Published in the Sunday Mumbai Samachar on 31 March, 2024
આઈફેલ ટાવર ક્યાં છે? આપણે બધા જ તેનો ઉત્તર જાણીએ છીએ. તે ફ્રાન્સના પેરિસમાં છે. પેરિસમાં તે સૌથી પ્રતિકાત્મક સીમાચિહનમાંથી એક છે અને રોજ દુનિયાભરમાંથી હજારો પર્યટકો (વીણા વર્લ્ડના સહિત) આઈફેલ ટાવરના પ્રતિકાત્મક સેકંડ અને થર્ડ લેવલ પર જવા માટે લાંબી કતારમાં ઊભા રહે છે. અને શા માટે નહીં? એન્જિનિયરિગ અને આર્કિટેક્ચરનો તે અસાધારણ નમૂનો છે. તે ગુસ્તાવ આઈફેલ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો, જેમની એન્જિનિયરિગ કંપની ધાતુનાં ફ્રેમવર્કમાં નિષ્ણાત હતી. તે પૂર્ણ કરતાં 1887 અને 1889 વચ્ચે 22 મહિના લાગ્યા હતા. શ્રમિકો પાસે યંત્રો અને સાધનો ઓછાં હતાં તે સમયે તેનું નિર્માણ કરાયું એ અતુલનીય સિદ્ધિ છે. અને તેથી વધુ ચકિત કરનારી વાત એ છે કે શ્રમિકોને ઊંચાઈ સુધી ચઢઊતર કરવું પડતું હતું. છતાં ટાવરના નિર્માણ દરમિયાન દુર્ઘટનામાં કોઈનું મોત થયું નહીં કે ઈજા પણ થઈ નહોતી. આજે પેરિસમાં પ્રેમના શહેરના સૌથી પ્રતિકાત્મક સ્મારકમાંથી એક તરીકે તે અડીખમ ઊભું છે.
આ ધ્યાનમાં લેતાં હવે ચાલો સામર્થ્યવાન આઈફેલ ટાવર વિશે અત્યંત રસપ્રદ વાર્તા આજે જાણીએ. જો હું તમને એમ કહું કે આઈફેલ ટાવર આજે જ્યાં ઊભો છે તે પેરિસમાં નહીં પરંતુ દૂર પશ્ચિમમાં કેનેડાના મોન્ટ્રિયાલમાં હોત તો તમે શું મહેસૂસ કરશો? જરા કલ્પના કરો... આ વાત સાચી છે. તો આજે તે વાતના ઊંડાણમાં ઊતરીએ.
આપણે બધા જ દરેક 4 વર્ષે દુનિયાભરમાં યોજાતાં એક્સપો વિશે જાણીએ છીએ અને સાંભયું છે. છેલ્લે 2020માં તે દુબઈમાં યોજાયો હતો (2021માં મહામારીને કારણે એક્સપોનું આયોજન લંબાયું). તો 1967માં એક્સપો કેનેડિયન શહેર મોન્ટ્રિયાલમાં યોજાવાનો હતો. વાત એમ છે કે એક્સપો-67 માટે મોન્ટ્રિયાલ વાસ્તવમાં ફ્રાન્સ પાસેથી આઈફેલ ટાવર ઉધાર લેવા માગતું હતું. આટલું વિશાળ સ્મારક ઉધાર લેવું તે પાગલપણું જ છે નહીં!
મોન્ટ્રિયાલ મૂળભૂત રીતે એક્સપો-67 માટે વિશાળ કોન્ક્રીટનો ટાવર ઊભો કરવા માગતું હતું. જોકે પ્રોજેક્ટનો ખર્ચ બેસુમાર વધી જતાં યોજના પડતી મૂકવામાં આવી હતી. તો એક્સપો-67 માટે "મોન્ટ્રિયાલ ટાવર સમયસર તૈયાર નહીં થઈ શકે એ વાત સ્પષ્ટ થઈ ગયા પછી મેયરની કેબિનેટના એક સભ્યએ ફ્રાન્સ પાસેથી આઈફેલ ટાવર ઉધાર લેવાનો પ્રસ્તાવ મૂક્યો, દેખીતી રીતે જ મજાકમાં. જોકે તે સમયે મોન્ટ્રિયાલના મેયર જોન ડ્રેપ્યુએ આ સૂચનનેઅત્યંત ગંભીરતાથી લીધું. આવું કરવાથી મોન્ટ્રિયાલ સ્મારકનું પ્રદર્શન કરવાની ખાતરી રાખી શકશે એવી તેમની સમજ હતી.
આથી વાત મજાકથી શરૂ થઈ હોવા છતાં ડ્રેપ્યુએ પેરિસમાંથી ટાવર પરિવહન કરવામાં શું મુશ્કેલીઓ આવી શકે તેનો ગંભીરતાથી વિચાર શરૂ કર્યો.આ સ્ટીલના ટાવરને ખોલી નાખવો અને સ્થળાંતર કરવાની આર્થિક બાજુ વિશે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ચાર્લ્સ દ ગાઉલ મોન્ટ્રિયાલના મેયરના નિકટવર્તી મિત્ર હોવાને નાતે તેઓ પણ ટાવર સ્થળાંતર કરવા માટે ગંભીરતાથી વિચારવા લાગ્યા. જૂના સ્થળ ખાતે તે વર્ષે ઓક્ટોબરમાં એક્સપો પૂર્ણ થતાં જ ટાવર પાછો તેની મૂળ જગ્યાએ ગોઠવી દેવાશે એવું લખાણ મૂકવાની પણ યોજના બનાવાઈ. ડ્રેપ્યુ અને ચાર્લ્સ દ ગાઉલની ટીમો આ સાકાર કરવા માટે ગંભીરતાથી અહોરાત્ર વિચારવા લાગી અને સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી.
જોકે બદનસીબે ટાવરનું સંચાલન કરતી કંપની અને કેનેડામાં ઘણા બધા નાગરિકો અને નાગરિક સમૂહો દ્વારા વિરોધ નધાવવામાં આવ્યો. આ વિરોધ પાછળ અમુક કારણો હતાં. સૌપ્રથમ, આઈફેલ ટાવર અદભુત હોવાથી કેનેડામાં તેના સમીક્ષકો દ્વારા આ પગલાનો વિરોધ કરવામાં આવ્યો અને બીજું,તે સમયે ફ્રેન્ચ સરકારમાં બ્યુરોક્રેસી અને રેડ ટેપીઝમને કારણે એક્સપો પૂરો થયા પછી ટાવરને તેની મૂળ જગ્યાએ લાવીને ફરીથી ગોઠવવાની પરવાનગી નહીં અપાશે એવો ભય ટાવરનું સંચાલન કરતી કંપનીને હોવાથી તેણે પણ વિરોધ કર્યો હતો. આથી આઈફેલ ટાવર આજે જ્યાં ઊભો છે ત્યાં જ અડીખમ છે! તો ટાવરની આ મજેદાર વાત છે. હવે પેરિસમાં આઈફેલ ટાવરની મુલાકાત લઈ નહીં શકાઈ તે વિશે જરા કલ્પના કરો. હું તે કલ્પના કરી શકતો નથી,શું તમે કરી શકો છો?
અને હવે આપણે આઈફેલ ટાવર વિશે વાત કરી રહ્યા છીએ તો વીણા વર્લ્ડ ટુર મેનેજરે મને તાજેતરમાં કહેલી ત્રણ અત્યંત રસપ્રદ વાસ્તવિકતાઓ વિશે તમને જાણકારી આપું છું:
- સૌથી ઊંચું માનવસર્જિત માળખું: આઈફેલ ટાવરનું નિર્માણ 1889માં પૂર્ણ કર્યા પછી દુનિયામાં સૌથી ઊંચું માનવસર્જિત માળખું તરીકે તેને શીર્ષક મયું. 1930 સુધી તેનું આ શીર્ષક જળવાઈ રહ્યું હતું. જોકે તે પછી ન્યૂ યોર્ક સિટીમાં ક્રિસ્લર બિલ્ડિંગ ટાવરથી પણ ઊંચી નિર્માણ કરાઈ. આજે બુર્જ ખલીફાની તુલનામાં તે ઝાંખો લાગે છે, પરંતુ 1889માં તે દેખીતી રીતે જ એન્જિનિયરિગનો અત્યંત અફલાતૂન નમૂનો હતો.
- ટાવરનું રિપેઈન્ટિંગ: આઈફેલ ટાવરને કાટ અને ઘસારાથી રક્ષણ માટે દરેક સાત વર્ષે પેઈન્ટ કરવામાં આવે છે. તે કથ્થઈ રંગના ત્રણ અલગ અલગ શેડ્સમાં પેઈન્ટ કરાય છે. તળિયે ડાર્ક શેડ અને ટોચ પર હલકો શેડ અપાય છે, જે દૂરથી જોતાં સમાન રંગ હોવાની મોહિની નિર્માણ કરે છે.આખું માળખું પેઈન્ટ કરવા માટે આશરે 60 ટન પેઈન્ટની જરૂર પડે છે અને આ પેઈન્ટિંગ પ્રક્રિયા આખું વર્ષ કામ કરતા કુશળ પેઈન્ટરોની ટીમ સાથે એકધારી રીતે ચાલે છે.
- અને આખરે શું તમે જાણો છો કે આરંભમાં તે હંગામી માળખું તરીકે નિર્માણ કરાયું હતું? હા, ટાવર ફ્રેન્ચ ક્રાંતિની 100મી એનિવર્સરીની ઉજવણી કરવા માટે પેરિસમાં આયોજિત 1889 એક્સપો માટે હંગામી માળખું તરીકે વાસ્તવમાં નિર્માણ કરાયું હતું. ગુસ્તાવ આઈફેલની ડિઝાઈન ફક્ત 20 વર્ષ માટે ટકી રહેશે એવું અપેક્ષિત હતું, પરંતુ તે એટલું લોકપ્રિય અને ઉપયોગી નીવડ્યું (ખાસ કરીને દૂરસંચારના હેતુઓ માટે) કે તેને યથાવત રહેવા દેવાયું અને આજે પણ તે અડીખમ ઊભું છે!
તો આજે વાત અહીં પૂરી કરું છું. જો તમને આ લેખ ગમ્યો હોય તો સ્પોટિફાય, જિયોસાવન, એમેઝોન પ્રાઈમ મ્યુઝિક, એપ્પલ પોડકાસ્ટ્સ, ગૂગલ પોડકાસ્ટ્સ અથવા તમારા પોડકાસ્ટ્સ સાંભળવાનું તમને ગમે ત્યાં અમારું પોડકાસ્ટ ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ જરૂર જુઓ. અમે આજ સુધી પ્રસારિત કરેલા 100થી વધુ એપિસોડમાંથી એકમાં આઈફેલ ટાવર વિશે ઊંડાણથી માહિતી આપી છે! તો મારા વતી આજ માટે વાત પૂરી કરું છું. જો તમને આ લેખ વાંચવાનું ગમ્યું હોય તો આ વાત વિશે તમારા શું વિચાર છે તે સાંભળવાનું મને ગમશે. તો મને neil@veenaworld.com પર લખો. તમારું આગામી સપ્તાહ શુભ નીવડો અને હંમેશની જેમ અમે વીણા વર્લ્ડ ખાતે કહીએ છીએ તેમ, જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.