Published in the Sunday Gujarat Samachar on 26 January 2025
ચેરી બ્લોસમ્સ, વસંત અને નવીકરણના પ્રતીકો, માત્ર જાપાનમાં જ નહીં પરંતુ દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ સુંદર રીતે ખીલે છે. દરેક ગંતવ્ય અનન્ય પરંપરાઓ અને અદભૂત લેન્ડસ્કેપ્સ પ્રદાન કરે છે. તમે આ ક્ષણિક સૌંદર્યનો અનુભવ ક્યાં કરશો?
સંપૂર્ણ ખીલેલાં ફૂલો ચેરી બ્લોસમ્સ જેવાં જઅમુક સ્થળો સુંદર હોય છે. આ નાજુક ગુલાબી અને સફેદ ફૂલો વસંતઋતુ, નવાચાર અને સમૃદ્ધ સૌંદર્યનાં સાર્વત્રિક પ્રતિક બની ગયાં છે. જાપાન મોટે ભાગે ચેરી બ્લોસમ સંસ્કૃતિનું હાર્ટ માનવામાં આવે છે ત્યારે આ સાકુરાનો જાદુ તેની સીમાપાર જઈને સાઉથ કોરિયા અને તાઈવાનમાં પણ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરે છે.
આ દરેક દેશમાં ચેરી બ્લોસમ્સ અવિસ્મરણીય અનુભવો નિર્માણ કરવા માટે સ્થાનિક પરંપરાઓ, નિસર્ગસૌંદર્ય અને ઉજવણી સાથે સંમશ્રિતઅજોડ વાર્તા કહે છે. જાપાનના સદી જૂના હનામી મેળાવડાથી સાઉથ કોરિયાના રોમેન્ટિક રાત્રિના સમયે જોવાના મહોત્સવો અને તાઈવાનના હાઈ-અલ્ટિટ્યુડ ચેરી બ્લોસમ ટ્રેઈલ્સ સુધી બ્લોસમ્સની પાર જોવા જેવું ઘણું બધું છે.
તો આજે, ચાલો આપણી ક્ષિતિજો વિસ્તારીએ અને ચેરી બ્લોસમ્સ ફક્ત જાપાનમાં નહીં પણ સાઉથ કોરિયા અને તાઈવાનના સ્વર્ણિમ બગીચાઓ, પ્રાચીન મંદિરો અને ધુમ્મસથી છવાયેલી પહાડીઓમાં પણ કઈ રીતે જીવંત છે તે જાણીએ. તમે જ્યાં પણ જાઓ સકુરાની મોસમ નિસર્ગ, સંસ્કૃતિ અને નવાચારની ઉજવણીનું વચન આપે છે.
1. જાપાન: ચેરી બ્લોસમની સંસ્કૃતિનું હાર્ટ
ચેરી બ્લોસમ્સની વાત આવે ત્યારે જાપાનની સાકુરા મોસમ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. હનામી અથવા ફૂલ જોવાની સદીઓ જૂની પરંપરા આ દેશને ચેરીનાં ઝાડ હેઠળ પરિવારો, મિત્રો અને પ્રવાસીઓના મેળાવડા સાથે સહેલગાહ, સહિષ્ણુતા અને મજેદાર વાર્તાલાપ માણવા માટે ગુલાબી અને સફેદ રંગના કેન્વાસમાં પરિવર્તિત કરે છે. જાપાનીઓ માટે ચેરી બ્લોસમ્સ જીવનના સમૃદ્ધ સૌંદર્યનું પ્રતિક છે, જે અસ્થાયીપણું અને નવાચારની મજેદાર યાદગીરી છે.
ચેરી બ્લોસમ્સ અનુભવવા માટે સૌથી મંત્રમુગ્ધ કરનાર સ્થળમાંથી એક ક્યોટો છે, જ્યાં પ્રાચીન પરંપરાઓ અને નૈસર્ગિક સૌંદર્ય એકત્ર આવે છે.ફિલોસોફરના પંથ સાથે ચેરીનાં ઝાડ ખળખળ વહેતી નહેર પર કતારબંધ બ્લોસમ્સનો કોરિડોર નિર્માણ કરે છે, જે તમને અલગ સમયમાં લઈ જાય છે. ક્યોટોનું વિખ્યાત વીપગ ચેરી ટ્રી મારુયામા પાર્ક રાત્રે ઝળહળી ઊઠે છે, જે દુનિયાભરમાંથી પર્યટકોને આકર્ષિત કરે છે. જાપાનનું વધુ એક પ્રતિક માઉન્ટ ફુજી ચુરેઈતો પગોડા અથવા કાવાગુચિકો લેક ખાતે ખીલતાં સાકુરા દ્વારા ઘેરાય ત્યારે વધુ અદભુત બની જાય છે.
જાપાનની ચેરી બ્લોસમ મોસમ મહોત્સવોનો સમય પણ છે. આઓમોરી પ્રીફેક્ચરમાં હિરોસાકી ચેરી બ્લોસમ ફેસ્ટિવલ દેશમાં સૌથી ધામધૂમથી ઊજવવામાં આવતો ઉત્સવ છે, જેમાં હિરોસાકી રજવાડાની ઐતિહાસિક પાર્શ્વભૂમાં ૨૫૦૦થી વધુ ચેરીનાં ઝાડ ખીલે છે. મુલાકાતીઓ બ્લોસમથી ઢંકાયેલી ખીણો હેઠળ બોટ સવારીનો આનંદ માણવા સાથે સાકુરા થીમની ટ્રીટમાં પરોવાઈ શકે અને પારંપરિક જાપાની પરફોર્મન્સમાં ભાગ લઈ શકે છે.
અહીં એક રોચક વાસ્તવિકતા છે: વિશ્વ યુદ્ધ-૨ દરમિયાન ચેરી બ્લોસમ્સ આશા અને સ્થિતિસ્થાપકતાનું પ્રતિક હતાં. પાઈલટોએ તેમનાં વિમાનો પર તેનાં ચિત્રો દોર્યાં હતાં અને ખરતાં પાન ત્યાગ માટે રૂપક તરીકે જોવાતાં હતાં. આજે ફૂલોએ કળા, કવિતા અને તસવીરકારીને પ્રેરિત કરવાનું ચાલુ રાખીને જાપાનની સાકુરા મોસમને અદભુત નજારા સાથે ઉત્તમ સાંસ્કૃતિક અનુભવ પણ બનાવી દીધી છે.
2. સાઉથ કોરિયા: અજોડ કોરિયન ટિવસ્ટ સાથે ચેરી બ્લોસમ્સ
સાઉથ કોરિયાની ચેરી બ્લોસમ મોસમ જાપાનના થોડા સમય પછી આવે છે, પરંતુ તે પણ મંત્રમુગ્ધ કરનારી હોય છે. અહીં ચેરી બ્લોસમ્સઅજોડ કોરિયન ખૂબીઓ સાથે ઊજવવામાં આવે છે, જે સ્વર્ણિમ મહોત્સવો, રોમેન્ટિક પરંપરાઓ અને આધુનિકતાના સ્પર્શને સંમિશ્રિત કરે છે.ચેરી બ્લોસમ્સ પ્રેમ અને સૌંદર્યનું પ્રતિક તરીકે જોવાય છે અને તેમની નાજુક બ્લૂમ્સ વસંતઋતુના સમયની તારીખે યુગલોને મોટે ભાગે આકર્ષિત કરે છે.
સાઉથ કોરિયાનાં સૌથી પ્રસિદ્ધ ચેરી બ્લોસમ સ્થળમાંથી એક જિન્હેઈ છે, જે જિન્હેઈ ગુનહાંગજી ફેસ્ટિવલનું ઘર છે, જે દેશની સૌથી વિશાળ વસંતઋતુની ઉજવણી છે. 3,60,000થી વધુ ચેરીનાં ઝાડ સાથે જિન્હેઈ ગુલાબી સ્વર્ગમાં પરિવર્તિત થઈ જાય છે. મુલાકાતીઓ યેઉવાચિયોન સ્ટ્રીમ ખાતે ભેગા થાય છે, જ્યાં ચેરી બ્લોસમ્સ વિલક્ષણ પુલો અને નહેરો પર પથરાયેલાં જોવા મળે છે. રાત્રે દીવડાઓથી ઝાડ ઝળહળી ઊઠીને સાંજના લટાર મારવા માટે ચમત્કારી વાતાવરણ નિર્માણ કરે છે.
રાજધાની શહેર સિઉલમાં ચેરી બ્લોસમ્સ યેઉઈડો પાર્ક ખાતે હેન નદી પર જોવા મળી શકે છે, જ્યાં મહોત્સવમાં આવેલા મહેમાનોને ફૂડ સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શહેરનો અદભુત નજારો આવકારે છે. વધુ શાંત વાતાવરણ ચાહનારા માટે નેમસેન પાર્ક મંત્રમુગ્ધ કરનારા શહેરના નજારો સાથે નિસર્ગને સંમિશ્રિત કરતાં પ્રતિકાત્મક એન સિઉલ ટાવર આસપાસ ચેરી બ્લોસમ્સ ઓફર કરે છે.
ઈતિહાસના શોખીનો માટે સાઉથ કોરિયાની પ્રાચીન રાજધાની જિયોંગજુ ઐતિહાસિક ખજાના વચ્ચે ચેરી બ્લોસમ્સ ઓફર કરે છે. તમે પ્રાચીન મંદિરો,દફન ટેકરા અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ જુઓ ત્યારે નાજુક પાંદડાંઓ આ "દીવાલ વિનાના સંગ્રહાલય માટે જાદુના સ્પર્શનો ઉમેરો કરે છે.
ચેરી બ્લોસમની મોસમ દરમિયાન યાહેંગ નામે સાઉથ કોરિયાની પરંપરા છે, જે રાત્રિના સમયે ઝળહળતા બ્લોસમ્સ હેઠળ જોવાની મજા જકાંઈક ઓર હોય છે. યુગલો મોટે ભાગે ઝળહળતાં પાંદડાંઓ હેઠળ હાથોમાં હાથ પરોવીને લટાર મારતાં હોવાથી રોમાન્સનું વાતાવરણ નિર્માણ કરે છે,જે ખરેખર કોરિયાની અજોડતા દર્શાવે છે.
3. તાઈવાન: ચેરી બ્લોસમ જોવા માટે છૂપું રત્ન
તાઈવાન ચેરી બ્લોસમ્સનું નામ આવે ત્યારે મનમાં આવતો પ્રથમ દેશ ભલે નહીં હોય, પરંતુ તેની સાકુરા મોસમ છૂપું રત્ન છે, જે અજોડ ખૂબીઓ સાથે મંત્રમુગ્ધ કરનારું સૌંદર્ય પ્રદાન કરે છે. તાઈવાનની ચેરી બ્લોસમ્સ જાપાન અને સાઉથ કોરિયા કરતાં પણ વહેલી ખીલે છે, જેથી વસંતઋતુને આવકારવા ઉત્સુકો માટે તે ઉત્તમ સ્થળ બની જાય છે.
ચેરી બ્લોસમ્સ માટે સૌથી લોકપ્રિય સ્થળમાંથી એક યાંગમગશાન નેશનલ પાર્ક છે, જે તાઈપેઈની બહાર છે. અહીં ચેરીનાં ઝાડ જ્વાળામુખી પર્વતોઅને નૈસર્ગિક ગરમ ઝરણાના સાંનિધ્યમાં ખીલે છે, જે નિર્મળ શાંતિ અને ચકિત કરનારા સૌંદર્યનું અજોડ સંમિશ્રણ છે. મુલાકાતીઓ બ્લોસમથીસમૃદ્ધ બગીચાઓમાં મજેદાર વોક માણી શકે છે, જે પછી પાર્કના ગરમ ઝરણામાં રિલેક્સ કરતાં ખરેખર કાયાકલ્પ અનુભવ થાય છે.
ઉપરાંત વુલગ ફાર્મ મંત્રમુગ્ધ કરનારો હાઈ- અલ્ટિટ્યુડ ચેરી બ્લોસમ અનુભવ પ્રદાન કરે છે. તાઈવાનના પહાડી પ્રદેશના સાંનિધ્યમાં આ ફાર્મ બરફાચ્છિત શિખરો અને ફરતી ટેકરીઓ દ્વારા મઢાયેલાં બ્લોસમ્સ સાથે દરેક ઝરણાને ગુલાબી નદીમાં પરિવર્તિત કરે છે. તસવીરકારો અને નિસર્ગપ્રેમીઓ માટે પણ આ સ્વર્ગ છે, જ્યાં ખીલતા બગીચાઓ અને છૂપી ખીણો થકી પસાર થવાનો અનુભવ અનોખો હોય છે.
અસલ ચમત્કારી સાહસ માટે અલીશાન ફોરેસ્ટ રેલવેમાં પ્રવાસ કરો, જે ઐતિહાસિક ટ્રેન પ્રવાસ હરિયાળાં જંગલો અને હરોળબંધ ચેરીઓ વચ્ચે પાટા પરથી પસાર થાય છે. ટ્રેન ધુમ્મસિયા પહાડીઓના નિસર્ગસૌંદર્ય વચ્ચેથી પસાર થાય છે તેમ પ્રવાસીઓને સાકુરા બ્લોસમ્સ તેની નૈસર્ગિક સુંદરતામાં જોવાનો લહાવો મળે છે. આ રોમાંચ અને નૈસર્ગિક સૌંદર્યનું સંયોજન અલીશાનને તાઈવાનનું સૌથી વહાલું ચેરી બ્લોસમ સ્થળ બનાવે છે.
તાઈવાનમાં ચેરી બ્લોસમ જોવું તે ખાસ કરીને તેની વિશ્વવિખ્યાત ઊલોંગ ટી માટે જાણીતાં અલીશાન જેવાં સ્થળોમાં ટાપુની ચાની સંસ્કૃતિ સાથે સંમિશ્રિત થાય છે. મુલાકાતીઓ ખીલતાં ચેરીનાં ઝાડના સાંનિધ્યમાં સ્થાનિક બનાવવામાં આવેલી ચા માણી શકે છે, જે તાઈવાનના બે સૌથી પ્રતિકાત્મક અનુભવોને સંમિશ્રિત કરે છે.
દરેક દેશ ચેરી બ્લોસમ્સની ઉજવણી કરવાની તેની પોતાની અજોડ રીત પ્રદાન કરે છે. જાપાન હનામી મેળાવડા અને સાકુરા દ્વારા મઢાયેલા માઉન્ટ ફુજી જેવા પ્રતિકાત્મક નજારા સાથે તેની ચેરી બ્લોસમ મોસમમાં ઈતિહાસ અને પરપરાને ગૂંથે છે. સાઉથ કોરિયા જિન્હેઈ ગુનહાંગજે જેવા ઝળહળતા રાત્રિના સમયના પ્રદર્શન અને જીવંત મહોત્સવો સાથે રોમેન્ટિક અને ઉત્સવી સ્પર્શનો ઉમેરો કરે છે. તાઈવાન હાઈ-અલ્ટિટ્યુડ બ્લોસમ્સ અને ચા સમારંભ જેવા સાંસ્કૃતિક મેળાવડા સાથે નિર્મળ અને નયનરમ્ય અનુભવો પ્રદાન કરે છે.
ચેરી બ્લોસમ્સ નાજુક ગુલાબી ફૂલોથી પણ વિશેષ છે. તે જીવન, સૌંદર્ય અને નવાચારની ઉજવણી છે. તમે જાપાનની સદીઓ જૂની હનામી પરંપરાઓથી ચકિત થવા માગતા હોય કે સાઉથ કોરિયામાં ઝળહળતા બ્લોસમ્સ હેઠળ લટાર મારવા માગતા હોય કે તાઈવાનની હાઈ-અલ્ટિટ્યુડ પર શાંતિનો આસ્વાદ કરવા માગતા હોય, દરેક સ્થળ વસંતઋતુના જાદુ સાથે જોડાવા માટે અજોડ રીત પ્રદાન કરે છે.
તો તમારું આગામી ચેરી બ્લોસમ સાહસ તમને ક્યાં લઈ જશે? તમે ટોકિયો, સિઉલ કે તાઈપેઈના બ્લોસમ્સ હેઠળ પોતાને જુઓ કે નહીં જુઓ,પરંતુ એક બાબત નિશ્ચિત છે: પાંદડાં ખરે પછી પણ લાંબા સમય સુધી તે યાદો તમારા મનમાં અંકિત રહી જશે. આગામી સમય સુધીખોજ કરતા રહો અને જીવનના સૌંદર્યની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.