પૂર્વ અને પશ્ર્ચિમની વચ્ચે આપણી ભારતીય સંસ્કૃતિ. આપણી યુવા પેઢી તેનો ઉત્તમ રીતે ઉપયોગ કરતી જોવા મળે છે. મારા ભેજામાં આ યુવા પર્યટનનો વિચાર વીણા વર્લ્ડ શરૂ થઈ ત્યારથી ઘુમરાઈ રહ્યો છે...
‘ડોન્ટ વરી, બી હેપ્પી! તમે હવે તમારા કરિયરની શરૂઆત કરી રહ્યા છો. બહુ ચિંતા નહીં કરો, ચહેરા પર આટલો તાણ રાખશો નહીં, આવનારી દરેક પળોનું હસતે મુખે સ્વાગત કરો, આપણે જો રાઈટ ટ્રેક પર રહીએ તો સમથિંગ ઓર અધર વિલ ડેફિનેટ્લી હેપન, ઈન અ ગૂડ વે! લેટ્સ સ્માઈલ!’ થાણેની બેડેકર કોલેજમાં ટુરીઝમ કોર્સ કરનારા વિદ્યાર્થીઓના માર્ગદર્શનમાં ચાર શબ્દ બોલતી વખતે અમારા યુવાન સંચાલક નીલ પાટીલના ભાષણમાંનું આ વાક્ય યુવાનોની વિચારધારાઓનું પ્રતીક છે એવું મને લાગે છે. ‘ડોન્ટ વરી, બી હેપ્પી!’ ખરેખર છે. મને યાદ આવ્યું કે અમારા દાદા જોરથી હસવા પર ખીજાતા. કેમ? તો તેમનું કહેવું હતું કે ‘માણસ સતત સિરિયસ હોવા જોઈએ, તેણે ફિકર કરતા રહેવું જોઈએ. ભવિષ્યના આટલા પડકારો સામે છે ત્યારે તમે શા માટે હસો છો?’ દાદા પછીની અમારા પિતાની જનરેશન ભવિષ્યની ફિકર કરતી વખતે, બાળકો માટે જીવન જીવતી વખતે થોડું હસવા લાગી. જોકે આમ છતાં પોતાને માટે, પોતાની ખુશી માટે કશું કરવામાં તેમને ગિલ્ટ ફીલ થતું હતું. અમારી પેઢી તે ગિલ્ટમાંથી મહદંશે બહાર આવી છે. પોતાની ખુશી શોધી રહી છે. આ સાથે ટેકનોલોજીની ભરમાર થઈ. હા, ભરમાર જ કહેવું જોઈએ, કારણ કે તેણે આખી દુનિયા ધમરોળી નાખી છે, લોકો નજીક આવ્યા, વધુ હોશિયાર થયા, ઝડપથી આગેકૂચ કરવા લાગ્યા, ગામડાં, શહેરો, રાજ્ય, દેશ, વિદેશ ખાસ કરીને ધર્મની સીમારેખાઓને ન માનનારી પેઢી એક થઈ અને વૈશ્ર્વિક સંસ્કૃતિનો ઉદય થયો. લેટ્સ લિવ ધ લાઈફ ફુલ્લી! વર્ક હાર્ડ, પાર્ટી હાર્ડર!ડોન્ટ વરી, બી હેપ્પી! વ્હાય વરી વ્હેન વરી કેનોટ સોલ્વ એનિથિંગ! બી કૂલ! ટેક ઈટ ઈઝી! ચિલ! રિલેક્સ!આ શબ્દ અમારી અને અગાઉની પેઢીના પરિચિત થયા. અમને પણ એવું લાગવા માંડ્યું કે ખરેખર આપણે જીવનની આટલી ફિકર શા માટે કરવી જોઈએ? લેટ્સ ફેસ ઈટ વ્હોટેવર ઈટ ઈઝ! ‘રિલેક્સ!’ ‘ચિલ!’ આ શબ્દ અમને પણ ગમવા લાગ્યા. ઓછી બોલનારી, ફેસબુક ટિવટર ઈન્સ્ટાગ્રામમાં ચોંટેલી અને ભાષાનું અથવા સંવાદનું તે જ સાધન માનનારી યુવા પેઢી અજાણતા જ અમને જીવવાનાં, ખુશીનાં, જ્ઞાનનાં, મનોરંજનનાં અનોખાં માધ્યમ ખોલીને બતાવતી હતી. અમે પણ તે સ્વીકારીને હૂક્ડ ઓન થતાં હતાં. દરેકની જરૂરત અલગ અને તે અનુસાર તેમને માટે પર્યટનની અલગ અલગ બાબતો લાવવામાં અમે પાયોનિયર છીએ. આ પછી અલગ રીતે જીવનનો આસ્વાદ લેનારી આ યુવા પેઢી અમારી નજરમાંથી કઈ રીતે ચૂકી શકે? તેમને માટે શું કરવું જોઈએ તે વીણા વર્લ્ડે આરંભથી જ નક્કી કર્યું અને તેમાંથી જ તૈયાર થઈ હેપ્પી અને કોન્ફિડન્ટ એવી યંગ જનરેશન માટે સિંગલ્સ સ્પેશિયલ.
સિંગલ્સ સ્પેશિયલમાં ચોક્કસ શું જોઈએ તે માટે નીલ પાસેથી ઈનપુટ્સ લીધા. તેનું કહેવું હતું, ‘અમને સહેલગાહમાં ફક્ત જોવાનું નથી જોઈતું. કાંઈક એક્સપીરિયન્સ જોઈએ, એડવેન્ચર જોઈએ, સાઈકલિંગ, ટ્રેકિંગ, હાઈકિંગ, કયાકિંગ, સ્કિઈંગ જેવાં અનેક રોમાંચ જોઈએ. જમવાનું અલગ અલગ પ્રકારનું ટેસ્ટ કરવાનું અમને ગમે છે, બેઝિકલી જમવા પર પ્રયોગ કરવાના ગમે છે. મનાલીમાં અમને મોમોઝ ખાવા આપો, ક્યાંક હિમાચલી ભોજન આપો અથવા ક્યાંક તિબેટિયન થુકપા. ક્યાંક અમને ભાવશે ક્યાંક નહીં ભાવે, ધેટ્સ ઓકે. અમને આ રીતે અલગ અલગ એક્સપીરિયન્સ લેવાની મજા આવે છે. તેના ફોટો અમારા મિત્રોને મોકલાવવાનીમજા આવે છે. "હવે તને એક મજા બતાવું છું કહીને તેણે વ્હોટ્સએપ પર ફરનારો એક વિડિયો બતાવ્યો. એક ટ્રાવેલ એજન્સીનું બોર્ડ જોઈને એક યુવાન યુગલ ક્યાં ફરવા જઈ શકાય તે જોવા માટે અંદર જાય છે. ‘અમુક પૈસા ભરો, બે દિવસમાં તમને દુનિયાની સફર કરાવી આપીશું એમ કહીને તે ટ્રાવેલ એજન્ટ તેમને અંદર લઈ ગયો અને અત્યાધુનિક ફોટો સ્ટુડિયો વિથ ફેસબુક અને ટિવટર ક્ધસલ્ટન્ટ્સ સર્વિસ કહીને ‘દુનિયાના કોઈ પણ લેન્ડમાર્ક પર તમે ફોટો કઢાવો, ફેસબુક પર અપલોડ કરો, ભરપૂર લાઈક્સ મેળવો’ કહેનારો આ ટ્રાવેલ એજન્ટ કહે છે, ‘આખરે તમે પ્રવાસ ફોટો અપલોડ કરવા માટે જ કરો છો ને, તો પછી તે અમે તમને કોઈ પણ મહેનત વિના કરી આપીએ છીએ.’ કોના ભેજામાં કેવા આઈડિયા આવશે કશું કહી શકાય નહીં. અગાઉ રાજકારણીઓ સાથે, કલાકારો સાથે ફોટો ચોંટાડીને તે ઘરમાં અથવા ઓફિસમાં લટકાવવાની પદ્ધતિ હતી, હવે ઘર અને ઓફિસની જગ્યા ફેસબુક જેવા વર્લ્ડવાઈડ પ્લેટફોર્મે લીધી છે અને પોલિટિશિયન્સ અથવા ડિગ્નિટરીઝની જગ્યાએ વર્લ્ડઓવર ડેસ્ટિનેશન્સે બાજી મારી છે. અગાઉ સહેલગાહમાંથી આવ્યા કે આલબમ બનાવવામાં આવતો અને તે આવનારા- જનારાને બળજબરીથી બતાવવામાં આવતો હતો. આ નવી જનરેશન હવે કોણ કયાં ગયું છે, શું કરે છે? તે અલગ અલગ શું કરે છે અથવા તેણીએ કેટલા લાઈક્સ મેળવ્યા-? કેટલી કમેન્ટ્સ આવી તેમાં મગ્ન રહે છે. અમારી પાસે યંગ અને એન્થુઝિયાસ્ટિક સાડાત્રણસો ટુર મેનેજર્સની ફોજ છે જે દુનિયામાં સર્વત્ર સંચાર કરે છે. તેમની વચ્ચે પણ હોડ લાગેલી હોય છે - કોણે કેટલા ફોટોઝ અપલોડ કર્યા, કોને કેટલી લાઈક્સ આવી. એકંદરે દુનિયાને બતાવવા માટે લાગેલી આ હોડનું ઘેલું ધરાવતી આ યુવા પેઢી પર્યટનમાં કાંઈક અનોખું માગતી હોય તો તે ઉચિત જ છે અને તે તેમને આપણે આપવું જ જોઈએ. નીલ કહે છે,‘નવી ચેલેન્જીસ સામે જનારી અમારી યુવા પેઢી હેવ યુ ઓબ્ઝર્વ્ડ? હેપ્પી ન્યૂ ઈયર કહેવા પૂર્વે આવનારા નવા વર્ષમાં લોન્ગ વીકએન્ડ્સ કયા છે તેની લિસ્ટ ફોર્વર્ડ કરે છે, કારણ કે અમને તે પણ પ્લાનિંગ કરી રાખવાનું હોય છે, વી વિલ વર્ક હાર્ડ એન્ડ પાર્ટી હાર્ડર!’ ગમે તે રાહે ન જતાં ભવિષ્યના પડકારો સ્વીકાર કરીને તેનો હસતે મુખે સામનો કરનારી, મહેનત કરવાની તૈયારી રાખતી, જીવનની ખુશી ઉપભોગનારી, ‘લેટ મી એન્જોય’ કહેનારી ઉત્સાહી યુવા ગતિશીલ હોશિયાર પેઢી આપણને મળી છે. તેમને સમજી લેવામાં આપણે પણ તેમના નવા રાજ્યમાં ફરવાની આદત કેળવવી જોઈએ. અમે પર્યટનના માધ્યમથી સિંગલ્સ સ્પેશિયલ લાવીને આ ઈન્ડિપેન્ડન્ટ કોન્ફિડન્ટ એવી જનરેશન માટે અમારા અખત્યાર હેઠળના ક્ષેત્રમાં યુવાનીનું, તેમના વિચારોનું, આચારોનું સ્વાગત કર્યું છે. લેટ્સ લર્ન ધ ન્યૂ વે ઓફ લાઈફ! ચાલો, બેગ ભરો, નીકળી પડો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.