Published in the Sunday Gujarat Samachar on 06 April 2025
યોગ્ય સમયે યોગ્ય સ્થળમાં હોવું તે કાંઈક ચમત્કારિક હોય છે. અને તે સમય યોગાનુયોગ સ્થાનિક ફેસ્ટિવલ સાથે આવે ત્યારે પ્રવાસમાં સંપૂર્ણનવી ઊર્જા આવી જતી હોય છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે મને ખ્યાલ આવ્યો છે કે અમુક સ્થળો પોતાની મેળે સુંદર હોય છે,પરંતુ ફેસ્ટિવલ દરમિયાન તે વધુ જીવંત બને છે. ગલીઓ રંગોથી સજે છે, સર્વત્ર સંગીત રેલાય છે, અજાણ્યાઓ મિત્રો બની જાય છેઅને તમને સંસ્કૃતિ સૌથી અભિવ્યક્ત, આનંદિત અને અસલ રીતે જોવા મળે છે.
આજે હું તમને મેં જોયેલાં અમુક આવાં જ સૌથી અવિસ્મરણીય સ્થળોના પ્રવાસે જઈ જવા માગું છું,જે સ્થળો ફેસ્ટિવલ તો યોજે છે પરંતુ ખુદ ફેસ્ટિવલ બની જાય છે.
વારાણસી - દેવ દીપાવલી
વર્ષના કોઈ પણ સમયે વારાણસી તેની સંપૂર્ણ ક્ષમતામાં ખીલેલું રહે છે, પરંતુ દેવ દીપાવલી દરમિયાન આ શહેરને દૈવી સ્પર્શ મળ્યો હોયતેવું મહેસૂસ થાય છે. દિવાળી પછી પંદર દિવસ ઊજવાતો આ ઓછો જ્ઞાત ફેસ્ટિવલ ભગવાન ખુદ ગંગા નદી પર ઊતરી આવે ત્યારથી શરૂ થાય છેએવું માનવામાં આવે છે. સ્થાનિકો બહુ જ અદભુત રીતે તે મનાવે છે. ઘાટ પર લાખ્ખો દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. સૂર્યાસ્ત થતાંઅને નદી સોનેરી ચમક ધારણ કરતાં અસ્સી ઘાટથી રાજઘાટ સુધીનો આખો પટ્ટો ભક્તિ, સંગીત અને પ્રકાશનું રોશનાઈથીસમૃદ્ધ રિવરફ્રન્ટ બની જાય છે.
પૂજારીઓ ભવ્ય ગંગા આરતી કરે છે, પાણી પર આતશબાજી કરાય છે અને બોટ ધીમેથી જ્વાળાઓના પ્રતિબિંબ પરથી સરકે છે.આ આધ્યાત્મિક ઉજવણી હોય છે, પરંતુ કળાત્મક અને ભાવનાત્મક ઊંડાણ પણ ધરાવે છે. પ્રવાસીઓ માટે દેવ દીપાવલી વારાણસીનેપવિત્ર શહેર તરીકે જ નહીં પરંતુ પ્રકાશ અને જીવનના જીવિત, શ્વાસ લેતા ફેસ્ટિવલના રૂપમાં જોવાનો દુર્લભ મોકો મળે છે.
સેવિલ, સ્પેન - ફેરિયા દ એબ્રિલ
સ્પેનના એન્ડાલુસિયાના આગઝરતા હાર્દમાં જો કોઈ એક ફેસ્ટિવલ મન જીતી લેતું હોય તો તે સેવિલમાં ફેરિયા દ એબ્રિલ છે.ઈસ્ટર પછી બે સપ્તાહે યોજાતી આ સપ્તાહ લાંબી ઉજવણી સ્પેનિશ સંસ્કૃતિ માટે સ્વર્ણિમ, ઉચ્ચ ઊર્જાયુક્ત સ્વર્ગ સમાન છે.દિવસ દરમિયાન મેળાનાં મેદાનો ઘોડાગાડીઓથી ઊભરાય છે, જેમાં સ્થાનિકો પારંપરિક ફ્લેમેન્કો પરિધાનમાં જોવા મળે છેઅને દરેક ખૂણે જીવંત ગિટારનો કર્ણપ્રિય ધ્વનિ સંભળાય છે.
રાત્રે કેસેટાસ (ટેન્ટેડ પેવિલિયન) સંગીત, નૃત્ય, ખાદ્ય અને હાસ્ય સાથે જીવંત બને છે. તમે ફેરિયામાં જાણે ડૂબકીઓ લગાવતા હોયતેવું મહેસૂસ થાય છે. પરોઢિયા સુધી નૃત્ય ચાલે છે અને વાતાવરણ અત્યંત મંત્રમુગ્ધ કરનારું હોય છે. ફેરિયા દરમિયાન સેવિલમાં નિર્ભેળ ખુશી હોય છે, જ્યાં પરંપરા અને સમકાલીન સ્પેનિશ અંતરની બાજુ સાથે શુદ્ધ ખુશી હોય છે.
ક્યોટો, જાપાન - જિયોનમત્સુરી
ક્યોટો હંમેશાં ઈતિહાસ અને મનોહરતાનું સંમિશ્રણ રહ્યું છે, પરંતુ જિયોનમત્સુરી દરમિયાન આ શહેર પરંપરા અને સંસ્કારિતાનું સંપૂર્ણ સ્તરની ઉજવણીમાં ફેરવાઈ જાય છે. જુલાઈમાં યોજાતો આ જાપાનનો સૌથી પ્રાચીન અને સૌથી પ્રતીકાત્મક ફેસ્ટિવલમાંથી એક છે, જેનાં મૂળ હજારો વર્ષ પૂર્વેનાં છે.ટાવરિંગ વૂડન ફ્લોટ્સની ગ્રાન્ડ પરેડ એવી યામાબોકો જંકોની ખૂબી એ છે કે તેને ટેપેસ્ટ્રીઝ અને લેન્ટર્ન્સથી બારીકાઈથી શણગારવામાં આવે છે. ક્યોટોની ગલીઓ થકી તે પસાર થાય ત્યારે તમને જાપાની કળાકારીગરીનું ફરતું સંગ્રહાલય જોતા હોય તેવું મહેસૂસ થાય છે.
જોકે જિયોનમત્સુરી એટલે ફક્ત ફ્લોટ્સ પૂરતી સીમિત નથી, પરંતુ આહલાદક વાતાવરણ મહત્ત્વપૂર્ણ હોય છે. યુકાતાસમાં સ્થાનિકોલેન્ટર્નથી ઝગમગાવી દેવાયેલી ગલીઓ, ફૂડ સ્ટોલ ખાતે ફરે છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાય છે. સંધ્યા વિશેષ ચમત્કારી હોય છે,જ્યારે શહેર ધીમું પડે છે અને પરંપરાઓ કેન્દ્રમાં આવે છે. ક્યોટોમાં જિયોનમત્સુરીમાં હોવું એટલે જાપાનને તેની સૌથી મનોહરતાઅને સમકાલીનતામાં અનુભવવા જેવું છે, જ્યાં ભૂતકાળ સુંદર વર્તમાન હોય તેવું મહેસૂસ થાય છે.
રિયા દ જાનેરો, બ્રાઝિલ - કાર્નિવલ
રિયોમાં કાર્નિવલ એ ફક્ત ફેસ્ટિવલ નથી, પરંતુ પરિપૂર્ણ અનુભવ છે. આ પ્રતીકાત્મક ઉજવણી શહેરને રંગો, લય અને ખુશીના વ્યાપક વિસ્ફોટમાં ફેરવી દે છે. તેના હાર્દમાં સાંબાડ્રોમ ખાતે સાંબા પરેડ છે, જ્યાં સાંબા સ્કૂલો ફ્લોટ્સ, સુંદર કોશ્ચ્યુમ્સ અને કર્ણપ્રિય સંગીત સાથે સ્પર્ધા કરે છે.ઊર્જા મંત્રમુગ્ધ કરનારી હોય છે, ક્રિયાત્મકતા અદભુત હોય છે અને ટોળું આંજી દીધા વિના રહેતું નથી.
જોકે કાર્નિવલ સાંબાડ્રોમ પૂરતું સીમિત નથી. આખું શહેર ફેસ્ટિવલમાં જોડાય છે. સર્વત્ર લાઈવ બેન્ડ્સ, ઉત્સ્ફૂર્ત નૃત્ય સાથે સ્ટ્રીટ પાર્ટીઓ (બ્લોકોઝ) યોજાતી હોય છે, જ્યારે લોકો સુપરહીરો કેપ્સથી સિક્વિન્ડ ફેન્ટસી સુધી ભાતભાતના પરિધાનમાં જોવા મળે છે. ખુશી અને સંસ્કૃતિ એકબીજામાંઊંડાણથી કઈ રીતે ગૂંથાયેલી છે તે દર્શાવતો એક ફેસ્ટિવલ કોઈ હોય તો તે રિયોમાં કાર્નિવલ છે.
પુષ્કર, ભારત - પુષ્કર કેમલ ફેર
પુષ્કરનું શાંત રણ શહેર દર વર્ષે એક સપ્તાહ ભારતમાં સૌથી અદભુત ફેસ્ટિવલમાંથી એકમાં ફેરવાઈ જાય છે. પુષ્કર કેમલ ફેર કાર્તિક મહિનાના સંપૂર્ણચંદ્ર આસપાસ (સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બર)માં યોજાય છે, જે સાંસ્કૃતિક સ્વર્ણિમતા, ધાર્મિક ભક્તિ અને રણની ખૂબીઓનું સંમિશ્રણ હોય છે. હજારો ઊંટ, ઘોડાઓ અને ઢોરઢાંખરોનો ધૂળિયા, રંગબેરંગી કાર્નિવલની પાર્શ્વભૂમાં વેપાર થાય છે, જેમાંથી ઘણાને બીડ,ટેસલ્સ અને પેઈન્ટેડ પેટર્ન્સથી પણ સજાવવામાં આવેલાં હોય છે.
આ ફેસ્ટિવલમાં ઊંટોથી પણ કાંઈક વિશેષ છે. લોક કાર્યક્રમો, ફેંટો બાંધવાની સ્પર્ધા, હોટ એર બલૂન રાઈડ અને આધ્યાત્મિક રીતરસમોપુષ્કર તળાવના ઘાટ પર બહુસંવેદનશીલ અનુભવો નિર્માણ કરવા માટે એકત્ર આવે છે. યાત્રાળુઓ પવિત્ર ડૂબકી લગાવવા ભેગા થાય છે,જ્યારે પ્રવાસીઓ પોપ-અપ બજારોમાં ખરીદી કરે છે, રાજસ્થાની વાનગીઓ ઝાપટે છે અને અનોખી ઊર્જામાં પલળે છે,જે રણના હાર્દમાં પરંપરાનું જ્યારે ઉજવણી સાથે મિલન થાય ત્યારે જ સર્જાય છે.
ચિયાંગ માઈ, થાઈલેન્ડ - યી પેંગ લેન્ટર્ન ફેસ્ટિવલ
દુનિયામાં રાત્રિના આકાશમાં હજારો ટમટમતા ફાનસ દીપી ઊઠે એવું દ્રશ્ય દુનિયામાં જૂજ જોવા મળે છે અને યી પેંગ લેન્ટર્ન ફેસ્ટિવલ દરમિયાનચિયાંગ માઈ તે અવસરને અત્યંત કાવ્યાત્મક રીતે પ્રદાન કરે છે. નવેમ્બરમાં ઊજવાતો આ નોર્ધર્ન થાઈ ફેસ્ટિવલ ઊંડું આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છેે,જ્યાં સ્થાનિકો ભૂતકાળને તરછોડી રહ્યા છે અને ભવિષ્ય માટે ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છીએ તેની પ્રતીકાત્મક કૃતિ તરીકેઆકાશમાં ખોમલોઈ (પેપર લેન્ટર્ન્સ) છોડે છે.
આખું શહેર રીતસર ઝગમગી ઊઠે છે. પિંગ રિવર તરતી ફ્લાવર બાસ્કેટથી દીપી ઊઠે છે, મંદિરો મીણબત્તીઓ અને લેન્ટર્ન્સથી ચમકી ઊઠે છેઅને વાતાવરણ સંગીત અને ખુશી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમથી છલકાય છે. મુખ્ય લેન્ટર્ન છોડવાની ઈવેન્ટ શહેરની બહાર યોજાય છે,જે મંત્રમુગ્ધ કરનારી હોય છે. તમે ટોળા વચ્ચે પોતાનું લેન્ટર્ન પકડીને ઊભા રહો છો અને એકત્રિત કાઉન્ટડાઉનની વાટ જુઓ છોત્યારે તમને ચકિત કરાવનારું ભાન અને શાંતિ આકાશમાં પ્રકાશ ઝાંખો પડ્યા પછી પણ લાંબા સમય સુધી તમારી સાથે રહે છે.
મ્યુનિચ, જર્મની - ઓક્ટોબરફેસ્ટ
ઓક્ટોબરફેસ્ટ જેવી કોઈ પાર્ટી નહીં હોઈ શકે અને દર વર્ષે મ્યુનિચ બિયર પ્રેમીઓ અને સંસ્કૃતિના ચાહકો માટે પણ પૃથ્વી પરનુંસૌથી સુખી સ્થળમાં ફેરવાઈ જાય છે. સપ્ટેમ્બરના મધ્યથી ઓક્ટોબરમાં પ્રથમ સપ્તાહાંત સુધી ચાલતો આ દંતકથા સમાન બેવેરિયન ફેસ્ટિવલએટલે ફકત બિયર (મોટા મોટા ટેન્ટ્સ અને નિરંતર સ્ટેઈન્સ નિશ્ચિત જ હાઈલાઈટ હોવા છતાં) વિશે નથી, પરંતુ તે ભવ્ય સ્તરે પરંપરા,સમુદાય અને ઉજવણી વિશે છે. તમે બિયર માણવા માગતા હોય, સંગીત કે ફક્ત વાતાવરણ માણવા માગતા હોય,ઓક્ટોબરફેસ્ટ એટલે એકત્ર આવવું, જ્યાં દુનિયાભરના અજાણ્યાઓ એકત્ર આવીને ભવ્ય ટેન્ટ હેઠળ હસે છે.
ચિયાંગ માઈમાં ઝગમગતા લેન્ટર્ન્સથી સેવિલની ગલીઓમાં નૃત્ય સુધી, આ ફેસ્ટિવલ પ્રવાસ એટલે ફક્ત સ્થળ નથી,પરંતુ તે અવસરો છે એ દર્શાવે છે. તો ખરેખર જીવંત એવા સ્થળે તમારી આગામી ટ્રિપનું નિયોજન કરવું છે?ચાલો, બેગ ભરો, નીકળી પડો...
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.