Published in the Sunday Gujarat Samachar on 19 January 2025
બાસ્ક્સ તેમની ભાષા યુસ્કારાના લાંબા સમયથી કસ્ટોડિયન રહ્યા છે, જે યુરોપની સૌથી પ્રાચીન અને સૌથી રહસ્યમય ભાષામાંથી એક માનવામાં આવે છે, કારણ કે તેના ઉદભવ વિશે હજુ પણ મતભેદ છે.
હુંછાશવારે એવું પૂછતો રહું છું કે તમે કેટલા દેશોમાં જઈ આવ્યા છો? અતુલનીય ભારતની બહાર કમસેકમ ૩ કે ૪ ટ્રિપ કરી આવ્યા હોય તેમની યાદીમાં કમસેકમ એક યુરોપિયન દેશ હોય એવી વધુ શક્યતા છે. આથી મારો ત્યાર પછીનો પ્રશ્ન હંમેશાં એ હોય છે કે `તમે કેટલા યુરોપિયન દેશોમાં જઈ આવ્યા છો?' હું પોતે યુરોપમાં ૧૯ દેશોમાં જઈ આવ્યો છું. યુનાઈટેડ નેશન્સ અનુસાર યુરોપમાં આજે ૪૪ દેશ છે.
આથી સ્વાભાવિક છે કે મારે હજુ યુરોપના ૨૫ વધુ દેશોમાં જવાનું બાકી છે. જોકે તાજેતરમાં જ મારી પત્ની હેતા સાથે યુરોપની ટ્રિપ કર્યા પછીમને એવો ખ્યાલ આવ્યો કે તમે કેટલા યુરોપિયન દેશોમાં જઈ આવ્યા તેની ગણતરી એ સંપૂર્ણ માપન નથી. યુરોપમાં એટલું બધું છે કે તમારી બકેટ-લિસ્ટ હંમેશાં વધતી જશે. તો ચાલો, આ વિશે હું તમને સમજાવું છું.
જો તમે યુરોપનો વિચાર કરતા હોય તો સુવિદિત છે કે યુરોપ અદભુત ડાઈવર્સિટી અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ખંડ છે, જે તેના ૪૪ દેશોથી પણ પર છે. યુરોપનો દરેક ખૂણો અજોડ પ્રદેશોથી ધમધમે છે, જે દરેકની પોતાની ઓળખ, સંસ્કૃતિ અને મંત્રમુગ્ધ કરનારું નિસર્ગસૌંદર્ય છે. દરેક પ્રવાસ સાથે યુરોપ એ ઉજાગર કરે છે કે તે ફક્ત દેશોનું કલેકશન ધરાવતો નથી, પરંતુ અસંખ્ય સમુદાયો અને નિસર્ગસૌંદર્યનો ભંડાર ધરાવે છે, જેથી પ્રવાસીની બકેટ-લિસ્ટ હંમેશાં વધતી જ જાય છે.
હું અને મારી પત્ની હેતા ૧૫ દિવસની હોલીડે પર ગયાં હતાં ત્યારે યુરોપના આવા જ એક પ્રદેશમાં જઈ આવ્યાં, જે છે બાસ્ક ક્નટ્રી. આ પ્રદેશ પોતાની ભાષા, રસોઈકળા પરંપરાઓ અને સ્વર્ણિમ મહોત્સવો સાથે યુરોપની સાંસ્કૃતિક ધરોહરનો નમૂનો છે. તેની વસાહતો યુસ્કલ હેરિયા તરીકે જેને ઓળખે છે તે બાસ્ક ક્નટ્રી સાંસ્કૃતિક અને રસોઈકળાનું સ્વર્ગ છે.
આ પ્રદેશને સમજવા માટે ચાલો સૌપ્રથમ તેને ભૌગોલિક નજરિયાથી જોઈએ. બાસ્ક દેશ ઉત્તરીય સ્પેન અને દક્ષિણ- પશ્ચિમી ફ્રાન્સમાં વસેલો પ્રદેશ છે. તે પાયરિનીઝ પહાડીઓના પશ્ચિમી છેડે સ્થિત છે, જે બિસ્કે ખાડીના સાંનિધ્યમાં સ્પેન અને ફ્રાન્સ વચ્ચે સીમા પર છે. સ્પેનિશ ભાગમાં બિલબાઓઅનેે સાન સેબાસ્ટિયન જેવાં નોંધપાત્ર શહેરો છે, જ્યારે નોર્ધર્ન બાસ્ક ક્નટ્રી અથવા ફ્રેન્ચ બાસ્ક ક્નટ્રી તરીકે ઓળખાતા ફ્રેન્ચના ભાગમાં બાયોનીઅને બિયારિઝ જેવાં શહેરો છે.
અમે બાસ્ક ક્નટ્રી થકી પ્રવાસ કર્યો ત્યારે ઊંડાં મૂળિયાં ધરાવતી પરંપરાઓ અને અજોડ રીતરસમોનો પરિચય થયો. બાસ્ક્સ તેમની ભાષા યુસ્કારાની લાંબા સમયથી કસ્ટોડિયન રહી છે, જે યુરોપની સૌથી પ્રાચીન અને સૌથી રહસ્યમય ભાષામાંથી એક માનવામાં આવે છે, કારણ કે તેના ઉદભવ વિશે હજુ પણ મતભેદ છે.
જો તમને ૨૦૧૧ની બ્લોકબસ્ટર હિટ `ઝદગી ના મિલેગી દોબારા' યાદ હોય તો ફિલ્મના છેલ્લા ભાગમાંથી તમને શું યાદ છે? અર્થાત, બુલ્સ ફેસ્ટિવલ યાદ હશે. અમારી રોડ ટ્રિપ પર અમને આ ફેસ્ટિવલ જોવાની ઉત્તમ તક મળી. "એન્સિયેરો તરીકે પણ ઓળખાતો આ ફેસ્ટિવલ સ્પેનના પેમ્પ્લોના શહેરમાં વાર્ષિક ધોરણે યોજાય છે. સાન ફર્મિન ફેસ્ટિવલનો હિસ્સો આ ફેસ્ટિવલ ૬ઠ્ઠીથી ૧૪મી જુલાઈ સુધી ચાલે છે અને આખલાઓની દોડ આ સમયગાળામાં દરરોજ સવારે યોજાય છે.
સહભાગીઓ મોટે ભાગે લાલ સ્કાર્વ્ઝ સાથે સફેદ પોશાકમાં હોય છે, જેઓ ગલીઓમાં છોડવામાં આવેલા આખલાઓના સમૂહની આગળ દોડે છે.તેઓ પેમ્પ્લોના ગલીથી શહેરની પ્રસિદ્ધ બુલરિંગ સુધી દોડે છે. આ પરંપરા ૧૪મી સદીની છે અને મૂળમાં આખલાઓને બજારમાં પરિવહનકરવાની રીત હતી. જો તમે મને પૂછશો તો કહી દઉં છું કે આ આખલાની દોડ જોવા માટે તેના દોડવાના માર્ગમાં આવતી ગલીઓમાં અથવામોટી રકમ ચૂકવીને ઈમારતોની બાલ્કનીઓમાંથી આખલા દોડે છે ત્યારે એક-બે સેકંડની ઝાંખી મેળવવાનો પ્રયાસ કરવાને બદલેઆ દોડ જ્યાં પૂરી થાય છે તે બુલરિંગ માટે ટિકિટ લેવાનું વધુ મજેદાર બની રહેશે.
જો તમે મારા પોડકાસ્ટ્સ ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફ અને સ્પોટિફાઈ પર ૫ મિનિટ ટ્રાવેલ ટિપ્સ સાંભળતા હોય તો તમે જાણતા હશો કે હું ખાવાનો શોખીન છું. ખાદ્ય અને સામુદાયિક ભોજનનો પ્રેમ બાસ્કની માનસિકતામાં ઊંડાણથી વસેલો છે. અહીં સ્થાનિક પેદાશો એટલી પ્રચુર છે કે વાનગીઓમાં પણ તેના મૂળ સાથે વળગી રહીને સતત બદલાવ આવતો રહે છે. તેમાંય સાન સેબાસ્ટિયનનું શહેર દુનિયાની અમુક સૌથી ઉત્તમ રેસ્ટોરાં ધરાવવા માટે જ્ઞાત છે અને અમને આવા જ એક સ્થળ મિરાડોર દ યુલિયા ખાતે ભોજન કરવાની તક મળી. આ વિશેષ રેસ્ટોરાં ખાસ કરી તેના શહેર અને ઝુરિયોલા બીચનો સુંદર નજારો આપે છે. મિરાડોરે અમારી પર અમીટ છાપ છોડી છે. મોન્ટ યુલિયાની ટોચ પર સ્થિત તે શેફ રુબેન ટ્રિંકાડો દ્વારા ચલાવવામાં આવે છે, જે પરિવારની ત્રીજી પેઢી પોતાની શૈલીમાં વાનગીઓ બનાવે છે, પરંતુ રસોઈકળાનો પારંપરિક વારસો જાળવી રાખ્યો છે.
વળી, `ગેમ્સ ઓફ થ્રોન્સ'ને હકાર આપ્યા વિના બાસ્ક દેશના નૈસર્ગિક સૌંદર્યનો કોઈ ઉલ્લેખ પૂર્ણ થતો નથી, જેણે ડ્રેગનસ્ટોન (ગેઝટેલુગેક્સી) અને કિંગ્સ લેન્ડિંગ્સ ગાર્ડન્સ (કેસેરીસમાં પ્લાઝા દ સાંતા મારિયા) જેવાં સ્થળોને ચમત્કારી ક્ષિતિજમાં ફેરવી દીધાં છે. સિરીઝના ચાહકો માટે આ પ્રદેશમાં ટ્રિપ તેમનાં ફેવરીટ પાત્રોને નજીકથી માણવાનો મોકો હોય છે, જ્યારે અન્ય બધા માટે આ સ્થળોની ખૂબીઓને માણવાની તક હોય છે,કારણ કે તે ખરા અર્થમાં તેમનાં સુંદર, અકથિત રૂપમાં મંત્રમુગ્ધ કરીને રહે છે.
આટલું ઓછું હોય તેમ બિયારિટ્ઝ અને સાન સેબાસ્ટિયનની દરિયાકાંઠા તેમના ક્રેસેન્ટ મૂન બેઝ અને સર્ફિંગના સાહસ સાથે તમને રોમાંચિત કરીને રહે છે. લા કોંચા બીચ સાન સેબાસ્ટિયનમાં સ્થિત છે. લા કોંચા મોટે ભાગે દુનિયામાં ઉત્તમ સિટી બીચીસમાંથી એક તરીકે ગણવામાં આવે છે,જે તેની સોનેરી રેતી અને ક્રેસન્ટ આકાર માટે પ્રસિદ્ધ છે અને તે બે અને સિટીનો મંત્રમુગ્ધ કરનારો નજારો આપે છે.
સોપેલાના બીચીસ: એરિયેતારા અને એક્સા બિરિબિલ સહિત આ બીચીસ તેમના સર્ફિંગ, સુંદર ક્લિફ્ફસ અને પેરાગ્લાઈડિંગ તકો માટે પ્રસિદ્ધ છે.
પ્લાયા દ ઝરાઉઝ: ઝરાઉઝ બાસ્ક ક્નટ્રીમાં સૌથી લાંબા બીચમાંથી એક છે, જે સર્વ સ્તરના સર્ફર્સને આકર્ષે છે અને મુલાકાતીઓ તેના પ્રોમેનેડ અને ખાદ્યોને માણી શકે છે.
સાંસ્કૃતિક ખોજકર્તાઓ, ઈતિહાસવિદો, રોમેન્ટિક અથવા ખાદ્યના શોખીનો માટે બાસ્ક ક્નટ્રી રોમાંચ, રોચક અને સૌથી મહત્ત્વપૂર્ણ આવકાર્ય સાથે નિરંતર અનુભવોથી ભરચક છે. કહેવાય છે કે બાસ્ક્સ સંપૂર્ણ સ્પેનિશ કે સંપૂર્ણ ફ્રેન્ચ પણ નથી, પરંતુ તે બાસ્ક જ છે. તેની આ વ્યક્તિગતતા તેમની ઉષ્મા, આવકાર્ય જોશમાં પ્રતિબબિત થાય છે, જે પ્રદેશની પોતાની અજોડ ઓળખના પડઘા પાડે છે. બાસ્ક ક્નટ્રીને જાણવા માટે તેના લોકોને જાણવા જોઈએ. પકોસ બારમાં સ્થાનિકો સાથે ઉત્સ્ફૂર્ત વાર્તાલાપ હોય કે બાસ્ક કૂકિંગ ક્લાસમાં રચ્યાપચ્યા હોય, મહેમાનગતી હંમેશાં આવકાર્ય, હંમેશાં મનથી હોય છે. એકંદરે હું માનું છું કે આપણે એવા તબક્કે છીએ જ્યાં યુરોપમાં કેટલા દેશોમાં જઈ આવ્યા તેની ગણતરી સાથે યુરોપની અલગ પ્રદેશ આધારિત બકેટ લિસ્ટ આપણે ધરાવવી જોઈએ.
એક ટ્રિપમાં આપણે યુરોપના ૪ અલગ અલગ પ્રદેશોને આવરી લીધા: લોઈર વેલી, બાસ્ક ક્નટ્રી, નુવેલી- એક્વિટેઈન અને પેરિસ. તેની પ્રચુરતા જોતાં હું માનું છું કે પેરિસ નિશ્ચિત જ તેનો પોતાનો પ્રદેશ તરીકે માનવો જોઈએ. તો હા, આ મારો બાસ્કનો અનુભવ છે. શું તમે બાસ્ક ક્નટ્રીમાં જઈ આવ્યા છો? તમને તે વિશે શું લાગે છે? મને તમારો અનુભવ જાણવાનું ગમશે. તો મને neil@veenaworld.com પર લખો. તો ફરી મળીશું, ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.