પંદર મિનિટ હસવાથી માનવી શરીરને બે કલાકની ઊંઘ જેટલો ફાયદો થાય છે. એટલે કે, હસવું એકાદ મલ્ટીવિટામિનની ગોળી જેવું છે. આજે ઊંઘ ઓછી મળી હોય તો ચાલો, દિવસભરની બચેલી ઊંઘ હસવામાંથી મેળવીએ. ખડખડાટ હસીએ, પ્રફુલ્લિત થઈને હસીએ, આંખોમાંથી પાણી આવે ત્યાં સુધી હસીએ, પેટ દુખે ત્યાં સુધી હસીએ.
વીણા વર્લ્ડ શરૂ થઈ ત્યારથી વુમન્સ સ્પેશિયલ સહેલગાહના ધૂમધડાકા થઈ રહ્યા છે. દરેક ટુર પર જઈને પછી તે અમેરિકા હોય કે સ્કેન્ડિનેવિયા, ત્યાં ગયેલી અમારી બહેનપણીઓને મળી. ‘હું જ મારી રાણી’ આ સંકલ્પના મસ્ત જોર પકડી રહી છે. છોકરી, પછી તે સાત વર્ષની હોય કે સિત્તેેર, દરેક સહેલગાહમાં તેનો આત્મવિશ્ર્વાસ વધી રહ્યો છે. હું પોતાની પર વધુ પ્રેમ કરવા લાગી છું. તેના વર્તણૂકમાં, બોલવામાં-પહેરવેશમાં મસ્ત બદલાવ આવી રહ્યા છે, અર્થાત, બદલાવ ફક્ત કપડાંમાં નહીં પણ કોન્ફિડન્સમાં પણ છે. સ્વિટ્ઝર્લેન્ડમાં અમે ગાલા ઈવનિંગમાં ધમ્માલ કરતાં હતાં ત્યારે ફેશન શોમાં રેમ્પવોક થઈ ગયા પછી તે ગ્રુપમાં એક છોકરી વૈશાલી મારી પાસે આવી અને કહ્યું, ‘આ રેમ્પવોક નહોતો, આ કોન્ફિડેન્સ વોક હતો. ‘ક્યા બાત હૈ! રેમ્પવોકને ‘કોન્ફિડેન્સ વોક’ નામ બંધબેસી ગયું. જોકે સારું થયું, મને સૂચવ્યું હોત તો વ્યવસાયનો ભાગ બની ગયો હોત. તે સહેલગાહમાં આવેલી આ છોકરીને સૂઝ્યું તે જોતાં તેનું મહત્ત્વ અનેકગણું વધુ છે, કારણ કે આ વુમન્સ સ્પેશિયલ સહેલગાહમાં હું જે કરી રહી છું તેનું હાર્દ જ ‘કોન્ફિડેન્સ બિલ્ડિંગ’નો છે.
નાનપણથી આપણી પર છોકરો-છોકરી, જાડા-પાતળા, કાળા-ગોરા, સુંંદર-સાધારણ, ગરીબ-શ્રીમંત, ઈંગલિશ બોલનાર-ઈંગલિશ ન બોલનાર... એવી અનેક બાબતોનો ઠપકો મારવામાં આવે છે કે તેમાંથી એક બાબતમાં જો આપણે થોડા પણ ડગુમગુ થઈએ તો આપણા કોન્ફિડેન્સને કાતર લાગી જ સમજો. બલ્કે, આપણે તે લગાવીએ તે પૂર્વે જ આજુબાજુથી આપણી પર તે લગાવવામાં આવે છે. દુનિયામાં અનેક દેશ છે જે ઈંગલિશ બોલતા નથી, તેમનું આજ સુધી કશું અટક્યું છે?- પ્રગતિમાં અવરોધ આવ્યો છે?-આપણે ત્યાં જ ઈંગલિશની આટલી હોહા શા માટે? આપણે પારકી ભાષાના હજુ ગુલામ શા માટે છીએ? વિશ્ર્વવ્યાપી ગૂગલે દરેક સ્થાનિક ભાષાનું મહત્ત્વ જાણ્યું અને સર્વ જ્ઞાન સ્થાનિક ભાષામાં પરાવર્તિત કર્યું છે અને કરી રહ્યું છે તો આપણે આપણી ભાષાને શા માટે પાછળ રાખી રહ્યા છીએ. ક્યારેક ક્યારેક મને પ્રશ્ર્ન થાય છે, ‘અમારી સહેલગાહ બરોબર પાર પડશે ને? અમને બિલકુલ ઈંગલિશ આવડતું નથી. ‘અરે, મારો ગોલી ઉસ ઈંગલિશ કો,’ ચાલો, દુનિયાને આપણી ભાષા સમજાવીએ. તમે સંપૂર્ણ સહેલગાહમાં તે યુરોપિયનો સાથે મરાઠીમાં બોલો. તમારું કામ થઈ જશે. આ અનુભવ મેં પોતે અજમાવી જોયો છે. હવે ફ્રાન્સ-ઈટાલીમાં ક્યાં સૌને ઈંગલિશ આવડે છે. ફ્રાન્સ તો તે ભાષાનો દ્વેષ કરે છે. આપણો તામિલનાડુ અને હિંદી વચ્ચે ‘પ્રેમ’ છે તેવું જ તેનું છે. આ પછી ત્યાં બોલવાનું નહીં પણ સંવાદ કરવો પડે છે અને સંવાદને ભાષાની જરૂર હોતી નથી. તો પછી આપણે પાછળ શા માટે રહેવું જોઈએ? તમારા ટોન પરથી, વાક્યમાંના એકાદ નામ પરથી તમને શું બોલવાનું છે તે સામેવાળાને સમજાય છે. અમારી યુરોપ સહેલગાહમાં ઘણી વાર જે ડ્રાઈવર્સ આવે છે તેમને ઈંગલિશમાં જરાય ગતિ હોતી નથી. જોકે તેઓ તેમના કામમાં એક્સપર્ટ હોય છે. ડમ્બ-શેરાડ્સ પ્રમાણે મૂક સંભાષણ-સાંકેતિક સંભાષણ દ્વારા અમે ટુર મેનેજર્સ અને તેમનું બધું ઓલવેલ જેવું ચાલે છે. ઈંગલિશ ગોરા રંગનો રૂબાબ છાંટે છે એ રીતે બહેન-ભાઈઓમાં પણ કાળા-ગોરા પરથી ભેદ કરાતો મેં જાતે જોયા છે. આમ છતાં આપણે ત્યાં ઢંગધડા સાથે માણસો બરોબર દેખાય છે. દુનિયામાં અનેક સ્થળે દેખાતા કૃષ્ણવર્ણીય જો આપણે ત્યાં હોત તો મોટે ભાગે આપણે તેમને તરછોડી જ દીધા હોત. આવી વૃત્તિ દેખાય છે ત્યારે ‘ગેટ વેલ સૂન’ કહેવાનું મન થાય છે.
તમે કહેશો કે લેખનું શીર્ષક છે સ્માઈલ મહાત્મ્ય અને તમે કઈ દિશામાં ફંટાઈ ગયાં છો. જોકે ધીમે ધીમે હું તે જ મુદ્દા પર આવી રહી છું. આ તો પ્રસ્તાવિક ભાગ થઈ ગયો. જોકે સ્માઈલની અને હાસ્યની શરૂઆત ખરેખર તો તે જ છે. એક વાત નક્કી છે કે હું વુમન્સ સ્પેશિયલમાં આવેલી મહિલાઓને પણ કહું છું, ‘આપણે ખોટું હસવાનું નહીં.’ આ ખોટા હાસ્યના અનેક પ્રકાય હોય છે. સામેની વ્યક્તિ હસે એટલે આપણને પણ હસવાનું આવી જાય છે. મારા મનમાં પ્રચંડ ઊથલપાથલ છે પણ આય એમ સપોઝ ટુ સ્માઈલ તેથી આપણે હેમખેમ હસીએ છીએ. ક્યારેય અન્યની મજાક ઉડાવીને આપણે હસીએ છીએ, ક્યારેક કોઈકના વ્યંગ પર આપણે હસીએ છીએ, ક્યારેક કોઈકને નીચું બતાવીને ધન્યતા માનતાં મનમાં હસીએ છીએ. આ બધા હસવાના પ્રકાર મને પોકળ લાગે છે. આપણે મન મોકળું રાખીને હસીએ શકીએ? અને તે મન મોકળું રાખીને હસવાનું આપણને ફાવે છે? ન ફાવતું હોય તો તેવી આપણે શરૂઆત કરવી જોઈએ. અરે, આપણી પર સંસ્કાર જ ‘મોટેથી નહીં હસવાના’ થયા છે. મને યાદ છે કે અમારા મામાના ઘરે એક કાકા દાદા અને બીજા અમારા દાદા હતા. અમારા દાદા એકદમ મન મોકળું રાખીને હસતા, મને તેમનો તે મન મોકળું રાખીને હસતો ચહેરો આજે પણ યાદ છે. તેમના શામ રંગના ચહેરા પર હસતી વખતે સફેદ દાંતની બત્રીસી આજે પણ નજરો સામે આવી જાય છે. તેમની જેમ નિર્મળ હસતાં આવડવું જોઈએ એવું મને કાયમ લાગ્યા કરે છે. બીજી બાજુ અમારા કાકા દાદા જોકે ગંભીર હતા. તેઓ આસપાસ હોય તો આપણે મોટેથી હસવાનું નહીં. જોરમાં હસ્યા તો અન્યો શૂ... શૂ... કરે અને આંખોથી એકમેકને ઈશારો કરે કે મોટા દાદા ખીજાશે. આથી મોટેથી હસવું એટલે ગુનો એવી સમજ નાનપણથી જ મળી છે. મને ખાતરી છે કે આપણા દરેકના ઘરમાં આવી વ્યક્તિ હશે કે જેમણે જાણતાંઅજાણતાં ફક્ત મોટે મોટેથી હસવાનું નહીં પણ હસવાનું ગુનો છે એવું આપણી પર ઠસાવી દીધું હશે. દુનિયામાં આટલું દુ:ખ છે ત્યારે આપણે હસવાનું? અરે, આ તો ઘોર ગુનો છો. નોટ અલાઉડ એટ ઓલ. ‘ઘરમાં આટલા પ્રોબ્લેમ છે અને કઈ રીતે બેશરમ બનીને હસે છે જુઓ’ ‘તેનાં લગ્ન તૂટી ગયાં પણ ચહેરા પરના ભાવ જુઓ, આ રીતે હસવાનું શોભે છે? આ ડાયલોગ પરિચિત લાગે છે? તમને આવું છાશવારે સંભળાતું હશે. અને હસવાનું ભૂલી ગયા પછી આપણો ચહેરો કોરો, કડવો, નિરુત્સાહી, થાકેલો, હારેલો દેખાવા લાગે છે. ચહેરા પરની આ નીરસતા, નિર્મળતા અલોપ થઈ જાય છે અને ધીમે ધીમે આપણું વ્યક્તિત્વ તેવું બનવા લાગે છે. આ અત્યંત જોખમી છે. અરે, પછી માણસો આજુબાજુ ફરકતા જ નથી. આપણે આપણા વ્યક્તિત્વની આસપાસ એક અદશ્ય દીવાલ ક્યારે ઊભી કરીએ છીએ તેનો આપણને ખ્યાલ પણ રહેતો નથી. એક મન મોકળું કરીને હસવાનું રોકવાનાં આપણને કેટલાં બધાં દુષ્પરિણામ ભોગવવાં પડે છે. ચાલો, આ ગર્તામાં ધકેલાઈ જવા પૂર્વે ભાનમાં આવીએ. આજથી ખરેખર હસવાની શરૂઆત કરીએ.
અમારી વુમન્સ સ્પેશિયલમાં તેથી જ અમે સ્માઈલ ક્વીનનું એક પ્રાઈસ રાખ્યું છે. હસે અને અન્યોને હસાવે છે, વાતાવરણ પ્રસન્ન કરે છે, માહોલ વેલકમિંગ બનાવે છે, તે બને છે વીણા વર્લ્ડની સ્માઈલ ક્વીન. છોકરી હસે એટલે ઘર હસે. આમ, ઘેર ઘેર સ્માઈલ ક્વીન સતત હસતી રહેવી જોઈએ. ચાલો, જગ્યા સમાપ્તિની ઘોષણા. હેવ અ સ્માઈલી સન્ડે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.