Published in the Sunday Gujarat Samachar on 16 March, 2025
ધરતી તમારા પગની નીચે કંપે છે, ધસમસતા પાણીના ખળખળાટથી વાતાવરણ ગૂંજે છે અને આકાશમાં ધુમ્મસ એટલું ગાઢ કે 50 કિલોમીટર દૂરથી પણ સહજ દેખાઈ શકે છે.
આફ્રિકા ફક્ત સ્થળ નથી. તે ભૂતકાળની ગોપનીયતાઓ ગણગણતું સ્થળ છે, જે ધરતી નિસર્ગ અને ભ્રમણાઓ એકબીજામાં સહજ રીતે ભળી જાય છે. પિલાનીસબર્ગના જ્વાળામુખીના ઉદભવથી કેંગો ગુફાના છૂપા ઓરડાઓ સુધી અહીં દરેક સ્થળ વાર્તા કહેવાની વાત જુએ છે.અને દરેક રવિવારે હું આ જ કરું છું. હું અમારા પોડકાસ્ટ અને ન્યૂઝલેટર માટે રસપ્રદ વાર્તાઓ અને કથાઓ જોતો રહું છું.
અને આવી જ જૂજ વાર્તાઓ હું અહીં તમારી સમક્ષ રજૂ કરવાનો છું. તો તમારા કમરપટ્ટા તંગ કરો, કારણ કે આ ફક્ત ટ્રાવેલ ગાઈડ નથી.આ આફ્રિકાના હૃદયમાં પ્રવાસ છે.
સાઉથ આફ્રિકા: પિલાનીસબર્ગ નેશનલ પાર્કઃ ઊંઘતા વિરાટ જનાવરનું ઘર
પ્રથમ નજરે પિલાનીસબર્ગ નેશનલ પાર્ક સાઉથ આફ્રિકામાં કોઈ અન્ય વાઈલ્ડલાઈફ રિઝર્વ જેવું દેખાય છે, જ્યાં વિશાળ સોનેરી મેદાનો, બાવળનાં ઝાડ અને પ્રાસંગિક હાથીઓના ઝુંડમાંથી ઊભરી આવતું ધૂળનું વાદળ. જોકે તેની રોલિંગ ટેકરીઓની ભીતર ગોપનીયતા છે. આ પાર્ક એક સમયે વ્યાપક જ્વાળામુખી હતો, જે 1,200 મિલિયન વર્ષ પૂર્વે ફાટી નીકળ્યો હતો.
આજે જ્વાળામુખીથી સર્જાયેલા પર્વતની ફળદ્રુપ માટી વાઈલ્ડલાઈફ માટે સ્વર્ગ બની ચૂકી છે. બિગ ફાઈવ, એટલે કે, સિંહ, દીપડા, ગેંડા,હાથીઓ અને ભેંસ આફ્રિકામાં દુર્લભ શિકારીઓમાંથી એક પ્રપંચી કથ્થઈ હાયના સાથે મુક્ત રીતે વિહરે છે. જોકે પિલાનીસબર્ગને ખરેખરજો કશું અનોખું તારવતું હોય તો તે પુનર્જન્મની વાર્તા છે. એક સમયે ખેતજમીન તે ઓપરેશન્સ જેનેસિસ તરીકે જ્ઞાત ઈતિહાસમાંસૌથી વિશાળ જનાવરોને સ્થળાંતર પ્રકલ્પમાંથી એક થકી ફૂલતાફાલતા રિઝર્વમાં ફેરવાઈ ગયું હતું.
તો તમે અહીં સફારી ડ્રાઈવ પર નીકળો છો ત્યારે યાદ રાખો, તમે ફક્ત વાઈલ્ડલાઈફ નથી જોઈ રહ્યા,પરંતુ તમે પૂર્વઐતિહાસિક વિશ્વના અવશેષો પર ઊભા રહ્યા છો.
કેપ ઓફ ગૂડ હોપ-દુનિયાની કોર
સદીઓ સુધી નાવિકો માનતા આવ્યા છે કે કેપ ઓફ ગૂડ હોપ એટલાન્ટિક અને ભારતીય મહાસાગરનું સંગમ સ્થળ હતું,જ્યાં હિંસક વાવાઝોડાં અને છેતરામણાં જળ ગુમ જહાજોની કબર નિર્માણ કરે છે.
અહીં એક સૌથી પ્રસિદ્ધ દંતકથા ફ્લાઈંગ ડચમેન વિશે છે, જે ભૂતિયું જહાજ અનંતકાળ માટે સમુદ્રની સેર પર નીકળી પડ્યું હતું. ઘણા બધા નાવિકોઅને પર્યટકો ધુમ્મસિયાં જળમાં કેપની આસપાસ કાયમ માટે ઘૂમવાનો પ્રયાસ કરતું તરતું વર્ણપટીય વહાણ જોયું હોવાનો દાવો કરે છે.
જોકે ભ્રમણાઓની પાર આ સ્થળ નૈસર્ગિક સૌંદર્યનો નજારો છે. ઊંચા ઊંચા ખડકો, નાટકીય મોજાંઓ અને પવનથી તરવરાટ કરતા ફિનબોસતેને દુનિયામાં સૌથી મંત્રમુગ્ધ કરનાર દરિયાકાંઠાના નિસર્ગસૌંદર્યમાંથી એક બનાવે છે. કેપની કોર પર ઊભા રહેતા તમારા ચહેરા પરક્ષારયુક્ત ઠંડો ઠંડો પવન મહેસૂસ થાય છે અને ક્ષિતિજની પાર નવું વિશ્વ ચાહતા સમુદ્રમાં સાહસ ખેડનારા અસંખ્ય ખોજકો વિશે જરા કલ્પના કરો.
માસાઈ મારા નેશનલ રિઝર્વઃ સિંહોનું રાજ
પૃથ્વી પર જૂજ સ્થળો માસાઈ મારાના સુંદર નજારા સાથે સુમેળ સાધે છે. તે વાઈલ્ડલાઈફ રિઝર્વ્સનું કેનિયાના તાજનું ઘરેણું છે. તે ગે્રટ માઈગે્રશન માટે ઘર છે, જેમાં 1.5 મિલિયનથી વધુ વાઈલ્ડબીસ્ટ, ઝેબ્રા અને ગઝેલીસ મારા નદી પાર કરતી વખતે જોવાની યાદગાર ઘટના છે.
માસાઈ લોકો આ સ્થળને સદીઓથી ઘર માને છે, જ્યાં વિદાયવિધિ તરીકે તેઓ શિકાર કરતા તે સિંહોનું સહ-અસ્તિત્વ પણ છે. આજે માસાઈ ધરતીના સંરક્ષકો છે, જે વાઈલ્ડલાઈફનું રક્ષણ કરવા સાથે તેમની પરંપરાઓ જીવિત રહે તેની ખાતરી રાખે છે.
માસાઈના યોદ્ધાઓએ તેમની નીડર નામના કઈ રીતે વિકસાવી તે વિશે ક્યારેય વિચાર કર્યો છે? તેઓ માને છે કે સિંહની આંખોમાં સીધા જ જોતાં તેઓ મૂક પડકારનો સંદેશ આપી શકે છે, જે શસ્ત્ર કાઢ્યા વિના તેમના પ્રભુત્વનો દાવો કરે છે.
તાન્ઝાનિયાઃ સેરેંગેટી નેશનલ પાર્ક
સેરેંગેટી ફક્ત નેશનલ પાર્ક નથી, પરંતુ તે તેની પોતાની દુનિયા છે, જે એટલી વિશાળ છે કે ક્ષિતિજની પાર ફેલાયેલી છે. દર વર્ષે અહીં ગે્રટ માઈગે્રશન થાય છે, જે નૈસર્ગિક અજાયબી એટલી અદભુત હોય છે કે અવકાશમાંથી જોઈ શકાય છે.
મેં અગાઉ કહ્યું તેમ ગે્રટ માઈગે્રશન હયાતિનો પ્રવાસ છે, જ્યાં દરેક પગલું જીવન અથવા મૃત્યુ હોઈ શકે છે. નદીઓમાં મગરમચ્છ છુપાયેલા હોય છે,ઊંચા ઘાસમાં સિંહો વાટ જુએ છે અને કમજોરનો હાયના પીછો કરે છે.
જોકે માઈગે્રશનની પાર પ્રાચીન માસાઈ માન્યતા એવી છે કે સેરેંગેટી એવી જગ્યા છે જ્યાં દુનિયા શરૂ થાય છે. માસાઈ ભાષામાં"એન્ડલેસ પ્લેઈન્સ (નિરંતર મેદાનો) એવો અર્થ ધરાવે છે અને તેઓ માને છે કે તેમના પૂર્વજોએ સૌપ્રથમ આ ધરતી પર પગ મૂક્યો હતોઅને નોંધ કરાઈ તેના ઘણા સમય અગાઉથી હિંસ્ર દુનિયા સાથે ભાઈચારામાં રહેતા હતા.
ગોરોંગોરો ક્રેટર - ગુમ વિશ્વ
હવે વિરાટ ભાંગી પડેલા જ્વાળામુખીની કોર પર ઊભા રહીને સમયમાં સપડાયેલી જમીન પર જોતા હોય તેવી જરા કલ્પના કરો.આ ગોરોંગોરો ક્રેટર દુનિયાનો સૌથી વિશાળ અકબંધ જ્વાળામુખી કેલ્ડેરા છે, જેને મોટે ભાગે આફ્રિકાનું ઈડન તરીકે ઓળખવામાં આવે છે.
લગભગ 25,000થી વધુ જનાવરો આ નૈસર્ગિક એમ્ફિથિયેટરમાં વસવાટ કરે છે, જ્યાં હાઈ ક્રેટર દીવાલો સુરક્ષા કવચ તરીકે કામ કરે છે,જે તેને પૃથ્વી પર સૌથી જૈવવૈવિધ્યપૂર્ણ સ્થળમાંથી એક બનાવે છે. અમુક એવું પણ માને છે કે ગાર્ડન ઓફ ઈડન માટે તે અસલ જીવનની પ્રેરણા છે, જ્યાં નિસર્ગ ઉત્તમ સંતુલન સાથે ફૂલેફાલે છે.
જોકે તેના સૌંદર્યની ભીતર રહસ્ય સમાયેલું છે. સ્થાનિક લીજેન્ડ જનાવરો જ્યાં ગાયબ થઈ જાય છે અને દૂર જમીનોમાં ફરી દેખા દે તે છૂપા ભૂગર્ભનીવાત કહે છે. વિજ્ઞાનીઓએ આવો માર્ગ ક્યારેય શોધ્યો નથી, પરંતુ ક્રેટર આફ્રિકાનું સૌથી ચમત્કારિક નિસર્ગસૌંદર્યમાંથી એક રહ્યું છે.
વિક્ટોરિયા ફોલ્સ
વિક્ટોરિયા ફોલ્સની કોર પર ઊભી રહેતાં તમે તે જોઈ તો શકો જ છો, પરંતુ તેને મહેસૂસ પણ કરી શકો છો. તમારા પગ નીચે જમીન કંપે છે,ધસમસતાં જળના ખળખળાટથી વાતાવરણ ગૂંજી ઊઠે છે અને આકાશમાં ધુમ્મસ એટલું ગાઢ હોય છે કે તે 50 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.
સ્થાનિકો તેને "મોસી-ઓઆ-તુનિયા કહે છે, જેનો અર્થ "ગર્જના કરતો ધુમાડો એવો થાય છે. અને યોગ્ય રીતે જ દુનિયામાં આ સૌથી વિશાળઅને સૌથી શક્તિશાળી પાણીના ધોધમાંથી એક છે, જે સ્થળે નિસર્ગ તેની સૌથી ચરમસીમાએ પહોંચે છે.
ધ ડેવિલ્સ પૂલઃ નિસર્ગની અંતિમ નિરંતર કોર
સૌથી સાહસિક પ્રવાસીઓ માટે વિક્ટોરિયા ફોલ્સ ખાતે એવું એક સ્થળ છે, જે તર્કની વ્યાખ્યા કરે છે - ધ ડેવિલ્સ પૂલ. પાણીના ધોધની કોરે વસેલોઆ નૈસર્ગિક ખડક સાહસિકોને 108 મીટર ઊંચાઈ પરથી જૂજ ઈંચો દૂર તરવાની અનુકૂળતા આપે છે.
સૂકી મોસમમાં પાણીની સપાટી ઓછી થતાં તરવા માટે સુરક્ષિત સ્થળ (પરંતુ દિલધડક) બને છે. આવો અનુભવ ક્યાંય નહીં મળી શકે. એકદમ કોર પર બેઠા હોય, નીચે ખળખળ વહેતાં જળનો નજારો, તમારી પાછળ નદીનું બળ મહેસૂસ કરવાની જરા કલ્પના કરો. શું તેમાં તમે ભૂસકો મારશો?
સમકાલીન જોશ સાથે નૈસર્ગિક અજાયબી
વિક્ટોરિયા ફોલ્સે સ્કોટિશ શોધક ડેવિડ લિવિંગસ્ટોને 1855માં પ્રથમ જોયું ત્યારથી પેઢી દર પેઢી યોજાતા આદિવાસી સમારંભો સુધીસદીઓના ઈતિહાસનું સાક્ષી બન્યું છે.
જોકે સચ્ચાઈ એ છે કે વિક્ટોરિયા ફોલ્સ તમે જુઓ છો તેટલા પૂરતું મર્યાદિત નથી, પરંતુ એવું કશુંક છે જે તમે અનુભવો છો.ધુમ્મસ પરથી હેલિકોપ્ટર સવારી હોય, સૂર્યાસ્ત સમયે ઝમ્બેઝી પર બોટ ક્રુઝ હોય કે છરીની ધારવાળા પુલ પર તમે ઊભા હોય,પાણીનો ધોધ તમારા અંતર પર છાપ છોડી જાય છે.
અંતે આફ્રિકા ફક્ત સ્થળ નથી, પરંતુ તે લાગણી છે, વાર્તા છે, ખોજની વાટ જોતી દંતકથા છે. અને તમે નીકળો છો ત્યારે તમને ભાન થાય છેકે અસલી સાહસ તો હજુ શરૂ થયું છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.