વૈશ્ર્વિક સ્પર્ધામાં, પ્રગતિની ગતિમાં, મન પરના તાણતણાવ સામે ક્યારેય નહીં તેટલા પ્રખર રીતે આપણે સન્મુખ જવાનું છે અને તે માટે મહત્ત્વનું છે સિમ્પ્લીફાય સિમ્પ્લીફાય અને સિમ્પ્લીફાય, અમારા આ વર્ષના પ્રકલ્પમાંથી આ એક પ્રકલ્પ છે...
‘ક ુછભી એક્સ્ટ્રાઓર્ડિનરી કરને કી જરૂરત નહિ હૈ.’ આ વાક્ય સન્માનનીય વડા પ્રધાનના ‘મન કી બાત’ના ઓક્ટોબર મહિનાના રેડિયો કાર્યક્રમનું છે. એક શ્રોતાએ નાના બાળકોને થતા ડાયાબીટીસ પર પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના ઉત્તરનું આ વાક્ય છે, સીધીસાદી જીવનશૈલી જીવવા પર, બાળકોની આઉટડોર એક્ટિવિટીઝ પર તેઓ બોલતા હતા. હવે ખરેખર તો આપણા વડા પ્રધાને અલગ કશું જ કહ્યું નથી, પરંતુ બધાને બધી માહિતી હોવા છતાં સમસ્યા વધી રહી છે તે જ સમસ્યા છે અને તેથી જ ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ ‘કુછ ભી એક્સ્ટ્રાઓર્ડિનરી કરને કી જરૂરત નહીં હૈ’ વાક્યથી એક મહત્ત્વનો ઉત્તર મળવા જેવું થયું. સાદું જીવન જીવવું તે બધી ‘સમસ્યાઓ કા એક હી ઈલાજ’ છે પણ સાદું એટલે શું તે જ સમજવું મુશ્કેલ છે. સાદી રહેણીકરણી એટલું શું? આવો પ્રશ્ર્ન મેં અમારી એક મિટિંગમાં પૂછ્યો, ‘ઊંચાં કપડાં નહીં ચાલે’ ‘હાઈ ફાઈ લાઈફસ્ટાઈલ નહીં ચાલે’ ‘બ્રાન્ડેડનું પાગલપણું નહીં જોઈએ,’ ‘પૈસાનો વેડફાટ નહીં જોઈએ’ ‘વાહનો પર પૈસા વેડફવા નહીં.’ આ પછી કોઈકે કહ્યું, ‘જોકે આ બધું ભૌતિક બન્યું છે. જેની તેની હેસિયત મુજબ તેઓ રહે છે, આ બધી રિલેટિવ બાબતો છે.’ અમુકને બાટાની ચંપલ મોંઘી લાગે છે તો કોઈકને સાલ્વાતોરે ફેરાગામોની ચંપલ સસ્તી લાગે છે. વાહન નથી તેમને મારુતિ કાર એટલે એશોઆરામ વિલાસી જીવનશૈલી લાગે છે તો અમુક પોતાની પાસે રોલ્સ રોઈસ નથી તેથી નારાજ છે અથવા તેમની કોમ્યુનિટીમાં તેને રોલ્સ રોઈસ અથવા બેન્ટ્લી નથી તેથી તેમની રહેણીકરણી સાદી લાગશે.’ સાદી રહેણીકરણી એટલે આ બાહ્ય ભૌતિક બાબત નહીં પરંતુ તેના મન સાથે સંબંધ છે, વિચારો સાથે સંબંધ છે. અરે બાપ રે, સાદી રહેણીકરણી વિષય પરની આ ચર્ચા અથવા સંવાદ એકંદરે કોમ્પ્લિકેટેડ થઈ રહ્યો છે. અને આ સાદી રહેણીકરણી સમજવાનું મુશ્કેલ હોવાથી આપણે મૂંઝવણમાં મુકાઈએ છીએ. ગયા અઠવાડિયે અમારા દુબઈના એસોસિયેટ આવ્યા હતા. બહુ મોટો અને સારો બિઝનેસ હતો. સાઉથ ઈસ્ટ એશિયા ક્ધટ્રીઝ અને ભારતમાં મોટે પાયે તેમની પાસે બિઝનેસ છે. જોકે આટલું બધું હોવા છતાં માનવી તરીકે તે એકદમ સીધોસાદો છે. નીલે પૂછ્યું, ‘દુબઈમાં તમે ક્યાં રહો છો, યુ મસ્ટ બી હેવિંગ અ પેલેશિયલ બંગલો?’ તેમણે કહ્યું, ‘દુબઈમાં હમણાં સુધી મેં ઘર લેવાનો વિચાર કર્યો નહીં. બિઝનેસ વધતો રહ્યો. હવે છ મહિના પૂર્વે જોકે નિર્ણય લીધો કે હવે પોતાનું ઘર વસાવીએ.’ અમે આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. આને સીધીસાદી રહેણીકરણી કહેવાય? અહીંના ધનાઢ્ય દુબઈમાં ઘર લેવા માટે એકબીજા સાથે લોકો સ્પર્ધા કરે છે એવા સમયે આટલાં વર્ષ દુબઈમાં આટલો મોટો બિઝનેસ કરીને આ માણસે હજુ પોતાનું ઘર વસાવ્યું નથી. તેમને પૂછ્યું, ‘તમારી અમારી જાત એક જ છે. અમે પણ ભાડાની જગ્યામાં બિઝનેસ શરૂ કર્યો. ધીમે ધીમે સ્થિર થયા, બિઝનેસ પણ સેટ થઈ રહ્યો છે અને તે વધી રહ્યો છે પણ આ કરતી વખતે અમે ચાર ડિરેક્ટર્સે આરંભમાં જ અમુક બાબતો નક્કી કરી રાખી હતી. સૌપ્રથમ, એટલે કે, બિઝનેસ સતત વધારતા રહેવાનું. બિઝનેસ કરવાનું હાથમાં લીધું છે તો તે મોટો થવો જ જોઈએ, નો ઓપ્શન. રહેવાનું ઘર અને કામ કરવાની ઓફિસ આ બંને બાબતો વેલકમિંગ હોવી જોઈએ, કારણ કે બંને સ્થળે આપણું જીવન અડધું અડધું ડિવાઈડ થાય છે, કારણ કે એક વાર મને આ જોઈએ, મને પેલું જોઈએ એમ આપણી ચાહતો વધતી જાય તેમ જીવન મુશ્કેલ બની જશે, રાતની શાંત ઊંઘ ક્યારે ઊડી જશે તે સમજાશે પણ નહીં. ‘લેટ્સ સિમ્પ્લિફાય.’ હવે અમે, એટલે કે, સુધીર નીલ સુનિલા અને અમારો છોટે રાજ બધા આ વિચારો સાથે છીએ એવું દેખાય છે અને ભવિષ્યમાં તે આવું જ રહેવું જોઈએ એવી પ્રાર્થના.
નવીન સાથે વાત કરતી વખતે મેં અમારા ભારતના અને દુનિયાભરના એસોસિયેટ્સનો વિચાર કર્યો તો મોટા ભાગના એસોસિયેટ્સ એવા વિચારના, બિઝનેસમાં પોતાને સમર્પિત કરતા, આપણા વડા પ્રધાનના ‘સબકા સાથ સબકા વિકાસ’ વિચાર પ્રમાણે કામ કરનારા દેખાયા. આમ, વેવલેન્ગ્થ જામે તેથી જ કદાચ અમે ગયાં અનેક વર્ષ એક રહીને એકબીજા સાથે સંબંધ જાળવી રાખ્યાં છે. બધાનો એક જ પ્રયાસ હોય છે, વધુમાં વધુ સારી સર્વિસ આપવાનો, અડચણો પર માત કરવાનો અને જીવન સીધુંસાદું કરવાનો.
અમારી ટીમ સાથે ચર્ચા ચાલુ હતી, ભૌતિક બાબતો પરથી બધા હવે થોડા ઉચ્ચ વિચારોમાં ગયા છે. અનેક વિચારોનું આદાનપ્રદાન થયું છે. કોઈકે
કહ્યું, ‘ઈલેક્ટ્રોનિક્સ ઈન્ટરનેટે આપણને બિઝી રાખ્યા છે, એકાગ્રતાનો ભંગ કર્યો છે, નો ડાઉટ ફાયદા છે પણ હંફાવી દીધા છે.’ અન્યોની વ્યથા ‘અરે તું બે બે ફોન શા માટે લઈને ફરે છે, એક ફોન લઈને આવ. બિનજરૂરી વ્હોટ્સએપ ગ્રુપ્સમાંથી બહાર આવ. શા માટે તારા માથામાં હંમેશાં બિઝનેસ રાખે છે. ખરેખર તો સારો વિચાર કરવાનો હોય તો મન અગાઉ ખાલી કરીએ’ અરે વાહ! ઈન્ટરેસ્ટિંગ! આજે ટીમ ટુર્સ, પરફોર્મન્સ, ટ્રાવેલ, નંબર્સ ઉપરાંત અલગ કાંઈક વિચારમંથન કરતી હતી. ક્યારેક આવા જનરલ સેશન્સની આ મિટિંગનો ભાગ હોવો જોઈએ એવો વિચાર મેં કર્યો. એક જ જીવન છે તે સિમ્પ્લિફાય કરીએ, સીધુંસાદું કરીએ, ઓછું બોલીએ વધુ વિચાર કરીએ, ભૂત- ભવિષ્યનો વિચાર ઓછો કરીએ, વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરીએ, ઘેર ઘેર વસ્તુ ઓછી કરીએ, જગ્યા મોકળી રાખીએ, ટીવી મોબાઈલ ઓછા જોઈએ, વાંચન વધુ કરીએ, શક્ય હોય તો વાહનમાં ફરવાનું ઓછું કરીએ, વધુ ચાલીએ, એક જ વાતાવરણમાં સતત રહેવા કરતાં થોડી ખુલ્લી મોકળી જગ્યામાં ફરીએ, પડકારોની ચિંતા નહીં કરતાં હસતાં હસતાં તેનો સામનો કરીએ, હસતાં હસતાં જીવન ઝીલવાની આદત પાડીએ. અમારી ટીમ સાથે મિટિંગમાંથી તે દિવસે ઘણું બધું મળી આવ્યું.
મેં કહ્યું, જીવન સિમ્પ્લિફાય કરતી વખતે ટ્રાવેલ અને ટ્રાવેલિંગ પણ સિમ્પ્લિફાય થવું અથવા તેના પર ઊલટસુલટ ચર્ચા કરવી, વિચારોનું આદાનપ્રદાન કરવું તે આપણી આગામી મિટિંગનો એજન્ડા હશે. આ સાંભળીને અમારા કામમાં પરોવાયેલા અને કામ પૂરાં કરવા માટે સુપરફાસ્ટ ગતિથી આગળ નીકળેલાં શિલ્પા અને ટીમ મેેનેજર્સના ચહેરા પરના ભાવો મેં વાંચ્યા, ‘ક્યારેક કામ પણ કરીએ...’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.