું આપવા માગું છું!
માર્ક ટવેઈને એક વાર કહ્યું હતું, "ભારત માનવ જાતિનું પારણું છે, માનવી વાણીનું જન્મસ્થળ છે, ઈતિહાસની માતા છેઅને દિગ્ગજોની દાદી અને પરંપરાની પરદાદી છે. જોકે આ શબ્દો પણ ભારત શું પ્રદાન કરે છે તેનું વિવરણ કરવા માટે ઓછા પડી શકે છે.
અહીં અસલી પ્રશ્ન છે: શું ભારત તમારી બકેટ લિસ્ટમાં છે? શું તમે ક્યારેય શાંતિથી બેસીને ભારત માટે તમારી અલગ અલગ પ્રવાસની બકેટ લિસ્ટમાંશું હોવું જોઈએ તે વિશે વિચાર્યું છે? મારો વિશ્વાસ કરો, જો તમે તમારા સંપૂર્ણ જીવનભર દરેક વીકએન્ડમાં પ્રવાસ કરતા રહો તો પણ તે પૂરતું નહીં થાય. તમે ભારત ખરેખર શું ખૂબીઓ ધરાવે છે તેની જૂજ ટકાવારી જ જોઈ હશે. તો ચાલો, આપણો દેશ તમારી બધી પ્રવાસની યાદીમાં ટોચ પર શા માટે હોવો જોઈએ તે ખોજના પ્રવાસે નીકળીએ.
ઐતિહાસિક અજાયબીઓ
ભારતનો સમૃદ્ધ ઈતિહાસ એ ઈતિહાસ પ્રેમીઓ માટે ખજાનો છે. આથી ચાલો, આપણે આ પ્રવાસ મેઘાલયથી શરૂ કરીએ,જ્યાં નાર્તિયાંગ મોનોલિથ્સ ભૂતકાળના શાંત ચોકીદારો તરીકે ઊભા છે. આ મોનોલિથ્સ જૈન્તિયા હિલ્સમાં સ્થિત છે,જે દુનિયામાં મોનોલિથ્સનું સૌથી ઊંચું કલેકશન હોવાનું માનવામાં આવે છે.
ઓડિશામાં જઈએ તો આપણને ઓછું જાણીતું પરંતુ મોહિત કરનારી રત્નાગિરિ મોનાસ્ટરી જોવા મળે છે. આ પ્રાચીન બુદ્ધ સ્થળ ઓડિશાના ડાયમંડ ટ્રાયેન્ગલનો ભાગ છે, જે ૫મી સદીનું છે અને એક સમયે બુદ્ધ શિક્ષણનું ધમધમતું કેન્દ્ર હતું.
ગુજરાતના પશ્ચિમી ભાગમાં પાટણમાં રાણી કી વાવ છે, જે છૂપું રત્ન છે. આ બારીકાઈથી તૈયાર કરાયેલો પગથિયાંવાળો કૂવો 11મી સદીનો છે,જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે અને પ્રાચીન એન્જિનિયરિંગની અજાયબી છે. આ પગથિયાં સાત સ્તર નીચે ઊતરે છે અને હિન્દૂ દેવી-દેવતાઓ, પૌરાણિક દ્રશ્યો અને રોજબરોજના જીવનને પ્રદર્શિત કરતાં 500થી વધુ શિલ્પોથી શોભે છે.
તામિલનાડુમાં ગંગાઈકોંડા ચોલાઈપુરમમાં બૃહદીશ્વરાર મંદિર છે, જે ઓછું જાણીતું છે, પરંતુ થાંજાવુરમાં તેના નામ પ્રણામે તેટલું જ અદભુત છે.11મી સદીમાં રાજેન્દ્ર ચોલા-1 દ્વારા નિર્મિત આ મંદિર ચોલા રાજમાં સ્થાપત્ય અને કળાત્મક સિદ્ધિઓનો દાખલો છે.મંદિરનું વિશાળ વિમાન (મંદિરનું ટાવર) અને નાજુક કોતરકામ ઈતિહાસના શોખીનોએ તેની અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થળ બનાવે છે.
ઉત્તરાખંડના ઉત્તરીય ભાગમાં જગેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેનું વિશિષ્ટ પથ્થરનું કોતરકામ અજોડ ઐતિહાસિક અનુભવ કરાવે છે.આ સંકુલ 100થી વધુ પ્રાચીન મંદિરોનું છે, જે દેવદર જંગલ દ્વારા ઘેરાયેલી ઊંડી ખીણના સાંનિધ્યમાં છે. તે 9મીથી 13મી સદીનું છે.અહીં વાર્ષિક જગેશ્વર મોન્સૂન ફેસ્ટિવલમાં મુલાકાત લેવી જોઈએ અને સ્થાનિક સંસ્કૃતિનો અનુભવ કરવો જોઈએ.
ઐતિહાસિક અજાયબીઓના આ તો જૂજ દાખલા છે જે તમારી વાટ જોઈ રહ્યા છે. દરેક સ્થળની પોતાની અજોડ વાર્તા છે અને તેની ખોજ સમય થકી પ્રવાસે લઈ જવા જેવું છે.
રસોઈકળાનાં સાહસો
ભારતીય રસોઈકળાની વૈવિધ્યતા અસમાંતર છે, જે કોઈ પણ ખાદ્યના શોખીનોને ખાતરીદાયક રીતે ખુશી આપીને રહે છે.
તો આપણો રસોઈકળાનો પ્રવાસ નાગાલેન્ડથી શરૂ કરીએ, જ્યાંની વાનગી તેના બોલ્ડ ફ્લેવર્સ અને ઘરેલુ સામગ્રીઓના ઉપયોગ માટે જાણીતી છે.આવી જ એક વાનગી બાંબૂ શૂટ્સ સાથે સ્મોક્ડ પોર્ક છે. આ પારંપરિક નાગા વાનગીમાં ડુક્કરનું માંસ વાંસની ડાળખીઓ સાથે પકવવામાં આવે છે,જે તેને અજોડ અને માટીયુક્ત ફ્લેવર આપે છે. આ વાનગી પર પછી દુનિયામાં સૌથી ગરમ મરચાંમાંથી એક ઘોસ્ટ પેપર (તીખા ભુતજલોકિયા) સાથે મસાલેદાર બનાવવામાં આવે છે.
ઓડિશામાં ઓછું જાણીતું પરંતુ ચેનાપોડા નામે ડેઝર્ટ છે. આ અજોડ ડેઝર્ટ તાજું પનીર, ખાંડ અને સોજીથી બનાવવામાં આવે છે અને કેરેમલાઈઝ નહીં થાય ત્યાં સુધી બેક કરાય છે, જેથી સમૃદ્ધ અને સ્વાદિષ્ટ ટ્રીટ બની જાય છે.
દક્ષિણમાં આપણે કર્ણાટકમાં આવીએ ત્યાં કૂર્ગ શહેર તેની અજોડ વાનગીઓ માટે પ્રસિદ્ધ છે. આવી જ એક વાનગી પાંડી કરી છે, જે મસાલેદાર કરી કૂર્ગના પરિવારમાં મુખ્ય ખાદ્ય છે. કરી સુગંધી કૂર્ગી કાળા મરી સહિત સ્થાનિક મસાલાના સંમિશ્રણમાં પકવવામાં આવેલા માંસના રસદાર ટુકડા સાથે બનાવવામાં આવે છે.
હિમાચલ પ્રદેશમાં પારંપરિક વાનગી સિદ્દુ અવશ્ય અજમાવવા જેવી છે. સિદ્દુ ઘઉંના લોટથી બનાવેલા સ્ટીમ્ડ બ્રેડ છે અને તેમાં છૂંદેલા બટેટા, લીલા વટાણા અને મસાલાના મિશ્રણ સાથે ભરેલા હોય છે.
આખરે જો આપણે પશ્ચિમ બંગાળમાં જઈએ તો ચિંગરીમલાઈ કરી સાથે અજોડ રસોઈ અનુભવ કરી શકાય છે. આ વાનગીમાં રસદાર ઝીંગા ક્રીમી કોકોનટ મિલ્ક ગ્રેવીમાં પકવવામાં આવે છે, જેને મસ્ટર્ડ સીડ, લીલાં મરચાં અને ચપટીક હળદર સાથે સ્વાદિષ્ટ બનાવાય છે.
રસોઈકળાનાં સાહસોનાં આ તો જૂજ દાખલા છે, જે આપણા બધાની વાટ જોઈ રહ્યા છો. આથી જો તમે ખાદ્યના શોખીન હોય અને સામાન્યથી પાર કશું અજમાવવા માગતા હોય તો તમારી પ્રવાસની બકેટ લિસ્ટમાં આ છૂપાં રસોઈકળાં રત્નો ઉમેરવાનું ભૂલશો નહીં.
કળાત્મક હાવભાવ
પારંપરિક કળા સ્વરૂપો પેઢી દર પેઢીથી સમકાલીન કળામાં પસાર કરાતી આવી છે, જે સીમાઓને ધકેલે છે.ભારતની કળા તેની સંસ્કૃતિ પ્રમાણે જ વૈવિધ્યપૂર્ણ અને સ્વર્ણિમ છે.
મણિપુરની વાત કરીએ તો અહીં પારંપરિક નૃત્ય રાસ લીલા શાસ્ત્રીય નૃત્ય, નાટક અને સંગીતનું મંત્રમુગ્ધ કરનારું સંમિશ્રણ છે.આ નૃત્ય સ્વરૂપ રાધા અને કૃષ્ણની પ્રેમકથા પ્રદર્શિત કરે છે, જે નાજુક કોશ્ચ્યુમ્સ અને સુંદર મુવમેન્ટ્સ સાથે પરફોર્મ કરાય છે.તે મંદિરોમાં અને મહોત્સવોમાં યોજાય છે, જે અજોડ સાંસ્કૃતિક અનુભવ આપે છે.
પશ્ચિમ બંગાળમાં પાટચિત્ર નામે ઓછું જાણીતું કળા સ્વરૂપ છે. આ પારંપરિક સ્ક્રોલ પેઈન્ટિંગનો ઉદભવ મેદિનિપુરનાં ગામમાંથી થયો છે,જે તેની નાજુક બારીકાઈ અને સ્વર્ણિમ રંગો માટે જાણીતું છે. કલાકારોને પટુઆસ તરીકે ઓળખવામાં આવે છે,જેઓ પુરાણકથા અને લોકકથાની વાર્તાઓ મોટે ભાગે ગીતો સાથે ચિત્રકળાઓ થકી કથન કહે છે.
રાજસ્થાનમાં ફાડ પેઈન્ટિંગ છૂપું રત્ન છે. આ સ્ક્રોલ પેઈન્ટિંગનું પારંપરિક સ્વરૂપ ભિલવારા પ્રદેશની ઊપજ છે,જે સ્થાનિક દેવ-દેવીઓ અને વીરોની પૌરાણિક વાર્તા પ્રદર્શિત કરે છે. આ ચિત્રો કપડાના લાંબા ટુકડા પર નિર્માણ કરાય છે અને બોપા સમુદાય દ્વારા મોબાઈલ મંદિરો તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
દક્ષિણમાં આપણે કેરળમાં આગમન કરીએ છીએ, જ્યાંનું પારંપરિક નૃત્ય-નાટક કૂડિયટ્ટમ અવશ્ય જોવા જેવું છે. યુનેસ્કો દ્વારા માનવતાના મૌખિકઅને અમૂર્ત વારસાના નંગ તરીકે સન્માનિત કૂડિયટ્ટમ દુનિયામાં હયાત સૌથી જૂની રંગમંચીય પરંપરામાંથી એક છે. આ નાટક અનેક દિવસો સુધી ચાલી શકે છે, જેમાં ભારેખમ કોશ્ચ્યુમ્સ, અભિવ્યક્ત અંગચેષ્ટાઓ અને નાજુક મેકઅપ વિલક્ષણ હોય છે.
નિસર્ગની અજાયબીઓ
ભારતનાં હરિયાળાં જંગલોથી ઊંચી ઊંચી પહાડીઓ સુધીનું નિસર્ગસૌંદર્ય મંત્રમુગ્ધ કરનારું નિસર્ગ સૌંદર્ય પ્રદાન કરે છે.
મેઘાલયમાં લિવિંગ રૂટ પુલો રબરનાં ઝાડનાં મૂળિયાંથી હાથથી બનાવવામાં આવેલા છે, જે નિસર્ગ અને માનવી કૌશલ્યના સહઅસ્તિત્વનો અસાધારણ દાખલો છે. આ પુલોમાં અમુક 100ફીટ લાંબા હોઈ અત્યંત મજબૂત અને સદીઓ સુધી ટકાઉ હોય છે.
લડાખમાં મંત્રમુગ્ધ કરનારું પાંગોંગ લેક તેના સતત બદલાતા આકાશી શેડ્સ સાથે જોવા જેવું સ્થળ છે. 14, 270 ફીટ ઊંચાઈએ સ્થિત ભારતથી તિબેટ સુધીનો આ પટ્ટો મંત્રમુગ્ધ કરનારો અને આહલાદક નજારો પ્રદાન કરે છે.
દક્ષિણમાં કેરળમાં પશ્ચિમી ઘાટ સાઈલન્ટ વેલી નેશનલ પાર્ક માટે ઘર છે, જે અણસ્પર્શી સ્વર્ગમાં દુર્લભ વાઈલ્ડલાઈફ અને ગાઢ વરસાદી જંગલો સાંનિધ્યમાં વસેલાં છે.
સમુદ્રના પ્રેમીઓ માટે આંદામાન અને નિકોબાર આઈલેન્ડમાં કોરલ રીફ સ્વર્ણિમ સમુદ્રિ જીવન અને અદભુત કોરલ રચના સાથે ભરચક ભૂજળ વંડરલેન્ડ પ્રદાન કરે છે.
નિરંતર શક્યતાઓ
હમણાં સુધી ભારત તમારી બકેટ લિસ્ટમાં શા માટે હોવું જોઈએ તે તમને સમજાઈ ગયું હશે એવી આશા છે. ઈતિહાસથી વાનગીથી કળા અને નિસર્ગ સુધી, દેશનો દરેક ખૂણો કાંઈક અજોડ પ્રદાન કરે છે. તો ચાલો, તમારી બેગ પેક કરો, એક્સપ્લોર કરો અને ભારતથી આશ્ચર્યચકિત થવા માટે તૈયાર થઈ જાઓ. શુભ પ્રવાસ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.